Start each day like it’s your birthday –

હમણા હમણા બ્લોગ રીડરમાં મિત્રોના જન્મદિવસોની ઉજવળીની આનંદની લહેરો ચાલી.

નાનપણમાં જન્મદિવસે વડીલોના આશિર્વાદ લેવાનું શીખવવામાં આવ્યું હતું. આશિર્વાદની તો સમજણ ન હોય, પણ વાંકાં વળી વડીલોને પગે લાગતા, કંઈક મળવાની અપેક્ષાએ જ તો ! મનમાં થોડાક મોટા થયાનો આનંદ હોય કારણ કે ‘પાવર’ માં વધારો થતો હોય, કોઈ કાર્ય કરવાની ઇચ્છા હોય, પણ તેમાં ‘તું હજી નાનો છે’ એમ કહી બ્રેક લાગતી, હવે તે થઈ શકશે – ‘હવે હું મોટો છું, મને ના કેમ પાડો’.

(માબાપ ‘નાનો’ છો કહી ‘હક’ કાપવાની વાત કરે છે પણ, ‘કાંઈ થાય તો તારી જવાબદારી તારી’ એવું પણ કહેતા હોય અને કાર્યના પરિણામો પણ ભોગવવા દે તો કદાચ ‘હક્ક’ અને ‘જવાબદારી’ બંનેની સમજણ બાળક નાનપણથી જ કેળવતું જાય. મોટા થતા જવાબદારીમાંથી છટકવાના પ્રશ્નો ઓછા થાય.)

હું ઘણીવાર એવું પણ વિચારું કે જન્મદિવસને દિવસે તો શોક મનાવવો જોઈએ. કારણ કે આ સુંદર જગતમાં રહેવાનું એક વર્ષ ઓછું થયું. પણ આનંદ થાય છે કારણ કે એવું પણ થાયને કે ‘ચાલો, આ ‘ઝંઝાળ’માં રહેવાનું એક વર્ષ ઓછું થયું.’

Start each day like it’s your birthday

ગઈકાલે એક કેલેન્ડર પર આ વાક્ય વાંચ્યું. ડોઢા થઈને મને આ વાક્યમાં સુધારો કરવાની ઇચ્છા પણ થઈ –

‘Start each day like it’s your first birthday’

B_day

બસ આનંદ જ આનંદ ! માના ખોળામાં પડ્યા પડ્યા માનો હુફાળો હાથ અનુભવવાનો, અન્ય લોકોની પ્રેમાળ ગોદમાં આળોટવાનું, કલરફુલ કપડા પહેરવાના, નવા નવા રંગો દેખાય, નવાનવા ચહેરા દેખાય, નવી ઓળખાણ થાય. કોઈ ન ગમે તો તરત રોઈને વિરોધ પ્રદર્શિત કરી દેવાનો, ક્રીસ્ટલ જેવું પારદર્શક મન, આનંદ, સુખ-દુઃખ, ગમો-અણગમો તરત વ્યક્ત, સામેની વ્યક્તિ શું વિચારશે એની ચિંતા જ નહીં, કોઈ પુર્વગ્રહ નહી. અપેક્ષા નહી. આનંદ હી આનંદ….

આપણી રોજની સવાર પ્રથમ જન્મદિવસની હોય તો ?

ભુતકાળના કોઈ લેખાજોખાં જ નહી. સારું-ખરાબની માથાકુટ જ નહીં. પુર્વગ્રહો, માન્યતાઓ, સિધ્ધાંતોની કોઈ તકરાર નહીં. અને પ્રથમ જન્મદિવસે આપણું ભવિષ્ય ‘મા’ના હાથમાં તેમ આજે ‘કુદરત’ના હાથમાં મુકી દઈએ તો કેવું ?

પાર્ટી આપવાની વાત નહી પણ લેવાની જ વાત.

