‘રેકી’ – એક વૈજ્ઞાનીક સારવાર પધ્ધતિ – (૨)
શરીર અને ઉર્જાના સંબંધ, અગાઉ આપણે વિપશ્યનાની પોસ્ટમાં જોયો છે અને ઉર્જા શરીરની ચર્ચા પણ કરી છે. આપણું શરીર એક ઘનીભૂત ઉર્જા (Dense Energy)નું સ્વરુપ છે, એમ કહી શકાય. કારણ કે અતિસુક્ષ્મ (sub atomic level) સ્તરે પ્રોટોન/ઈલેક્ટ્રોન અને એવા જ બીજા કણો સતત પોતાનું સ્વરુપ બદલતા રહે છે. કોઈ કારણસર આ ઉર્જા ક્ષીણ થાય કે નબળી પડે ત્યારે શરીરમાં માંદગી પ્રવેશે. જો માંદગી દૂર કરવી હોય તો આ ક્ષીણ થયેલી ઉર્જાની પૂર્તિ કરવી પડે. આ કાર્ય બે રીતે થઈ શકે –
૧. બહારથી જરુરી ઉર્જા આપીને,
૨. એવો ઘન પદાર્થ આપીને કે જેમાથી ઉર્જા છુટી પડીને ક્ષતિ પામેલી ઉર્જાની પૂર્તિ કરે અને માંદગી દૂર થાય. (અગાઉ આપણે જોયું જ છે કે માસમાંથી (ઘનપદાર્થમાંથી, Mass) ઉર્જા અને ઉર્જામાંથી માસ વચ્ચે પરિવર્તન થતું રહે છે.)
બીજા પ્રકારના ઉપાયોથી આપણે સૌ સુપરીચિત છીએ –
૧. એલોપથી – ચોકકસ પ્રકારના રસાયણીક પદાર્થો (દવા) આપીને ,
૨. આયુર્વેદ – કુદરતમાં મળતા પદાર્થોનો ઉપયોગ કરીને,
૩. હોમીયોપથી – મહદ અંશે ચોકકસ પ્રકારના ક્ષાર (ધાતુમાંથી બનેલા પદાર્થો) આપીને,
૪. નેચરોપથી – શરીરમાં જ ઉર્જા ઉત્પન થવા માટે યોગ્ય વાતાવરણ સર્જીને.
દરેક પ્રકારના ઉપાયોને પોતાના લાભ-ગેરલાભ છે.
(નીચે, ઉપચાર પધ્ધતિના લાભ-ગેરલાભની ચર્ચા કરી છે જે રેકીના મુળ વિષય સાથે સુસંગત નથી, પણ સ્વાસ્થ્ય પર રેકીની અસર વધારે સ્પષ્ટ થાય એ હેતુથી તમારો થોડો વધુ સમય લીધો છે.)
એલોપથીમાં સંકેન્દ્રીત (concentrated) રસાયણોનો (કાર્બનિક પદાર્થો) ઉપયોગ થતો હોવાથી, શરીરને જરુરીયાત મુજબ, તેનું પ્રમાણ જળવાતું નથી અને આપણું શરીર તેને (રસાયણને) કન્ટ્રોલ કરી શકતું નથી તેથી આડ અસર થવા સંભવ છે. જેમ ડોક્ટર દવા આપે ત્યારે, જરુર જણાય ત્યાં એસીડીટીને કન્ટ્રોલ કરવાની પણ દવા આપે છે. આમ દવા તરીકે લીધેલ રસાયણની અસર રોગ સિવાય શરીરની બીજી પ્રક્રીયા પર પણ થાય છે. લિમ્બુપાણી પીવાથી ફાયદો થઈ શકે પણ લિમ્બુનાફુલ (સાઈટ્રીક એસીડ) લેવાથી નુકશાન થાય. કારણ કે લિમ્બુપાણીમાં રહેલા કુદરતી સાયટ્રીક એસીડને આપણું શરીર કન્ટ્રોલ કરી શકે છે, પણ શુધ્ધ સાયટ્રીક એસીડને કન્ટ્રોલ કરી શકતું નથી. એલોપથીમાં જરુરી રસાયણો તુરત મળતા હોવાથી તેની અસર પણ તુરત થાય છે. આજના સ્પીડના જમાનામાં લોકો આડ અસરોને અવગણીને કે સહન કરીને પણ સમય બચાવતી એલોપથી વધુ પસંદ કરે તે સ્વભાવીક છે.
