નરસિંહ મહેતા – સુખેથી સંસાર ભોગવતા હતા અને ભાભીએ ટોણો માર્યો – કામકાજ કર્યા વગર ક્યાં સુધી મફતના રોટલા ખાશો ? લાગી આવ્યું, શંકરની આરાધનામાં લાગી ગયા, શંકરે રાસલીલાના દર્શન કરાવ્યા અને કૃષ્ણભક્ત થઈ ગયા. વાલીયો લુટારો કુટુંબના પાપની ભાગીદારીમાં અસહકારને કારણે વાલ્મિકી ઋષિ થઈ ગયા. બૌદ્ધ ધર્મના સ્થાપક બુદ્ધ રાજા જેવી સંપુર્ણ સુખસાહ્યબી ભોગવી, અને સંસારના દુઃખ નજરે પડતા સંસાર અસાર લાગ્યો. જૈનોના પ્રથમ તિર્થંકર ઋષભદેવે વર્ષો સુધી રાજ કર્યું, એક અપ્સરાનું આયુષ્ય પુર્ણ થતાં અદ્રશ્ય થઈને આયુષ્યની અવધિ સમજાતા વિતરાગ બન્યા.
આવા કેટલાય કિસ્સાઓ જોતાં એવું લાગે કે ‘વિતરાગ’ નિરાશા અને હતાશામાંથી જન્મે છે. ખરેખર એવું છે ? આમ માણસ ‘બહાર’ કશુંક થતાં ‘અંદર’ તરફ વળે છે તેવું તારણ કાઢી શકાય ? એવું થાય ત્યારે તેનો અહમ કામ કરે છે ? ધાર્યું નહીં થવાની નિરાશા ધક્કો મારે છે ?
સંસારમાંથી વિરક્ત થવાના ઘણા કારણો નજરે પડે છે. જો સંસારમાં બધું સારું મળતું રહે, ધાર્યું જ થતું રહે તો માનવીને ‘અંદર’ ઝાંકવાની ઈચ્છા થતી નથી એવું લાગે છે. સ્મશાનમાં શરીરની નશ્વરતા જોઈને લોકોને સ્મશાન વૈરાગ્ય આવે છે (જો કે સુરતમાં લોકોને સ્મશાનમાં ભુસું ખાવાની ઇચ્છા જાગૃત થાય છે)
કોઈક કિસ્સાઓમાં લોકો નાનપણથી જ્ઞાનમાર્ગે કે ભક્તિમાર્ગે વળી સંસારમાંથી મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરે છે.
ઓસ્ટ્રેલીયા ની મુલાકાત દરમ્યાન આંખ ના સર્જન ડો શૈલેશ મહેતા એ, આધુનિક વિજ્ઞાન અને વિતરાગ વિજ્ઞાન વિષે નીતલ દેસાઈ સાથે કરેલ રેડીયો વાર્તાલાપની MP3 file
વીકી ગુજરાતી માં વિતરાગ વિષે –
જૈન દર્શન અનુસાર વિતરાગી દશા અને સર્વજ્ઞતા વચ્ચે સીધો સંબંધ છે. ધ્યાનના ઉચ્ચતમ સ્તરે સૌ પ્રથમ આત્મા વિતરાગ દશા મેળવે છે જેની અસર હેઠળ આત્મા સ્વપ્રત્યે ના આકર્ષણ સિવાય વિશ્વની તમામ વ્યક્તિ કે વસ્તુઓ પરનો આકર્ષણ કે મોહ ત્યાગે છે. એક વખત આ ભાવનામાં સ્થિર થતાં સર્વજ્ઞતા આવે છે.
બધા મુક્તિની આશા રાખે છે, પણ ‘ઘેર બેઠા ગંગા’ જેવું કાંઈક થાય તેવું ઇચ્છે છે.
મને તો લાગે છે કે વિતરાગ માટે કોઈક ‘ધક્કા’ની જરુર છે, તમને શું લાગે છે ?
વિતરાગ માટે કોઈક ‘ધક્કા’ની જરુર છે, તમને શું લાગે છે ?
એકદમ સોલિડ ધક્કાની જરૂર ! સુખમેં સોની- દુઃખમેં રામ.
‘બળ’ તત્વ એટલે એ ધક્કો. પરમાણુની અંદર પણ જાત જાતનાં બળ હોય છે. બળ – ધક્કા વિના એટોમિક સ્ટ્રક્ચર જ શક્ય નથી !!!!!!!
LikeLike