શોર્ટકટ –

શોર્ટકટ –

‘ચાલો આ ગલીમાંથી નીકળી જઈએ, રોડ પર લાંબે ફરવા જવું નહીં.’

ઉભરાયેલી ગટરના ગંદા પાણીથી બચતા બચતા આપણે બીજા રોડ પર પહોંચી જઈએ.

‘મોર્નીગ વોકર લાવો અને બેડરુમમાં જ પાંચ મીનીટમાં ૧૦૦૦૦ ડગલાનો લાભ મેળવો’

અને આપણે મોર્નીંગ વોકર ખરીદી લઈએ. કસરતનો શોર્ટ્કટ

‘પરીક્ષામાં આ પાંચ ચેપ્ટરમાંથી જ જવાબો લખી શકાશે આથી બીજા ચેપ્ટર ઓપ્શનમાં કાઢી નાખો’. પરીક્ષાના સમયમાં “મોસ્ટ આઈએમપી” નો રાફડો ફાટે. પરીક્ષામાં પાસ થવાનો શોર્ટકટ.

‘ઉપલા અધિકારીને ખુશ રાખો પ્રમોશન પાકું.’

ઓફીસમાં કામ નહી કરો તો પણ ચાલે, પ્રમોશનનો શોર્ટકટ.

બધે જ શોર્ટકટ…..

કેમ ?

શોર્ટકટથી ઝડપથી કામ થઈ જાય છે ?

મહેનત ઓછી કરવી પડે છે ?

હરીફાઈનો સામનો નથી કરવો પડતો ?

ખરેખર આપણને  શોર્ટકટ શા માટે પસંદ છે ?

મહેનત ઓછી કરવી અને સમય ટૂંકાવવો એ કદાચ આપણા જીન્સની ખાસીયત હશે, કે પછી આપણી બુધ્ધી – ખાસ કરીને તર્ક શક્તિ – ની કમાલ હશે. આપણી વિચારવાની ક્ષમતા જ શોર્ટકટ માટે પ્રેરે છે. વિજ્ઞાનની મોટા ભાગની નવી શોધો આ સમય અને મહેનતની બચતને ધ્યાનમાં રાખીને જ થાય છે. ‘સબ મર્જકી એક હી દવા’ એ કહેણ ક્યાં બધે લાગુ પાડી શકાય છે ? શોર્ટકટમાં પણ આવું જ છે. બધે જ શોર્ટકટની ટેવ ઘણી વખત મોટા નુકશાનમાં ઉતારી દે છે. પાંચ મીનીટની કસરતનો શોર્ટકટ  ગોઠણના સાંધાઓના નુકશાનને નોતરી શકે, પરીક્ષાના ઓપ્શન, રીયલ લાઈફની કેરીયરને નુકશાન પહોંચાડી શકે. શોર્ટકટે  મેળવેલા પ્રમોશનો આગળ જતાં જવાબદારીવાળા બિન અનુભવી નિર્ણયોમાં પાછા પાડી શકે.

શોર્ટકટ લેવાય, પણ લાંબાંગાળાના પરીણામોને ધ્યાનમાં રાખીને લેવાય તો સારું !

મારી અગાઊની કેટલીક પોસ્ટના અંતે હું ‘વિચારવા’ માટે વણમાગી સલાહ આપતો હોઊં છું. પણ તમારે ‘વિચારવા’ ને બદલે ‘વાંચવા’ નો શોર્ટકટ અપનાવવો હોય તો મારો કોઈ વાંક ?

“..બાકી ચાલ્યા કરે ….” (એવું શું કામ ?… ‘ચાલ્યા ન કરે’.. એટલી “ગરમી” તો પકડો !)

 

2 comments on “શોર્ટકટ –

  1. bharodiya કહે છે:

    બધુ ઠપ થઈ ગયુ છે. બધી જગ્યાએ સિવાય ફેસબૂક.

    Like

  2. Hiranya Vyas કહે છે:

    લગન ચીવટ ઘટતા ચાલ્યા છે,.પુરુ કરો, પતાવો, બીજું પણ કરવાનું છે જેવી લાગણી શોર્ટ કટ પ્રેરે છે.

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?