Poor Me –

માનવીની લાગણી અને શ્રદ્ધા સાથે ખેલાતો ખતરનાક ખેલ.

‘બેન, ત્રણ દિવસથી કંઈ ખાધું નથી, કાંઈક આપો’ એક હટ્ટોકટ્ટો માણસ ભીખ માગતો નજરે પડે.

‘હજુ સુધી બોણી થઈ નથી, બોણી કરાવો’ મેઈન રોડ ફરતો શાકભાજીવાળો બોલે.

‘મારા પત્ની તો કેટલાય વર્ષથી વ્હીલચેર પર છે, મારે જ બધુ સંભાળવું પડે છે.’ બોસ નવી દાખલ થયેલી પર્સનલ સેક્રેટરીને કહે. (આગળની સ્ટોરી લખવાની જરુર ખરી ?)

આવા જાત જાતના સંવાદો સાંભળવા મળે છે, જેમાં પ્રચ્છન્ન સુર હોય છે –

Poor_me

‘હું બિચારો છું, મને મદદ કરો’

આ એક લાઈફ ગેઈમ છે ને આપણે સૌ જાણેઅજાણે રમતા હોઈએ છીએ. કોઈની પાસે કામ કઢાવવાનું હોય, કોઈ લાભ લેવાનો હોય, જવાબદારીમાંથી છટકવું હોય, જોખમ ન લેવું હોય આવા તો કેટલાય પ્રસંગોએ આ રમત રમાતી હોય છે. ‘હું તો એક ચાયવાલો હતો’ કે ‘હું અમેઠીની વહુ છું’ કે ‘મારા પિતા શહીદ થયા છે’ (ગર્ભિત અર્થ – હું બાપ વગરની છું…) વગેરે ઉચ્ચારણો અન્યની લાગણીને પંપાળીને પોતાનું કામ કઢાવવાના પ્રયત્નરુપ છે. મુળ કેનેડાના માનસશાસ્ત્રી Dr. Eric Berne એ માનવીય સંબધો અને વર્તણુકનો અભ્યાસ કરી આવી ઘણી રમતો વર્ણવી છે. (Games People Play)

માનવી પોતે પણ પોતાની જાત સાથે આવી રમત રમતો હોય છે. કોઈ અઘરું જણાતું કામ કરવાનું આવે ત્યારે મનમાં ને મનમાં ‘મારા જેવાથી આ કામ ક્યાંથી થાય – Poor me’ ધારી કામ હાથ પર લેવાનું માંડી વાળે છે. (આનો થોડો પરીચય ‘સ્વની ખણખોદ’ માં થયેલો છે)

તમને નથી લાગતું કે આ માનસશાસ્ત્રીય રમતોનો અભ્યાસ કર્યો હોય તો જીંદગી કેટલી સરળ બની જાય ?

 

એનર્જી ?

ચિકિત્સાની વિવિધ પદ્ધતિઓને સમજવાનો પ્રયત્ન ચાલે છે ત્યાં વચ્ચે ખુબ રસદાયક મસાલો મળી ગયો, આથી પોસ્ટ સંપુર્ણ થવાની રાહ જોય વિના, આટલું તો આપ સૌ સાથે શેર કરી નાખું છું.

સામાન્ય પડવું-આખડવું કે એક્સીડન્ટ અને આહારમાં અનિયમિતતા સિવાયની બીમારીઓ શરીરની ‘એનર્જી ડીસઓર્ડર’નું પરીણામ છે. ઘણી વખત આ ડીસઓર્ડરના કારણે જ પડવા-આખડવાનું કે એક્સીડન્ટ થતા હોય છે. પ્રત્યેક પદાર્થને પોતાની ‘ચેતના’ (Energy) હોય છે. જે સતત પદાર્થમાં ભ્રમણ કરતી રહે છે અને યુનીવર્સલ એનર્જી સાથે એક્સચેન્જ થતી રહે છે. આપણા શરીરમાં પણ આ ચેતનાનો પ્રવાહ વહેતો હોય છે, તેની ચોક્કસ દિશા પણ છે અને શરીરના કેટલાક બિન્દુઓ (acupoints) પર અનુભવી પણ શકાય છે. (‘રેકી’ની પોસ્ટમા ‘એનર્જી બોલ’ ના પ્રયોગનો વીડીયો પણ મુકેલ છે.) આપણા આધ્યાત્મિક વારસામાં ‘ચક્રો’ તરીકે વર્ણવાયેલા છે, ચાઈનીઝ ચિકિત્સામાં એક્યુપંક્ચર અને એક્યુપ્રેસરમાં પણ જુદા જુદા ‘પોઈન્ટ’ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે, પશ્ચિમી જગતના શરીર શાસ્ત્રમાં nerve plexus જ્ઞાન તંતુઓના નેટવર્કનો ઉલ્લેખ છે. આ જ્ઞાન તંતુઓમાં વહેતા શક્તિના પ્રવાહ વિજ્ઞાન ‘ઇલેક્ટ્રીકલ ઇમ્પસીસ’ તરીકે ઓળખાવે છે જ્યારે આપણે તેને ચેતના પ્રવાહ તરીકે ઓળખીએ છીએ.

હવે જ્યારે આ પ્રવાહમાં ખામી – વધ-ઘટ/અવરોધ સર્જાય ત્યારે બીમારીની શરુઆત થાય, અને જેની અસર મગજમાં રહેલા જ્ઞાનકોષો પર થાય અને અંતમાં શરીરની બાયોલોજી જાળવવા આ કોષો જે કાર્ય કરી રહ્યા હોય તે કામગીરી ખોરવાય અને રોગનો જન્મ થાય.

આમ જો શરીરની આ ચેતનાને સમજી, તેને યોગ્ય કરવામાં આવે તો ચેક રોગના મુળને જ નાબુદ કરી શકાય. આ સિદ્ધાંત પર ‘એનર્જી મેડીસીન’નું શાસ્ત્ર રચાયેલું છે. (જેની શાખાઓ ઘણી છે, પણ વધુ વિગતો હવે પછી….)

આજ તો નીચેનો વીડીયો જોઈ મારી જાતને શેર કરવાથી રોકી ન શક્યો.

આ વીડીયોમાં તો સ્ટ્રેસની રીલીફની વાત કરી છે, પણ અગત્યનું એ છે કે આપણે જાણે અજાણે પર એવી વર્તણુંક કરતા હોઈએ છીએ કે તે આપણી આંતરીક શક્તિને વધારે. જેમકે બહું મુંઝવણમાં માથે હાથ મુકવો કે કપાળ કુટવું. આ ‘ટેપીંગ’ મગજની શક્તિઓને વધારવા માટે જ થતી હોય છે, રસદાયક એ છે કે આપણી આ ક્રિયા આપણી જાણબહાર થાય છે. કોઈ ગુજરી જાય ત્યારે સ્ત્રીઓમાં આપણે ત્યાં છાતી કુટવાનો રીવાજ હતો. હકીકતમાં છાતીના મધ્યભાગે હાંસડી નીચે બે બિંદુઓ આવેલા છે જેને ટેપ કરવાથી દુઃખમાંથી હળવા બની શકાય છે.

