રંગીન જીંદગી –

 

કુદરતે જોવાને આંખ આપી ઉપકાર કર્યો છે પણ રંગીન દ્રશ્ય નિહાળવાની શક્તિ આપી અનન્ય ઉપકાર કર્યો છે.

ફક્ત બે ત્રણ મીનીટનો સમય આપો અને આ વીડીયો જુઓ અને અનુભુતિ કરો.

(માફ કરજો મારાથી પોસ્ટના પેઈજ પર જ વીડીયો ફાઈલ ઇનસર્ટ ન થઈ શકી, આથી તમારે બીજી વિન્ડોમાં વીડીયો ફાઈલ જોવી પડશે, પણ બે-પાંચ મીનીટનો સમય કાઢવો લેખે લાગશે)

http://www.greatdanepro.com/Just%20Colors/index.htm

આપણે જીવન કેવું જીવીએ છીએ ?

‘ભાઈ ! જરા ગાડી દબાવજે મોડું થાય છે. જો પાંચ મીનીટ મોડો પડીશ તો પણ અડધી રજા કાપી લેશે અને છતાંય કામ કરાવશે એ નફામાં !’

સ્વગત મનમાં ચાલુ રહેલો સંવાદ – “સા……. ! નોકરી જ નકામી છે. બોસની મુન્સફી પર જીવવાનું છે. એના ઘરમાં માથાકુટ હોય તોય અમારી પર જ પસ્તાળા પડે છે. ગઈકાલે મનુભાઈને વગર વાંકે સ્ટાફની વચ્ચે ખખડાવી નાખી કેવું અપમાન કર્યું ? મનેય ન હતો મેમો આપ્યો ? સાંજે મહેમાન આવવાના હતા તો યે રજા ન આપી ઓફીસમાં જ બેસાડી રાખ્યો હતો. આજે ય ઓફીસમાં માથાકુટ થવાની જ છે. નવા વર્ષના પહેલા જ દિવસે મગજ ખરાબ કરશે.  દર દિવાળીએ રજામાં જીકજીક થાય જ છે ને ? નિરાંતે ફરવાનો કોઈ પ્રોગ્રામ જ બનાવી શકાતો નથી. બાજુવાળા શૈલેશભાઈ કેવા દિવાળીની રજાઓમાં જલસા કરે છે. સા… જીંદગી જ નકામી છે………”

ઓફીસે જવાનું મોડું થાય છે ….. ‘બ્લેક એન્ડ વાઈટ’ સત્ય.

રોડ પર ટ્રાફીક છે, સ્પીડ પકડી શકાય તેમ નથી ….. ‘બ્લેક એન્ડ વાઈટ’ સત્ય.

પણ પછી આપણે મનમાંને મનમાં આ મૂળ દ્રષ્યને વિકૃત કરી ભદ્દા રંગ પુરવાનું શરુ કર્યું.

પણ ભઈલા ! સીગ્નલના કારણે જંકશન પર ઉભા રહેવાનું ‘બ્લેક એન્ડ વાઈટ’ સ્વીકારી, આસપાસ નજર કરીને જો ! કંઈક તને ગમતું રંગીન પણ જોવા મળશે. (યુવાન મિત્રોને આનંદ લહેરખી આવી ગઈ…!) બાજુમાં ઉભી રહેલી કારમાં માતા સાથે ગેલ કરતું બાળક, ( કે બાળક સાથે ગેલ કરતી માતા ? … જે કલરફુલ લાગે તે સ્વીકારોને !) સિગ્નલની લાઈટ પર વૃક્ષના વહેમમાં ભૂલી પડી ગયેલી ચકલીની ઉડાઉડ, બાજુની કારમાં વાગતું મધુર ગીત, જંકશનની બાજુના સ્ટોરમાં ડીસ્પ્લે વિન્ડોમાં મુકેલા કલરફુલ કપડાં, કેટકેટલીય રંગીનતા આસપાસ ફેલાયેલી છે. ભીખ માગતો ભીખારી પણ છે, પણ એને રંગીન ચિત્રમાં પણ આવતો વસ્તવિકતાના કાળા રંગનો ઘસરકો ગણો ને !

આ બધુ જ ભૂલી, આપણે મનમાં ને મનમાં જ ….. !

જાવા દ્યો ને ! વાંક કોનો ?………..

2 comments on “રંગીન જીંદગી –

  1. Prof. HITESH JOSHI કહે છે:

    It may be interesting, anyway I could not.
    May be others also…! Plz check again for the same.

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?