ઉપરવાલે કે હાથમેં –

સમાચારપત્રોમાં સ્વ. શ્રી રાજેશ ખન્નાને શ્રધાંજલી આપતા સમાચારમાં ‘આનંદ’ ફીલ્મનો પ્રખ્યાત ડાયલોગ –

“બાબુ મોશાય ! જિંદગી ઔર મોત ઉપરવાલે કે હાથ મેં હૈ, જહાંપનાહ ! જીસે ન તો આપ બદલ શકતે હૈં, ન તો મૈં. હમ સબ તો રંગમંચકી કઠપુતલિયાં હૈં, જીનકી ડોર ઉપરવાલો કી ઉંગલિયોંમેં બંધી હૈં, કબ, કૌન, કૈસે ઉઠેગા યે કોઇ નહી બતા શકતા.”

સ્ટીરીયો ડેક પર નરસિંહ મ્હેતાનું ભજન વાગતું હતું – જાગીને જોઊં તો …….

“બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે”

થોડા દિવસો પહેલાં ‘ગોડ પાર્ટીકલ’ નો ગોકીરો ઉઠ્યો હતો કે વૈજ્ઞાનિકો પ્રમાણ મેળવી લીધું છે કે જગત ફીજીક્સ અને રસાયણના નિયમો પર ચાલે છે.

અને મગજ ચકરાવે ચડી ગયું.

‘આનંદ’ કહે “ઉપરવાલે”, નરસિંહ કહે “હું જ ઉપરવાલો” અને વિજ્ઞાન કહે “ફીજીક્સ-કેમેસ્ટ્રી”. હવે આ જીંદગીની ડોરનો છેડો ક્યાં બાંધ્યો છે ? મારી આંગળીયોમાં ? કે કોઈ ઉપરવાળો છે ? કે ફિજીક્સ-કેમેસ્ટ્રીમાં ?

આશ્રમો અને મંદીરોના મહંતો કહે ‘ગુરુ’ વિના જ્ઞાન નહીં, ‘ઉપરવાળા’ને પામવા પહેલાં મને ભજો.

વેદ-ઊપનિષદોના પંડીતો કહે છે ઉપરવાળાને ખોળતાં ખોળાતાં આગળ વધતાં ‘નેતિ નેતિ’ (આ નહી, આ નહી) આવે છે.

જુઓ કવિ ઉશનસ શું કહે છે –

નેતિ નેતિ

આ આવું છે, ને આટલું, એવું નહીં નહીં
બાકી રહે છે કેટલું, બીજું કંઈ કંઈ !

માણસમાં મૂક્યું મન; અરે, એ તો કમાલ છે
મન ન માટી-માટલું, બીજું કંઈ કંઈ !

જોયા કરે શું શૂન્યની સામે ટગર ટગર ?
ના પ્રશ્ર્નનું એ પોટલું, બીજું કંઈ કંઈ !

બ્રહ્માંડ જેવું અન્ય અંડ સેવી એ શકે
સંઘરે આ કોચલું, બીજું કંઈ કંઈ !

દર્શન થશે તનેય તુંમાં એ અખિલનું
તું માત્ર નથી ચાટલું, બીજું કંઈ કંઈ !

જરીક ચિત્ત-પાર જૈ તું, તે તરાજુ તોલ
અહંનું મૂકી કાટલું, બીજું કંઈ કંઈ !

ઉશનસ્ ! તને જો આંખ, તો પર્દાની પાર જો
દાખે એ વસ્ત્ર ફાટલું, બીજું કંઈ કંઈ !

-ઉશનસ્

 

આપણે નથી ફીલ્મી હીરો, નથી ભક્ત કવિ, નથી વૈજ્ઞાનિક, નથી પંડીત કે નથી ‘બાબા’ ઓના અનુયાયીઓ ! તો આપણી ‘ડોર’નું શું ?

કોઈ ચર્ચા વગરના સાદા ઉપાય –

૧.  ‘ આ ક્ષણને જીવો’

(તા. ૧૦/૭/૧૨ની ભુત, ભવિષ્ય કે વર્તમાન પોસ્ટ મુજબ)

મારું ન માનવું હોય તો શ્રી મનોજ ખંડેરીયાને વાંચોને !

॥ ॐ શ્રી ૧। ॥
પૂછ એને કે જે શતાયુ છે

પૂછ  એને  કે  જે   શતાયુ છે,
કેટલું  ક્યારે  ક્યાં  જીવાયું છે.

શ્રી સવા બારણે લખ્યા કર તું,
શબ્દથી  બીજું   શું  સવાયું છે.

આંખમાં  કીકી  જેમ સાચવ તું,
આંસુ  ક્યાં  દોસ્ત ઓરમાયું છે.

આપણો  દેશ   છે  દશાનનનો,
આપણો  માંહ્યલો   જટાયુ   છે.

તારે  કાજે  ગઝલ  મનોરંજન,
ને મારે માટે તો  પ્રાણવાયુ છે.

-મનોજ ખંડેરિયા

૨. ‘જાત પર શ્રધ્ધા રાખો.’ (વધુ સંદર્ભ – તા. ૨૧/૬/૧૨ની પોસ્ટ ‘આઈડેન્ટીટી’)

૩. ફક્ત વિજ્ઞાનમાં નહી, માનવમાં પણ શ્રધ્ધા રાખો.

૪. ‘કોઈને નડ્યા વગર તમારે જે કરવાનું છે તે “નિષ્ઠાપૂર્વક” કરો’ (તમારે શું કરવાનું છે તે માટે ગાંધી બાપુના ‘અગીયાર વ્રત યાદ કરી લો)

(વધુ સંદર્ભ – ‘નકામી એમને તક્લીફ થાય’ – તા. ૮/૫/૧૨, અને ‘નિષ્ઠા’ – ૧૩/૭/૧૨)

 

સાદા ઉપાય (રીપીટ) –

‘ આ ક્ષણને જીવો’

 ‘જાત પર શ્રધ્ધા રાખો.’

‘ફક્ત વિજ્ઞાનમાં નહી, માનવમાં પણ શ્રધ્ધા રાખો.’

‘કોઈને નડ્યા વગર તમારે જે કરવાનું છે તે “નિષ્ઠાપૂર્વક” કરો’

 

(ઉપરની બન્ને કવિતા/ગઝલ શ્રી માવજીભાઈની સાઈટ – http://www.mavjibhai.com પરથી સાભાર લીધી છે.)

 

 

Advertisements

2 comments on “ઉપરવાલે કે હાથમેં –

 1. jjkishor કહે છે:

  કાં તો આ બધાંનો સરવાળો કરવાનો ને કાં તો મૌન ! સાવ અલગ થઈ જવામાં વીમો છે. બાકી જે છે તે બધું જગતનું છે ને જગતના થકી છે…આપણે પણ.

  આપણને કાયમ જેઓ ઉપયોગી થતા રહે છે તે અગ્નિ વગેરે તત્ત્વો આપણે માટે દેવો છે. પૃથ્વી ને સૂર્ય, હવા ને પ્રકાશ, વરસાદ વગેરેને ચમત્કારિક દેવો તરીકે નહીં પણ પ્રાકૃતિક દેવ–તત્ત્વો તરીકે માન આપવું જોઈએ…

  ને હા, આપણે માનવ સૌથી વિકસિત પ્રાણી તરીકે આપણા પુરુષાર્થને સમર્પિત રહીએ.

  બસ.

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s