O'Keeffe-(hands)

ગહન વિચારમાં ડુબેલા માણસને જુઓ તો તે પંજા પર હડપચી ટેકવે છે અને આંગળીઓ ઉપરની તરફ હોય છે. એમાંની મધ્યમાં (વચલી આંગળી) આંખની નીચે રહેલી હોય છે. આંખની નીચે મધ્ય ભાગમાં એક બિંદુ આવેલું છે જે દબાવવાથી મગજ વધારે એક્ટીવ થાય છે. આ ક્રિયા પણ અજાણતા જ કરીએ છીએ.

આવી ઘણી ક્રિયાઓ આપમેળે થતી રહે છે…..

છે ને કુદરતની કમાલ ………..

શબ્દસેતુ –

‘વિકારઉત્પન્નથાય’

હમણાંએકવિપશ્યનાનાસાધકમળ્યા. ગોરાઈના (મુંબઈ) સાધનાકેન્દ્રમાંશિબીરપુરીકરી, તુરતમાંપરતઆવેલાહતા. મૅંપણગોરાઈમાંએકશિબીરમાંભાગલીધેલોહતોઅનેમનેખરેખરમાંસ્વર્ગમાંરહ્યાનોઅનુભવથયોહતો, આથીમારાથીબોલાઈગયું ‘ઓહો ! ત્યારેતોતમનેલાગ્યુંહશેકેસ્વર્ગમાંઆવીગયા, અનેપાછાફરતીવખતેતોથયુંહશેકે, આક્યાંનરકમાંપાછાફર્યા, નહીં ?’

જવાબહતો – ‘એવુંતોનકહેવાય, વિકારઉત્પન્નથાય’

કેવીસહજઅભિવ્યક્તિ !

શિક્ષકોએકહેલુંઅનેશિષ્યએસ્વીકારેલુંકે – ‘આનંદ, સારું-ખરાબજેવીઅનુભુતિઓનીઅભિવ્યક્તનકરવીનહીંતર ‘વિકાર’ ઉત્પન્નથાય.’

હમણાં‘જ્ઞાનકેઅનુભુતિ’ નીપોસ્ટમાંવિચારેલુંકેજ્ઞાનસારુંકેઅનુભુતિ ? અનેતારણપણએવુંકાઢેલુંકે ‘અનુભુતિદ્વારામેળવેલુંજ્ઞાનસારું.’ 

ઉપરનાકિસ્સામાંએવુંલાગેકેઅધુરુંજ્ઞાનકેશિક્ષક/ગુરુપ્રતિનીવધુપડતીશ્રદ્ધા, ઘણીવખતજીવનમાંકોઈગુંચવણભર્યામાર્ગપ્રતિલઈજાય.

મારીદ્રષ્ટિએવિપશ્યનામાંમુખ્યએશીખવાનુંછેકેતમનેથતીસંવેદનાઓપ્રતિતમેસાક્ષીભાવકેળવો. તમનેઆનંદથાયકેતકલીફથાયપણતમેતમારામનનેએમાંઓતપ્રોતનથવાદો, જેથતુહોયતેનેસાક્ષીભાવેજોયાકરો. પલાઠીમારીનેબેઠાછોઅનેકલાકપછીકમરમાંસણકામારેછે, તોપણબસએ‘જોયાકરો’, થોડીવારમાંસણકામારવાનુંબંધથઈજશે. (સંભળેલીવાતનથી, મારીઅનુભવેલીવાતછે)

હવેજોઆવોસાક્ષીભાવકેળવાયતો ‘આનંદઆવ્યો’ કે ‘સ્વર્ગજેવુંલાગ્યું’ એશબ્દોનીઅભિવ્યક્તિમાં  ‘હું’ તોછુંજનહીતોવિકારક્યાંથીઆવે ? કારણકેસ્વર્ગનોઆનંદએમારાશરીરનીસંવેદનાછે. છતાંયગુરુએકહ્યુંકે ‘સ્વર્ગનીઅનુભુતિથઈ’ એવુંકહીએતો ‘વિકાર’ ઉત્પન્નથાય, અનેશિષ્યેસ્વીકારીલીધું. આવાકિસ્સામાંવ્યક્તિએપોતાનાજ્ઞાનનોઉપયોગકરવોજોઈએએમનથીલાગતું ?

એકબીજોસરળમાર્ગઅજમાવવાજેવોલાગેછે – શબ્દોનો ‘મન’ સાથેનોસેતુતોડીનાખવો.

વધુસમજીએતો – જ્યારેકોઈપણશબ્દબોલાયત્યારેઆપણુંમગજ, આપણીપાસેનીઅગાઊનીમાહિતીનાઆધારેએનીઆકૃતિતૈયારકરે, જેમકે ‘સ્વર્ગ’ શબ્દસાંભળીએતોભુતકાળમાંસ્વર્ગનીજેવ્યાખ્યાજાણીહોયતેનાઆધારેસ્વર્ગનુંચિત્રતૈયારથાય – મંદમંદપવનવાતોહોય, ઠંડી-ગરમીજેવોકોઈઅહેસાસનહોય, વાતાવરણપ્રફુલ્લિતહોય, અપ્સરાઓઅનેકિન્નરોફરતાદેખાય, સુગંધીતસંગીતમયવાતાવરણહોયવગેરેવગેરે. હવેઆચિત્રનાકારણે ‘મન’ તેનીઅનુભુતિકરવાલાગેઅનેસાધકનાકહેવાપ્રમાણે ‘વિકાર’ ઉત્પન્નથાય. જોસ્વર્ગ‘શબ્દ’ અનેમગજમાંઅંકિતથયેલાતેનાચિત્રવચ્ચેનાસંબંધના‘સેતુ’નોવિચ્છેદકરીનાખીએતો ‘વિકાર’ ઉત્પન્નથવાનીકોઈતકરહેતીનથી.

હજુએનાથીયઆગળવધીએતો – આપણાસામાજીકસંબંધોભાઈ-બહેન, પિતા-માતા, વગેરેનીવ્યાખ્યાઓથીઘણીવારતકલીફથાયએવુંનથીલાગતું ? ‘ભાઈ’ શબ્દનાકારણેમનમાંઉપસેલાચિત્રનોસંબંધજોતુટેતો ‘ભાઈ’ એએકવ્યક્તિમાત્રબનીજાયએવુંનથીલાગતું ? ‘ભાઈ’નેકારણેઆપણેતકલીફથાય, પણ ‘વ્યક્તિ’નાકારણેઆપણનેતકલીફથતીનથી. કોઈ ‘સગા’નાએક્સીડન્ટનીખબરવાંચીનેમનચિંતામાંઘેરાઈજાય, પણસવારમાંચાપીતાંપીતાંવંચાતા ‘એકસીડન્ટમાંપાંચમૃત્યુપામ્યા’ નાસમાચારનીઅસરકેટલી ?

કુછજ્યાદાહોગયાક્યા ?

કંઈનહી ! આતોમારી ‘શબ્દસેતુ’ તોડવાનીવાતહતી, તમેકોમેન્ટરુપીશબ્દસેતુબાંધીકંઈકજોડવાનીવાતકરીનાખો……….

અમલ –

આ બાપુને ડહેલે લેવાયેલ ‘અમલ’ના ઘુંટની વાત નથી પણ જ્ઞાન લીધા પછી તેનું શું થયું તેની વાત છે.

