આજે સવારના ૫.૩૦ના મહાદેવના મંદીર પાસેથી પસાર થયો ત્યારે મંદીર સુમસામ ભાસતુ હતુ. રડ્યા-ખડ્યા ભક્તો શાંતિથી ભોળાનાથને મનાવી રહ્યા હતા. કદાચ દિલથી રોજ આવતા હશે. કચરાના કન્ટેઈનરમાં એક ચીંથરેહાલ બહેન, રાત્રે ભૂખ્યા સુતેલા છોકરાંવ ઉઠીને ખાવાનું માગે તો આપવા, ગઈકાલે ભક્તોએ ભક્તિપુર્વક કરેલા ભંડારા (નિઃશુલ્ક જમણવાર)ના એંઠવાડમાંથી ખાવાનું ગોતી રહી હતી. ગઈકાલે શ્રધ્ધાપુર્વક માથે ચડાવાતી પ્રસાદી રોડ પર વેરવિખેર હાલતમાં પગે કચરાતી હતી. બાકી ગઈકાલ સુધી રોડ પર ચાલવાની જગ્યા ન મળે એટલા વાહનો અને ‘હર મહાદેવ’ નો જોરદાર ગોકીરો હતો. શ્રાવણે વિદાય લીધી અને સાથે સાથે ભક્તોએ પણ એક મહીનાનું કમાયેલું ‘પુણ્ય’, ‘સરભર’ કરવા વિદાય લીધી. પાપ-પુણ્યના હિસાબ સરભર કરવા ભગવાનને આવતા વર્ષે ફરી મળવાની પ્રાર્થના કરી, આખો મહીનો ઉપવાસ, એકટાણા (ફરાળ સાથે !) કરી, મિત્રો સાથે ભક્તિની વાતો કરવાનું ભાથુ ભેગું કરી કામે વળગ્યા.
મારું મન માનવીની આ પ્રકૃતિને સમજવા ચકરાવે ચડી ગયું.
આ શ્રધ્ધા શું છે ?
મારી વાત કરું તો હું પણ બે-ત્રણ વર્ષ પહેલાં અમરનાથની યાત્રા કરી આવ્યો. અમરનાથની ગુફા પાસે શિવલીંગના દર્શન કરતા કરતા લોકોની આંખમાંથી આંસુઓની ધાર જોઈ, પણ મને આવું કંઈ થયું નહી, ત્યારે પણ મુંઝાણો હતો. આવું કેમ ? ત્યાંથી સીધો વિપશ્યનાની શિબિરમાં ગયો. માર્ગદર્શકે પૂછ્યું ‘આ શિબિરમાં શા માટે આવ્યા છો’. મારો અમરનાથનો અનુભવ કહી જણાવ્યું ‘શ્રધ્ધાને સમજવા’. શિબિરમાંથી બીજું ઘણું મળ્યું પણ શ્રધ્ધાની સમજણ ન પડી. હજુપણ ગુંચવણો ચાલુ જ છે.
ભગવાનમાં શ્રધ્ધા રાખો
માબાપમાં શ્રધ્ધા રાખો
ધર્મમાં શ્રધ્ધા રાખો
અને એવું પણ કહેવાય કે ‘કામ કરવામાં શ્રધ્ધા રાખો’
શ્રધ્ધા એટલે ‘સમર્પણ’ ?
ભગવાનમાં શ્રધ્ધા એટલે ‘ભગવાન કરે તે ખરું’ – મારે કંઈ કરવાનું નહી ? અથવા તો હું જે કંઈ કરુ તેના પરીણામ પર મારો કોઈ કંટ્રોલ નહી ? ગીતામાં પણ કહેવાયું ફળની આશા રાખ્યા વિના કાર્ય કરો. તો મંદીરો જતા લોકો ફળની આશા વગર જાય છે ? બધા જ પોત-પોતાની માગણીઓનું લીસ્ટ ભગવાનને કહીને જ આવે છે.
વળી ધર્મગુરુઓ પ્રવચનોમાં ‘ભગવાનમાં સંપૂર્ણ શ્રધ્ધા રાખો’ કહે છે, તો સંપૂર્ણ શબ્દ શું દર્શાવે ? શું ૪૦ %, ૫૦ % ની જેમ શ્રધ્ધા પણ ટકામાં દર્શાવી શકાય ?
જો શ્રધ્ધા એટલે ‘સમર્પણ’ હોય તો, સમર્પણ એટલે શું ? સ્ત્રી પુરુષને સમર્પિત થાય એટલે પુરુષ જે કહે, જેટલું કહે, જેમ કહે તેમ કરવાનું. તો ભગવાનને સમર્પિત એટલે ભગવાન કહે તેમ કરવાનું, પણ ભગવાન સાથે વાત કેવી રીતે થાય ?
આવા બીજા સવાલો આવતી કાલે !
તમારા મનમાં આવા સવાલ ઉઠે છે ? તો લખી નાખો ને !
જીતુભાઈ,
ઘણો સારો વિષય છે. ચર્ચા આવતી કાલના લેખ પછી.
LikeLike
એકાદ દિવસ માટે આપનૉ પ્રતિભાવ છુપાવવા બદલ સોરી ! આજે શ્રધ્ધાનો પુરો પડદો હટાવી દિધો !
LikeLike
મારા મન માં પણ આવો સવાલ ઉઠે છે…ભગવાન ના મંદિરે જયને હું ગદગદ નથી થાય શકતો,અને જાવ તો પણ સોમવાર અને ગુરુવાર ને મુકીને…ત્યારે શંકર ભગવાન આપણને જોય તો શકે…અને થોડાક સમય પેલા એક વસ્તુ જોય
સાંજના ૫ વાગે શંકર મંદિરે ગયો…અને જોયું તો શિવલિંગ પર ૫ વારો નીરમાં પડ્યો હતો…શિવલિંગ ને ભક્તો ના પ્રેમ થી સાફ કરવા…આ શ્રધા વિષે ની તમારી વાત ગમી..આગળ ના ભાગ માટે રાહત જોવ છુ…
LikeLike
[…] પોસ્ટ વાંચતા પહેલાં શ્રધ્ધા ૧ અને શ્રધ્ધા ૨ વાંચવા […]
LikeLike
કદાચ ગુંચવણો જ શ્રદ્ધા તરફ લઈ જનારી બને ! તમને તે મળે તેવી શુભેચ્છા સાથે નવા વિષય બદલ આભાર.
LikeLike
શ્રધ્ધા ૨ અને ૩ પણ જોઈ જવા વિનંતી
આભાર !
LikeLike
[…] અંગે શ્રધ્ધા-૧ શ્રધ્ધા-૨, […]
LikeLike
[…] ૧. શ્રદ્ધા – ૧ […]
LikeLike