Start each day like it’s your birthday –

હમણા હમણા બ્લોગ રીડરમાં મિત્રોના જન્મદિવસોની ઉજવળીની આનંદની લહેરો ચાલી.

નાનપણમાં જન્મદિવસે વડીલોના આશિર્વાદ લેવાનું શીખવવામાં આવ્યું હતું. આશિર્વાદની તો સમજણ ન હોય, પણ વાંકાં વળી વડીલોને પગે લાગતા, કંઈક મળવાની અપેક્ષાએ જ તો ! મનમાં થોડાક મોટા થયાનો આનંદ હોય કારણ કે ‘પાવર’ માં વધારો થતો હોય, કોઈ કાર્ય કરવાની ઇચ્છા હોય, પણ તેમાં ‘તું હજી નાનો છે’ એમ કહી બ્રેક લાગતી, હવે તે થઈ શકશે – ‘હવે હું મોટો છું, મને ના કેમ પાડો’.

(માબાપ ‘નાનો’ છો કહી ‘હક’ કાપવાની વાત કરે છે પણ, ‘કાંઈ થાય તો તારી જવાબદારી તારી’ એવું પણ કહેતા હોય અને કાર્યના પરિણામો પણ ભોગવવા દે તો કદાચ ‘હક્ક’ અને ‘જવાબદારી’ બંનેની સમજણ બાળક નાનપણથી જ કેળવતું જાય. મોટા થતા જવાબદારીમાંથી છટકવાના પ્રશ્નો ઓછા થાય.)

હું ઘણીવાર એવું પણ વિચારું કે જન્મદિવસને દિવસે તો શોક મનાવવો જોઈએ. કારણ કે આ સુંદર જગતમાં રહેવાનું એક વર્ષ ઓછું થયું. પણ આનંદ થાય છે કારણ કે એવું પણ થાયને કે ‘ચાલો, આ ‘ઝંઝાળ’માં રહેવાનું એક વર્ષ ઓછું થયું.’

Start each day like it’s your birthday

ગઈકાલે એક કેલેન્ડર પર આ વાક્ય વાંચ્યું. ડોઢા થઈને મને આ વાક્યમાં સુધારો કરવાની ઇચ્છા પણ થઈ –

‘Start each day like it’s your first birthday’

B_day

બસ આનંદ જ આનંદ ! માના ખોળામાં પડ્યા પડ્યા માનો હુફાળો હાથ અનુભવવાનો, અન્ય લોકોની પ્રેમાળ ગોદમાં આળોટવાનું, કલરફુલ કપડા પહેરવાના, નવા નવા રંગો દેખાય, નવાનવા ચહેરા દેખાય, નવી ઓળખાણ થાય. કોઈ ન ગમે તો તરત રોઈને વિરોધ પ્રદર્શિત કરી દેવાનો, ક્રીસ્ટલ જેવું પારદર્શક મન, આનંદ, સુખ-દુઃખ, ગમો-અણગમો તરત વ્યક્ત, સામેની વ્યક્તિ શું વિચારશે એની ચિંતા જ નહીં, કોઈ પુર્વગ્રહ નહી. અપેક્ષા નહી. આનંદ હી આનંદ….

આપણી રોજની સવાર પ્રથમ જન્મદિવસની હોય તો ?

ભુતકાળના કોઈ લેખાજોખાં જ નહી. સારું-ખરાબની માથાકુટ જ નહીં. પુર્વગ્રહો, માન્યતાઓ, સિધ્ધાંતોની કોઈ તકરાર નહીં. અને પ્રથમ જન્મદિવસે આપણું ભવિષ્ય ‘મા’ના હાથમાં તેમ આજે ‘કુદરત’ના હાથમાં મુકી દઈએ તો કેવું ?

પાર્ટી આપવાની વાત નહી પણ લેવાની જ વાત.

આજે તો પાર્ટી આપવાની, કોણ આવ્યું કોણ ન આવ્યું, કોણે ગીફ્ટ આપી, કેટલી આપી, જમણની ડીશનો ખર્ચ કેટલો થયો એવી ગણત્રીઓ, એટલું જ નહી પણ ચાલુ પાર્ટીએ જ ‘મુખવટો’ પહેરી આનંદ લેતા લોકોના લેખાજોખાં લેતા લેતા આવતા વર્ષની પાર્ટીનું, સંબંધોનું પણ આયોજન થાય.

