‘સ્વ’ ની ખણખોદ

‘સ્વ’ ની ખણખોદ

સામાન્ય રીતે બધા જ સ્વની ખણખોદ કરવાની વૃત્તિ ધરાવે છે, કદાચ ઇચ્છે પણ છે, પણ એવું થઈ શકતું નથી. કેમ ?

બને છે એવું કે જ્યારે કોઈ ખૂબ સારું પરિણામ આવે ત્યારે મનમાં ઉતરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ પરિણામથી પ્રાપ્ત થયેલા આનંદનો પ્રવાહ આપણને ખેંચી જાય છે. એજ રીતે જ્યારે નિષ્ફળ પરિણામ આવે ત્યારે નિરાશાનો પ્રવાહ મનમાં અંદર ઉતરવા દેતો નથી. અંતે આપણે આપણાથી અજાણ રહીએ છીએ. સ્વને ઓળખવામાં નીચેની પંક્તિઓ ઉપયોગી થાય તેમ છે.

A person is three things :

What he thinks he is,

What others think he is,

And

What he really is.

–  Anonymous

તેમજ –

Personality is mis-taken identity

– Nisargadatta Maharaj

(Ref. from Book by – Stephen Wolinsky –The beginner’s Guide to Quantum Psychology)

તમારી પર્સનાલીટી તમારા વિચારો, લાગણીઓ, ધારણાઓ, યાદો, અન્ય સાથેના જોડાણો, હેતુઓ વગેરેથી બને છે. પણ શ્રી નિસર્ગદત્ત મહારાજ કહે છે કે તમારા વિચાર કે લાગણીઓ જન્મી એ પહેલા પણ તમે હતા. એક ‘ખાલીપણું’ હતું. આ ‘Blankness’ નો આઈન્સ્ટાઈને પણ ‘Emptiness’ તરીકે ઉલ્લેખ કર્યો છે અને એના પચીસ સો વર્ષ પહેલાં ભગવાન શ્રી બુધ્ધે પણ આ જ વાત કરી છે. તા. ૧૬-૫-૧૨ની મારી પોસ્ટમાં ‘વિપશ્યના’ ની ચર્ચા કરતી વેળા મેં આ ‘સ્પેશ’ ની પણ ચર્ચા કરી છે.

પણ સામાન્ય સંજોગોમાં આટલા ઊંડા ઉતરવાની જરુર નથી. પણ આપણી જાત સાથે તો વાત કરવાની જરુર તો છે જ. મહદ અંશે આપણે આ કરતા જ નથી. પરદેશીઓની એક વાત મને બહુ જ ગમે છે. અઠવાડીયાના પાંચ દિવસ નોકરી-ધંધામાં કેન્દ્રીત થઈ કામ કરવાનું અને શની-રવી માં ફરવા નીકળી પડવાનું. (નોકરી-ધંધો જાય  એ..ના … ઘેર….) ભલે ! આ બે દિવસ આનંદપ્રમોદમાં ગાળવાના, પણ આ અડતાલીસ કલાકમાંથી બે-ત્રણ કલાક તો એવા હશે ને કે જ્યારે એ વ્યક્તિ બીજું કંઈ કરવાનું ન હોવાથી પોતાની જાત સાથે ગાળે. અઠવાડીયા દરમ્યાન અનુભવેલા પ્રસંગો વાગોળવાના, માથાકુટો યાદ કરવાની, સંબંધો તપાસવાના. આ બધામાંથી કંઈક તો નવું મળતું હશે ને ! પોતાના વિચારોમાં સાચી-ખોટી પણ કોઈક તો સ્પષ્ટતા મળતી હશે ને ! આપણે ત્યાં પણ રાત્રે સુવાના સમયે આવી જ પ્રક્રીયા કરવાની સલાહ આપવામાં આવે છે પણ દિવસભરની દોડધામ અંતે ટીવીને શરણે થઈ આપણે નિંદ્રાદેવીને શરણે થઈ જઈએ છીએ. છેવટ બાકી ઉંઘની ગોળી લઈને પણ ઉંઘવા પ્રયત્ન કરીએ છીએ. આપણે ટેન્સનમાં જીવીએ છીએ, મંજુર ! પણ જાત સાથેની થોડીક વાત કરી શકાય તો ફાયદો તો છે જ.  પાંચ-દસ મીનીટ પણ દિવસ દરમ્યાન જે કંઈ બન્યું હોય તેની કેસેટ રીવાઈન્ડ કરી પ્લે કરી જોવાની. ક્યાંક આપણી ભૂલ, ક્યાંક સામેવાળાની આડોડાઈ, કોઈક ખોટી માન્યતા, કોક માટેનો ખોટો પૂર્વગ્રહ, આવું બધું એકવાર નજર સમક્ષ પસાર થઈ જાય તો ઘણા નવા “Conclusion”  નીકળે, આપણી પર્સનાલીટીની સારી-નરસી બાબતો નજરે ચડે અને તેમાં ફેરફાર કરવાનું મન પણ થાય.