આજે તો પાર્ટી આપવાની, કોણ આવ્યું કોણ ન આવ્યું, કોણે ગીફ્ટ આપી, કેટલી આપી, જમણની ડીશનો ખર્ચ કેટલો થયો એવી ગણત્રીઓ, એટલું જ નહી પણ ચાલુ પાર્ટીએ જ ‘મુખવટો’ પહેરી આનંદ લેતા લોકોના લેખાજોખાં લેતા લેતા આવતા વર્ષની પાર્ટીનું, સંબંધોનું પણ આયોજન થાય.

આજે લખવાનો વિચાર તો ‘first birthday’ ના આનંદ પર હતો પણ સાહિત્ય સાથે બારમો ચંદ્રમા, આથી વાસ્તવિક જીવનના તર્કમાં મન ગુંચવાયેલું રહ્યું.

કદાચ આ ‘તાર્કીક’ જીવન જ આપણને ‘સાત્વિક’ જીવનથી દુર રાખે છે.

કોઈ સાહિત્યિક મિત્ર ‘હેપી બર્થડે’ નો આનંદ હી આનંદ લખે તો સારું ….

Advertisements

9 comments on “Start each day like it’s your birthday –

 1. Atul Jani (Agantuk) કહે છે:

  જન્મદિવસ કહેવા કરતાં અવતરણ દિવસ કહેવો જોઈએ.

  જન્મ શેનો? શરીરનો જ ને? જ્યારે કશુંક એવું અગમ્ય તત્વ છે કે જે જન્મતું યે નથી અને મરતું યે નથી. શાશ્વત છે.

  પુનર્જન્મમાં ન માનનારાઓ માટે જન્મ એટલે જીન્સની લીલાનું અવતરણ અને મૃત્યું એટલે જીન્સની લીલાનું સમાપન.

  અધ્યાત્મ તેવું માની શકતું નથી. તે પ્રમાણ માગે છે. સ્વયંપ્રમાણ તો કહે છે કે પૂર્વજન્મનું કશું યાદ નથી. મૃત્યું પચી શું તેની ખબર નથી. શાસ્ત્ર પ્રમાણ અને આપ્તવાક્યને શાણાં માણસો પ્રમાણ તરીકે સ્વીકારે છે. યોગીઓ કહે છે કે પુર્વજન્મ અને પુનર્જન્મ છે. તેથી જન્મ અને મૃત્યું તે માત્ર ખોળિયાની અદલ બદલ છે. પ્રત્યેક જન્મદિવસ અનુભવના ભાથામાં એક વર્ષનો વધારો કરે. મૃત્યું પૂર્વના સંચિત કર્મો + આજન્મે થયેલા ક્રીયમણ કર્મો માણ્થી આ જન્મે ભોગવાઈ ગતેલા પ્રારબ્ધ કર્મોની બાદબાકી કરીને નવી ઊરાંત સાથે નવું ખોળીયું આપે.

  આ જન્મનું ક્લોઝીંગ અને નવ જન્મનું ઓપનીંગ.

  છેવટે તો આ અનંતની યાત્રા છે. યાત્રા છે સહુ મુસાફરો સાથે આનંદથી જ યાત્રા શા માટે ન કરવી? પૂર્વગ્રહોના પોટલાના ભાર ઉપાડવાની મજુરી છોડીને :

  Hum Hai Raahi Pyaar Ke Humse Kuchh Na Boliye (3)
  Jo Bhi Pyaar Se Mila Hum Usike Ho Liye
  Hum Usike Ho Liye
  Jo Bhi Pyaar Se Mila Hum Usike Ho Liye

  Dard Bhi Humen Kabool Chain Bhi Kabool (2)
  Humne Har Tarah Ke Phool Haar Mein Piroliye (2)
  Jo Bhi Pyaar Se Mila Hum Usike Ho Liye
  Hum Usike Ho Liye
  Jo Bhi Pyaar Se Mila Hum Usike Ho Liye

  Doop Thi Naseeb main Dhoop Main Liya Hai Dum (2)
  Chandini Mili To Hum Chandini Main So Liye (2)
  Jo Bhi Pyaar Se Mila Hum Usike Ho Liye
  Hum Usike Ho Liye
  Jo Bhi Pyaar Se Mila Hum Usike Ho Liye