આયુર્વેદમાં તો ‘આહાર એ જ ઔષધ’ નું સુત્ર પ્રચલીત છે. કુદરતમાં મળતા પદાર્થોનો ઉપયોગ કરી આ ઉપચાર થાય છે, આથી આડ અસરો નથી પણ દવા આપનાર સારો વૈદ્ય હોવો જરુરી છે. બીજી મુશ્કેલી સમયની છે, દવા કુદરતી રીતે કાર્ય કરતી હોવાથી વધુ સમય લે છે. હોમીયોપથીમાં ધાતુ અને ધાતુના ક્ષારોનો (અકાર્બનિક પદાર્થો) ઉપયોગ થતો હોવાથી, તેને, આપણા શરીરને જરુરી એવા રસાયણમાં બદલવામાં સમય લાગે છે. જ્યારે નેચરોપથીમાં શરીરને જ રોગ પ્રતિકારક બનાવવાનું હોવાથી સમય પણ લાગે છે અને વ્યક્તિએ ખુદ મહેનત કરવી પડે છે.
આ બધાથી અલગ ‘રેકી’ની સારવાર છે.
(હવે પછીનું લખાણ મેં રેકીને સમજવા જે તર્કનો ઉપયોગ કર્યો તે આધારીત છે. કોઈ રેકી માસ્ટરને તેમાં ક્ષતિ લાગે અને યોગ્ય સુધારો સુચવશે તો લખાણ વધારે સચોટ બનાવી શકાશે.)
આ સારવારમાં ઉર્જાની પૂર્તિ સીધી ઉર્જા દ્વારા જ કરવામાં આવે છે. આથી ખૂબ ઝડપી હોવી જોઈએ. પણ એવું બનતું નથી. એનુ કારણ, રેકી દ્વારા સારવાર કરનાર વ્યક્તિમાં રહેલું છે. સૌ પ્રથમ તો આપણે એ સમજવું પડે કે જો આપણે ઉર્જાના મહાસાગરમાં તરતા હોઈએ તો ઉર્જા સીધી જ આપણને કેમ મળતી નથી ? ઉર્જાનુ વહન જુદીજુદી ફ્રીક્વન્સી દ્વારા થતુ હોય છે. દા.ત. રેડીયો સ્ટેશનો જુદીજુદી ફ્રીક્વન્સી દ્વારા તેનું પ્રસારણ કરે છે. તમારે જે સ્ટેશન સાંભળવું હોય તેની ફ્રીક્વન્સી તમારા રેડિયોસેટમાં ‘ટ્યુન’ કરવી પડે, તો જ તમે તે સ્ટેશન સાંભળી શકો. વૈશ્વિક ઉર્જા અસંખ્ય ફ્રીક્વન્સીઓ દ્વારા વહે છે. આપણા શરીરને ચોક્ક્સ ફ્રીક્વન્સીની જરુર છે. આપણે એ ફ્રીક્વન્સી જાતે ટ્યુન કરી શકતા નથી. જે વ્યક્તિ રેકી સારવાર આપે છે તે વ્યક્તિ વૈશ્વિક ઉર્જામાંથી માનવ શરીરને અનુરુપ ફ્રીક્વન્સી ગ્રહણ કરી શકે છે અને માનવ શરીરોની સરખી ફ્રીક્વન્સી હોવાના કારણે ઉર્જા તેના શરીરમાંથી આપણા શરીરમાં પ્રવેશી શકે છે. આમ રેકી આપનાર વ્યક્તિ ફક્ત વૈશ્વિક ઉર્જા અને આપણા શરીર વચ્ચે ચેનલ-પાઈપલાઈનનું કામ કરે છે. રેકી આપી શકાતી નથી તે ગ્રહણ કરવાની હોય છે. હવે પાણીની પાઈપલાઈનમાં કચરો હોય તો પાણીનો