સંબંધનો ‘આઈસબર્ગ’ –

‘ફર્યો ચરે અને બાંધ્યો ભુખે મરે’

આવું જ મારી સાથે થયું. મગજની ‘ટ્રાન્સ’ અવસ્થાને સમજવા ઈન્ટરનેટમાં રજળપાટ કરતો હતો. એમાં એક વ્યાખ્યા મળી જેમાં ‘આઈસબર્ગ’નો ઉલ્લેખ થયો હતો. તેમાંથી આઈસબર્ગની ઇમેજ સર્ચમાંથી એક સરસ વેબસાઈટ પર જતો રહ્યો. એમાં મેનેજમેન્ટ અને વર્કર વચ્ચેના સંબંધ પરની ચર્ચા હતી. મને લાગ્યું કે આ તો આપણા રોજબરોજના સંબંધોને સમજવામાં ખુબ ઉપયોગી થાય તેમ છે. મારી સમજણની ઝલક વાંચી તમે પણ કંઈક કહી નાખજો.

તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા અન્ય સાથે દેખાતા સંબંધ કરતાં ‘ન દેખાતા’ સંબંધ વધારે હોય છે. એકદમ ‘આઈસબર્ગ’ની જેમ. દરિયામાં બરફની શીલાના ટોચકા કરતા લગભગ દસ ગણી શીલા પાણીમાં રહેલી હોય છે. (એટલે જ ‘શીલા’ને કોઈ સમજી શકતું નથી ! 😉 ) ભલાભલા તેની ખરેખરી સાઈઝનો અંદાજ બાંધી શકતા નથી. ટાઈટેનીક જેવી સ્ટીમર બિચારી પાણીમાં ડુબી ગઈ, તો આપણું શું ગજુ ?

iceberg model

આપણે પણ સંબંધના ઢંકાયેલા ભાગને જોઈ શકતા નથી અને એના કારણે સંબંધોમાં કડવાશ ભરી બેસીએ છીએ. વધુ સમજવા એક ઉદાહરણ જ લઈએ –

પિતાપુત્રનો સંબંધમાં દેખીતો ભાગ – સમાજના શિખવાડેલા મુદ્દાઓ મુજબ. પિતાએ પુત્રને નાનપણથી મોટો કરી ‘ઠેકાણે’ (નોકરી તેમજ લગ્ન સંબંધી પણ..) પાડવો જોઈએ. પુત્રએ પિતાના ઘડપણનો ટેકો બનવું જોઈએ. પિતાની પુત્ર માટેની લાગણીઓ, માન/અપમાન, અપેક્ષાઓ, જવાબદારીઓ, જરુરીયાતોના કેટલાક મુદ્દાઓ દેખીતા એટલે કે સમાજ દ્વારા નિયત કરેલા છે તે સૌ જાણે છે. એ જ રીતે પુત્રની પિતા માટેની લાગણીઓ, માન/અપમાન, અપેક્ષાઓ, જવાબદારીઓ, જરુરીયાતોના કેટલાક મુદ્દાઓ દેખીતા એટલે કે સમાજ દ્વારા નિયત કરેલા છે તે સૌ જાણે છે.

પણ આપણે બાળકમાંથી મોટા થતાં થતાં જે કંઈ શીખીએ છીએ તેમાંથી કેટલીક બાબતો/ વિચારો, પોતાની રીતે ઘડીએ છીએ અને મગજમાં સંઘરીએ છીએ. આ વિચારો કદાચ સમાજમાં પ્રવર્તતા વિચારોથી વધારાના પણ હોય શકે, અલગ પણ હોય શકે, પણ આપણા ખુદના બનાવેલા છે એથી એ પ્રમાણે આપણું વર્તન તો થવાનું જ, ભલે તે સમાજ દ્વારા અપેક્ષિત ન પણ હોય. આ બધા જીણા જીણા વિચારો એટલા બધા છે કે તે આઈસબર્ગનો પાણીમાંનો હિસ્સો બનાવે છે, જે લગભગ દેખીતા હિસ્સા કરતા દસગણો મોટો છે.

