પહેલાં આ વાંચો (Read Me First)

સૌ પ્રથમ તો આ બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો આભારી છું, કારણ કે આ બ્લોગની આપની મુલાકાત અને આપની કોમેન્ટસ મને વધુ લખવાની પ્રેરણા પૂરી પાડે છે, મને કોઈ સાંભળે (વાંચે) છે એવો અહેસાસ થાય છે. હું એકલો નથી એવી પ્રતીતિ થાય છે.

મારો સાદો પરીચય તો બીજા પેઈજ પરથી મેળવ્યો હશે, પણ આ બ્લોગની પોસ્ટ વાંચતાં પહેલાં બ્લોગનો પરિચય પણ મેળવી લેવો જરુરી છે જેથી આપને મારા વિષે, બ્લોગ વિષે અને બ્લોગના ઉદ્દેશ અને લખાણ પધ્ધતિ વિષેની જાણકારી મળે.

બ્લોગ પર રજુ થયેલા વિચારો મારું ક્રીએશન છે એવું નથી, ‘વિચારો’ શાશ્વત છે, દરેક એને પોતાની રીતે સમજવાનો કે સમજાવવાનો પ્રયત્ન કરે છે. મેં જીવન દરમ્યાન જે કંઈ વાચ્યું છે, અનુભવ્યું છે, સમજાયું છે, યાદ રહ્યું છે તે બધું રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેશન પર જેમ માણસોની ભીડ હોય તેમ મારા મગજમાં ભેગું થયું છે. આ બધુ ગોઠવી મેં મારી જાતને  સમજવાનો પ્રયત્ન શરુ કર્યો છે. વિચારો સારી રીતે ગોઠવાય એટલે લખવાનું શરુ કર્યું, અને એ પ્રયત્નથી આ બ્લોગનો જન્મ થયો.

ડાયરી લખવાનું તો નાનપણથી સાંભળતો આવ્યો છું, પણ લખવાથી શું થાય તેનો અનુભવ હવે થયો. આપણું મગજ સતત વિચારોની ‘ફ્લેશ’ આપતું રહે છે. તેમાં મહત્વના, અર્થ વગરના, ઉપયોગી, બીનઊપયોગી બધા જ પ્રકારના હોય છે. આ બધા વિચારોની ભીડ મગજમાં જામી રહે છે અને નવા આવતા વિચારો પર પણ અસર કરે છે. સાદુ ઉદાહરણ લઈએ તો – માનો કે કોઈએ તમને ન ગમે તેવું વર્તન કર્યું, તેનું વિશ્લેષણ મગજ કરે ત્યારે નકામા વિચારો મગજ પર કબજો જમાવી, જે તે વ્યક્તિ માટે નકારાત્મક છબી આપણા મગજમાં ઉભી કરે છે. શક્ય છે એ જ વ્યક્તિ આપણી હિતેચ્છુ હોય પણ કોઈક પરીસ્થિતિમાં આપણને ન ગમતુ વર્તન કર્યું હોય, પણ નકારાત્મક વિચારોના કન્ટ્રોલના કારણે સામેવાળી વ્યક્તિની છબી ખરડાય છે. મા-બાપ બાળકના ભલા માટે તેની કોઈક જીદ પૂરી કરવાનો ઇન્કાર કરે ત્યારે બાળક રડતાં રડતાં પણ ‘તમે પહેલાં પણ મને ના જ પાડેલી, તમારે મારી કોઈ ઇચ્છા પૂરી કરવી જ નથી’ એવી ફરીયાદ કરશે. (ભલે, તમે તેની એક બે ઇચ્છાઓને છોડીને બાકીની બીજી બધી જ ઇચ્છાઓ પૂર્ણ કરી હોય, પણ એને તો જે નથી થયું તે જ દેખાય) આપણું પણ આવું જ છે. હવે રોજ ડાયરી લખાય તો, લખતી વખતે મગજને ધીમે ધીમે ચાલવું પડે છે, આથી નકારાત્મક વિચારોની સાથે સકારાત્મક વિચારો પણ સપાટી પર આવે છે. પરિણામે જે તે પરીસ્થિતિનું મુલ્યાંકન યોગ્ય રીતે થાય છે. આ સમયે નકારાત્મક વિચારોનો નાશ થાય છે અને મગજ નવા વિચારોને આવકારવા સજ્જ થાય છે.

