‘સ્વ’ની ખણખોદ – ૩

‘સ્વ’ની ખણખોદ – ૩

(ગઈકાલે ગેરહાજર રહેવા માટે ક્ષમા કરવા વિનંતિ)

તા. ૨૮ ની પોસ્ટમાં શ્રી દિપકભાઈએ સવાલ ઉઠાવ્યો ‘સ્વ’ ના અસ્તિત્વનો, કોમેન્ટમાં પ્રત્યુત્તર આપવા માટે કોમેન્ટની મર્યાદા ગણવી જોઈએ, આથી આજની પોસ્ટ ‘સ્વ’ ની સ્વતંત્રતાના નામે.

મને જુની ફીલ્મ ‘બોબી’ યાદ આવે છે તેના એક ગીત મુજબ ધારી લો કે –

“હમ ઇક જંગલમે ખો જાએ, ઔર રાસ્તા ભૂલ જાએ”

જરાક કલ્પના કરો, આસપાસ ઝાડપાન, નદીનાળા સિવાય કશું જ નથી, તો પછી તમે શું ? તમે હો કે ન હો કોઈ ફરક છે ? અને આ ઝાડપાન કે નદીનાળા ‘તમે’ છો તો તેની અલગ ઓળખ છે. નહીંતર શું ?

આમ ‘સ્વ’ એ સાપેક્ષ છે અને આપણને જગતમાં રહેવા માટે ‘સાપેક્ષ’ ની જરુર છે. વિજ્ઞાનમાં ‘મેટર’ અને ‘એન્ટીમેટર’ ની કલ્પના પણ છે. આ ‘જગદિશ’ જો ‘પોઝીટીવ’ છે તો બ્રહ્માંડમાં ક્યાંક ‘જગદિશ – નેગેટીવ’ અસ્તિત્વમાં છે જ. જ્યારે એ બન્ને ભેગા થશે ત્યારે ‘જગદિશ’નું અસ્તિત્વ મટી જશે. ફક્ત ‘ઉર્જા’ રહેશે અને બ્રહ્માંડ સંપૂર્ણપણે ઉર્જામય છે આથી તે ‘એબસોલ્યુટ’ છે.

આ ‘એબસોલ્યુટ’ને સમજનારા અને સ્વીકારનારા જગતમાં છે કે કેમ તે પ્રશ્ન છે. જો કોઈ એમ જાહેર કરે “ ‘હું’ આમ સ્વીકારું છું” તો પણ ‘હું’ તો આવે જ છે. આપણે તો ભઈ ખૂબ સામાન્ય માણસ છીએ અને રોજીંદી ઝંઝાળમાં રહેવાનું છે તો ‘એબસોલ્યુટ’ ની પંચાતમાં શા માટે પડવું ? રોજીંદી જીંદગી વધારે સારી બનાવી શકીએ તો પણ ઘણું.

આપણી ટ્રાન્ઝેક્શનલ એનાલીસીસની વાતમાં આવતા પેરન્ટ, એડલ્ટ અને ચાઈલ્ડ પણ ‘હું’ –  મારી સામે કોઈ છે તો જ અસ્તિત્વમાં છે. આથી ‘Theory of Relativity’ (સાપેક્ષવાદ) સલામ મારીને આગળ વધીએ.

ટીએ માં ત્રણ સરકલ વડે પી – એ – સી દર્શાવવામાં આવે છે. એ ચિત્ર તો મેં બાજુમાં દર્શાવેલ છે (પણ તમે મગજમાં ત્રણે ચિત્રો સમજ્યા પછી ચોથું ચિત્ર યાદ કરજો)

આપણે જોયું તેમ આપણામાં પેરન્ટ, ઍડલ્ટ અને ચાઈલ્ડ રહેલા છે.

પેરન્ટના ઉદાહરણો –

મા દિકરાને – મારો વહાલો દિકરો ! ચાલ આટલું હોમવર્ક કરી નાખ જોઈએ

પિતા પુત્રને – કોલેજમાં ભણવા જાવ છો કે રખડવા ? બાપના પૈસા બગાડ્યા સિવાય ધંધે લાગી જાઓ એટલે પાર આવે.

સાહેબ કર્મચારીને – કેટલા વર્ષથી નોકરૉ કરો છો ? આટલુંય નથી આવડતું ?

રોડ પરથી બાઈક પર પસાર થતો યુવાન વૃધ્ધને – એ ડોહા ! રોડ પર ચાલતા આવડે છે ? સીધુ જોઈને ચાલો, અંટાઈ જાહો ક્યાંક.

યુવતી મમ્મીને – તું હજી જુનવાણી જ રહી, મોર્ડન દુનિયા જો ક્યાં પહોંચી ગઈ છે.

