ચોથુ પરિમાણ – સમય…

(એ સર્વવિદિત છે કે માનવી સમય સાથે બદલાય છે. પણ આજનો વિચાર એને સમજવાના પ્રયત્નરુપી છે. પ્રાથમિક સમજણ આવી છે….. કદાચ વધું વિચારીએ સંબંધોની કોમ્પ્લેક્સીટી વધારે સારી રીતે સમજાય.)

Eureka !

ખરેખર આર્કિમીડીઝના ‘યુરેકા’ જેવું જ થયું ! અનિયમિત ઘન પદાર્થનું ઘનફળ શોધવા મથતો આર્કિમીડીઝ બાથટબમાં પડ્યો, પાણી ઉછળ્યું અને તેને જવાબ મળી ગયો, બોલી ઉઠ્યો – ‘Eureka’

‘સંબંધનો આઈસબર્ગ’ ને સમજતા સમજતા મને પણ આજનો વિચાર ઉદભવ્યો.

‘થ્રી ડાયમેન્સન’ સરળતાથી સમજાતું રહ્યું છે, ભુમિતિ સરળ છે, પણ ‘મન’ને, સંબંધોને સમજવા અને સમજાવવામાં મુશ્કેલી હતી. એક સ્પાર્ક થયોને, સ્પષ્ટ થયું કે મનને સમજવા – ચોથું પરિમાણ – સમય – ને પણ સમજવું પડશે.

મનનું (conscience) બંધારણ સમજવાનો પ્રયત્ન કરવામાં કેટલીક વાતો સમજાતી હતી પણ માનવીનો સતત બદલાતો ‘ચહેરો’ સમજવો અઘરો પડતો હતો.

એક ધારણા કરી શકાય તેમ છે.

માનવી પોતાની આસપાસથી માહિતી, વિચારો, માન્યતા, પુર્વગ્રહો, વગેરે પ્રાપ્ત કરી પોતાના મનનું ઘડતર કરે અને માનવીનું ‘મન’, એક ત્રીપરિમાણીયરુપ ધારણ કરે છે. કેટલાક વિચારો, સિધ્ધાંતો, પુર્વગ્રહ વગેરે ભેગા મળી એક ‘મન’ તૈયાર ( – આપણે વ્યક્તિત્વ તરીકે જ ઓળખો ને ! ) થાય. આ સ્વરુપને આપણે સ્વીકારીએ અને જે તે વ્યક્તિ સાથે વહેવાર કરીએ છે. પણ આ વ્યક્તિત્વ નક્કર નથી, સતત બદલાતુ રહે છે અને સાથે સંબંધો પણ બદલાતા રહે છે. બદલાતા સંબંધોની ચિંતા ન કરીએ, પણ સમજીએ તો ય આપણને તકલીફ ઓછી.

બદલાવની આપણી સાદી અભિવ્યક્તિ – ‘ફલાણા ભાઈ આજે કાંઈ મુડમાં ન લાગ્યા !’- હોય છે.

તમે બરફના શીલ્પો તો જોયા હશે ? (એટલીસ્ટ, મારી જેમ ફોટોગ્રાફ્સમાં !)

ICE SCULPTURE 3D KENNEDYજો આપણે મનના ઘડતરને બરફના શીલ્પની સાથે સરખાવી એ તો ઘણી બાબતો સ્પષ્ટ થાય છે. શિલ્પો ઘણી જગ્યાએ એકદમ ક્રીસ્ટલ ક્લીયર હોય (નક્કર પારદર્શક બરફ – જે તે વ્યક્તિને મળેલી સ્પષ્ટ માહિતી-માર્ગદર્શનથી બનેલો બરફ ) કેટલીક જ્ગ્યાએ થોડો ધુંધળો હોય – જે થોડી અધુરી માહિતીના આધારે બનેલો હોય (બરફ બનતી વખતે અંદર રહી ગયેલી હવાની ખાલી જગ્યાઓ). આમ ‘મન’ને પણ ‘બરફ’નું શીલ્પ ધારી લઈએ તો, સમયનું ચોથુ પરિમાણ સમજવું સરળ બને તેમ છે.

હું જ્યારે તમને મળુ છું, સંબંધ બાંધુ છું ત્યારે તમારા મનના બરફના શિલ્પને (ભલે મેં મારી રીતે તૈયાર કરેલું હોય ) આધારે વ્યવહાર કરું છું. હવે હું તો તમને એક દિશામાંથી જ જોઈ શકું છું, પણ શીલ્પની પારદર્શિતાના કારણે મને ‘થ્રીડી ઇમેજ’ ઉભી કરવામાં મુશ્કેલી નથી. ધારો કે આપણે અડધો કલાક સાથે પસાર કરીએ છીએ. હવે આ સમય દરમ્યાન, આપણી વચ્ચેના સંવાદોને કારણે તમારા મનમાં ઉઠતા વિચારો, તમારા શીલ્પમાં ફેરફાર કરતા રહે. (બરફ પીગળે, ઘન થાય, વધુ પારદર્શક થાય, ધુંધળો થાય). આ ફેરફારો ભલે હું જ્યાંથી નિહાળું છું તેની સામેની દિશામાં થતા હોય, પણ પારદર્શિતા મને એની અનુભુતિ તો કરાવે જ. આ અનુભુતિ મને લાગણી અપાવે કે આજની મીટીંગમાં ‘મુડ’ રહ્યો કે નહીં ?