કેટલીય વિભુતિઓ વિષે જાણ્યું છે કે તેઓએ જાત-જાતના અને ભાત ભાતના તર્ક આપી લોકોને ધર્મ વિષે, જીવન વિષે, જીવન જીવવા વિષે લોકોને સમજાવ્યું, અનુયાયીઓ બનાવ્યા, આશ્રમો સ્થાપ્યા, સંપ્રદાયો સ્થાપ્યા પણ એમના જીવનમાં તેઓએ શું કર્યું ?

અન્યને અભિમાન અને સંસારમાંથી વિરક્ત થઈ જવું જોઈએ એવી સલાહ આપનારા પોતે થયા ?

અનુયાયી બનાવવા કે સંપ્રદાય ઉભો કરવો એ ‘Power Motivation’ (to influence others) જ છે. જ્યાં આ પ્રકારનું મોટીવેશન હોય ત્યાં અભિમાનનો અભાવ હોય એવું શક્ય નથી. ‘સ્વમાન’ હોય ત્યાં ટકરાવ ઉભો થતો હોય છે, બીજાને પોતાની અસર હેઠળ લાવવા ‘અભિમાન’ હોવું જરુરી છે. અને અભિમાન હોય ત્યાં દંભની હાજરી પણ હોય જ. કારણ કે આ ‘ઇન્ફ્લ્યુઅન્સ’ યેનકેન પ્રકારે કરવાની હોય છે, જેમાં લોભ, લાલચ, દબાણ (સામાજીક રીતે ઉભું કરીને), જુઠાણું પણ ચલાવવું પડે (પછી ભલે તે યુધિષ્ઠિરનું અર્ધસત્ય હોય). હવે આ તર્ક પ્રમાણે,

જે તે વ્યક્તિ સંસારમાંથી વિરક્ત થવાની સલાહ આપી, પોતે સાંસારિક બાબતોમાં પડે તો તેણે પોતાના ‘જ્ઞાન’ શું ઉપયોગ કર્યો ?

વ્યક્તિએ મેળવેલ જ્ઞાન શું બીજા માટે છે ?

જે ‘જ્ઞાન’ તે બીજાને આપે છે એની સત્યતા કે યથાર્થતા કેટલી છે તે ચકાસે છે ?

જો ‘સત્ય’ની વાત કરીએ તો દરેકને પોતાનું સત્ય હોય.

આ દલીલને આધારે એવું કહી શકાય કે –

જ્ઞાન સાર્વત્રિક (universal) છે. મારે તેમાંથી મારે માટે યોગ્ય જ્ઞાન તારવવાનું છે અને મારા જીવનમાં ‘અમલ’માં મુકવાનું છે.

જ્ઞાનનો સોર્સ મહત્વનો નથી. મને કોઈ ગાલીગલોચ કરે તો પણ હું વિચારી શકું કે તેણે આમ કેમ કર્યું ? મારી ક્યાં ભુલ થઈ ? સામેની વ્યક્તિ ક્યા સ્તરની છે ? મારે એમ કરવું જોઈએ કે નહીં ?

એ જ રીતે કોઈ મહારાજ જીવન જીવવાની પધ્ધતિ અંગે શીખવાડે તો, મારે મારા અનુભવના આધારે નક્કી કરવું પડે કે આ જ્ઞાન મને ઉપયોગી છે અથવા તો મારે તેને અમલમાં મુકી અજમાવી જોવું જોઈએ.

તાજેતરમાં શ્રી અતુલભાઈએ તેમના બ્લોગ પર મુદ્રાવિજ્ઞાન ની ઇબુક મુકી. મેં વાંચી, ગુગલમાં વધુ સર્ચ કર્યું, જાતને પ્રશ્નો કર્યા કે આ સાચું છે ? સ્વાથ્ય માટે જે દાવો મુદ્રાવિજ્ઞાન કરે છે તે કદાચ સાર્વત્રિક હોય શકે. મારે મારી જાતને એના અભ્યાસમાં મુકવી જોઈએ. જો મને લાભ થાય તો તે મારા માટે સત્ય.

જ્યારે ‘અમલ’માં મુકવાની વાત આવે ત્યારે બે બાબતો સામે આવે –

મને આ જ્ઞાનમાં (મુદ્રાવિજ્ઞાનમાં) શ્રદ્ધા છે ? અને…

મારામાં જ્ઞાનને અમલમાં મુકવામાં રહેલ જોખમ (Risk taking) ઉઠાવવાની તૈયારી છે ?

જો બંને પ્રશ્નોના હકારાત્મક જવાબ હોય તો ‘અમલ’ શક્ય બને.

અગાઊ લખાયેલું શ્રી ગોએન્કાજીનું એક વાક્ય યાદ આવે છે –

જ્ઞાન ચક્ષુ છે અને શ્રદ્ધા ચરણ છે.

એને આગળ ધપાવીએ – શ્રદ્ધાના ચરણે ચાલીને ‘સત્ય’ પ્રાપ્ત કરો.

રોલ મોડેલ –

અગાઊની પોસ્ટમાં રોલ મોડેલનો ઉલ્લેખ થયેલો. આપણા સબ કોન્સીયસ માઈન્ડની તાકાત સમજવી હોય તો આ રોલ મોડેલના મુદ્દાને ધ્યાનમાં લેવા જેવું છે. મનુષ્યને જીવતા રહેવા માટે જુદી જુદી પ્રેરણાઓ કામ કરે છે, જેમાંની મુખ્ય ત્રણ – સિધ્ધિ પ્રેરણા (Achievement motivation), સત્તા પ્રેરણા (Power motivation), સંબંધ (?) પ્રેરણા (Affiliation Motivation). દરેક વ્યક્તિ ત્રણે પ્રેરણા સાથે જીવન જીવે છે, દરેકનું પ્રમાણ જુદું જુદું હોય શકે – જેમકે ઉદ્યોગ સાહસિકો જેવા સાહસિકોમાં સિધ્ધિ પ્રેરણાનું મહત્વ વધારે હોય, નેતાઓ અને ગુરુ-મહારાજોમાં સત્તા પ્રેરણાનું પ્રમાણ વધારે હોય, જીવનમાં ખુબ નમ્ર અને જતું કરવાની વૃતિવાળા સંબંધ પ્રેરણાની અસર હેઠળ હોય.

‘રોલ મોડેલ’નો મુદ્દો સિધ્ધિપ્રેરણા સાથે સંકળાયેલ છે. હું મારો જ એક દાખલો આપી સમજાવવાનો પ્રયત્ન કરું.

આઠમાં ધોરણના વેકેશનમાં મારે ગામ ગયેલો. હવે આ વર્ષ સુધીમાં છકો-મકો, મિયાં ફુસકી, જુલે વર્નની કથાઓ, છાની છાની વાંચી વાંચીને ચશ્મા  આવી ગયેલા અને કાયમી પહેરવા પડે તેવી પરિસ્થિતિ હતી. જ્યારે ચશ્મા પહે્રી બસમાંથી ગામના પાદરે ઉતર્યો ત્યારે ત્યાં ઉભેલા ગામના દરબારે કહ્યું.

graduate1

‘આવો, ડોક્ટર’.