આજે લખવાનો વિચાર તો ‘first birthday’ ના આનંદ પર હતો પણ સાહિત્ય સાથે બારમો ચંદ્રમા, આથી વાસ્તવિક જીવનના તર્કમાં મન ગુંચવાયેલું રહ્યું.

કદાચ આ ‘તાર્કીક’ જીવન જ આપણને ‘સાત્વિક’ જીવનથી દુર રાખે છે.

કોઈ સાહિત્યિક મિત્ર ‘હેપી બર્થડે’ નો આનંદ હી આનંદ લખે તો સારું ….

ટાઈમ આઉટ ….

Riya ! Don’t do that, otherwise there will be timeout, No….No… OK ! Five.. Four… Three… Two… One …. OK ! Now go to bathroom, lock-up yourself for five minutes…..

‘પનિસમેન્ટ’

mother-child-discipline-small

નાના બાળકને વધુ પડતા મસ્તિ-મજાક માટેની પનીસમેન્ટ.

અમે નાના હતા ત્યારે અમને પણ પનીસમેન્ટ મળતી.

‘લેશન (હોમવર્ક) નથી કર્યું ? ચાલ અંગુઠા પકડ.’

વાંકા વળીને પગના અંગુઠા પકડવાના અને પીઠ પર શિક્ષક ફુટપટ્ટી મુકે. જો ફુટપટ્ટી પડી જાય સજા લંબાય જાય અને વાંસામાં એક ચમચમાતી પડે એ વધારામાં.

‘ચાલ, કાન પકડ અને દશ ઉઠબેઠ કર.’

રીસેસમાં પકડાપકડી રમીને થાકી ગયા હોઈએ તો પણ દસ ઉઠબેઠ કરવી પડે.

‘ચાલ, મુર્ગો બન’

ગોઠણ નીચેથી હાથ કાઢીને કાન પકડી ઉભડક બેસવું પડે. બેલેન્સ જળવાય નહીં, તકલીફ પડે, પણ શું થાય ?

‘ચાલ, ગ્રાઊન્ડને બે ચક્કર માર.’

ટાંટીયાની કઢી થઈ જાય પણ એકાદ કિલોમીટર દોડવાનું તો ફરજીયાત.

મારી દોહિત્રીની સજા સાથે હું મારી બાળપણની સજાઓને સરખાવતો હતો.

રિયા, પાંચ મીનીટ માટે બાથરુમમાં પુરાઈને શું કરતી હશે ? મસ્તિનું કોઈ સાધન તો નથી. ટોઈલેટ સીટ પર બેસી મમ્મી કે પપ્પાને મનમાંને મનમાં કોષતિ હશે ને ? મનમાં માબાપ પ્રત્યેની કડવાશ ઘુંટતી હશે ને ?

જ્યારે મને અંગુઠા પકડીને, પીઠ પર મુકેલી ફુટપટ્ટી પડી ન જાય એનું ધ્યાન રાખવા સિવાય મગજમાં બીજું કંઈ આવતું જ નહીં. દોડી દોડીને થાકી ગયા હોઈએ પણ ધ્યાન તો દોડવામાં જ રહે, ઘેર પહોંચતા સુધીમાં તો એવી કકડીને ભુખ લાગી હોય કે રોટલી-રોટલો જે હાથ આવે તે પેટમાં. ભાવવા નહી ભાવવાની કોઈ ઝીકઝીક નહીં. મુરગો બનીએ ત્યારે પણ ગબડી ન પડી તેનું ધ્યાન રાખવાનું. ટુંકમાં સજા દરમ્યાન મન, સજા સિવાય બીજું કંઈ વિચારી શકે જ નહીં. શિક્ષક તરફ કોઈ ભાવ-અભાવનો પ્રશ્ન જ ઉભો ન થાય. કોઈ કડવાશ જ ન આવે.

punishment

નાના બાળકોને પનીસમેન્ટ આપવી જોઈએ ?