  Dil Pe Aasra Kiye Hum To Bas Yunhe Jiye (2)
  Ek Kadam Pe Has Liye Ek Kadam Pe Ro Liye (2)
  Jo Bhi Pyaar Se Mila Hum Usike Ho Liye
  Hum Usike Ho Liye
  Jo Bhi Pyaar Se Mila Hum Usike Ho Liye

  Raah Main Pade Hai Hum Kab se Aapki Kasam (2)
  Dekhiye To Kam Se Kam Boliye Na Boliye (2)
  Jo Bhi Pyaar Se Mila Hum Usike Ho Liye
  Hum Usike Ho Liye

  Hum Hai Raahi Pyaar Ke Humse Kuchh Na Boliye

  Like

 2. સુરેશ જાની કહે છે:

  મારા મોટા ભાઈની યાદ તમે અપાવી દીધી. એમને જ્યારે મળવા જાઉં ત્યારે તે હમ્મેશ ‘હેપી બર્થડે ‘ થી જ સ્વાગત કરે – બસ આ જ ભાવથી.
  અપનાવવા જેવું – ‘ આર્ટ ઓફ લિવિન્ગ ‘

  Like

 3. pragnaju કહે છે:

  દરરોજનો દિવસ આપણો જન્મ દિવસ હોય છે.

  તમે ક્યાં હોવ છો? ઉપાધિ, ચિંતા, ટેન્શન, ફરિયાદ, બોજ અને ઘણું બધું આપણા પર સવાર થઈ જાય છે.

  એને ખંખેરતા શીખો. ખંખેરવું એટલે તેનાથી ભાગી જવું નહીં, તેનો હળવાશથી સામનો કરવો. સામનો તો કરવાનો

  જ છે, તમે કેવી રીતે કરો છો તેના પરથી તમારો દિવસ તમારો રહે છે કે નહીં એ નક્કી થવાનું છે.

  Like

 4. aataawaani કહે છે:

  कुछ देना न लेना હું રહું છું એ ગામ phoenix માં આપણાં દેશી ભાઈઓ જન્મ દિવસની પાર્ટીમાં જાય ખરા ,ખાય ખરા હેપી બર્થ ડે ગાય ખરા .અને પછી कुछ लेना न देना मगन रहना જેવું કરે .હરખુડા લોકો પોતાની જન્મ દિવસની પાર્ટી રાખે છે .પણ મારા જન્મ દિવસની પાર્ટી સાતેક વર્ષ પહેલાં મારા એક લુવાણા મિત્ર ગોરધનભાઈ પોપટે રાખેલી 80 જેટલા દેશી ભાઈઓ ભેગા થએલા મીઠાઈ ફરસાણ પુશ્કળ રાખેલી .પણ कुछ लेना खूब खाना मगर कुछ न देना જેવું રાખેલું .

  Like

 5. dhavalrajgeera કહે છે:

  Each breath is the new life,,,New birth to keep the time on Clock with Tic Tic !!!

  Like

 6. yuvrajjadeja કહે છે:

  રજનીશજી એ કહ્યું છે કે જો રોજ સવારે ઊઠીને અરીસામાં જોઇને તમે પોતાની જાતને કહેશો કે મારે આજે આખો દિવસ ખુશ રહેવું છે તો એમ જ બનશે , અને એથી ઊલટું તમે તો એમ નક્કી કરશો કે આજે મારે દુખી જ રહેવું છે તો એમ બનશે . આ પ્રયોગ મેં કરી જોયો છે અને સફળ પણ રહ્યો છું .
  જન્મદિવસ પર દુનિયામાં આટલા વર્ષો ઓછા થયા જેવા વિચારો મને ક્યારેય આવ્યા જ નથી , કારણ કે જન્મદિવસ એ “આ દિવસે આપડે આ દુનિયામાં આવ્યા ” એ વાત નું સેલિબ્રેશન છે – એટલે એ વાત નો જ આનંદ કરું છું – અને ખુબ જલસો કરું છું , દરેક જન્મદિવસ પર !

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s