લાગણી – એક અવરોધ…..

‘મનુ ! ચાલો ઉઠો જોઈ, સાત વાગી ગયા ! આજે રજા છે તો થોડા પાઠ વધારે કરી લે.’ મમ્મીએ બુમ પાડી.

‘એને સુવા દે ને ! આજે તો રજા છે, પછી કરશે, આખું અઠવાડીયુ ભણવાનું જ છે ને !’ દાદી ઉવાચ.

………..અને જાગી ગયેલો મનુ ચાદર ખેંચી પાછો સુઈ ગયો.

દાદીનો પ્રેમ મનુને આગળ વધતો અટકાવે છે ? મારા દાદાને સો વર્ષ પહેલાં મારી પરદાદીએ પરદેશ જતાં રોકેલા કારણ – ‘મારો એકનો એક છોકરો. પરદેશ કેમ મોકલાય ? કંઈ થઈ જાય તો ? પરદેશમાં એનું ધ્યાન કોણ રાખે ?…’. પછી એમણે આખું જીવન એક નાના ગામમાં ગાળ્યું. આજે પણ આવું બને છે. ઘણા મિત્રોને મા-બાપની લાગણીને કારણે  કેરીયરનો ભોગ આપવો પડે છે.

પ્રગતિના અવરોધો તો ઘણા છે – માન્યતાઓ, પૂર્વગ્રહો, સામાજીકરણ – જેમાં નાનપણથી મોટા થતા સુધીના બધાનો – ઉછેરની પધ્ધતિ, વાતાવરણ, અભ્યાસ, સગવડો/અગવડો સમાવેશ કરી લઈએ. આ બધાનો ઉકેલ, મોટાં થતા માનવી લાવી શકે છે. અભ્યાસ ઓછો હોય તો ભણી શકે, સગવડ/અગવડ બદલી શકે, ઉછેરમાં રહી ગયેલી ખામીઓનું નિરાકરણ પણ લાવી શકે, પણ લાગણી ? એનું શું ?

હમણા મારી એક પોસ્ટની, અતુલભાઈની કોમેન્ટમાં પૂજ્યભાવની વાત થઈ. પૂજ્યભાવને મગજના પ્રોસેસરની લોજીકની એપ્લીકેશનમાં રન કરો તો બે બાબત નજરે પડે –  માનની લાગણી અને સમર્પણની ભાવના. એ બે ભેગા થાય ત્યારે ‘પૂજ્ય’નો જન્મ થાય. મારા મિત્રની હોંશીયારીને લીધે હું તેને માન આપું છું પણ તેના પ્રતિ સમર્પણ નથી તેથી તે પૂજ્ય નથી. સમર્પણ તો ત્યારે જ આવે જ્યારે આપણે કોઈને માન આપતા હોઈએ. ( અને માન તો હું ત્યારે જ આપું જ્યારે કોઈ મારા કરતાં ‘ચડીયાતું’ હોય, પછી ભલે એ કોઈ પણ ક્ષેત્રમાં હોય). નારીની પુરુષ માટેની મૂળભૂત લાગણી પોતાના કરતા ‘ચડીયાતા’ની છે. પહેલાં માન આવે અને ત્યારબાદ તેના પ્રતિ સમર્પણ આવે. પછી એ તેને સમર્પિત હોય. સામાન્ય સંજોગોમાં પત્ની, પતિને સમર્પિત હોય છે

