આજે જ્યારે કુદરતની સાથે સાથે રાજકારણની ગરમી ટોચ પર છે ત્યારે રાજકારણીઓના એક ગુણ – Motive તપાસવાની ઇચ્છા થઈ – Power Motivation
માનવીના જીવનના જીવવાના વિવિધ પ્રેરક બળો હોય છે. કેટલાકને સંપુર્ણ ધ્યેય આધારીત હોય, કેટલાકને લાગણી આધારીત હોય, કોઈને વળી માન્યતા આધારીત હોય. આ બધામાં, ગઈ સદીમાં મનોવૈજ્ઞાનિકોએ ત્રણ મુખ્ય પ્રેરક બળો પર વધારે ભાર મુક્યો – Achievement -સિદ્ધિ કે પ્રાપ્તિ, Power – સત્તા, સામર્થ્ય, પ્રભાવ, વર્ચસ્વ, અને Affiliation – સંબંધ, જોડાણ, સહબદ્ધતા (ગુજરાતીમાં આપણે ‘લાગણી’ ના સંદર્ભમાં પણ વાપરીએ છીએ.)
Achievement –
જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કાર્યને વળગી પુર્ણ કરવામાં, ઊત્કૃષ્ટ બનાવવામાં મચી પડેલો હોય. જેમ આજનો યુવાન પોતાની કેરીયર, ધ્યેયને પ્રાપ્ત કરવા અન્ય બાબતોને ગૌણ ગણે છે અને એક જ દિશામાં પોતાનું સમગ્ર અસ્તિત્વ એમાં જ ઓગાળી દે છે.
Power –
આવી વ્યક્તિ અન્યને કન્ટ્રોલમાં લેવાનો/રાખવાના પ્રયત્નમાં હોય છે. આ કન્ટ્રોલ એ પોલીસની જેમ દંડા શાહીનો ન પણ હોય, માનવીની લાગણીઓનો ઉપયોગ કરી કાબુમાં રાખવાના પ્રયત્ન કરે છે, જેમ સાધુ મહાત્માઓ લોકોની ધાર્મિક લાગણીનો ઉપયોગ કે રાજકારણીઓ તેમની સામાજીક સંવેદનાઓનો ઉપયોગ કરી તેમના પર વર્ચસ્વ સ્થાપિત કરે છે.
Affiliation –
આ પ્રકારના પ્રેરકબળ ધરાવતા લોકો અન્ય લોકો સાથે હળવા-મળવાનું, અન્ય લોકો પોતાને પસંદ કરે એવા પ્રયત્નમાં લાગેલા રહે છે.
ડેવીડ વિન્ટર એ અમેરિકાના પ્રમુખોની મોટીવેશન પ્રોફાઈલ્સના અભ્યાસ કર્યા અને તેના આધારે જે તે પ્રમુખ ભવિષ્યમાં કઈ રીતે કાર્ય કરશે તેની આગાહી કરવાનો પ્રયત્ન કર્યો. એ માટે તેણે પ્રમુખોના વક્તવ્યોનો આધાર લીધો. અભ્યાસના આધારે કી ફેક્ટર તરીકે Power motivation ઉપસી આવ્યું. (ભારતના રાજકારણીઓનો પણ અભ્યાસ કરવા જેવો ખરો !)
Achievement motivation નો પાયો Need for Achievement છે, જેમાં વ્યક્તિ ઉચ્ચ મુલ્યોની પસંદગી કરે છે, સિદ્ધાંતોને વળગી રહેવા પ્રયત્ન કરે છે, કાર્યોમાં ઉચ્ચ ગુણવત્તાનો આગ્રહ રાખે છે, હરીફાઈમાં આગળ રહેવાનો આગ્રહ હોય છે. ઉદ્યોગ સાહસિકો માટે આ ગુણ-Need ખુબ જરુરી છે. જો કે સામાજીક ક્ષેત્રમાં રહેલી વ્યક્તિઓને આ Need માટે સમાધાન કરવું પડે છે, જેના કારણે તેઓની કાર્યક્ષમતા પણ ઘટે છે અને જે લોકો સમાધાન નથી કરી શકતા તેઓ સામાજીક ક્ષેત્રમાંથી દુર ફેંકાય જાય છે.
સામે પક્ષે ખુબ ઉચ્ચ સ્તરની Power need ધરાવતી વ્યક્તિ પોતાના શબ્દો માટે ઝગડા સુધી પહોંચી જાય છે. (આમ જ થવું જોઈએ…). સારા-નરસા અંગેની સભાનતા રહેતી નથી. બીજાને પોતાના કાબુમાં કરવા કાવાદાવાઓ કરી શકે છે.
લીડર બનવા માટે Power motivation જરુરી છે, પણ એ વ્યક્તિમાં Achievement need પણ હોવી જરુરી છે.
આ ચુટણીમાં આપણને Achievement need સહીતનો Power motivated નેતા મળે તો ઈશ્વરકૃપા, નહીંતર કરોડોના ચુટણી ખર્ચ પછી હતા ત્યાંના ત્યાં………….
આ વખતે તો આવશે જ ! અબકી બાર … પાવર મોટીવેટેડ સરકાર 🙂
LikeLike
માણસને માટે ખોરાક, પાણી , માથે છત્ર જેટલું જ મોટીવેશન -ધ્યેય પણ જરૂરી હોય છે જે દર રોજ સવારે
એ પ્રાપ્ત કરવા એને દોડાવે છે .
આ ચુટણીમાં આપણને Achievement need સહીતનો Power motivated નેતા મળે તો ઈશ્વરકૃપા, નહીંતર કરોડોના ચુટણી ખર્ચ પછી હતા ત્યાંના ત્યાં………….
આશા રાખીએ એવો મળી આવશે .આશા પણ એક મોટીવેશન જ છે ને !
LikeLike
MANE VICHARO VISHE NI MOTIVASHOIN MA KAIK MOKLO MARA MAIL ID PAR I LIKE YOUR THINKING
LikeLike
મેહુલભાઈ ઉપરની પોસ્ટમાં જે પ્રચલીત મોટીઈવેશનના પ્રકાર છે તેની ચર્ચા કરેલ છતાં તમારા કોઈ પ્રશ્ન હોય તો મેઈલ કરશો
LikeLike