બે-પાંચ દિવસ ટ્રાઈ તો કરી જુઓ ! ક્યાં કોઈ ખર્ચ થવાનો છે. ટીવીની કોઈ સીરીયલ જોવાને બદલે તમારુ પોતાનું પ્રોડક્શન જુઓ છો એમ માનજો. બાકી તમારી ઇચ્છા ….. !

Advertisements

18 comments on “‘સ્વ’ ની ખણખોદ

 1. Dipak Dholakia કહે છે:

  ‘સ્વ’ સ્વતંત્ર છે? મને લાગે છે કે.સ્વ’ સામાજિક અવધારણા છે. આથી તમારી વાત સાચી છે કે ‘સ્વ’ સાથે થોડો સમય ગાળીએ. હું આનો અર્થ એ કરૂં છું કે ‘સ્વ’ને સમજીએ. આપણે માત્ર ‘સ્વ’્નું કાર્યક્ષેત્ર વિસ્તારી શકીએ. એમામ બધાં નો સમાવેશ કરીએ.

  Like

 2. Prof. HITESH JOSHI કહે છે:

  Dear Sir,

  It was awesome…..!

  Since long back I do this job (not regularly). I do this job early in morning as COMMITMENT MEDITATION and second time I do before going to bed as ASSIMILATION MEDITATION.

  Hardly I spend 5-7 minutes. Should I increase? Plz guide me how can I do very punctually? Plz guide me for the same.

  Thanks so much….!!

  Like

  • jitu48 કહે છે:

   આભાર, હિતેશભાઈ,
   સવારમાં તમે મેડીટેશનની વાત કરી તેમાં દિવસના કાર્યોનું પ્લાનીંગ તો નથી કરતા ને ? સવારનું મેડીટેશન આપણી શ્રધ્ધાને વધરવા જરુરી છે. એમાં પ્રસંગોનું અવલોકન બાધારુપ થઈ શકે. રાત્રીનું અવલોકન આપણા સામાજીક જીવનને સુંદર બનાવવા માટે જરુરી છે. ટેવ પાડશો તો આવું રાત્રે સુતી વખતે કરવું પડે ઍવું નહીં થાય, પ્રસંગ બનશે ત્યારે સાથે સાથે જ થતુ રહેશૅ.
   આભાર…

   Like

 3. jjkishor કહે છે:

  શ્રી દીપકભાઈના મંતવ્યને થોડું વધુ લંબાવવા જેવું લાગે છે. સ્વ,ની સામાજિકતા હુ મજાની વાત બની રહેશે….ખૂબ આભાર દીપકભાઈ અને જિતુભાઈ.

  Like

  • Dipak Dholakia કહે છે:

   મારૂં અસ્તિત્વ છે ત્યાં સુધી એક એકમ તરીકે મારી ઓળખ પણ છે. એટલે ‘હું’ને ઓગાળી નાખવાની વાત શક્ય નથી જણાતી. પણ, હુંનો વિસ્તાર કરીએ તો હુંનો અર્થ બદલાય. પહેલાં હું… તે પછી અમે…તે પછી આપણે.

   Like

 4. સ્વ ને ઓળખાવા ડાયરી લખવી જોયે. . .

  Like

 5. સુરેશ કહે છે:

  ‘જાત સાથે જીવવાની રીત’… એ રીત અનુભવે જ સમજાય. વાંચન, ઉપદેશ કે ગુરૂ વડે માર્ગદર્શન એક ગાઈડ બુક જરૂર ,પણ ચાલ્યા વિના ‘જ્યાં< છીએ' – ત્યાંજ રહેવાય.
  અને એક વખત જાત સાથે જીવવાની મઝા માણી હોય, પછી બધા રસ ફિક્કા લાગે. એવાં એવાં બારણાં ખુલવા લાગે, જેની સ્વપ્નમાં પણ કલ્પના ન કરી હોય.
  કદાચ….
  મહાન શોધો કરનાર વૈજ્ઞાનિકો, અદભૂત કલાકૃતિઓના સર્જકો કે, અપ્રતીમ શારીરિક કૌશલ્ય હાંસલ કરી શકનારાઓ અને એવા બીજા ઘણાને માટે આવી કોઈ અટૂલી પળે કોઈક બારણું ખુલી જતું હશે- અને સ્પાર્ક અને નવી ક્ષિતીજો ફટ્ટાક કરતાંકને ખુલ્લી થઈ જતી હશે?
  કદાચ ….
  એમ જ પૈડું શોધાયું હશે?