(આ બધાના ‘ટોન” તો નહી લખી શકાય, પણ તમે કલ્પના તો કરી જ હશેને ! હવે થોડાક ઉદાહરણો તમે યાદ કરી લો …… ! )

એડલ્ટ ના ઉદાહરણો –

મા દિકરાને – જો બરાબર લેશન નહી કરે તો ટીચર પનીસમેન્ટ આપશે, આપણે શા માટે પનીસમેન્ટ લેવી ?

પિતા પુત્રને – કોલેજમાં બરાબર ભણજે, હરીફાઈના જમાનામાં ડીગ્રી વગર બધુ નકામું છે.

સાહેબ કર્મચારીને – જો આ નોંધમાં નવા નિયમ મુજબ ભૂલ છે, લો આ નિયમની કોપી, એ પ્રમાણે સુધારો કરો.

રોડ પરથી બાઈક પર પસાર થતો યુવાન વૃધ્ધને – વડીલ જરા સંભાળીને ચાલો, ક્યાંક એક્સીડન્ટ થઈ જશે.

યુવતી મમ્મીને – મમ્મી હવે દુનીયા બદલાઈ ગઈ છે, આપણે પણ એ પ્રમાણે વર્તવું જોઈએને ?

ચાઈલ્ડના ઉદાહરણો –

મા દીકરાને – લેશન નથી કરતો ને ! જા તારી કીટ્ટા, હવે મારી સાથે બોલતો નહી, તને ભાગ પણ નહીં આપું.

પિતા પુત્રને – શું કોલેજમાં ગુલ્લીઓ ચાલે છે ને ? અમેય બાપાને આમ જ પટાવતા હતા.

સાહેબ કર્મચારીને – શું આજે તો વહેલા કામ પતાવી દીધું ? પાર્ટી-બાર્ટી આપવાના કે શું ?

યુવતી મમ્મીને – હાય ! આજ તો સજીધજીને ? ક્યાંનો પ્રોગ્રામ છે ? આપણુંય કાંઈક ધ્યાન રાખજો.

ઉપર ત્રણે પ્રકારના ઇગો સ્ટેટસ ના ઉદાહરણ આપ્યા છે અને એક જ પરિસ્થિતિના છે, એટલે તમે સમજી શકશો કે એક જ પરિસ્થિતિમાં આપણે અન્ય સાથે કેવી કેવી રીતે વ્યક્ત થઈએ છીએ

ઉપરના ચિત્રમાં ત્રણ જુદા જુદા સરકલ દોરેલા છે એનો અર્થ એવો નથી કે મગજનો કેટલોક ભાગ પેરન્ટ તરીકે વર્તે છે એટલે કે મગજના કેટલાક ભાગમાં નાનપણમાં આપણા માબાપ કે વડીલો પાસેથી શીખેલા/જોયેલા વિચારો કે વર્તણુક રહેલી છે અને જ્યારે જ્યારે આપણું વર્તન કે વહેવાર વડીલ જેવો હોય ત્યારે મગજના એ ભાગમાંથી વાણી કે વહેવારનું સંચાલન થાય છે. અન્ય ભાગમાં એડલ્ટ અને ત્રીજા ભાગમાં ચાઈલ્ડ રહેલા છે.

પણ હવે બાજુનું ચિત્ર જુઓ. સૌ પ્રથમ એક વાત સ્પષ્ટ સમજી લો કે આ ચિત્ર એ બ્રેઈનનું કોઈ વૈજ્ઞાનિક ચિત્ર નથી પણ મગજના જે ભાગમાં વિચારોનો સંગ્રહ થતો હશે ત્યાં P-A-C નો એક્સાથે જ સમાવેશ થાય છે. કોઈપણ  વિચાર સાથે P કે A કે C, આપણે પરિસ્થિતિને અનુકુળ જોડીએ છીએ. જ્યાં P ની જરુર પડે ત્યાં P તરીકે વર્તન કરીએ. જ્યાં A ની જરુર પડે ત્યારે A તરીકે વર્તીએ અને એ જ રીતે C ની જરુર પડે ત્યારે C ની જેમ વર્તીએ.

હવે જો P-A-C માંથી યોગ્ય વર્તન કરીએ તો વ્યવહાર સરળ રહે પણ જ્યાં P તરીકે વર્તવાનું હોય ત્યાં C તરીકે વર્તન કરીએ તો વ્યવહારમાં મુશ્કેલી ઉભી થાય. વ્યવહાર કરતી વખતે સામેની વ્યક્તિનો P-A-C સમજવો જરુરી છે એટલે કે સામેવાળી વ્યક્તિ P કે A કે C માંથી ક્યા લેવલથી વ્યવહાર કરે છે તે જાણવું જરુરી છે એના પછી જ આપણે યોગ્ય તેના વર્તનનો યોગ્ય પ્રતિસાદ આપી શકીએ.

બે વ્યક્તિ વચ્ચેના વ્યવહારને ‘ટ્રાન્જેક્શન’ કહે. સોમવારે તેની થોડી વાત કરીએ.

Advertisements

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s