હળવા બનો !

અહી જોકસ લખી, હંગામી હળવા થવાની વાત નથી. કાયમી ઉકેલ આવે એવું કંઈક વિચારવું છે.

મનમાં દબાણ એકત્ર કરી આપણે સ્ટ્રેસ અનુભવીએ છીએ. આ સ્ટ્રેસ ઉભું ન થાય, હળવું થાય એવો પ્રયોગ કરવાનો વિચાર આવ્યો. વાંચો આગળ ….

આપણા જીવનમાં સ્ટ્રેસ ઉભા કરનાર પરીબળોને ઓળખવાનું અઘરું નથી.

આપણી અપેક્ષા ન સંતોષાઈ, મગજ ખિન્ન થઈ ગયું.

કોઈએ અપમાન કર્યું અને તેનો પ્રતિભાવ આપી ન શકાયો, મનમાં ને મનમાં સમસમી ગયા.

આપણી લાગણીની અભિવ્યક્તિનો પ્રતિભાવ ન મળ્યો, મન દુભાયું.

નક્કી કરેલા શિડ્યુલ મુજબ કામ ન થયું, ઉદાસી આવી ગઈ.

ધારેલું પરિણામ ન આવ્યું, નિરાશા આવી. ….

આવા તો કેટલાય પ્રસંગો ગણાવી શકાય. મહદ અંશે એવું માનવામાં આવે છે કે સમયની સાથે આ બધું ભુલાય જાય છે, ઘા રુઝાય જાય છે.

પણ ખરેખર એવું બને છે ખરું ? ફરી કોઈવાર એવા જ પ્રસંગનું રીપીટેશન થાય ત્યારે શું આગળનો પ્રસંગ નથી યાદ આવતો ?

આવે જ છે.

એક સાદો ઉપાય છે આવા પ્રસંગો કે લાગણીઓને લખી નાખવી અને મનમાંથી ‘ડીફ્યુઝ’ કરવી.

ક્યારેક એવું પણ બને છે મનમાં ઉભી થયેલી લાગણી વ્યક્ત કરી શકાતી નથી અને તે મગજના ખુણાઓમાં સંઘરાયેલી પડી રહે છે અને ક્યારેક કોઈ બીજી રીતે વ્યક્ત થાય છે. એવું કહેવાય છે કે ઓફીસમાં બોસ ગરમ હોય તો ધારી લેવું કે ઘરે ડાંટ પડી છે.

આનો પણ સાદો ઉપાય આવી લાગણીઓને વ્યક્ત કરી દેવી, પણ ક્યાં ? દેવળમાં આવેલું ‘કન્ફેશન કેબીન’ યાદ કરો ને. ગુનો કરનાર અને તેને સાંભળનાર બન્ને એક્બીજાથી અજાણ છે, ગુનેગાર ગુનો કબુલ કરી મન હળવું કરી લે, પ્રભુ પાસે ક્ષમા માગી લે. આવું ફક્ત ગુના માટે શા માટે ? આપણે પણ આપણી લાગણીઓ, નેગેટીવીટીને કોઈ અજાણ્યાને, ઓળખ આપ્યા વગર કહી દઈએ તો હળવા બની શકીએ ને !

આવા પ્રયોગના વિચારને અમલમાં મુકવા આ ‘હળવા બનો’ પેજ ઉમેર્યું.

કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ સ્વરુપે તમારી લાગણીઓ, નેગેટીવીટી વ્યક્ત કરી દો, હું પણ બધી કોમેન્ટ ‘અનએપ્રુવ’ રાખીશ, ડીલીટ કરી નાખીશ કે વર્ડપ્રેસવાળા સાંચવશે અને એમાં પણ ઓળખનો પ્રશ્ન હોય તો મને મેઈલ કરી દો, તમે મને તો ઓળખો છો પણ હું તમારાથી અજાણ રહીશ.

મારું મેઈલ આઈડી – jtj1948@gmail.com

Speak to me – speak1

વિશ્વાસુ મિત્ર ગણી પ્રયત્ન કરી જુઓ…..

13 comments on “હળવા બનો !

 1. એકલવીર કહે છે:

  આ ખુબ સારું કામ છે? મે પોતે પણ કાઊન્સેલીંગ કેન્દ્રમાં મારી સેવાઓ આપેલી છે. તેની ટ્રેનીગ પણ લીધી છે. અને મારા અનુભવોના અધારે જ હું art of listening ને એક અમુલ્ય સાધના ગણું છું. મેં આના વિશે એક બ્લોગ પણ લખ્યો હતો http://ekalveer.wordpress.com/2012/02/09/liste/
  .
  હું સોફ્ટ્વેર પ્રોફેસનલ હોય, ભવીશ્યમાં આવી એક વેબસાઇટ બનાવવાની પણ કોશીસ કરીસ જેમા. લાઈવ ચાટ કરી શકાય. મેં ક્યાક વાંચ્યુ હતુ કે ફેસબુક પણ નેગટીવ શબ્દો શોધીને કાઉન્સેલરોને ફેસબુક ID આપતા હોય છે.
  જીવનમાં કોઇને વાત કરી નાખવાથી, આપણને જીવનની સમસ્યાઓ સામે ઝઝુમવાની નવી શક્તી મળે છે, અને આત્મહત્યા જેવી સંભાવનાઓથી બચી શકીએ.
  તમારા આ યજ્ઞમાં મારી ખુબ ખુબ સુભેચ્છાઓ.

