એ ………… જીંદગી …. ગલે લગા … લે !

એ ………… જીંદગી …. ગલે લગા … લે !

કઈ ફીલ્મનું છે તે નિરવને પુછજો, પણ મેં કાલે સાંભળ્યું અને લાગ્યું કે આપણને જીંદગીને ગલે લગાવવાને બદલે સામે ચાલીને કુવામાં પડવાનો શોખ છે ? કે પછી જીવન એટલે ‘જઈને ખાડમાં પડવું’ એમ સમજીએ છીએ ?

બગીચામાં બેઠા બેઠા બેત્રણ કુરકુરીયાને રમતા તમે ક્યારેય જોયા છે ? કાગળના ડુચા કે કચરો મોંમા લઈને એકબીજાની પાછળ પડી, ઝુટાઝુટ કરતા હોય, એક્બીજાના કાન મોંમા પકડી ખેચાંખેંચ કરતા હોય, આસપાસ જગતથી સંપુર્ણપણે અજાણ, પોતાની મસ્તીમાં મસ્ત. એમની મસ્તીનો આનંદ આપણે લઈએ ન લઈએ ત્યાં મગજ વિચારે કે ‘માળા ! વ્યર્થ મહેનત કરે છે ને  ! એમાં શું મળી જવાનું છે ?’ બસ ! …… મસ્તીનો આનંદ લેવાને બદલે ‘મેળવવા’ની માથાકુટ, જઈને પડ્યા બુધ્ધીમત્તાની ખાડમાં. આવી બુધ્ધી તો આપણી પાસે હતી જ અને તેમાં પાછુ ઈન્ટરનેટ આવ્યું. માહીતિનો મહાસાગર કે ખજાનો ? કે ‘મહાસાગરના વમળ’ ? તમે ક્યાં ખેંચાઈ જઈ ખોવાય જાઓ એની જાણ જ ન થાય (બર્મ્યુડા ટ્રાએંગલમાં બને છે તેમ અદ્રશ્ય જ થઈ જાઓ). તાજો જ દાખલો – હું ડાયાબીટીશ અને સ્ટ્રેસ વચ્ચેના સંબંધની  સામાન્ય જાણકારી માટે પ્રયત્ન કરતો હતો, પણ જાણે જાતે જ ‘સ્ટ્રેસ’ના વમળમાં ફસાઈ ગયો. (તમને પણ ટાંટીયો પકડી ખેંચી જવાનો છું, હું એકલો શું કામ ?).

આવો જ બીજો દાખલો – ‘ભૂમીસંસ્કાર’ ની પોસ્ટ વાંચી અને કોમેન્ટસનો તો ઢગલો, વેદપુરાણના આધારો, ભુમીસંસ્કાર, જળસંસ્કાર, અગ્નીસંસ્કાર અને વાયુસંસ્કાર, બોલો ! માણસ મરી જાય ત્યારે તેની લાશનું શું કરવું એ મુદ્દાને, આપણે સાથે મળી આવા સંસ્કારોને ચર્ચાની એરણે ચડાવીએ અને એમાં પણ આંકડાકીય માહીતિના આધારો. ક્યારેક મને થાય છે સુખ-શાન્તિભર્યું જીવન જીવવા આવી ચર્ચાઓ કે વૈજ્ઞાનિક સંશોધનો કેટલા ઉપયોગી છે ? ઓટોમેશન આવ્યું, શારીરિક મહેનત ગઈ અને સાથે તંદુરસ્તીને લઈ ગઈ. સમયની ગણત્રી આવી અને સમય સાથે દોડવાનું ‘સ્ટ્રેસ’ આવ્યું.

તમને મનમાં કહેશો ને કે ભાઈ તમે બુઢા થયા, આ બધુ તમારી સમજણ બહારનું છે ? પણ એક પ્રશ્નનો જવાબ ખુલ્લા દિલથી વિચારજો – આધુનિકતા આપણને આપણા ભૂતકાળમાં પાછા નથી ધકેલતી ? હમણા મેં લખ્યું હતું કે “માનવી પોતાનું વર્તુળ નાનુ કરે છે અને તેને વિકાસનું નામ આપે છે.” પશ્ચિમની સ્ત્રી-પુરુષની સ્વતંત્રતા સ્વછંદતામાં નથી પરીણમી ? યાહુ પર આવેલા એક સમાચાર પર નજર નાખી લો. અહીં માનવી અને પશુ વચ્ચેનો તફાવત સમજાવો. શું આપણે પાષાણયુગ તરફ પ્રયાણ કરી ‘પ્રગતિ’ નું આશ્વાસન લઈએ છીએ ? (આપણે ત્યાં પણ આવા સમાચાર મળતા જ રહે છે નવું નથી !) સ્થાનિક લોકો તો ઠીક પણ પરદેશોમાં સ્થાયી થયેલા મિત્રો, જ્યારે ચાન્સ મળે ત્યાર ભારતીય સંસ્કૃતિને ઠમઠોરવામાં બાકી નથી રાખતા. જો કે હું એને સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ ગણું છું. કારણ કે પોતાનું કંઈક બગડે ત્યારે દિલમાં દુખે ને ! (પણ સારી વાતોની નોંધ પણ લેતા હોય તો સારું !)

સંસ્કૃતિને  મુકો પડતી, પણ ….

થોડીક અપેક્ષાઓ ઓછી કરીને,

થોડાક અણગમાઓ ઓછા કરીને,

થોડુંક જતું કરીને,

મેળવવાની માથાકુટ ઓછી કરીને,

સંબંધોનું વર્તુળ મોટું કરીને, (ભલેને થોડીક બાંધછોડ કરવી પડે,)

થોડાક લાગણીસભર બનીને,

થોડોક મદ, મોહ ઓછો કરીને,

જીંદગીને ગળે વળગાડી શકાતી હોય તો કેવું !

કુરકુરીયાની મસ્તીમાં જોડાય શકાય તો કેવું સારું !

 

Advertisements

5 comments on “એ ………… જીંદગી …. ગલે લગા … લે !

 1. 1} ” સદમા ” , મોટાભાગના જાણતા જ હશે , આ અદભુત પીક્ચરને 🙂

  2} ” નિજાનંદ ” 🙂

  Like

 2. Maulika કહે છે:

  એક અંગ્રેજી ફિલ્મ જોઈ હતી. (એનું ય નામ કદાચ નિરવ જ કહી શકશે 🙂 ) જેમાં નાયક થોડો ધૂની હોય છે અને એને વિડિયો ફિલ્મ ઉતારવાનો શોખ હોત છે. જેમાં એ હવાનાં પ્રવાહમાં બડી મસ્તીથી ઝૂલતાં એક કાગળની ફિલ્મ ઉતારે છે. પછીના સંવાદનો મર્મ કંઈક એમ હોય છે કે કાશ આપણે પણ આમ કાગળની જેમ હળવાફૂલ બનીને હવા જે દિશામાં લઈ જાય એમ મસ્તીથી ફંટાઈને જીવી શકતા હોત!
  વાત તો એ જ, નિજાનંદ….

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s