પ્રવાહ વહેશે નહી અથવા ઓછો વહેશે. રેકી આપનાર વ્યક્તિમાં જો નકારાત્મક વિચારોના અવરોધો હોય તો તેના શરીરમાં સહસ્ત્રાર ચક્ર – માથામાંથી દાખલ થતી ઉર્જાનો પ્રવાહ અવરોધાય છે અને દરદી સુધી પહોંચતો નથી, એજ પ્રમાણે જો રેકી આપનારમાં જ ઉર્જાની કમી હોય તો તેણે ગ્રહણ કરેલી ઉર્જા દરદી સુધી પહોંચવાને બદલે તેના પોતાના જ શરીરમાં વપરાય જાય છે. જવલેજ મળતા સંત-મહાત્માઓ, શરીર અને મનથી સ્વસ્થ હોય છે, તેથી તેમનો સ્પર્શ થતાં જ દરદી રોગમુક્ત થાય છે. એક બીજો મુદ્દો પણ નોંધવો જરુરી છે. જેમ રેકી આપી શકાતી નથી તેમ જો રેકી લેનારની – ગ્રહણ કરનારની ઇચ્છા રેકી લેવાની ન હોય તો પણ રેકી પ્રાપ્ત થતી નથી. આમ રેકી આપનારની ક્ષમતા અને રેકી લેનારની ઇચ્છા પર રેકીની સારવાર નિર્ભર છે.
જો રેકીમાં શ્રધ્ધા પડે તો સારા રેકી માસ્ટર પાસે ‘એટ્યુનમેન્ટ’ લઈ (દીક્ષા લઈ), રેકીની પ્રથમ ડીગ્રી મેળવી, જાતે જ પોતાની સારવાર કરવી. ઘણા ફાયદા થશે, શરીર સાથે મન પણ સ્વસ્થ થશે.
અસ્તુ !
આજથી બાવીસેક વરસ પહેલાં જ્યારે રેકીની વાત આપણે ત્યાં જાણીતી નહોતી ત્યારે એક વ્યક્તીને માટે મેં પ્રયોગ કરેલો ! મને રેકી કે એવી કોઈ સારવારની આવડત પણ નહોતી. ફક્ત એટલી માન્યતા હતી કે આપણા મનની વૃત્તી કે ભાવના સામા માણસને પહોંચાડી શકાતી હોવી જોઈએ…..
તે વ્યક્તીને સાતેક માસથી ઉંઘ હરામ થઈ ગયેલી. મારા પર શી ખબર કેમ એને વીશ્વાસ હશે કે પછી આયુર્વેદની જાણકારીને લીધે હશે, પણ મને બોલાવેલો. મેં સતત ચારેક કલાક સુધી એની પીઠ ઉપર, માથાના પાછલા ભાગથી શરુ કરીને કેડ સુધી, પીઠથી સહેજ ઉંચો હાથ રાખીને હાથ સતત ફેરવ્યા કર્યો. મંત્રમાં શ્રદ્ધા ખરી પણ તેનો સારવારમાં ઉપયોગ કરવાનો કોઈ ખ્યાલ નહોતો…છતાં મંત્રો બોલતો રહેલો.
ચારેક કલાકે તેમને ઉંઘ આવી ગયેલી. બીજે દીવસે પણ તે જ રીતે બેએક કલાક સુધી એ સારવાર આપી. તેમને ઘસઘસાટ ઉંઘ તો આવી પણ આજ દી સુધી તેઓની આ ફરીયાદ ગઈ તે ગઈ !! (આજે કદાચ આ કામ હું કરી જ શકું તેવી શ્રદ્ધા નથી !)
રેકી અંગે તથા બીજા લેખો પણ બહુ ગમ્યા છે….હવેથી વાંચતો રહીશ.
