સંબંધમાં અભિવ્યક્તિની સુક્ષ્મતા –

સંબંધમાં અભિવ્યક્તિની સુક્ષ્મતા –

તારીખ ૩ ની પોસ્ટની હીમશીલા મિત્રોને ભારી પડી હોય તેમ લાગે છે. પ્રતિભાવો તેમાં દબાય ગયેલા લાગે છે. કન્સેપ્ટ નવો છે, પચવામાં ભારે હશે, પણ ખુબ કામનો છે. જો સમજી શકાય તો સંબંધો આવતી કડવાશ, રુકાવટ, અવગણના વગેરે બાબતો સમજી શકાશે.

ઘણી વખત આપણે બે વ્યક્તિ વચ્ચેની સુક્ષ્મ વર્તણુકના વહેવારોને જોઈ શકતા નથી અથવા ધ્યાન આપતા નથી એથી ઘણું ગુમાવીએ છીએ. સંબંધમાં રહેલા તાણાવાણાની મજબુતાઈ ગુમાવીએ છીએ, અંતે ‘સંબંધમાં મજા નથી’ એવું માની લઈ સંબંધ ગુમાવીએ છીએ.

સાદુ ઉદાહરણ સમજીએ.

father-daughter holding hands

આજે મોર્નીંગવોક પર ગયો ત્યારે વર્ષો પહેલાનો એક પ્રસંગ યાદ આવી ગયો. દસેક વર્ષ પહેલાં ગાંધીનગરમાં મોર્નીંગ વોકમાં મારી નાની દીકરી સાથે હતી. વાતો કરતા કરતા અમે રોડની સાઈડમાં ચાલતા હતા. થોડી વારે બાજુમાંથી એક બસ પસાર થઈ. હું રોડ સાઈડ હતો, પુત્રી ફુટપાથ તરફ હતી. તેણે ચાલતા ચલાતા સાઈડ બદલી, હવે તે રોડ સાઈડ આવી ગઈ. ચાલતા ચાલતા ફરી વાતોમાં ખોવાય ગયા. ક્યારે સાઈડ બદલાઈ ગઈ તેનું અમને ધ્યાન ન રહ્યું. અચાનક તેણે ફરી સાઈડ બદલી. આ ચેન્જ મારા ધ્યાનમાં આવ્યો, મેં તુરંત પુછ્યું , ‘કેમ ?’

‘કંઈ નહીં’ કહી તેણે વાત ટાળી, મારી સમજણમાં તો આવી ગયુ હતું,

છતાંપણ મેં જાણવા આગ્રહ રાખ્યો ત્યારે કહ્યું –

‘આ સાઈડમાંથી વાહનો પસાર થાય છે ને એટલે.’

બસ ! હું મુંગો થઈ ગયો. મન, પુત્રીના પ્રેમને સમજવામાં ખોવાય ગયું. પિતાને પ્રોટેકશન મળે એવી માનસિક ગણત્રીએ તેણે સાઈડ બદલી. આ તેના પિતૃપ્રેમની સુક્ષ્મ અભિવ્યક્તિ ગણાય. મારા મનમાં આની નોંધ થવી જ જોઈએ, જે પિતા-પુત્રીના પ્રેમના તાણાવાણાને મજબુત કરે.

અન્ય સાથે થતા વહેવારોની આપણી કે સામેવાળાની વર્તણુંકનું સુક્ષ્મ અવલોકન થાય ત્યારે સંબંધોની આવી સુક્ષ્મતા ઉજાગર થાય છે.

તમેય એકાદ દિવસ આવા સુક્ષ્મ વહેવારોની નોંધ કરવાનું નક્કી કરો. કદાચ સંબંધના અવ્યક્ત પાસાઓ ઉજાગર થશે.

(ફોટો – http://www.tracyscamp.com/AboutUs/FatherDaughter/tabid/99/Default.aspx – સાભાર)

Advertisements

2 comments on “સંબંધમાં અભિવ્યક્તિની સુક્ષ્મતા –

 1. સુરેશ જાની કહે છે:

  સંબંધોની નજાકત.

  Like

 2. Sharad Shah કહે છે:

  પ્રકૃત્તિમાં પ્રાણીમાત્રનું વિભાજન નર-માદા સ્વરુપે છે તેમ સંસ્કૃતિમાં પણ આ વિભાજન જોવા મળે છે. જેને આપણે પૂર્વની સંસ્કૃતિ અને પાશ્ચાત સંસ્કૃતિથી ઓળખીએ છીએ. પૂર્વની સંસ્કૃતિનો સ્વભાવ સ્ત્રૈણ છે જ્યારે પાશ્ચાત સંસ્કૃતિનો સ્વભાવ પૌરુષ છે.ભારત પૂર્વ સંસ્કૃતિ સભર છે અને સ્ત્રૈણ લક્ષણો ધરાવે છે જ્યારે અમેરિકા કે અન્ય પશ્ચિમના દેશો પૌરુષ લક્ષણો ધરાવે છે.
  પુરુષ પાસે મગજ/બુધ્ધી/તર્ક/સાહસ/સૌર્ય છે જ્યારે સ્ત્રી પાસે હૃદય/પ્રેમ/સહિષ્ણુતા/કલા/લાગણી છે.આ વિરોધાભાસને કારણે જ આકર્ષણ પણ છે. સ્ત્રીને કહેવાની જરુર નથી પડતી કે, “હું તને પ્રેમ કરું છું”. સ્ત્રી તમારા સ્પર્શમાં, આંખમાં, હાવભાવમાં, વાણીમાં, ઉપસ્થિતિમાં ઘણું બધું વાંચી લે છે જે પુરુષ નથી વાંચી શકતો. પુરુષને કહેવું પડે કે, “હું તને પ્રેમ કરું છું” તો જ તે સમજે કે મને કોઇ પ્રેમ કરે છે. એટલે અમેરિકા અને અન્ય પાશ્ચાત સંસ્કૃતિમાં તમારે વારંવાર થેંક્યું કહેવું પડે, આઈ લવયુ કહેવું પડે અને તો જ તે સમજી શકે કે સામેની વ્યક્તિ તેને પ્રેમ કરે છે. ભારતમાં અને અન્ય પૂર્વના દેશોમાં વારંવાર આવું કહેવું નથી પડતું. સ્ત્રૈણ સંસ્કૃતિ છે.
  પણ હવે પશ્ચિમના દેશોની દેખાદેખી કરી આપણે પણ આવું બધું શીખી રહ્યા છીએ જે આપણી ઈનબીલ્ટ પ્રકૃતિથી વિરુધ્ધ છે. આપણી જે સેન્સિઝ સંબધોના સુક્ષમ તરંગો પહેલાં પકડી શકતી હતી તે હવે ધીમે ધીમે બુઠ્ઠી થઈ રહી છે. જે દુર્ભાગ્ય પૂર્ણ છે.

  શરદ

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s