  Like

 6. La' Kant " કંઈક " કહે છે:

  “‘જે છે તે ‘ ઈશ્વર છે!….”
  એવું નથી કે આંખ કે છાતીમાં કંઈ નથી” …… (આ તો કવિની કળા અને એની ખુમારી છે !)
  “ધરતીમાં ઊંડે, આભમાં ઊંચે ગયો હશે
  એમ જ તો કોઈ માનવી પુષ્પિત થતો હશે”—(-ભીતરની ધરતીનું પોત ફળદ્રુપ હોય તો….કેટલું સહજ અને સ્હેલ આનંદ-પુષ્પનું ખીલવું !)
  “એનો કોઈ તો ઘાટ હશે મોક્ષદા જરૂર,”—(-એનું નામ ‘આનંદ-ઘાટ ‘***)
  જે સમજવા ચાહે તે સમજી શકે,સત્ય બાકી કોણ સમજાવી શકે ? ( સત્ય તો નામ જ છે ” “જે છે તે ” સહી માનવાનું નામ અને તેને માણવાનું નામ ) ***”હોય છે હૈયું તો મુઠ્ઠી જેવડું,થાય ખુલ્લું તો ગગન થઈ જાય છે” ( ગગન થયા તો પાર ગયા, આનંદ-લોકમાં ! )***” તોય વધતું જાય અંધારું સતત,બત્તી તો લાખો બળે છે શહેરમાં.” —( ભીતરનું અજવાળું જ કામ આવે ને ?)***”ધીમી તો ધીમી યાદ છે તારી અગન સમી,” —-( ‘અગન’ છે તો શું થયું? અગરબતીની જેમ કેમ ન રહેવું ભાઈ ?!) ***
  “બસ, હું ઊઠી જાઉં છું, રમતો નથી.” — ( રમવું ….ખસૂસ “રમવું ” ….એમાંજ ખેલદિલી દાખવવી , ” હાર ના અંતને માણવો, કદાચ એમાંજ જીત હોય પણ ખરી ! )***
  **********************************************************************************************************
  આ શિરમોર !
  “એક-બે વાતો અધૂરી રાખીએ,બીજી તો શી પાછાં મળવાની કળા ?”…..
  .”શ્રી પૂરાંત બાકી …..” લેણા -દેણી ” ,- આવતા જન્મે ….વા…..ત….
  અભિનંદન ….કર્તાને અને “આનંદ વહેંચનાર સમ-સુખિયા જણ”નો આભાર
  – લા’ કાન્ત ‘કંઈક’ / 21.3.16

  Like

 7. pravinshastri કહે છે:

  સૌ પહેલાં પોતાની જાતનું બીજા શું મુલ્યાંકન કરે છે તેનું મૂલ્યાંકન અંતરાઅત્માને ઓળખીને કરવું રહ્યું. કારણકે આપણે જંગલમાં ઝાડ નીચે બેસીને “હું” ને શોધવા કે ઓળખવા નથી બેસતા. સમાજમાં રહીયે છીએ. જાતને ઓળખવા માટેના બે કલાક પણ એનેક તરંગોથી ઘેરાયલા હોય છે. મુક્ત હોતા નથી.
  “હું” ને શોધવાનું સહેલું નથી અને જડે તો પણ એ નિર્પેક્ષ છે કે સાપેક્ષ છે એ નક્કી કરવું પણ અઘરું છે.
  અનેક ગુરુજીઓ કે ચિંતકો તમને તમારી રીતે નહીં પણ તેમની માનેલી સાચી દિશામાં દોરવે છે. કદાચ પોતે પોતાને ઓળખી શક્યા એવી ભ્રમણામાં સંતોષ લેતા થઈ જઈએ.
  જે વિષયો જીવન કે માનસને સરળ બનાવવાને બદલે કોમ્પ્લેક્ષ બનાવે તેવા મંથનમાં ન પડવું એવું હું પોતે પોતાને માટે માનું છું. મોટે ભાગે કન્ફ્યુઝ કે ડિપ્રેસ માનવીઓ આવા ચિંતનના માર્ગે વળતા હોય છે.

  Like

  • jagdish48 કહે છે:

   પ્રવિણભાઈ,
   આપની કોમેન્ટ બદલ આભાર. FB પર આપનું હળવું સાહિત્ય માણતો હોઊં છું.
   ‘જાતને ઑળખવા માટેના બે કલાક પણ અનેક તરંગોથી ઘેરાયેલા હોય છે. મુક્ત હોતા નથી’ ….. આ વાત તો ‘થાંભલો મને છોડતો નથી’ જેવી થઈ.
   મારી સ્વની ખણખોદની વાત તો – ‘હું મને સમજી શકું તો બીજાને નડું નહી’ એ પુરતી મર્યાદીત છે. બાકી ચિંતનકારોએ જે વાત સુચવી હોય તેમાંની ઘણી ‘થાંભલો છોડવામાં’ મદદરુપ થતી હોય અને કદાચ આ મંથન તેમના બીજાને નડવાના અનુભવોનું તારણ પણ હોય !
   કન્ફ્યુઝન અને ડિપ્રેશન એ તો માનવીના પોતાના મગજની કેપેસીટી પર આધારિત છે.