LikeLike
સામાન્ય રીતે રેકીચેનલ બનવા માટે ‘એટ્યુનમેન્ટ’ની પ્રક્રીયા કરવામાં આવે છે. વૈ્જ્ઞાનિક કારણ કદાચ એવું હોય શકે કે આપણા ચક્રોની ફ્રીકવન્સી વૈશ્વિક ચેતના સાથે ટ્યુન કરવાની હોય, કદાચ રેકી માસ્ટર ચોક્કસ સંજ્ઞાઓથી આપણને રેકી આપે તો આ ફ્રીકવન્સી સેટ થઈ જાય. પણ આપનો અનુભવ સાચો હોય શકે જેમાં મંત્ર શક્તિનો ઉપયોગ થયો. રેકીની વધુ વૈજ્ઞનિકતા માટે અલગથી લખવાનો પ્રયત્ન કરીશ. આભાર.
LikeLike
Mare pan Rekiy Sikhvi chhe…
koi Sara Mastar Hoy To Mane Mail karso..plsss
Prakash Soni Ahmedabad……
LikeLike
અમદાવાદમાં નીચે પ્રમાણેનું મેઈલ આઈડી છે. ચેક કરી જોજો, મને રુબરુ પરીચય નથી પણ તેમનો યુ-ટ્યુબ પરનો વીડીયો મેં મારી પોસ્ટમાં મુકેલ છે. મેં રેકીનો અભ્યાસ ‘૯૭ માં સુરતમાં કરેલો.
sonal@reikisanjeevani.com
LikeLike
મારે પણ રેકી શીખવાની બહુ જ ઇચ્છા છે. આથી , મને ગાંધીનગરમાં કોઇ સારા રેકી માસ્ટરનું એડ્રેશ આપશો
LikeLike
I have no contact in Gandhinagar for Reiki Teaching.
You may mail me on my mail ID jtj1948@gmail.com for further information about Reiki
LikeLike
[…] જાપનીઝ (મૂળ તિબેટીયન) પધ્ધતિ છે. અગાઊ ‘રેકી’ ની ચર્ચા મેં કરેલ છે. સુક્ષ્મ શરીરનું […]
LikeLike
i want to know in easily language that what is reaki???? i m a very negative thinking person,so pls help me…
LikeLike
Go to this link –
https://bestbonding.wordpress.com/diffuseyourself/
My mail ID is given, Mail me your questions.
LikeLike
મનમાં આપણને ખબર ન હોય તેવી અનેક શક્તિઓ ધરબાયેલી જ હોય છે. સૌથી વિચક્ષણ બુદ્ધિ વાળા – આઈન્સ્ટાઈનની કક્ષાના પણ – માત્ર એમાંની દસેક ટકા શક્તિઓ જ વાપરી શકતા હતા.
મારી આ વખતની અમદાવાદની મુલાકાત વખતે આવી એક શક્તિનો પરિચય થયો હતો – બંધ આંખે જોઈ શકવાનો.
આપણે માની જ ન શકીએ તેવી એ વાત છે . એ વિશે અહીં આવીને લખ્યું હતું. તમને અને તમારા વાચકોને એ ખરેખર અદભૂત લાગશે …
નયન વિણ દર્શન
https://gadyasoor.wordpress.com/2015/01/15/sight_without_eyes/
LikeLike
[…] જો રેકીમાં શ્રધ્ધા પડે તો સારા રેકી માસ્ટર પાસે ‘એટ્યુનમેન્ટ’ લઈ (દીક્ષા લઈ), રેકીની પ્રથમ ડીગ્રી મેળવી, જાતે જ પોતાની સારવાર કરવી. ઘણા ફાયદા થશે, શરીર સાથે મન પણ સ્વસ્થ થશે.(source) […]
LikeLike
[…] જો રેકીમાં શ્રધ્ધા પડે તો સારા રેકી માસ્ટર પાસે ‘એટ્યુનમેન્ટ’ લઈ (દીક્ષા લઈ), રેકીની પ્રથમ ડીગ્રી મેળવી, જાતે જ પોતાની સારવાર કરવી. ઘણા ફાયદા થશે, શરીર સાથે મન પણ સ્વસ્થ થશે.(source) […]
LikeLike