Driving force –

Driving force –

નવા વર્ષની સફરની શરુઆત માનવીને જીવન જીવવાના બળને સમજવાના પ્રયત્નથી કરીએ. શરીરને ટકાવી રાખવા હવા, પાણી, ખોરાકની જરુરીયાત છે. પ્રાણીઓની જરુરીયાત પણ આ જ છે અને તેઓ જીવે છે. પણ આપણે કંઈક અલગ છીએ. કુદરતે માનવીને વિચારશીલ મગજ આપી જીવન જીવવા માટેની વધારાની ‘જરુરીયાતો’ પણ ઉભી કરી. અપેક્ષા, લાગણી. સંબંધ વગેરેનો સંતોષ-અસંતોષ, પુર્તિ થવી, જેવી જરુરીયાતો સંતોષવા સાથે સાથે માનવીને વધારે બળની જરુરીયાત પણ ઉભી થઈ અને એમાંથી વિવિધ પ્રેરણાઓ અને અવલંબનો (આસ્થા જેવા ટેકા) ઉભા થયા.

ખરેખર તો, દિવ્યભાસ્કરના દિપાવલીના અંકે મને આ વિચારવા મને મજબુર કર્યો. એમાં પહેલા પાને સમાચાર હતા –

“દોઢ હજાર કિલો સોનાથી બનાવેલું વેલ્લોરનું મહાલક્ષ્મી મંદિર ૧૦ હજાર દિવાથી ઝગમગ્યું.”

માત્ર પાંચ વર્ષ પહેલા બનેલાઆ મંદિરના ખાંખાખોળા ગુગલમાં કર્યા ને નીચેની તસ્વીરો મળી.

Some Photographs

ઉપરની તસ્વીરો

http://www.sripuram.org/

http://static.binscorner.com/s/sripuram-golden-temple-vellore/image001.gif માંથી  સાભાર)

હજુ તો દક્ષિણ ભારતના એક મંદીરના અબજો રુપિયાની સંપતિની ગણત્રીઓ ચાલી રહી છે, દેશના કેટલાક મંદિરો રાજ્ય સરકારોને તંત્ર ચલાવવા લોન આપી રહ્યા છે.

આ બધી સંપતિ માંદિરોમાં ક્યા આધારે આવી ?

લોકોની ભગવાન પ્રત્યેની ‘આસ્થા’ !

શ્રધ્ધા વિષે આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ (શ્રધ્ધા – ૧, શ્રધ્ધા – ૨, શ્રધ્ધા – ૩)

આસ્થાને શ્રધ્ધાનું વધુ સ્પેશ્યલાઈઝડ સ્વરુપ કહી શકાય, જેમ જુદી જુદી સર્વિસીઝ માટેના સ્પેશ્યાલાઈઝેશનો આવી રહ્યા છે. ભવિષ્યમાં ડોક્ટરો પણ ફક્ત ‘આંખના ડોક્ટર’ એવું નહી પણ જમણી આંખના જુદા અને ડાબી આંખના જુદા એવું થવાનું છે.

આ આસ્થાનો આધાર – માણસે પોતાની અપેક્ષા સંતોષવા ઉભું કરેલું અવલંબન – પછી એ મંદીર હોય, મૂર્તિ હોય કે ગુરુ હોય. પણ એક વાત સ્પષ્ટ છે કે આસ્થા, આસ્થાળુ માનવીને જીવવાનું બળ પુરુ પાડે છે. લોકો માનતા માની કોઈપણ કાર્ય હાથ ધરે અને એવી આસ્થા સાથે કામ કરે ભગવાન મારું આ કાર્ય પુરુ પાડશે, કાર્ય પોતે કરે છે પણ કાર્ય કરવાનું બળ ભગવાન પરની આસ્થામાંથી મેળવે છે.

આધુનિકતાના ઉગ્રવાદીઓ (એટલે ‘બૌધ્ધિકો’ ગણીએ ?) આને ‘અંધશ્રધ્ધા’ કહીને વખોડે છે. પણ આસ્થાને બહુજન સમાજ માટે જીવન જીવવાના એક ‘બળ’ તરીકે સ્વીકારવામાં વાંધો શું ?