ભાષાને શું વળગે ભૂર, રણમં જીતે તે શૂર –

“મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે

ભૂંસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે

મલક કંઈ કેટલા ખૂંદ્યા બધાની ધૂળ ચોંટી પણ

હજુ પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે.”

  • રઈશ મનીઆર

ગઈકાલે લોકોને ‘ગુજરાતી દિન’નું ભૂત વળગ્યું અને સવાર સવારમાં વોટ્સઅપ પર એક બહેને શ્રી રઈશભાઈનો સંદર્ભ આપ્યા વિના ગુજરાતી દિનની શુભેચ્છાઓ પાઠવી દીધી. રડવું કે હસવું એ નક્કી થતું ન’હોતું, કારણ કે આજના યુવા વર્ગે વોટસ અપ અને SMS માં ભાષાનો જે દાટ વાળ્યો છે એ લોકો ગુજરાતી દિનની શુભેચ્છાઓ પાઠવે છે.

પછી ભાષાનું ભૂત મને પણ વળગ્યું અને નેટ ખુંદી નાખ્યું.

મારા ઘણા જાણીતા બ્લોગર મિત્રો પણ ગુજરાતીના ઉદ્ધારની પાછળ પડ્યા છે. જોડણીમાં પણ ચેતવણી સાથે લખી નાખે ‘આ બ્લોગની ભાષા ઉંઝા જોડણીમાં લખવામાં આવી છે.’ પણ જોડણીની વ્યાખ્યા દિવ્યભાસ્કરના કોલમીસ્ટ અનિલ જોષી  ખુબ સરસ આપી – “બાકી તો હ્રદયને જોડે તે સાચી જોડણી કહેવાય. ભાષા તો વહેતો પ્રવાહ છે. એને વ્યાકરણના જડ નિયમોમાં બાંધવાનો કોઈ અર્થ નથી” ( આ જ લેખમાં અનિલભાઈએ ‘નામ’ અંગે પણ ખુબ સરસ વાત કરી છે તે મેં મારી જુની પોસ્ટ ‘‘સ્વ’ને ઓળખવાની પૂર્વ શરતો – https://bestbonding.wordpress.com/2012/08/12/preconditions/ ‘ માં ઉમેરી લીધી.)

પીન્કીબહેને ‘ભાષાને શું વળગે ભૂર’ માં ભાષાને ‘પાવર” સાથે સાંકળી લીધી. ચીનની મહાસત્તાની દોટને કારણે, દુનિયામાં અંગ્રેજીના ચલણની સામે ભવિષ્યમાં ચાઈનીઝ ભાષા Mandarinની બોલબાલા હશે તેવો વર્તારો આપ્યો.

આ વારા વાંચ્યા પછી મને ક્યાંક વાંચેલું યાદ આવ્યું – કોમ્યુટર માટે ‘સંસ્કૃત’નું ડીઝીટાઈઝેશન સહેલું છે. તો તો પછી આપણે ગુજરાતીને વળગ્યા વિના સંસ્કૃતને જ વળગવું જોઈએને ! કારણ કે દુનિયાનું ભાવી ‘ડીઝીટલ’ પર જ નિર્ભર છે. આપણા દેશમાં ‘સંસ્કૃત’ જેમની રોજબરોજની ભાષા છે એવા નવ ગામની વિગત Centre for traditional educationwww.cteindia.org જોઈ શકાશે.

આ બધા કરતા ચડી જાય તેવી વાત એ છે કે તમે જ્યારે બોલો છો ત્યારે જે શબ્દોનો ઉપયોગ થાય છે તેનું મહત્વ ફક્ત ૧૦ થી ૨૦ જેટલું જ હોય છે. આમ તો રીસર્ચ એવું પણ કહે છે કે શબ્દોનો પ્રભાવ ફક્ત સાત ટકા જેટલું જ છે. કારણ કે તમે જ્યારે વાત કરો છો ત્યારે તમારા શરીરનું હલનચલન, મોઢા પરના હાવભાવ (૫૫ %) અને અવાજનો રણકો (૩૮ %) વગેરેથી અન્ય પર તમારી વાતનો પ્રભાવ પડે છે. (જે શબ્દો બોલીએ છીએ તે ‘વર્બલ કોમ્યુનીકેશન’ અને બાકીનું ‘નોન વર્બલ કોમ્યુનીકેશન’). જો આમ જ છે તો ભાષાનું મહત્વ કેટલું ? કોઈકવાર જ એવું બને કે કેટલાક ‘શબ્દો’ દિલ સોંસરવા ઉતરી જાય, જેમ કે ‘હૃદય જોડે તે જોડણી’

nonverbal

verbal

માટે મને લાગે છે આપણે આપણી લોકબોલીને જ વળગી રહેવું જોઈએ

જતાં જતાં શ્રી વિનયભાઈ ખત્રીની સાઈનબોર્ડસની મજાક જોઈ લેવી – ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર – અખા ભગત

6 comments on “ભાષાને શું વળગે ભૂર, રણમં જીતે તે શૂર –

  1. સુરેશ કહે છે:

    આપણે આપણી લોકબોલીને જ વળગી રહેવું જોઈએ
    .———-
    ચ્યમ એક શબદ બી મેહાણાનો નીં લઈખો? !!

    Like

  2. pravinshastri કહે છે:

    સાંભળી સાંભળીને બોલતા થઈએ એ જ માતૃબોલી. મા-બાપ, પરિવાર, મિત્રો પાસે સાંભળીએ અને એ જ શબ્દ સમુહોથી આપણાં મનની વાત સામાને કણાવીએ એ જ બોલી. વાંચતા થઈએ, લખતાં થઈએ અને બીજા વ્યાકરણ ભણાવે તે ભાષા.

    સુરત કે ચરોતર કે પછી ભાવનગરના સાક્ષરોને બોલતા સાંભળ્યા છે. શુધ્ધ ગુજરાતી લખતા અને પ્રવચન કરતી વખતે જે બોલે છે તેવું જ તેઓ ઘરમાં નથી બોલતા. તો ઘરની બોલી માતૃભાષા કે શાળામાં શીખેલી?

    Like

  3. Hiranya કહે છે:

    ભાષાનું પતન એ સંસ્કૃતિનું પતન છે આ સભાનતા બની રહે તો ભાષા જીવંત રહે.

    Liked by 2 people

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s