મારા દાદા અને આ દરબાર બંને સાથે જ જામનગર, જામસાહેબના આદેશથી આ ગામમાં વસવાટ માટે આવેલા, આથી અમારા ઘર સાથે ખુબ સારા સંબંધો. પણ વાત હતી ‘આવો ડોક્ટર’ ની. મારા સબ કોન્સીયસ માઈન્ડમાં આ ‘ડોક્ટર’ની છબી અંકીત થઈ ગઈ. એ જમાનામાં ગામડામાં ડોક્ટર જેવા વધુ ભણેલાઓને ચશ્મા હોય એવી ધારણા હતી, અને એથી જ દરબારથી અનાયાસે જ આવા ઉદગાર સરી પડેલા. મારા દુરના એક કાકા (હુલામણું નામ – ભલાકાકા) એ વખતે M.B.B.S.  થયેલા, તેમને પણ ચશ્મા હતા. ખુબ જ મૃદુભાસી અને પ્રેમાળ હતા. આથી મનમાં ભલાકાકાની છબી અંકીત થઈ ગઈ. મોટા થઈને ડોક્ટર બનવું એવું મનમાં છપાઈ ગયું. પછી તો SSC થઈ કોલેજમાં દાખલ થયો. પ્રી-સાયન્સ (પ્રથમ વર્ષ) કરી, F.Y.B.Sc. માં ગ્રુપ નક્કી કરવાનું આવ્યું ત્યારે ‘B’ ગૃપ પસંદ કર્યું, જે પસાર થયે મેડીકલ લાઈનમાં જઈ શકાય. એ વખતે પણ મેરીટની માથાકુટ હતી. F.Y. માં 65 % આવ્યા અને મેડીકલનું એડમીશન અટક્યું 66 % એ. એક ટકાના ડીફરન્સમાં એડમીશન ન મળ્યું. ગુજરાત તો ઠીક પણ છેક શ્રીનગરની કોલેજ સુધી મેડીકલના ફોર્મ ભર્યા હતા, ક્યાંય એડમીશન ન મળ્યું. (ડોનેશનનો રીવાજ હતો કે નહીં, તેની જાણકારી ન હતી અને તેવડ પણ નહી) હવે ? વાંધો નહી ! જો B.Sc. માં ફર્સ્ટ ક્લાસ આવે તો B.Sc. પછી મેરીટ લીસ્ટમાં નામ આવી જ જાય. એટલે નક્કી કર્યું B.Sc. માં ફર્સ્ટ ક્લાસ મેળવી મેડીકલમાં જવું, બે વર્ષ બગડે તો ભલે પણ ‘ડોક્ટર’ તો બનવું જ. આમ S.Y. B.Sc. T.Y. B.Sc. ના બે વર્ષ વધુ કર્યા. જે વર્ષે B.Sc. કર્યું એ વર્ષે નિયમ આવ્યો કે B.Sc. માટે મેડીકલમાં ફક્ત દશ ટકા સીટ ફાળવવી. ફરી B.Sc. નું અલગ મેરીટ લીસ્ટ બન્યું અને અગાઊની જેમ અડધા ટકા માટે મેડીકલમાં એડમીશન ન મળ્યું. હવે ? માંહ્યલો ઝંપવા ન દે.

વાંધો નહીં ! M.Sc. માં જો ફર્સ્ટ ક્લાસ આવે તો મેડીકલમાં એડમીશન મળે. ફરી M.Sc.ના પ્રયત્ન ચાલુ થયા. આમ પોસ્ટ ગ્રેજ્યુએશનના છ વર્ષ ગયા અને મેડીકલના પાંચ જુદા. પણ પ્રથમ વર્ષમાં હાયર સેકન્ડ ક્લાસ આવ્યો અને એ જમાનામાં બે વર્ષના માર્કસ સંયુક્ત ગણત્રીમાં લેવાતા. અમદાવાદ બી.જે. મેડીકલના ડીનને પત્ર લખ્યો કે M.Sc. માં હાયર સેકન્ડ ક્લાસ આવે તો મેડીકલમાં પ્રવેશ મળશે ? એમનો હતોત્સાહ કરતો પ્રત્યુત્તર આવી ગયો – ‘Sorry’. બસ મેડીકલના દરવાજા બંધ. M.Sc. Part II માં ૫૪ ટકા આવ્યા. (યુનીવર્સીટી ફર્સ્ટને ૫૮ ટકા હતા, આજના ભણતરમાં ?)

M.Sc. થયા પણ પેલી ‘ડોક્ટર’ ની ડીગ્રીનું શું ?

પોસ્ટ ગ્રેજ્યુએશન પછી Ph.D. કરીએ તો, ડોક્ટર કહેવાય !

બસ, Ph.D. ના ગાઈડને મળ્યો, એક વિષય પસંદ કરી વિચાર રજુ કર્યો, પણ તેણે તો પોતાની પસંદગીનો વિષય આપ્યો. (જેથી પોતાના અન્ય સ્ટુ્ડન્ટમાં રીસર્ચ વર્કની હેરાફેરી થઈ શકે) પાંચ વર્ષે ગાઈડ સાથે લડી-ઝગડીને ડોક્ટરેટ કર્યું, થીસીસમાં તો ત્રણ વર્ષના રીસર્ચ વર્કનો સમાવેશ થયો, બે વર્ષના રીસર્ચ વર્કનું દાન ગાઈડના ‘યસ સર !’ સ્ટુડન્ટને દાન થયું. પણ અંતે નામ આગળ ‘ડોક્ટર’ લાગ્યું.

આઠમા ધોરણથી અશાંત થયેલું મન, હવે અંદરથી શાંત થયું. (જો કે ડીગ્રી પ્રાપ્ત થયા પછી તેનું કોઈ મહત્વ રહ્યું નહી અને નામ આગળ કોઈ દિવસ ડોક્ટર કહેવડાવવાનો આગ્રહ પણ રહ્યો નહી.)

આમ યુવાનો યોગ્ય રોલ મોડેલની પસંદગી કરી લે તો ધ્યેય પ્રાપ્તિની દિશામાં જવા આંતરીક બળ મળતું રહે.

કોઈ તેમનો અનુભવ કહેશે ?

 

