Poor Me –

માનવીની લાગણી અને શ્રદ્ધા સાથે ખેલાતો ખતરનાક ખેલ.

‘બેન, ત્રણ દિવસથી કંઈ ખાધું નથી, કાંઈક આપો’ એક હટ્ટોકટ્ટો માણસ ભીખ માગતો નજરે પડે.

‘હજુ સુધી બોણી થઈ નથી, બોણી કરાવો’ મેઈન રોડ ફરતો શાકભાજીવાળો બોલે.

‘મારા પત્ની તો કેટલાય વર્ષથી વ્હીલચેર પર છે, મારે જ બધુ સંભાળવું પડે છે.’ બોસ નવી દાખલ થયેલી પર્સનલ સેક્રેટરીને કહે. (આગળની સ્ટોરી લખવાની જરુર ખરી ?)

આવા જાત જાતના સંવાદો સાંભળવા મળે છે, જેમાં પ્રચ્છન્ન સુર હોય છે –

Poor_me

‘હું બિચારો છું, મને મદદ કરો’

આ એક લાઈફ ગેઈમ છે ને આપણે સૌ જાણેઅજાણે રમતા હોઈએ છીએ. કોઈની પાસે કામ કઢાવવાનું હોય, કોઈ લાભ લેવાનો હોય, જવાબદારીમાંથી છટકવું હોય, જોખમ ન લેવું હોય આવા તો કેટલાય પ્રસંગોએ આ રમત રમાતી હોય છે. ‘હું તો એક ચાયવાલો હતો’ કે ‘હું અમેઠીની વહુ છું’ કે ‘મારા પિતા શહીદ થયા છે’ (ગર્ભિત અર્થ – હું બાપ વગરની છું…) વગેરે ઉચ્ચારણો અન્યની લાગણીને પંપાળીને પોતાનું કામ કઢાવવાના પ્રયત્નરુપ છે. મુળ કેનેડાના માનસશાસ્ત્રી Dr. Eric Berne એ માનવીય સંબધો અને વર્તણુકનો અભ્યાસ કરી આવી ઘણી રમતો વર્ણવી છે. (Games People Play)

માનવી પોતે પણ પોતાની જાત સાથે આવી રમત રમતો હોય છે. કોઈ અઘરું જણાતું કામ કરવાનું આવે ત્યારે મનમાં ને મનમાં ‘મારા જેવાથી આ કામ ક્યાંથી થાય – Poor me’ ધારી કામ હાથ પર લેવાનું માંડી વાળે છે. (આનો થોડો પરીચય ‘સ્વની ખણખોદ’ માં થયેલો છે)

તમને નથી લાગતું કે આ માનસશાસ્ત્રીય રમતોનો અભ્યાસ કર્યો હોય તો જીંદગી કેટલી સરળ બની જાય ?

 

3 comments on “Poor Me –

 1. pragnaju says:

  સરસ
  આ વાત તો આદીકાળથી ચાલતી આવી છે.’હું બિચારો છું, મને મદદ કરો’ .આવી વર્તણુક ન સમજાય અને સહન કરવું પડે તેમા સહન કરવાવાળા પણ એટલા જ જવાબદાર છે.દુઃખ ની વાત એ છે કે આને લીધે સાચેસાચ જેને જરુર છે તેને મદદ મેળવવું અઘરું થાય છે…

  Like

 2. bharat says:

  more details inthis topic poor me if possible

  Like

  • jagdish48 says:

   ભરતભાઇ,
   પ્રત્યુતર આપવાનું બાકી રહ્યું હતું. વધુ વિગતો માટે ‘ટ્રાન્જેક્શનલ એનાલિસીસ’ વધુ વિગતથી ચર્ચામાં લેવાનું થાય. મારી અગાઉની થોડી પોસ્ટમાં – જેમ કે ‘સ્વની ખણખોદ’ શ્રેણીમાં આ બાબતનો આંશિક સમાવેશ કરેલ છે. એ જ રીતે ધુતારાઓની રમતની ચર્ચા – ‘ભટકી ગયો’ માં કરી છે. ‘કોન ગેઈમ’ પણ ગેઈમની ચર્ચા થઈ છે. મેઈલ કરશો તો વધારે ચર્ચા કરશું.

   Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s