સવાલ મહત્વનો છે. બાળપણ મસ્તિ-મજાક માટેનું છે અને એ મજાક-મસ્તિ દ્વારા બાળકની ક્રીએટીવીટી ખીલે છે. તેને બ્રેક કરવી એ બાળકના વિકાસમાં અવરોધરુપ છે. છતાંય ક્યારેક બાળકના ભલા માટે પનીસમેન્ટ કરવી જરુરી પણ છે. ક્યારેક તો એવું પણ બને કે માતા કે પિતા પોતાનું ટેન્સન દુર કરવા બાળક સાથે મસ્તિ-મજાક કરે, પછી પોતે જરા ફ્રેશ થઈ જાય ત્યારે પોતાની જાતને બ્રેક મારી બાળકની મસ્તિમાં બ્રેક મારવાનો પ્રયત્ન કરે. એ ક્યાંથી શક્ય બને ? તમે કદાચ, તમારી જવાબદારીઓ યાદ કરી બ્રેક મારી શકો પણ બાળકને મસ્તિનો જે નશો ચડ્યો હોય તે તુરતમાં કેમ ઉતરે ? તમે ફ્રેશ થવા, બાળકના મનગમતા વિષયમાં એની સાથે મળીને કામ કરો ને ! તમને અને બાળકને બંનેને ફાયદો થશે.

એક બીજો મુદ્દો પણ ધ્યાનમાં રાખવો જોઈએ, બાળકને સજા આપતા પહેલાં એ વિચારવું જરુરી છે કે તમે જેટલું અને જે વિચારી શકો છો એટલું બાળક વિચારી શકે ?

અગાઊ કરતાં આજે બાળકો, ખાનપાન, વાતાવરણ અને ટેકનોલોજીને કારણે વધારે ચંચળ બન્યા છે. એમની ચંચળતાને ટેકનોલોજીના સહારે ક્રીએટીવીટી તરફ પ્રેરીત કરવી જોઈએ.

એક વિચાર એવો પણ આવે છે કે બાળકને પનીસમેન્ટમાં એના રસના વિષયમાં પરાણે કામ કરવાનું સોંપવું જોઈએ. ઉદાહરણ રુપે ધારો કે બાળકને ડ્રોઈંગનો શોખ છે તો પનિસમેન્ટમાં તેને ડ્રોઈંગ કરવા બેસાડી દેવું જોઈએ. બે ફાયદા થાય એક મસ્તિમાંથી તેનું ધ્યાન હટે અને તેના રસના વિષયમાં તેની ક્રીએટીવીટી ખીલે. (આ તો મારો તુક્કો છે, કોઈ યુવાન દંપતિ આ પ્રયોગ કરી, પરિણામ જણાવે તો થાય)

બીજા તુક્કા પણ લગાવી શકાય, પણ એ તો યુવાન દંપતિઓ શેર કરે તો થાય, પણ એક વાત તો ચોક્ક્સ છે બાળકને સજા કરો પણ સજા દરમ્યાન તેના મનમાં તમારા વિશે કડવાશ ન ભરાય તે જો..જો !

ફોટોગ્રાફસ નીચેની લિન્કસ પરથી ઋણ સ્વીકારસહ લીધેલ છે.

http://naturalchildhood.blogspot.in/2012/03/cognitive-dissonance-and-movement-to.html

http://pakmed.net/college/forum/?p=32674

આ વેબ સાઈટના રિપોર્ટ પ્રમાણે શારિરિક શિક્ષા બાળકોમાં ગુસ્સાની લાગણી વધારે છે, એ બની શકે, પણ અમારા શિક્ષક પનીસમેન્ટ સિવાયના સમય એવું વહાલ વરસાવતા કે ગુસ્સો ઓગળી જતો અને શિક્ષા સ્વીકાર્ય બની જતી. બાળક માટે તો એક આંખમાંથી આગ અને બીજી આંખમાંથી કરુણા વહેવી જોઈએ.

Toddler in school uniform cleaning floor

http://www.therealsupermumblog.com/2011/08/punishing-child-whats/

એક બ્લોગરના જ વિચાર છે, એ પણ વાંચો !