ધ્યાન પ્રક્રિયાની ભ્રાંતિઓ –

‘ધ્યાન ગમે ત્યારે કરી શકાય, ગમે ત્યાં કરી શકાય, ગમે તે રીતે કરી શકાય.’ આવા શબ્દો દ્વારા ધ્યાનગુરુઓ પોતાના પામર શિષ્યોને ઉપદેશ આપે છે. એક વખતના ભોજન માટેનું શાક પણ સો રુપિયાથી ઓછા ભાવે નથી મળતું, ત્યારે મોક્ષ તરફ પ્રગતિ કરાવનાર કે મોક્ષમાં ન માનનારને સુખશાંતિમાં રાખનારને ‘ધ્યાન’ સાવ મફતમાં પડે. આનંદો.. ! અને … પછી તકલીફ એ થાય કે શિષ્ય મનફાવે તેમ અને મન પડે ત્યાં ધ્યાનના પ્રયત્નો કરે, નિષ્ફળ જાય ત્યારે ‘ગુરુ વધુ શક્તિશાળી છે’ એવી શ્રધ્ધા દ્રઢ કરી પાકો ચેલો થઈ જાય. પોતે ગેરમાર્ગે દોરવાયો છે એવી શંકા પણ ન થાય. ‘ધ્યાન’ માં શરીર અને મન બંનેનો ‘યોગ’ છે આથી બંનેની મર્યાદાઓ જો સમજીએ તો નાસીપાસ થવાનો અને ગુરુ પ્રત્યેની અંધશ્રધ્ધાથી બચી શકાય. ‘ધ્યાન ગમે ત્યારે થાય’ ને વધારે સમજીએ તો, એક બાબત સૌએ નોંધી લેવી જોઈએ કે શરીરમાં એક ‘બાયો ક્લોક’ આવેલી છે, જે તમારી દરેક પ્રવૃતિની સમય-નોંધ કરે છે અને એલાર્મની રીમાઈન્ડ કરાવે છે અને સાથે સાથે એ પ્રવૃતિને અનુરુપ આંતરિક શારીરિક કાર્યો શરુ કરાવી દે છે. રોજ બપોરના બાર વાગે જમવાનું થતું હોય તો બાર વાગે એટલે બાયોક્લોક ભુખ લાગવાના સંકેત મોકલે છે અને તમને ભુખ લાગે છે. (આપણે એને ‘ટેવ’ના સ્વરુપે સ્વીકારીએ છીએ.) હવે જો એ સમયે જમવાનું મળે તો પાચનતંત્ર બરાબર કામ કરે અને ન મળે તો પણ પાચનતંત્ર એનું કામ તો શરુ કરી જ દે – હોજરીમાં પચકરસો, એસીડ છુટવાનું શરુ થઈ જાય અને તમને જમવાનું ન જ મળે, તો એસીડીટી જેવું લાગવા માંડે. આ બધી શરીરની બાયોક્લોકની કમાલ છે. હવે તમે જમવાના સમયે કે નાસ્તા સમયે ધ્યાન કરવા બેસો તો શું થાય ? પાચનતંત્રે તેનું કાર્ય શરુ કરી દીધેલું જ હોય, પણ ધ્યાનમાં તો મનને, શરીર શિથીલ કરી એક બાબત પર કોન્સન્ટ્રેટ કરવાનું છે. શરીરે તો પાચનનું કાર્ય શરુ કરેલ છે તો મન અને શરીરનો ‘યોગ’ ક્યાંથી થાય ? ધ્યાન ક્યાંથી લાગે ? રોજ દસ વાગ્યે ઉંઘી જવાની ટેવ પાડી હોય એ સમયે ધ્યાન કરવા બેસો તો શરીરની બાયોક્લોક તો શરીરને ઉંઘ તરફ જ ખેંચી જાય.

esi173_bioclock

આમ ધ્યાન ‘ગમે ત્યારે ન થાય’, તમે સૌ પ્રથમ કોઈ એક ચોક્કસ સમય નક્કી કરો અને તેની ‘ટેવ’ પાડો. જેથી તેની નોંધ બાયોક્લોકમાં થઈ જાય અને ધ્યાન કરવામાં તમને શરીરનો પણ સાથ મળે. આ સમય, તમે ગમે તે નક્કી કરો, પણ તે એવો હોવો જોઈએ કે ‘શરીર’ તરફથી સહકાર મળવો જોઈએ. ધારી લો કે તમે રાત્રે દસ વાગ્યે ધ્યાનમાં બેસવાની ટેવ પાડી છે, સારું છે, પણ કોઈ વખતે ડીનર પાર્ટીમાં જવાનું થયું, ત્યાં ભારે ખોરાક લેવાયો. હવે જ્યારે તમે દસ વાગ્યે ધ્યાનમાં બેસો ત્યારે ભારે ખોરાકને કારણે શરીર તમને ધ્યાનમાં સાથ નહીં આપી શકે, કારણ કે તેનું પાચનનું વધારાનું કાર્ય ચાલુ છે. આવા સમયે ધ્યાનમાં તકલીફ પડશે તેવું સ્વીકારી લો તો વાંધો નથી, પણ નિષ્ફળતાનો વિચાર તો ન જ કરશો. એક સારુ સુચન એ છે કે ‘ધ્યાન’માં બેસવાનો સમય વહેલી સવારનો નક્કી કરો. આની પાછળ કેટલાક કારણો છે – સૌ પ્રથમ ‘માનસિક’ રીતે આપણે સ્વસ્થ હોઈએ છીએ. રોજીંદો વ્યવહાર શરુ થઈ જતા મગજ રોજીંદા કાર્યોના વિચારોમાં ગુંથાયેલું રહે છે, કોન્સન્ટ્રેટ થવાતું નથી. સુતી વખતે ધ્યાન કરો ત્યારે આખા દિવસમાં બનેલા બનાવોના વિચારોની શ્રેણી ચાલતી રહે છે. રાત્રિના સમયે ‘નિજ દોષ દર્શન’ કરી શકાય. કોસ્મીક એનર્જી સાથે સંકળાવા માટેનો ઉત્તમ સમય સવારનો છે. એક શારીરિક કારણ પણ સમજી લઈએ. Illu_pituitary_pineal_glands મગજમાં આવેલી ‘પીનીયલ ગ્રંથી’ માંથી મેલાટોનીન નામના હોર્મોનનો સ્ત્રાવ થાય છે. આ હોર્મોનનો સ્ત્રાવ ‘અજવાળા’માં બંધ થાય છે અને વહેલી સવારે તેનું પ્રમાણ વધારે હોય છે જે ‘ધ્યાન’માં મદદરુપ થાય છે. પીનીયલ ગ્રંથીનું કાર્ય રહસ્યમય પણ છે, તેને ત્રીજી આંખ – જ્ઞાન ચક્ર સાથે પણ સાંકળવામાં આવે છે. આ બધી વધુ પડતી ટેકનીકલ બાબતો છે તેથી આપણે એમાં ઉંડા ન ઉતરીએ, પણ એટલું તો ચોક્કસ છે કે વહેલી સવારનો સમય ધ્યાન માટે ઉત્તમ છે. નરસિંહ મહેતાને યાદ કરી લો ને ! એણે પણ સવાર પડતા પહેલાની છ ઘડીનો સમય ઉત્તમ કહ્યો છે. આ બધી ચર્ચાનો સાર એટલો લઈએ કે ધ્યાન કરવાનો ઉત્તમ સમય વહેલી સવારનો છે. બીજી એક વાતની નોંધ લેવી જોઈએ કે ધ્યાનનો સમય હંમેશ માટે ‘નિયત’ રાખવો જોઈએ જેથી શરીરની બાયોક્લોકમાં આ સમયની નોંધ થઈ જાય, અને શરીર પણ મગજ સાથે ધ્યાન પ્રક્રીયામાં ‘યોગ’ કરે. હજુ પણ બે ભ્રમ રહ્યા, એને પણ ભાંગીશું હવે પછી…

પહાડ જેવડો ઉંબરો –

પહાડ જેવડો ઉંબરો –

ઉંબરો પ્રત્યેક ઘરની એક મર્યાદા….

441_TDK_20_Sacred_Threshold_w2

…… અને ગુજરાતી લેક્સીકોનમાં તો ઉંબર પર કહેવતો અને રુઢિપ્રયોગોનો ખજાનો મુકી દીધો છે… જરા નજર નાખવી હોય તો જીવન જીવીએ પર ચક્કર મારી લેજો.

