સીનીયર સીટીજનો/બ્લોગરો લગભગ બધા જ મહદ અંશે ફીલોસોફી, આત્મા-પરમાત્માની ચર્ચા કરતા હોય છે અથવા ઉપદેશાત્મક ભાષામાં વાત કરતા હોય છે. ક્યારેક સવાલ થાય કે જે લોકો ફીલોસોફીની વાતો કરે છે તેઓએ ‘અંદર ઝાંખવાં’ની વાત જરુર કરી હોય. હવે જો માણસ અંદર ઝાંખે તો પછી દુનીયા સાથે, સમાજ સાથે કેટલો સંબંધ રહ્યો હોય ? કોઈએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ પંચાતમાં શા માટે પડવું જોઈએ ? તેઓ જો ફીલોસોફી, આત્મા-પરમાત્માને સમજ્યા હોય તો તેમને અન્ય વિષે વિચાર આવે ખરો ? ઇન્ટ્રોવર્ટ ન બની જાય ? આ ‘ઇન્ટ્રોવર્ટ’ અંગે વધારે જાણવાની મથામણ કરી.
આપણે ઘણી વખત કહેતાં હોઈએ છીએ કે ફલાણાભાઈ થોડા ‘રીઝર્વ’ છે કે ‘બોલકણા’ છે. આપણે, રીઝર્વ અને બોલકણા – ઇન્ટ્રોવર્ટ કે એક્સ્ટ્રોવર્ટના પર્યાય તરીકે ઉપયોગમાં લઈએ છીએ. પણ આ બંને શબ્દો ઇન્ટ્રોવર્ટ કે એક્સ્ટ્રોવર્ટને સમજવા પુરતા નથી.
આપણે ઇન્ટ્રોવર્ટને ઓળખવા તેની વર્તણુકની કેટલીક વાતો કરીએ.
ઇન્ટ્રોવર્ટ પોતાની જાત સાથે સમય ગાળવામાં વધુ આનંદ પ્રાપ્ત કરે છે. પાર્ટીઓમાં કે ગ્રુપમાં જવાને બદલે તે પોતાની જાત સાથે રહેવાનું વધારે પસંદ કરે છે. પાર્ટીઓમાં તેઓ જલ્દી થાકી જાય છે. જ્યારે એકસ્ટ્રોવર્ટને નવી શક્તિ મળે છે.
તેની સર્જનાત્મકતા, તે જ્યારે એકલો હોય ત્યારે વધારે ખીલે છે. પ્રશ્નોના નિરાકરણ પોતાની રીતે એકલા જ લાવવાનું પસંદ કરે છે.
ઇન્ટ્રોવર્ટ સારામાં સારા ‘લીડર’ હોય છે, ગ્રુપની શક્તિઓનો સારામાં સારો ઉપયોગ કરી શકે છે, જ્યારે એક્સોવર્ટ પોતે કોઈ કાર્યની શરુઆત કરનારા હોય છે. તકલીફ એ છે કે જ્યારે ગ્રુપને મુશ્કેલીમાં અચાનક કોઈ કાર્ય માટે તાત્કાલીક સલાહની જરુર પડે તો એ વખતે ઇન્ટ્રોવર્ટ ઢીલા પડે છે. જ્યારે એક્સ્ટ્રોવર્ટ આવી મુશ્કેલ ઘડીમાં તુરત સલાહ આપી શકે છે.
તમે સ્કુલના દિવસો યાદ કરો. જ્યારે શિક્ષક કોઈ સવાલ પુછે તો અંગળી ઉંચી કરનારામાં ઇન્ટ્રોવર્ટ સૌથી છેલ્લા હોય, જ્યારે એક્સ્ટ્રોવર્ટ ‘હું’ ‘હું’ કરીને સૌથી પહેલા ક્લાસમાં આંગળી ઉંચી કરે. આમ ઇન્ટ્રોવર્ટને કોઈ શરુઆત કરનારની જરુર રહે છે. એનો અર્થ એવો નથી કે ઇન્ટ્રોવર્ટમાં જ્ઞાન ઓછું છે, પણ તેઓ જાહેરમાં આવવાનું ટાળે છે. કોઈ ચર્ચામાં તમને પુછવામાં આવે ‘તમે શું માનો છો ?’ ત્યારે સમજવું કે તમારી વર્તણુક આજુબાજુના લોકો એવો સંદેશો મોકલે છે કે ‘મારી પાસે સારા વિચાર છે’ એ લોકોને ચીટ-ચેટ કરવામાં કોઈ મજા આવતી નથી, પણ કોઈ સંબોધન કરવાનું હોય તો ખીલી ઉઠે છે.
ઇન્ટ્રોવર્ટ જ્યાં ગુસ્સાનું કે માથાકુટીયું વાતાવરણ હોય ત્યાંથી ખસી જવાનું પહેલું પસંદ કરે છે. અરે ! કોઈ સામાજીક પ્રસંગમાં હાજરી આપવા ગયા હોય ત્યારે બહાર નીકળવાના દરવાજા પાસેની સીટ પસંદ કરે છે. તેમના ફોનમાં આવતા કોલની સંખ્યા ઇન્ટ્રોવર્ટ વ્યક્તિએ કરેલા ફોનની સંખ્યા કરતાં વધારે હોય છે.
આ તો ઇન્ટ્રોવર્ટની સામાન્ય વર્તણુકની વાત કરી, પણ એની પાછળ વૈજ્ઞાનિક કારણો પણ છે. એની ચર્ચા હવે પછી…..
ખુબ સુંદર પ્રસ્તુતિ
LikeLike
ધાર્મિકતા અને રેશનાલિઝમ નો ત્રીજો વિકલ્પ પણ છે.
એમ જ..
ambivert વિકલ્પ પણ હોય છે.
LikeLiked by 1 person
ત્રીજા વિકલ્પ તરફ ધ્યાન દોરવા બદલ આભાર. વિજ્ઞાનની ચર્ચા કરતી વખતે તેને પણ ધ્યાનમાં લઈશું.
LikeLike
સરસ રીતે રજુ કર્યું સાહેબ.. મને મારા વિશે જાણવા મળ્યું.
LikeLike