“Your time is limited, so don’t waste it living someone else’s life. Don’t be trapped by dogma – which is living with the results of other people’s thinking. Don’t let the noise of others’ opinions drown out your own inner voice. And most important, have the courage to follow your heart and intuition.”
– Steve Jobs
(With Thanks to : https://www.brainyquote.com/)
મેં ૨૦૧૩ માં એક પોસ્ટ લખી હતી – ‘તમે કોને ફોલો કરો છો ?’. (ક્લિક કરો)
હમણાં હમણાં ફરીથી આવા જ સવાલ ઉઠવા માંડ્યા. સીનીયર સીટીજનોના વોટ્સઅપ મેસેજીસ, ઇ મેઈલ્સ, બ્લોગ પર જોઈએ તો કોઈને કોઈ ‘ગુરુ’ની પ્રશસ્તિના લેખ, તેમના વીડીયો, ઓડીયો સંદેશાઓની ભરમાર હોય છે.
આ બધાથી એક સવાલ ઉઠે છે કે આપણો સ્વભાવ ‘અનુસરણ’ નો છે કે ડર, આસ્થા કે લાલચના કારણે આપણે કોઈને કોઈ મહાત્માને શરણે પહોંચી જઈએ છીએ ?
મને લાગે છે કે અનુસરણનું મુખ્ય કારણ ‘ડર’ છે. કોઈ મુશ્કેલી આવે ત્યારે આપણે ડરી જઈએ છીએ કે હવે મારું શું થશે ? આ ‘ડર’ના કારણે આપણને કોઈનો પાલવ પકડવાની વૃત્તિ ઉભરી આવે છે, જેમ નાનપણમાં ડરી જઈએ તો માનો પાલવ પકડતા હતા. મોટા થઈને કોઈ ભગવાન કે મહાત્મા આપણું રક્ષણ કરશે કે મને સંકટોમાંથી બચાવશે એવી વૃતિથી એમના શરણે જઈએ છીએ. પણ આ વૃતિ જો વધી જાય તો માણસ પોતાનો ‘આત્મવિશ્વાસ’ ખોઈ બેસે છે. ભગવાન/મહારાજો પરની ‘આસ્થા’ને મજબુત કરી બેસે છે. મારા એક પરિચિત મિત્ર નાનામાં નાના કામ માટે જ્યોતીષની સલાહ લે છે. એક જ્યોતીષ બરાબર ન કહે તો બીજા પાસે દોડી જાય છે. હનુમાન ચાલીસાના પાઠ કર્યે રાખે છે. શીવપુજા કરે છે. તેઓ બધી રીતે સક્ષમ છે, ઉચ્ચ શિક્ષણધારી છે પણ આત્મવિશ્વાસનો અભાવ છે. આત્મવિશ્વાસનો અભાવ સામાજીક જીવનમાં પણ એકલતા આણે છે. એ મિત્ર કામના કલાકો સિવાય ઘરકુકડી થઈને ઘરમાં જ બેસી રહે છે.
ડર અને આસ્થા સિવાયનું બીજું કારણ છે – ‘લાલચ’. મોટા મોટા રાજકારણીઓ આશારામ જેવાના આશિર્વાદ લઈ આવ્યા. આ બધાનું ધ્યાન બાપુ પર નહીં પણ તેમના ફોલોઅર્સ પર વધારે. બાપુ સાથે હશે તો ફોલોઅર્સના ‘મત’ મેળવી શકાશે એવી લાલચ. રામદેવજી પ્રચાર કરશે તો મતનો ઢગલો થઈ જાય એવી લાલચ. આપણે પણ મંદીરમાં જઈને ભગવાન સાથે વ્યવહાર કરીએ છીએ. ભગવાન મારી મનોકામનાઓ પુરી કરશે એવી લાલચમાં માથું નમાવીએ છીએ.
લાલચ પર તો કાબુ મેળવી શકાય પણ ‘ડર’ પર કાબુ મેળવવો ખુબ અઘરું કામ છે. એક ઉપાય ડરનું કારણ શોધવાનો છે. આ સિવાય બીજા માર્ગો માટે જુઓ – https://www.wakeupcloud.com/overcoming-fear/ ડરને સમજવા અને દુર કરવાના ઘણા રસ્તાઓ દર્શાવ્યા છે.
કોઈને ‘ફોલો’ કરો પણ તેમાં ઉંડા ઉતરી ના જવું જોઈએ એવું મારું માનવુ છે, તમારું ?
ફોલો કરવાની રીત’માં મુખ્યત્વે ‘જવાબદારી’ સામેવાળા પર ટ્રાન્સફર થઇ જાય છે અને વાત એવી થઇ જાય છે કે અમદાવાદ આવે તો જરા ઉઠાડજો ને !
સ્વંય સત્યને કે ઈશ્વરને શોધવામાં જે સાહસ અને સ્વીકારની જરૂર પડે છે તેનો ફોલોઅર બનીને ઉલાળિયો કરી શકાય છે અને પછી ફોલોઅર્સ અમીબા કરતા પણ બમણી ઝડપે વધે છે 🙂
LikeLike
અમદાવાદ નહીં, ગાંધીનગર આવો તો ઉઠાડજો હોં…
ઉલાળીયો કરવામાં જ આપણે જીવનનો ઉલાળીયો કરીએ છીએ. Thanks Nirav.
LikeLike
જરૂર જરૂર . . એમાં હું ઉલાળિયો નહિ કરું 🙂
LikeLike
Fight or flight
Third way is …
Accept.
LikeLike