‘સ્વ’ની ખણખોદ – ૨

‘સ્વ’ની ખણખોદ – ૨

અગાઉ આપણે ‘સ્વ’ ની ખાણખોદની પ્રાથમિક વાત કરી, પણ તેમાં થોડી સમજુતિ ઉમેરીએ તો વધારે રસ પડે તેવું છે.

ડૉ. એરીક બર્ન (૧૯૧૦ થી ૧૯૭૦) નામના વૈજ્ઞાનિક – જેને Father of TA – ઓળખવામાં આવે છે તેમણે બધાને સમજવી સહેલી પડે તેવી થીયરી રજુ કરી – Transactional Analysis (TA). આ થીયરી આપણો (પોતાનૉ) સામાજીક વિકાસ (Socialisation) કઈ રીતે થયો, આપણે કઈ રીતે બીજા સાથે વ્યવહાર કરીએ છીએ, એકબીજા સાથે આપણે કેવી રીતે જોડાઈએ છીએ તેની સમજુતી આપે છે. ટીએની જાણકારી પછી એટલું ચોક્ક્સ કહી શકાય કે –

–       આપણે જાતને બદલી શકીએ – સ્વને ઓળખીને

ટીએની થીયરીના બીલ્ડીંગ બ્લોકસને સમજવા આપણે નીચેનો પ્રસંગ જોઈએ –

માતા તેના બાળકને ભણવા માટે કહે છે ……

“મુન્ના ! ચાલ ભણવા બેસી જા તો.” (અવાજ (ટોન) થોડો મૃદુ અને પ્રેમાળ પણ સુચના આપતો)

મુન્નો પોતાની મસ્તીમાં સાંભળ્યું ન સાંભળ્યું કરે છે. થોડી રાહ જોયા પછી ફરી સુચના –

“કેમ ! સંભળાતું નથી, બહેરો થઈ ગયો છે.” (અવાજની તીવ્રતા વધે, ચહેરો થોડો ગુસ્સાવાળો થઈ જાય)

મુન્નો હજુ પણ મસ્તીમાં ગુલતાન.

“જો દીકરા ! હોમવર્ક પુરું નહી થાય તો ટીચર પનીસમેન્ટ આપશે, આખા ક્લાસ વચ્ચે શરમાવું પડશે અને જલ્દી પુરુ કરી લઈશ તો રમવા પણ વહેલું જવાશે.” (સમજુતીભર્યો અવાજ)

મુન્નાની મસ્તી ચલુ જ છે.

“જા તારી કીટ્ટા ! હવે મારી સાથે બોલતો જ નહી. હું તારી ગીફ્ટ પણ મોટાને આપી દઈશ” (કટ્ટીની એક્શન સાથે રમતીયાળ અવાજ સાથે)

અને મુન્નાનું હોમવર્ક ચાલુ.

હવે ઉપરના સંવાદોમાં મમ્મીનું વ્યક્તિત્વ પળે પળે બદલાય છે તે નોંધ્યું ? પહેલાં મા-બાપ તરીકે પ્રેમાળ કે સત્તાવાહી સ્વરમાં સુચન આવ્યું, તેમાં સફળતા ન મળી એટલે હોમવર્ક નહી કરે તો શું ? ની વાસ્તવિકતા સમજાવવા પુખ્ત રીતે વિચાર રજુ થયો અને અંતે મુન્ના જેવડા બાળક થઈને કીટ્ટા કરી. આમ મા, મુન્ના સાથેની વાતચીતમાં ત્રણ સ્વરુપે રજુ થઈ.

મા-બાપ (Parent – P)

પુખ્ત (Adult – A)

બાળક (Child – C)

દરેક વ્યક્તિ માનસિક રીતે આ ત્રણેય અવસ્થામાં બદલાતી રહે છે. ક્યારેક માબાપ જેવું, ક્યારેક પુખ્ત ઉમરની વ્યક્તિ તો ક્યારેક બાળક જેવું વર્તન કરે છે. આપણે દાખલો મુન્નાનો લીધો પણ તમે તમારા રોજીંદા વ્યવહારમાં પણ આ રીતે જ વર્તો છો. TA ની ભાષામાં આને ઇગો સ્ટેટસ (Ego States) કહેવામાં આવે છે.

પેરન્ટ ઇગો સ્ટેટ – વ્યક્તિએ માબાપ કે વડીલો પાસેથી જે વર્તણુક, વિચારો કે લાગણી શીખી હોય તે.

પુખ્ત ઇગો સ્ટેટ – વ્યક્તિએ પોતાની બુધ્ધી, અનુભવના આધારે જે વર્તણુક, વિચારો કે લાગણી તૈયાર કર્યા હોય તે.

ચાઈલ્ડ ઇગો સ્ટેટ – વ્યક્તિ પોતાના બાળપણની વર્તણુક, વિચારો કે લાગણી પ્રમાણે વર્તન કરે તે.

તમે તમારા મિત્રો કે ઓળખીતાઓ માટે તમારા અભિપ્રાયો યાદ કરો – ‘મહેશભાઈ થોડા અહંમવાળા છે’ (કારણ કે હંમેશા ઓથોરીટીની ભાષામાં જ વાત કરતા હોય, સલાહ-સુચનો કરતા હોય, ટીકાત્મક વાત જ હોય, તો મિત્રો ! જાણી લો કે મહેશભાઈનો પેરન્ટ ઇગો સ્ટેટ વધારે છે.) ‘નરેશભાઈ સ્ટ્રેટ ફોરવર્ડ છે, બીજી લપન-છપન નહીં, જે હોય તેની મુદ્દાસરની વાત’ (આ અભિપ્રાય દર્શાવે છે કે નરેશભાઈ એડલ્ટ ઇગો સ્ટેટમાં વધારે રહે છે). ‘નવીનની તો વાત જ ન કરવી, વાત વાતમાં હસી-મજાક, કોઈ ગંભીરતા છે જ નહી’ (તો તમારા નવીનભાઈ ચાઈલ્ડ સ્ટેટમાં વધુ જીવે છે.)

તો ભઈ ! ઇગો સ્ટેટસ તો સમજ્યા પણ હવે શું ?

દેખતે હેં આગે આગે હોતા હે ક્યા …..

Advertisements

2 comments on “‘સ્વ’ની ખણખોદ – ૨

  1. Dipak Dholakia કહે છે:

    Interesting analysis. આગળ રાહ જોઈએ છીએ.

    Like

  2. […] લેવાનું માંડી વાળે છે. (આનો થોડો પરીચય ‘સ્વની ખણખોદ’ માં થયેલો […]

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s