  Like

  • jitu48 કહે છે:

   શુભેચ્છાઓ બદલ આભાર,
   મેં ૨૦૦૩/૪ મારી વેબ સાઈટ બનાવી અપ્લોડ કરી હતી, તેમાં એક વેબ પેઈજ આવું જ રાખ્યું હતું ‘Speak to me’
   ફેઈસબુક પર એકાઉન્ટ છે પણ સામાન્યરીતે હું બહુ મુલાકાત લેતો નથી. ‘ઇફેક્ટીવ લીસનીંગ’ પર તો ઘણૂં લખાયું છે. કોઈવાર ચર્ચા કરશું.

   Like

 2. સુરેશ જાની કહે છે:

  એક સાદો ઉપાય છે આવા પ્રસંગો કે લાગણીઓને લખી નાખવી અને મનમાંથી ‘ડીફ્યુઝ’ કરવી.
  ———–
  કાંઈક ‘દાદા ભગવાન’ જેવી વાત. પ્રતિક્રમણ પણ સાવ હળવા બનાવી દે તેવી રીત છે.

  Like

  • jagdish48 કહે છે:

   પણ લોકોને ડીફ્યુઝ થવામાં રસ ક્યાં છે. નાણાની જેમ સૌને બધાનો સંગ્રહ કરવો છે ! પછી તિજોરી (લાગણીઓ) સાચવવાની જંજાળમાં જીંદગી પુરી થઈ જાય છે.

   Like

 3. Vinod R. Patel કહે છે:

  હળવા થવાનું કોને ન ગમે ?

  આપણા માથે આપણે વિવિધ પ્રકારની ચિંતાઓની ગઠરી લઈને ફરીએ છે એમાંથી

  જેમ જેમ થોડો થોડો ભાર ઓછો કરતા જઈએ એમ હળવા થતા જઈએ .

  Like

 4. ખરે ખર તમે મને હળવા બનવી દીધો છે.

  Like

 5. Upendra કહે છે:

  મારા ધર્મપત્નીનો મુદ્રાલેખ: “જે થાય છે તે મેં ન ધાર્યું હોય તેવું થાય છે- હું જેવું ધારું છું તેવું થતું નથી” માટે મેં ચિંતા કરવાનું છોડી દીધું છે. ગમે તેવો ચિંતા કરવાનાર વિષય હોય તોય તો તેનો એક જ જવાબ હોય છે: થશે ત્યારે જોયું જશે.

  Like

 6. Mahendra Solanki કહે છે:

  પ્રભુ પર અટલ શ્રધ્ધા રાખી જે કંઇ થશે તે સારું જ થશે એવા વિચારર્થી જીવીએ તો આપણે સંપૂર્ણ ચિંતા મુકત રહી શકીએ. ”ધાર્યું ધણીનું થાય રે મનવા મન શોક કરે તું શાને રે માટે” આ ભાવ રાખવો તો સંપૂર્ણ ચિંતા મુકત રહી શકીએ.
  મહેન્દ્ર સોલંકી.

  Like

 7. Sharad Shah કહે છે:

  આપણા બધાની પાસે હળવા કેમ થવાય તેના જવાબો છે. યુ ટ્યુબ પર અનેક વિડિઓ અને ગુગલ પર અનેક લેખો અને માહિતિ આ વિષયે મેળવી શકાય છે. અનેક પુસ્તકો આ વિષયે છપાઈ ચુક્યાં છે. પરંતુ થોડું જો ખોતરવામાં આવે તો જણાશે કે હળવા બનવાની રીતો અને ઉપાયોની વાતો કરનાર કે પુસ્તકો લખનારના પોતાના જીવન અનેક પ્રકારના સ્ટ્રેસથી ભરેલ છે. (જોકે બધા જ એવાં નથી હોતાં બે-પાંચ અપવાદ હોઈ શકે છે.)
  અખતરો કરવા આસપાસ પડોશમાં કે મિત્ર મંડળમાં કે અન્ય કોઇને હળવા થવાના ઈલાજ પૂછી જોજો. જેવું પૂછશો કે તેરત જ એક યા બીજી સલાહ મળી જશે જ. પછી તેનુ વ્યક્તિગત જીવન ભલે ગમે તેટલા સ્ટ્રેસથી ભરેલ હોય.
  બીજાની વાત છોડો પણ જો થોડી બુધ્ધીમતા હોય તો સ્વયંની આવી વૃત્તિઓને ઓળખો તો પણ જણાશે કે હું પણ આ જ ધંધો કરું છું. મારા પોતાના જીવનમાં કોઈ ફુલ ખિલ્યાં નથી પણ લોકોને જિવનમાં કેમ ફુલો ખિલવવા તેની સલાહ આપુ છું. આપણને જે દિ થી આવું સ્પષ્ટ દેખાવાનુ શરુ થાય છે ત્યારથી ખરેખર જીવનમાં ફુલો ખિલવાની શરુઆત થાય છે.

  Like

  • jagdish48 કહે છે:

   મારા જીવન દરમ્યાન મેં કોઈને સલાહ આપી નથી. મોટીવેશનની ટ્રેઈનીંગ આપતી વખતે હું સ્પષ્ટ કરતો કેં હું તમે જાણો છો તેને તમારા ધ્યાન પર લાવવાનો પ્રયત્ન માત્ર કરીશ. ધ્યાન પર લેવું કે કેમ એ તમારો પ્રશ્ન છે.
   આ પેઈજમાં પણ મેં ફક્ત પોતાની લાગણી લખી નાખવા જણાવ્યું છે, સલાહ આપીશ એવો કોઈ ઉલ્લેખ કર્યો નથી. આપણો સામાન્ય અનુભવ છે કે જો મનની કડવાશ બહાર નીકળી જાય તો હળવા બની જવાય છે. આ એક સામાન્ય પ્રયોગ છે. કોઈની ઇચ્છા થાય તો લખે,

   Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s