‘ઉંબર તો ડુંગર થયા, ને પાદર તો પરદેશ થયા’ આ તો બિચારા વૃધ્ધોની શારિરિક ક્ષમતાની મજાક છે. પણ મારે તો આજે વાત કરવી છે… માનવીએ મગજમાં બનાવેલા ઉંબરની, આ વિચાર આવ્યો સુરેશ ભાઈના એક મેઈલ પરથી, જેમાં દિવ્યજીવન અને ઓપીનીયનમાંના લેખ મંગલ ધ્વનિ ની વાત લખી હતી.

આપણે અગાઊ ‘બદલાવ’  (Change)નો મોટો દુશ્મન ‘સ્વ’ (Self)  માં માન્યતાઓ અને પુર્વગ્રહની વાતો કરી હતી. એ જ વાત આ મગજના ઉંબરને લાગુ પડે છે. આપણે જાતે જ માન્યતાઓ અને પુર્વગ્રહોનો ઉંબર બનાવી લઈએ છીએ. કોઈ પણ વિચાર આ ‘ઉંબર’ અંદર રહીને કરીએ છીએ. એ ઓળંગવાની હામ નથી અથવા તો કહોને કે ઇચ્છા નથી.

શ્રી સુરેશભાઈએ બની આઝાદ ના એક ચેપ્ટર ‘દિવ્ય અને સામ્પ્રત જીવન’ માં લખ્યું છે …

“હજારો પર્વતોથી ઘેરાયેલો એ પ્રદેશ છે. એ પર્વતો ચઢ્યા વગર ત્યાં પહોંચી શકાતું નથી. પણ ત્યાંની વાત જ કાંઈ ઓર છે. ત્યાં અત્ર, તત્ર, સર્વત્ર  કેવળ આનંદ, શાંતિ અને સંતોષ પથરાયેલાં પડ્યાં છે. ત્યાં કોઈ કુરૂપતા, કુટિલતા, ક્રૂરતા, કુવિચાર – કશુંયે કુત્સિત ક્ષણ માત્ર પણ ટકી શકે તેમ નથી. એ સ્વર્ગ જેવો પ્રદેશ છે – જાણે કે, ઈડનનો બગીચો. પણ  ત્યાં કોઈ રહેતું જ નથી!”

દિવ્યજીવનનો અનુભવ કરવા ‘ડુંગર’ ચડવો પડે. પણ મગજમાં બંધાયેલો માન્યતાઓ અને પુર્વગ્રહોનો ઉંબરો ‘પહાડ’ જેટલો ઉંચો છે, જે ચડવાની મનુષ્યની ઇચ્છા નથી. આથી દિવ્ય જીવન જેવું કંઈ હોય એ માનવા પણ તૈયાર ન થાય. હમણાં એક મિત્રે પોતાના મૃત્યુ બાદ ‘દેહદાન’ કરવાની ઇચ્છા જાહેર કરી, ખુબ ગમ્યું, કદાચ બ્લોગ જગતનો આ પ્રથમ પ્રયોગ હશે. આ ઇચ્છામં કેટલીક બાબતો પ્રસ્તુત લેખ માટે યાદ આવી, આ પોસ્ટમાં લખેલ છે –  “મારા મરણની ઘડીએ મોંમાં ગંગાજળ, તુલસીપત્ર, સુખડ–સુવર્ણ મુકવાની કે એવી કોઈ ક્રીયા કરવી નહીં કે મારા કાનમાં શ્લોક કે કોઈ ધાર્મીક પઠન કરવું નહીં કે પ્રાણપોક મુકવી નહીં.” આ બધી પ્રક્રીયામાં કેટલીક પ્રક્રીયા પાછળના કારણો જાણવા જેવા છે – ગંગાજળ મુકવું, વ્યક્તિ ખરેખર મૃત્યુ પામી છે એ જાણવાનો દેશી નુશ્ખો છે, માનવી મૃત્યુ પામે પછી કોઈ વસ્તુ ગળામાંથી નીચે ઉતરે નહી. આમ ડોક્ટરની ગેરહાજરીમાં સામાન્ય લોકો આ રીતે ગંગાજળ (ધર્મને બાજુમાં મુકી, સાદું પાણી પણ મુકી શકાય) મુકી ચોક્કસ કરતા કે વ્યક્તિ ખરેખર મૃત્યુ પામી છે. એ જ રીતે મૃત્યુ પામેલાના કાનમાં મંત્ર/તેનુ નામ બોલવામાં આવે, તે એટલા માટે કે વ્યક્તિ દેખિતી રીતે શારિરીક મૃત્યુ પામે ત્યારે તેનું મગજ હજુ કામ કરતું હોય, જો કાનમાં કોઈક ઉચ્ચારણ થાય તો કદાચ તે હજુ પુરેપુરો શારિરીક મૃત્યુ પામ્યો ન હોય તો પરત જીવીત થાય. તમે પણ કોઈને ગાઢ નિદ્રામાંથી જગાડવા બુમ મારો છો, ધ્યાનમાં ઉંડા ઉતરી ગયેલા – ટ્રાન્સ અવસ્થામાં ગયેલ વ્યક્તિને જગાડવા પણ તેના કાનમાં ઓંમ કે મંત્રોચાર કરવામાં આવે છે. આવી જ આ ક્રિયા છે.  મારો જાત અનુભવ છે. મારા પિતાના મૃત્યુ બાદ તેમના હૃદયે કામ કરવાનું બંધ કરી દીધું હતું, પણ મગજનો ભાગ ગરમ હતો અને એ લગભગ એકાદ કલાક સુધી ગરમ રહ્યો. અમારા ફેમીલી ડોક્ટર યોગ પણ જાણતા હતા, તેઓએ કહ્યું માનવીના મૃત્યુ પછી લગભગ દોઢ કલાક સુધી મગજમાં ‘જીવ’ રહે છે. આવી સાદી પણ જરુરી ક્રિયાઓને ધાર્મિક ગણી રેશનાલીસ્ટ મિત્રો પોતાની માન્યતાને કે પુર્વગ્રહોને કારણે બીનજરુરી કે અવૈજ્ઞાનિક ગણે છે. કદાચ વિજ્ઞાનના જમાનામાં બીનજરુરી હોય શકે, પણ ખોટી તો ન કહી શકાય, જુના જમાનામાં જરુરી હતી.

સવાલ ફક્ત માન્યતાઓ, પુર્વગ્રહોનો ઉંબર ઓળંગવાની જરુર છે.

પણ એ તો આપણે ‘પહાડ’ જેવડો બનાવ્યો છે.

કેમ ઓળંગાશે ?

મારા પ્રશ્નો…

અગાઊની પોસ્ટ ‘ભગવાન છે ?’ માં તો ડેવીડભાઈની વાર્તા લખી, પણ મારા પણ કેટલાક પ્રશ્નો છે જેના જવાબ મને વિજ્ઞાનમાં કે તર્કમાં મળતા નથી. આથી હું પણ ગુંચવાઊં છું.

વિજ્ઞાન માટે એક સાદો સવાલ – સરખી ગોળાઈની બે ભુંગળીઓ બાજુ બાજુમાં રાખી સામેથી હવા ખેંચવામાં આવે તો શું થાય ? જવાબ – બેઉં ભુગળીમાંથી સરખા વેગથી હવા પસાર થાય.