   Liked by 1 person

   • pravinshastri કહે છે:

    જગદિશભાઈ હું હંમેશા મારા જીવનને હળવું રાખવા કોશીશ કરતો રહું છું. કેટલીક વાર આ સ્વભાવ, વાસ્તવિકતા નકારી ને દુઃખ પ્રતિ ભાગેડુ વૃત્તિને સહાયરૂપ બને છે. અથવા દુઃખ પ્રત્યે શાહમૃગ વૃત્તિ બની રહે છે.

    આપણે સૌ સંસારીઓ ન સ્વીકારાયલા કે ન સમજાયલા માનસિક ડિપ્રેશનથી ઘેરાયલા હોય પણ તેને ડિપ્રેશન તરીકે સ્વીકારવા તૈયારી ન હોય. એને કોઈક જૂદી દિશામાં વાળવા કોઈ ગાઈડની જરૂર હોય છે. કોઈ ગુરુ કે ચિતકની વાત ગમી જાય છે.

    ચિતકો કહે છે કે પહેલા તમે પોતે કોણ છો એ તમે જ જાતે શોધો. પછી વિચારો કે તમે ક્યાં છો? તમે ક્યાં જવા માંગો છો, શા માટે જવા માંગો છો..બધા વલારા છોડો. શાંત થાઓ. વળગણનો થાંભલો છોડો.

    જગદિશભાઈ, અંગત રીતે મારું જીવન “સંઘર્ષની સરળતા” સાથે વિત્યું છે. સંઘર્ષની સરળતા જરા વિચિત્ર શબ્દ કહેવાય ખરુંને? પણ હા મારા અંગત જીવન માટે એ કર્મયોગ જ હતો. ચિંતન કે ગુરુશિક્ષાને માટે સમય જ નથી રહ્યો. આજે ૭૬ વર્ષ્માં એની જરૂર પણ જણાઈ નથી તો હવે બાકીના જે પાંચ બોનસમાં મળેલા વર્ષો માટે આધ્યાત્મની પળોજણ શા માટે.

    ફેસબુક પર તો હું ઘણી અર્થ વગરની અને રાજકારણના જરા પણ જ્ઞાન ભાન વગર્ની (ઉમ્મરને ન છાજે એવી) ઠોકા ઠોક કરી લઉં છું.

    મારા એક મિત્રએ મને સરસ શબ્દ આપ્યો છે સળી. એણે કહ્યું. શાસ્ત્રી જો ઉમ્મરનું માન જાળવવું હોય તો “સળી” કરવાનું છોડ.

    જગદિશભાઈ મારી કોઈ વાતને ગંભીર સ્વરૂપે ના લેતા. મારી કોઈ પણ વાતથી મનદુઃખ થાય તો મારી “બ્લેન્કેટ એપોલોજી” મારા તરફથી રાખી મૂકજો.

    Like

    • jagdish48 કહે છે:

     પ્રવિણભાઈ,
     તમારી જેમ જ મારું જીવન પણ સંઘર્ષની સરળતા સાથે વિત્યું છે. મારે પણ કોઈ ગુરુ કે ધર્મ નથી. મારી જાત સાથે જ મથામણ કરી જીવનને સમજવાનો પ્રયત્ન કરું છું. વિજ્ઞાનનો વિધ્યાર્થી હોવાથી જેમનું તેમ સ્વીકારી શકતો નથી તેથી ખાંખાખોળા કર્યે રાખું છું. ખરેખર તો સ્વની ખણાખોદના અન્ય ભાગ વાંચ્યા હોત તો ટ્રાન્ઝેક્શનલ એનાલીસીસના મુળરુપ PAC – પેરન્ટ-એડલ્ટ-ચાઈલ્ડની થિયરીની ઝલક વાંચવા મળત- જે સામાન્ય વહેવારમાં ખુબ ઉપયોગી છે.
     બાકી હળવા રહેવું ……….. (એનું એક આગવું પેઈજ બનાવેલું છે.)

     Liked by 1 person

 8. La' Kant " કંઈક ' કહે છે:

  With Ref.to VERY INTERESTING Comments,+ Discussion , perhaps, TOTAL EMPTINESS &
  ‘NO FURTHER DESIRE/S’ could take one ….nearer to DESTINATION…….. It appears ‘FAIR TRIAL-WORTHY’….. No looking back,thereafter….. if one is QUITE SATIATED…..

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s