સામાન્ય દાખલો ‘અપેક્ષાઓ’ નો જ લઈએ.

આગળ જોયું તેમ પુત્રની પિતા પાસેથી અપેક્ષા એટલી છે તે નાનપણથી તેને મોટો કરી પગભર બનાવે, જે સમાજ દ્વારા નિયત કરેલી છે. પરંતુ નાનપણથી ‘હેલીકોપ્ટરીંગ પેરેન્ટીંગ’થી (નાનપણથી માબાપ દ્વારા સતત રક્ષાભર્યા માહોલમાં) બાળક મોટું થયું હોય, તો તેઓ મોટા થાય પછી પણ માબાપનો સહારો શોધતા હોય છે. બીજી તરફ પિતા પોતાની જવાબદારી પુરી થઈ ગઈ એમ માની પુત્ર મોટો થયા પછી પોતાના જીવનમાં મસ્ત બની જાય. આઈસબર્ગના પાણીની અંદરના ભાગમાં પિતાના પક્ષે કોઈ જવાબદારી કે અપેક્ષા રહેતી નથી.

icebergBW

આમ, જોઈએ  દેખીતી રીતે તો પુત્રની અપેક્ષા પુર્ણ થઈ ગઈ છે (આઈસબર્ગની ટોચનો ભાગ), પણ તેના મનમાં હજુ પણ માબાપની રક્ષાની અપેક્ષા રહેલી જ છે (આઈસબર્ગનો પાણીની અંદર રહેલો ભાગ). તે સતત પિતાનો ટેકો ઇચ્છે છે. હવે આ અપેક્ષાઓ સંતોષાય નહી આથી તેના મનમાં સતત, ‘પિતા મારું ધ્યાન રાખતા નથી’ એવી કડવાશ ઘુંટાતી રહે છે.

આવું તો ઘણી બાબતોમાં બને છે. આપણી જાણ બહાર, અજાગૃત મનમાં અપેક્ષાઓ, ઇચ્છાઓ અધુરી રહેતી હોય છે એની સીધી અસર સંબંધ પર પડતી હોય છે.

આ આઈસબર્ગને, સુર્ય પૃથ્વીની સતત નિગરાની કરતો રહે તેમ સતત નિગરાનીમાં રાખી, તપારો આપી પીગળાવીએ તો સંબંધોમાં પાણીની પારદર્શકતા આવે.

બાકીના સુધારાવધારા તમારા માટે ……

મેં જે સંદર્ભ જોયેલો તે પણ વાંચવા જેવો છે તેમાં ‘psychological contracting’ ની વાત છે. એ પણ રસદાયક છે. ફરી ક્યારેક તેને સમજવાનો પ્રયત્ન કરશું.

સંદર્ભ – http://www.businessball.com

Advertisements

3 comments on “સંબંધનો ‘આઈસબર્ગ’ –

 1. સુરેશ જાની કહે છે:

  વાત તો સાચી અને મુદ્દાની છે. પણ આચરવાનું એટલું જ કઠણ છે.
  ‘બની આઝાદ’ના આવી અને બીજી અનેક બાબ્તોમાં ફાયદાઓ જાતે અનુભવેલા છે – એ ઢોલ પીટી પીટીને કહું, તો પણ એની કશી અસર થવાની નૈ!!! એ આચરણ વાંચન કે ઉપદેશ સાંભળવાથી ના આવે.
  ———–
  સો દુઃખોની એક જ દવા…
  ‘વર્તમાનમાં જીવતા થાઓ.’

  Like

  • jagdish48 કહે છે:

   પણ, સુરેશભાઈ, જાણકારી હોય તો આચરણમાં મુકવાનું થાયને ?
   જાણકારી જ ન હોય તો આચરણમાં શું મુકવું ? કુવામાં હોય તો ઉલેચવું કે નહીં તે નક્કી કરી શકાય. બાકી અઘરું તો છે જ !

   Like

 2. […] ‘સંબંધનો આઈસબર્ગ’ ને સમજતા સમજતા મને પણ આજનો વિચાર ઉદભવ્યો. […]

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s