માન-સન્માન, પૂજ્યભાવ, પ્રેમ, સુખ-દુઃખ, ગુસ્સો, નિરાશા, હતાશા, ધિક્કાર, માન્યતા, પૂર્વગ્રહ, આ બધા લાગણીના દ્રશ્યમાન સ્વરુપો (Outcomes) છે. બધાના પાયામાં લાગણી રહેલી છે. લાગણી ઉત્પન્ન ન થઈ શકે, નાશ ન પામી શકે, પણ પરિવર્તીત થઈ શકે. દુઃખની લાગણી અનુકુળ સંજોગો થતાં સુખની લાગણીમાં પરિવર્તન પામે, કે સુખની લાગણી દુઃખની લાગણીમાં પરિવર્તિત થાય. પ્રેમ ધિક્કારમાં બદલાય કે ધિક્કાર પ્રેમમાં પરિણમે. પણ લાગણી તો રહે જ. ટુકમાં લાગણી સુશુપ્ત અવસ્થામાં રહેલી છે, તે જાગૃત થઈને જેવા વાઘા પહેરે  તેવી વ્યક્ત થાય. સુખના વાઘા પહેરે તો સુખ વ્યક્ત થાય, દુઃખના પહેરે તો દુઃખ વ્યક્ત થાય. આપણે તો એવું તારણ કાઢી લેવાનું કે આપણા DNA માં લાગણીનું ‘જીન’ મોજુદ છે.

લાગણીને એક બંધન તરીકે આપણે સ્વીકાર્યું છે જ. પ્રેમ-બંધનના તો ઇતિહાસો રચાય ગયા. જ્યાં બંધન હોય ત્યાં ગતિને બ્રેક લાગે એ સ્વભાવીક છે. લાગણી તમારી પ્રગતિની ગતિને બ્રેક મારી શકે છે. કુટુંબની લાગણી તમારી કેરીયરમાં બ્રેક મારી શકે છે. આંખની ઓળખાણ તમને કાયદાઓમાં બંધછોડ કરવા મજબુર કરે. સંબંધોમાં અપાયેલી નોકરી નબળું કામ ચલાવી લેવા મજબુર કરે છે. આ બધાની ગંગોત્રી શોધો તો લાગણી સુધી પહોંચે છે. પરદેશમાં લાગણીનું તત્વ શોધવા જવું પડે છે, જો કે પરદેશી મિત્રો એમાં વધુ પ્રકાશ પાડી શકે. ત્યાં વિવેક છે પણ આપણે જેને લાગણી – આંખની શરમ તરીકે ઓળખીએ છીએ તેનો અભાવ છે.

તો શું પ્રગતિ માટે આપણે લાગણીશુન્ય બનવું ?

મિત્રો ! તમે ધારો તો પણ લાગણીશુન્ય નહી બની શકો, કારણ કે લાગણી એ ભારતીય સંસ્કૃતિનું મુળ છે. લાગણીશુન્ય બનવાની જરુર પણ નથી. માનવીય મુલ્યોમાં લાગણીનો સમાવેશ થઈ જ જાય છે. તમારે ફક્ત ‘સેન્સ ઓફ પ્રપોર્શન’ જાણવાની અને રાખવાની છે. લાગણીનું તોલમાપ ન નીકળી શકે, તેના ટકા ન કાઢી શકાય. પણ દરેક વ્યક્તિ તેની અનુભુતિ તો કરતો જ હોય છે. લાગણીના પ્રવાહમાં તણાતી વ્યક્તિને પણ ખબર હોય છે કે તણાય રહ્યો છે પણ સામા પ્રવાહમાં તરવાથી ગભરાતો હોય છે કે અન્ય કોઈ લાગણીના બંધાયેલા તંતુ થી પ્રવાહની દિશામાં જ વહી જાય છે અને હાથે કરીને પ્રગતિમાં જાતે જ અવરોધ ઉભો કરે છે. ‘Sense of proportion’ નું એક સરસ ઉદાહરણ યાદ આવે છે. ૧૯૮૦ની વાત છે. અમદાવાદમાં ગુલબાઈ ટેકરા વિસ્તાર છે જે ઝુપડપટ્ટી વિસ્તાર છે. આ વિસ્તારના મજુર વર્ગના કુંટુંબોમાં ઘરના બધા જ સભ્યો મજુરી કરતા હોય. હવે ઘરમાં પાંચ સભ્યો હોય અને દરેક સો રુપીયા મજુરી લાવે તો કુટુંબની રોજની આવક પાંચ સો રુપીયા થઈ. એ સમયમાં કોલેજોના પ્રોફેસરોની આવકની રોજની આટલી એવરેજ આવતી ન હતી. પણ સાંજે કુટુંબના સભ્યો ભેગા મળીને દેશી દારુની મહેફીલ માણે અને જુગારની રંગત જામે. સવારે ચાની રેકડી એ ચા પીવા જવું પડે કે ‘બ્રુકબોન્ડ’ની પાવલી  (પચીસ પૈસા)ની પડીકી લેવાની નોબત આવેલી હોય. પૈસા ની આવક ક્યાં અને કેવી રીતે ખર્ચવી, તેની Sense ના અભાવ માં જ્યાંના ત્યાં રહેવાનું થાય. લાગણીના કિસ્સામાં પણ આવું બની શકે. સુખ-દુઃખની, ખોટું લાગવા/લગાડવાની લાગણી વગેરેમાં પ્રમાણભાન જાળવવાનું થાય.