હવે મનુષ્યના નાકના બે નસ્કોરા બાજુ બાજુમાં હોય છે છતાં આપણે જ્યારે શ્વાસ લઈએ ત્યારે બે માંથી એક નસ્કોરામાંથી શ્વાસ ફેફસામાં જાય છે. થોડા સમય પછી શ્વાસ બદલાય છે અને બીજા નસ્કોરામાંથી અંદર જાય છે, ફરી થોડા સમય સુધી બંને નસ્કોરામાંથી શ્વાસ ચાલે છે. આમ થોડા થોડા સમયે શ્વાસ બદલાતો રહે છે. (યોગની ભાષામાં આને સુર્યનાડી, ચંદ્રનાડી અને સુશુમ્ણાનાડી એમ પણ કહેવાય છે.) અહીં વિજ્ઞાનનો નિયમ કેમ લાગુ પડતો નથી ? વિજ્ઞાન સિવાય બીજું કયું તત્વ કામ કરે છે ? પ્રકૃતિ કરે છે, તો તે કયા નિયમના આધારે આમ કરે છે ?

બીજો એક મુદો એ છે કે માનવીમાં ‘લાગણીના બંધન’ (Emotional Bonding) કઈ રીતે કાર્ય કરે છે ? ફીલ્મોમાં ઘણીવાર જોઈએ છીએ કે પ્રિયજનને કંઈ થાય તો એની સાથે લાગણીથી જોડાયેલાને તરત બેચેની લાગે, દીકરાને કંઈ થાય તો માના દિલમાં ઝટકો વાગે, બહુ વર્ષો પહેલા વાંચેલું કે રશીયન વૈજ્ઞાનીકોએ સસલી અને તેના બચ્ચા પર પ્રયોગ કર્યો હતો, સસલીને તેના બચ્ચાથી ખુબ દુર રાખી અને તેના મગજમાં ઉત્પન્ન થતા ઇલેક્ટ્રીકલ ફેરફારોની નોંધ માટેના ઉપકરણો લગાડ્યા, જ્યારે તેના બચ્ચાઓને મારી નાખવામાં અવતા હતા ત્યારે સસલીના બ્રેઈનમાં ઇલેકટ્રીકલ પલ્સમાં ફેરફાર થતા હતા. પ્રયોગ થયો, સાબિતિ મળી પણ એની સમજુતી ન આપી શકાઈ. એ જ રીતે ટ્વીન્સમાં એકને જે લાગણી થાય કે એ જ સમયે બીજાને તેવીજ લાગણી અનુભવાય છે. વિજ્ઞાને આને અતિન્દ્રિય બોધ (extrasensory perception – ESP) કહ્યું છે પણ તેની કોઈ સમજુતી આપી નથી.

આવા કેટલાક મુદ્દાઓ છે જે વિજ્ઞાન દ્વારા સમજાવી શકાતા નથી.

આમ કોઈ ‘સુપ્રીમ’ હાજર છે, જેને આપણે જાણતા નથી, પણ ‘છે’ તે તો સ્વીકારવું રહ્યું.

જીવનના સત્યના કેટલાક ક્વોટસ માટે ‘સંવેદનાના સથવારે’ પર ચક્કર મારી લેજો.

તમે કોને ફોલો કરો …..

“તમે કોને ફોલો કરો છો ?”

post_file

સુરતના એક મિત્ર સાથે ચર્ચાઓમાં તેમના તરફથી એક સવાલ ફેંકાયો.

“કોઈને નહીં.”

“આઈ મીન, તમારા વિચારો પર કોની અસર વધારે ?”.

ફરીથી મારો જવાબ – “કોઈની નહીં”

જોયું ! વાચકને આ જવાબમાં મારા ‘અહમ’નું દર્શન થયું ! પણ ગેરસમજ ન કરતા, હું તો જે સમજ્યો છું, તે કહેવાનો પ્રયત્ન કરું છું.

પછી, મેં મારા જવાબની વધુ સ્પષ્ટતા કરી.

નાનપણમાં વાંચનનો શોખ અને કુતુહલવૃત્તિ વધારે એથી વાંચવાનું પણ થયું અને ભટકવાનું પણ થયું.

‘ભગવાન’ની પહેલી વ્યાખ્યા મને વિશિષ્ટ કેશકલાપવાળા શ્રી સત્ય સાંઈ પાસેથી મળી, કોલેજકાળની શરુઆતમાં.

જામનગરમાં આપેલા એક પ્રવચનમાં ઇશ્વર વિષે સમજાવતાં તેમણે કહેલું –

“આપણા શરીરો વીજળીના બલ્બ સમાન છે, એમાંથી ચેતનારુપી વીજપ્રવાહ વહે છે, જો શરીરમાંથી ચેતનાનો પ્રવાહ બંધ થાય તો બલ્બ બુઝાઈ જાય. વીજપ્રવાહ એક જ છે,  બધા બલ્બ, આ પ્રવાહથી એકબીજા સાથે જોડાયેલા છે.”

અ વાક્ય મગજમાં નોંધાય ગયું. તેઓ તેલુગુમાં બોલતા હતા અન્ય કોઈ તેનું ટ્રાન્સલેશન કરતા હતા. સારું વાક્ય ! વધુ સાંભળવા જેવા (ફોલો કરવા જેવા..) ખરા ! લેક્ચરના અંતમા તેમણે ગુજરાતીમાં પણ સ્પીચ આપી. મારા મનમાં દલીલ ઉઠી – જો આટલું સારુ ગુજરાતી આવડે છે તો ગુજરાતીમાં સ્પીચ કેમ ન આપી. બસ ! જ્ઞાન સારું, પણ આવાને ફોલો કરાય ?

મગજમાં નોંધાયેલું વાક્ય બરાબર છે, એટલે સુધી સાચું અને આ વાક્ય પરથી મારું તારણ – ભગવાન એટલે શરીરમાં વહેતો ચેતનાનો પ્રવાહ અને પ્રવાહ એક જ છે, આથી ભગવાન પણ એક જ. આમ મારા ભગવાન – ‘ચેતના’ (વિજ્ઞાન સમજ્યા પછી વૈશ્વિક શક્તિ (Cosmic Energy).

હવે મંદીરે જઈએ તો પણ ‘ચેતના’ના પ્રતિક સ્વરુપ, જે મુર્તિ હોય તેને મસ્તક નમાવવાનું. પ્રતિક ગમે તે હોય શકે. કોઈ દલીલ નહી. મગજમાં કોઈ ખળભળાટ નહી. સાદી પ્રાર્થના – ‘સૌનું સારુ કરજે’.