આમ થ્રી ડાયમેન્સન સંબંધમાં ‘સમય’નું ચોથું પરિમાણ ઉમેરાય.

પણ યાદ રાખો, સમય સ્થિર નથી, વહેતો છે.

સંબંધોને પણ વહેવા દો. બાંધવાનો પ્રયત્ન ના કરો.

 

ઉપરનું ચિત્ર –

(http://www.eventsdepartment.com/images/ICE%20SCULPTURE%203D%20KENNEDY.jpg) પરથી સાભાર.

Advertisements

6 comments on “ચોથુ પરિમાણ – સમય…

 1. Atul Jani (Agantuk) કહે છે:

  બંધન કોઈને ય પ્રિય નથી હોતું. મુક્તિની પહેલી શરત છે કે સર્વને સ્વતંત્રતા આપો. જેવી રીતે ગુલામ મુક્ત નથી તેમ માલીક પણ મુક્ત નથી. જ્યાં ગુલામ અને માલીક તેવા ભેદ નથી ત્યાં જ સ્વતંત્રતા હોય છે.

  બંધક અને બાંધનાર બંને સ્વતંત્રતા ગુમાવતા હોય છે.

  ધારોકે એક વ્યક્તિને દોરડાથી બાંધ્યો છે. તો માત્ર તે વ્યક્તિ જ નહીં દોરડું પણ તે વ્યક્તિથી બંધાયું છે.

  માત્ર તે જ મુક્ત છે કે જે બાંધતો યે નથી અને બંધાતો યે નથી.

  સંબધોમાં યે એવું જ થાય છે. અજાણી વ્યક્તિ સાથે આપણને કોઈ સંબંધ હોતા નથી તો તેની પાસે આપણને કશી અપેક્ષા નથી હોતી અને તેનેય આપણી પાસે કશી અપેક્ષા નથી હોતી. જેમ જેમ પરીચય થાય, સંબધ બંધાય તેમ તેમ અપેક્ષા વધે અને પરીણામે બંધન ઉત્પન્ન થાય.

  અપેક્ષા ઉપરાંત સંબંધથી આસક્તિ વધે છે. આસક્તિ એટલે માત્ર રાગ નહીં દ્વેષ પણ. જેમ કે કોઈ વ્યક્તિ આપણાં સાનિધ્યમાં રહે તેવી ઈચ્છા હોય તો જ્યારે તે આપણી પાસે હશે ત્યારે રાગ કે સુખ થશે અને નહીં હોય ત્યારે દ્વેષ કે દુ:ખ થશે. હવે જો કોઈ પ્ણ વ્યક્તિ સાથે સંબંધ હોય તો યે અપેક્ષા કે આસક્તિ ન હોય તો કશું બંધન થતું નથી. જો કે સામેની વ્યક્તિને તો આપણી પાસે અપેક્ષા કે આપણામાં આસક્તિ હોઈ શકે અને તે અપેક્ષા કે આસક્તિ તેના મનમાં આપણી અનિચ્છાએ ય રાગ-દ્વેષ ઉત્પન્ન કરશે.

  Like

 2. Hiranya કહે છે:

  “સમ્યક્તા-સમાનતા” જળવાય એ સબધ”

  Like

  • jagdish48 કહે છે:

   થોડું વિચાર માગી લે તેવું છે, હિરણ્ય,
   સામાજીક સંબંધો, કેટલાક બાદ કરતા, સમાનતા જળવાવાના ધોરણે ન ટકે. જેમ કે પિતા અને નાનો પુત્ર.
   ‘જેમ છે તેમ સ્વીકાર’ ની તૈયારી કામ આવે. એ હોય તો સંબંધને મોલ્ડ પણ કરી શકાય.

   Like

 3. Sharad Shah કહે છે:

  संबंधों को यार निभाना सीख गया
  हाँ, मैं भी अब आँख चुराना सीख गया

  वो है मदारी, मैं हूं जमूरा दुनिया का
  पा के इशारा बात बनाना सीख गया

  नंगे सच पर डाल के कंबल शब्दों का
  अपनी हर करतूत छिपाना सीख गया

  दिल दरपन था, सब कुछ सच कह देता था
  उसकी भी मैं बात दबाना सीख गया

  वो भी चतुर था, उसने सियासत सीख ही ली
  धोखा देना, हाथ मिलाना सीख गया

  उसको दे दो नेता पद की कुर्सी, वो
  वादे करना और भुलाना सीख गया

  सीख गया सुर-ताल मिलाना मैं भी ‘अजय’
  वो भी मुझको नाच नचाना सीख गया

  Like

 4. pragnaju કહે છે:

  સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા, અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા.. વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે, માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે…

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s