હવે જો મારે મારી જાતને જાણવાનો પ્રયત્ન કરવો હોય તો મગજની અનુચિત નકારાત્મકતાને દુર કરવી પડે. આ પ્રયત્નમાં હું જેમ જેમ આગળ વધુ છું તેમ તેમ નવી નવી પોસ્ટ લખાય છે. પોસ્ટ જ્યારે લખાય ત્યારે કોઈવાર એવું બને કે તેમાં આગળની પોસ્ટનો સંદર્ભ હોય, અને જો તમે તે વાંચેલી ન હોય તમારે રીફર કરવી પડે, એવું થાય તો ક્ષમા કરશો.

બીજું હું શક્ય હશે ત્યાં સુધી લખાણ ૫૦૦/૬૦૦ શબ્દોનું રાખવા પ્રયત્ન કરીશ આથી મિત્રો એકી બેઠકે વાંચી શકે.

અંતમાં, મારી આ ‘સ્વ’ની શોધમાં તમે પણ ભાગીદાર થશો તો તમને પણ તમારા વિશે કંઈક મળશે, એની મને ખાત્રી છે, કારણ કે આપણે સૌ મનુષ્યોને ભગવાને એક સરખુ જ મગજ આપ્યું છે, ફક્ત જીવવાની પરીસ્થિતિઓ જુદી જુદી છે.

મારી પોસ્ટ પરની તમારી કોમેન્ટસ મને અને અન્ય વાંચનાર માટે માર્ગદર્શક બની શકે એવી સંપૂર્ણ સંભાવના છે. (ખાત્રી રાખજો કે હું કોઈ પણ કોમેન્ટ ‘અનઍપ્રુવ’ નહી કરું)

તો આવો સહપ્રવાસી બનવા હૃદયથી આમંત્રણ છે !

મારા આમંત્રણનો સ્વીકાર કરવાના બીજા કારણો પણ છે – જુઓ સુશ્રી મૌલીકા દેરાસરી મારા બ્લોગને વેબગુર્જરી પર કઈ રીતે વર્ણવે છે …

બ્લોગ ભ્રમણની વાટે  – વેબગુર્જરી

જેની વિગતો મારા બ્લોગના ‘જુઓ મનરંગીની નજરે’ પેઈજ પર પણ આપી છે.

આવી જ રીતે યુવાનમિત્ર યુવરાજ જાડેજાએ પણ પોતાના બ્લોગ પર પરિચય આપ્યો છે –

‘બેસ્ટ બોન્ડીંગ વીથ સુરત’

 

8 comments on “પહેલાં આ વાંચો (Read Me First)

 1. jjkishor કહે છે:

  સરસ ! શક્ય હશે ત્યાં સુધી…કારણ કે સમયનાં બંધનો છે…સાથે રહેવા મથીશ. સાભાર – જુ.

  Like

 2. સુરેશ જાની કહે છે:

  , મારી આ ‘સ્વ’ની શોધમાં તમે પણ ભાગીદાર થશો તો તમને પણ તમારા વિશે કંઈક મળશે, એની મને ખાત્રી છે,
  ———-
  સરસ. તમારી સાથે વિચાર વિમર્શ ચાલુ રાખવાનું ગમશે.

  Like

  • jagdish48 કહે છે:

   મારા જ આ વાક્યમાં સુધારો કરવો છે –
   ‘મારી આ ‘સ્વ’ની શોધમાં તમે પણ ભાગીદાર થશો તો મને કંઈક માર્ગદર્શન મળશે અને તમને પણ કંઈક મળશે, એની મને ખાત્રી છે.’
   મુળ વાક્યમાં થોડીક ‘હું’ની ગંધ આવે છે.

   Like

 3. આજે એક ફોરવર્ડ થયેલ ઈમેઈલ મળી જેમાં આપના બ્લોગનો ઉલ્લેખ જોયો. “પહેલાં આ વાંચો” જોયું. વાંચ્યું. ગમ્યું. આભાર.

  Like

 4. Vinod R. Patel કહે છે:

  આપના બ્લોગમાં વધુ વાચન કરતો રહું છું એમ વધુ રસ પડે છે .

  “મનુષ્યોને ભગવાને એક સરખુ જ મગજ આપ્યું છે, ફક્ત જીવવાની પરીસ્થિતિઓ જુદી જુદી છે.”

  આ જીવવાની જુદી જુદી પરીસ્થિતિઓથી જ મગજની વિચારવાની સ્થિતિ બદલાઈ જતી હોય છે

  અને ભૌતિક રીતે એક જ મગજ હોવા છતાં બૌધિક રીતે પરિણામો બદલાઈ જાય છે .

  આપની વિચાર યાત્રામાં જોડાવામાં આનંદ આવશે .

  Like

 5. Vitthal shah કહે છે:

  I like to read your blog very much. I fill life can be changed to read and think about this

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s