શ્રધ્ધા – ૨

આજે થોડા વધુ સવાલો !

શું શ્રધ્ધા એટલે નાનપણથી ઠોકી બેસાડેલી ‘માન્યતા’

હમણા એક સાત વર્ષના બાળક્ને એના પપ્પાએ શંકરની પુજા કરવા બે કલાક બેસાડ્યો. પાછળાથી મેં બાળકને પૂછ્યું ‘ તેં પૂજા શા માટે કરી ?’ જવાબ હતો ‘ પૂજા કરીએ તો ભગવાનના આશીર્વાદ મળે અને આપણે માગીએ તે મળે’. આ બાળક મોટું થઈને આ જ માન્યતા સાથે જીવે અને જીવનની પોતાની જરુરીયાતો માટે ભગવાન તરફ પહેલી નજર દોડાવે.

શું શ્રધ્ધા એટલે પ્રભુ પ્રતિ ‘વિવેક’ ની અભિવ્યક્તિ.

આજ સવારનો જ દાખલો આપું તો – સવારમાં પૂજા માટે મારી પત્ની પંચામૃત માટે દુધના પાઉચમાંથી  થોડું દુધ જુદું કાઢી લે અને પછી બાકીનું ધુધ અન્ય ઉપયોગમાં લેવાય. આજે મેં પાઉચ ખોલી મારી જરુરીયાત માટે દુધ લઈ બાકીનું દુધ એક તપેલીમાં મુકી ફ્રીઝમાં મુક્યું. થોડીવાર પછી સવાલ આવ્યો ‘ ભગવાનનું દુધ કાઢ્યું નથી ?’ મેં કહ્યું ‘ તપેલીમાં તો રાખ્યું છે.’ ‘ભગવાન માટે પહેલાં દુધ કાઢી લેવું જોઈએ ને !’ સામાન્ય તર્ક પ્રમાણે આમાં શો ફરક પડે ? પણ એની માન્યતા પ્રમાણે આવા સુંદર જીવનના પ્રદાન માટે આપણે ઇશ્વરનો આભાર માનવો જોઈએ અને આપણા સર્વ કાર્યો કે જરુરીયાત કરતાં પ્રભુનું સ્થાન પહેલું રાખવું જોઈએ, એટલો વિવેક તો દાખવવો જોઈએ ને ! (તમારી જાણ માટે કહી દૌં કે મારા પત્ની પોસ્ટ ગ્રજ્યુએટ છે સરકારમાં સારી જગ્યા પર નોકરી કરી છે, અંધશ્રધ્ધામાં બિલકુલ માનતા નથી આથી એમનું આ વર્તન એ વિવેકની અભિવ્યક્તિ જ હોય)

શું શ્રધ્ધા એટલે માનવીના અવ્યક્ત ‘ડર’ (મારું શું થશે ?) નું પરિણામ ?

શું શ્રધ્ધા એટલે જીવનની લડાઈ લડવાને બદલે ‘ભાગેડુવૃતિ’ ? મુસીબતોનો સામનો કરી પ્રશ્નોના નિરાકરણ શોધવાને બદલે ભગવાનને શરણે થઈ જવાની ‘સહજ વૃતિ’.

શ્રધ્ધા શબ્દ ભગવાન ના સંદર્ભ સિવાય પણ ઉપયોગમાં લેવાય છે. પણ મહદ અંશે જો ભગવાન એના સાથેના સંબંધને ઓળખી શકીએ તો કદાચ તેનો અર્થ જલ્દી સમજાય તેથી ઉદાહરણોમાં ભગવાન પ્રતિ શ્રધ્ધાને વધારે મહત્વ આપું છું.

નોંધ – ગઈકાલની પોસ્ટના પ્રતિભાવોમાં કેટલાક મિત્રો હું મારા વિચારો વ્યકત કરી દઉં ત્યારબાદ તેના પર પ્રતિભાવ આપવા વિચારે છે. પણ હું મારા લખાણોના પ્રયત્નોથી મારા ‘સ્વ’ ને શોધવામાં પડ્યો હોઊં ત્યારે પોસ્ટ વાંચનાર પણ પોતાની અંદર ઝાંકે તેવી ઇચ્છા થાય એ સ્વભાવિક છે. જ્યારે ‘ઓરીજીનાલીટી’ જોવી હોય ત્યારે ત્વરીત પ્રતિભાવને જાણવો આવશ્યક છે. ક્રીકેટરની મુળ તાકાતનો પરિચય તેના ‘રીસ્પોન્સ ટાઈમ’ પરથી થાય એવું મારું માનવું છે. બીજું ઉદાહરણ આપું તો ઘણી બધી ભાષાઓ અસ્ખલીત બોલી શકતી વ્યક્તિની મૂળ ભાષા જાણવા માટે તેને અચાનક ઇજા પહોંચાડો જો તરત ‘O God’ બોલે ઈગ્લીશમેન અને ‘ઓય માડી રે’ બોલે તો કાઠીયવાડી બાપુ જ હોય. આમ આપના ત્વરીત પ્રતિભાવો કદાચ તમને પોતાને પણ સમજવામાં મદદ કરશે.

પ્રયત્ન કરી જોજો !

ફરી મળીએ છીએ !

6 comments on “શ્રધ્ધા – ૨

  1. pinu_outlaw કહે છે:

    તમે પેલા નાના બાળક ની વાત કરી એ ઉપર થી મારી વાત યાદ આવી
    હું બ્રાહ્મણ છુ એટલે નાનપણ થીજ ઘર માં જેટલી પૂજા કે વિધિ થતી એમાં બેસવું પડતું..
    મને ભગવાન માં અપાર શ્રધા છે..પણ એનો મતલબ એમ નહિ કે હું તકલીફ માં હોવ તોપણ મારે હાજરી આપવીજ પડે..નાનપણ ના આવા અનુભવ ને લીધે મારું મન પૂજા પાઠ માંથી ઉઠી ગયું છે,,હું ક્યારેક્જ મંદિરે જાવ..મંદિરે જવાનો મારો મૂળ હેતુ શાંતિ પ્રાપ્ત કરવાનો અને મારી તકલીફ માંથી બહાર નીકળવા થોડી હિમ્મત મેળવાનો જ છે…
    ના જોર જોર થી શ્લોક બોલવાનું..ના દૂધ કે જળ ચડવાનું..
    અને આપે સાચું કીધું છે..શ્રધા મતલબ બધું ભગવાન ભરોસે મૂકી દેવું અમ નથી..
    ભગવાને પણ કીધું છે..તું ચાલ રસ્તો હું દેખાડીસ..જો કાંટા હસે તો એને સહવાની શક્તિ હું અપીસ..મને નથી ખબર શ્રધા એટલે શું કેમકે હું આ બાબત માં ટૂંકો પડું છુ,,,પણ આપે જે લખેલું છુ એનેજ શ્રધા કેહવાય..

    Like

  2. […] પોસ્ટ વાંચતા પહેલાં શ્રધ્ધા ૧ અને શ્રધ્ધા ૨ વાંચવા […]

    Like

  3. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે શું ફરક છે?((((એમ નહિ કેહેતા કે અંધ નો))))

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?