જો પ્રમાણભાન જળવાય તો લાગણી અવરોધ નહી પણ પ્રેરણાત્મક  બળ બની જાય.

અસ્તુ !

Advertisements

3 comments on “લાગણી – એક અવરોધ…..

 1. Overall , મારા ખ્યાલે લાગણી અવરોધ નથી .

  પણ એ તો કેવા સમયે , ક્યાં સ્થળે , કેવા સંજોગોમાં તેનું નિરૂપણ થયેલું હતું , તેના પર નિર્ભર છે . નજીકના એક સંબંધીને ત્યાં બનેલા એક કિસ્સા પરથી . . . તેમનો એકનો એક છોકરો ઓસ્ટ્રેલિયા ભણવા માટે ગયો હતો , ત્યાં તેનું દુખદ અકસ્માતમાં મૃત્યુ નીપજતા , તેનો મૃતદેહ પણ અહી બે ત્રણ બાદ દિવસ આવી શક્યો ! અને એક કાયમનો અફસોસ તેમને એ રહી ગયો કે કાશ એ અહી અમારી પાસે હોત ને વિદેશ ન ગયો હોત ! તો અમારું નાનું કુટુંબ તૂટ્યું ના હોત .

  હકીકતે માણસને અવરોધતા પરિબળો , તેમના ખુદ ના વિધ વિવિધ આગ્રહો , પૂર્વગ્રહો , જડ વિચારસરણી અને ખાસ તો તેમનું અજ્ઞાન હોય છે , પણ રસનીતરતી લાગણી તો હરગીઝ નહિ !

  Like

 2. Jitu Joshi કહે છે:

  નિરવભાઈ,
  લાગણીને ‘રસ નીતરતી’ ના વાઘા પહેરાવી પરિવર્તિત તો કરી જ ને !
  તમે વર્ણવેલો પ્રસંગ દુઃખદાયક છે પણ મા-બાપે એ પણ સ્વીકારવું જોઈએ કે અક્સ્માત (કદાચ વધારે) અહીં પણ થાય છે.
  તમારું પહેલું વાક્ય ફક્ત આટલું જ સુધારવું જોઈએ – “પ્રમાણ જાળવતી લાગણી અવરોધ નથી”.
  બાકી ‘અવરોધ’ શબ્દનો પ્રયોગ ‘લાગણી’નું પ્રમાણ જાળવવાનું યાદ રાખવા માટેની ‘શોક ટ્રીટમેન્ટ’ હતી. કોઈકના માટે કંઈક કરી છુટવાની લાગણી મનુષ્યને અશક્ય કામો પણ શક્ય બનાવવાનું બળ પુરું પાડે છે.
  આભાર.

  Like

 3. […] ટેવ. ગયા વર્ષે મેં એક પોસ્ટ લખેલી ‘લાગણી – એક અવરોધ’.  પણ એમ લાગે છે કે  આનંદના પ્રવાહમાં […]

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s