એક વખત અમદાવાદમાં ‘ઓશો’ ને સાંભળવાનું થતાં એક વાક્ય મળ્યું – ‘જગતના વ્યવહારો પડઘા સમાન છે, જે તમે આપશો તે તમને પરત મળશે.’ બસ ! જીવનના વ્યવહારોની સમજણ કાયમ થઈ. તમે લોકો સાથે માથાકુટ કરો અને માથાકુટ મેળવો, પ્રેમથી રહો, પ્રેમ મેળવો. (તમારા પ્રેમના પડઘામાં પરત પ્રેમ ન આવતો હોય તો વ્યવહાર ફરી ચેક કરવો ઘટે કારણ કે તમે મોકલાવેલો ‘પ્રેમ’ ભેળસેળ ભરેલો હોય શકે. વિજ્ઞાનની ભાષામાં તમે મોકલાવેલી ‘Frequency’, ‘Noise’ વાળી હોય શકે.) ઓશોની તર્કબધ્ધ રજુઆત, શરુઆતમાં સ્વીકાર્ય થઈ જાય પણ આ જ વિચારનું ફરી મંથન કરીએ તો કદાચ અસ્વીકાર્ય પણ બની જાય.

આવું તો ઘણા બધી વિભુતિઓ સાથે થયું. વિપશ્યના વખતે શ્રી ગોએન્કાજીએ સમજાવ્યું ‘શરીર નક્કર છે જ નહીં, ફક્ત સતત બદલાતા રહેતા તરંગો જ છે.’ સ્વીકાર્ય. પણ તેમની પુનઃજન્મની વાત અસ્વીકાર્ય.

મને તો એવું લાગે છે કે ‘ઘણી વિભુતિઓ પાસેથી માટી એકત્ર કરી આપણે આપણો ‘પિંડ’ બનાવવો.’

(સાવ સાદી ભાષામાં આપણા મનનું ઘડતર આપણે જ કરવું)

નુકસાન ?……..

કોઈને ‘ફોલો’ કરવું સરળ છે. તમે એક ‘પંથ’માં સુરક્ષીત બની જાઓ, તમારો અલગ સમાજ બની જાય, તમે એમના ગુરુને ફોલો કરો છો, એ જાણે … તો, તો, તે તમને પ્રેમ કરવા માંડે, સગવડતાઓ પુરી પાડવા લાગે, તમને સરળ બની જાય, અજાણ્યા ગામમાં તમારા ‘પંથ’ના મંદીર-આશ્રમમાં જાઓ, સુખસગવડતા મળી જાય. નિતિ-નિયમો પણ સ્થાપિત હોય, આથી કોઈ કાર્ય કરવા માટે મગજને કોઈ તકલીફ નહીં.. નિયમ મુજબ કર્યે રાખો.

આપણો ‘પિંડ’ બનાવવામાં નુકસાન વધારે છે.

સૌ પ્રથમ તો ‘માટી’ની પસંદગી. કોઈ ખોટી કે ખરાબ માટી સ્વીકારાય જાય તો આપણી ‘મુરત’માં ખામી રહી જાય.

હવે આ સારી-ખરાબ માટીની ખબર કેમ પડે ?

claymaker

તકલીફ તો છે પણ પેલા કુંભારની જેમ માટીને ગુંદતા રહેવું પડે, તો ચીકાશ વધતી જાય, નવા વિચારને વાગોળતા રહેવું પડે, નવા વિચારની પૃષ્ઠિ મળી શકે તેવું નવું વાંચવાનું થાય, નવી નવી વ્યક્તિઓની સાથે ચર્ચા પણ કરવી પડે, (સાદી ‘ટીપ’ – સાંભળો સૌનું, વિચારો પોતાનું.)

આ કાર્ય સમય માગી લે તેવું છે, આવું કરવામાં શક્ય છે સમયના અભાવે અન્ય કેટલુંક જતું કરવું પડે, કદાચ આરામની પળો, મનોરંજન…..

એક સહેલો રસ્તો છે ! કુદરતની નજીક જાઓ ! મહીનાનો એક રવિવાર સંપુર્ણ અંગત. ન કામ, ન કાજ, બસ નીકળી પડો. ટીવી નહીં જોવાય, મિત્રો નહી મળે, સંબંધો નહીં સચવાય, ખવાપીવામાં તકલીફ ભોગવવી પડશે,…. બધુ જ થશે. ધીમે ધીમે બધુ જ સમુસુતરુ થશે

પ્રયોગ કરી જુઓ.

અતિથિગૃહ – લયસ્તરોની કવિતા

આજે મેઈલમાં મળેલી અને મને ખુબ ગમેલી કવિતા –

સાહિત્યનું તો રામ જાણે, પણ આ તો ‘છુકર કર મેરે દીલકો, કીયા તુને ક્યા ઇશારા…’ જેવું થયું છે.

શાસ્ત્રોમાં તો શરીરને આત્માના કામચલાઊ આશ્રયસ્થાન તરીકે ઓળખાવ્યું છે, પણ આ તો શરીરથી આગળ વધી મનુષ્યના ‘હોવાપણા’ને જ અતિથિગૃહ કહે છે. અગાઊની પોસ્ટમાં બીંઈંગ – હેવીંગની નિરસ ચર્ચાઓ કરી લીધી, પણ જીવન જીવવા માટેનો પાઠ તો આ કવિતા જ આપે છે.

આમ પણ માનવી જે કંઈપણ કરે છે તે પોતે ‘અલગ’ છે એ સાબિત કરવા માટે જ કરે છે.  આમ હોવાપણાની સાબિતિ આપવામાં જીવન પસાર કરે છે. જેમાં આનંદ, હતાશા, હલકાઈની ક્ષણો આવતી જ રહે છે. આપણે નથી સમજતા કે આ ક્ષણોને કેવી રીતે જીવવી ? આથી આવી ક્ષણોનો વિરોધ કરતા રહીએ છીએ અને જીવન વ્યર્થ કરતા રહીયે છીએ. અહીં કવિ આવી ક્ષણોને આવકારવાનું – સહજતાથી સ્વીકારવાનું કહે છે.

રહસ્ય તો ત્યારે ખુલે છે – જ્યારે કવિ કહે છે –

“એ કદાચ તમને સાફ કરતા હોય
કોઈક નવા આનંદ માટે…”

આવી દરેક ક્ષણો અંદર છુપાયેલા ‘હું’ સાફ કરવા જ આવે છે.

http://layastaro.com/?p=10023

અતિથિગૃહ – રુમી (અનુ. વિવેક ટેઈલર)

આ મનુષ્ય હોવું એ એક અતિથિગૃહ છે.
દરેક સવારે એક નવું આગમન.

એક આનંદ, એક હતાશા, એક હલકટાઈ,
કેટલીક ક્ષણિક જાગૃતિ
આવે એક અણધાર્યા મુલાકાતી તરીકે.

સર્વનું સ્વાગત કરો અને મનોરંજન પણ!
ભલે તેઓ દુઃખોનું એક ટોળું કેમ ન હોય,
જે હિંસાપૂર્વક તમારા ઘરના
રાચરચીલાંને પણ સાફ કરી નાંખે,
છતાં પણ, દરેક મહેમાનની સન્માનપૂર્વક સરભરા કરો.
એ કદાચ તમને સાફ કરતા હોય
કોઈક નવા આનંદ માટે.

ઘેરો વિચાર, શરમ, દ્વેષ,
મળો એમને દરવાજે સસ્મિત
અને આવકારો એમને ભીતર.

જે કોઈ આવે એમના આભારી બનો,
કારણ કે દરેકને મોકલવામાં આવ્યા છે
એક માર્ગદર્શક તરીકે પેલે પારથી.

– રૂમી
(અનુ. વિવેક મનહર ટેલર)

– બસ ! વિવેકભાઈનો દિલથી આભાર…