માઈન્ડ પાવર ?

માઈન્ડ પાવર ?

ગઈકાલે નેટ સર્ફીંગ કરતા કરતા ‘પ્રયાસ’ પર જઈ ચડ્યો અને તેમાં કૃતાર્થ ની માઈન્ડ પાવર પરની વાસ્તવિક વાતો અને તારણો વાંચી ગમ્યું, પણ સાથે સાથે વિચારે પણ ચડ્યો કે માર્કેટીંગના પ્રભાવ હેઠળ આજનો સમાજ ગેરમાર્ગે તો નથી દોરાઈ રહ્યોને ? મેમરી ટેકનીક, પોઝીટીવ થીન્કીંગની વાતોમાં લોકોને ભરમાવવામાં આવી રહ્યા હોય અને ફક્ત વિચારોથી જ બધું ઉકેલાઈ જવાનું છે એવી ભ્રાંતિ ઉભી કરવામાં આવી રહી હોય એવું લાગ્યું.

મને લાગે છે કે લોકોને ‘મન’ અને ‘મગજ’ના મૂળભુત તફાવતથી દૂર કરી એ બન્ને વચ્ચેની ભેદરેખા મીટાવી ભ્રમિત કરવામાં આવે છે. શાસ્ત્રીય રીતે શું છે એ ખબર નથી પણ મેં મારી સમજણ માટે મન (Mind) અને મગજ (Brain) વચ્ચે એક ભેદરેખા ઉભી કરી છે.

આપણે પહેલાં મગજથી શરુ કરીએ. મગજ એ શરીરનો એક ભાગ છે. વૈજ્ઞાનિકોએ તેના નાનું અને મોટું મગજ એવા બે મુખ્ય ભાગ પાડી દીધા, પછી તો શરીરના જુદા જુદા કાર્યો માટે થઈને મોટા મગજને પણ જુદા જુદા વિસ્તારમાં વિભાજીત કર્યું. નાના મગજને ‘અજાગૃત મગજ’ એવું લેબલ આપ્યું, મોટા મગજને ‘જાગૃત મગજ’ એવું લેબલ આપી તેના કાર્યો સમજાવવાના પ્રયત્નો પણ કર્યા અને જુદી જુદી પરિસ્થિતિઓમાં ઉત્પન્ન થતી ઇલેક્ટ્રીકલ ઇમ્પલ્સીસ માપી, મગજને સમજવાના, સમજાવવાના પ્રયત્નો પણ થયા. આવું બધું શરીરશાસ્ત્રમાં વાંચી મને ૧૯૭૩ માં શીખવવામાં આવેલ કોમ્પ્યુટરના વર્કીંગની યાદ આવી અને આ બન્ને બાબતોને સાંકળવાની ઇચ્છા થઈ.

કોમ્પ્યુટરના પ્રોસેસીંગમાં સમજાવવામાં આવ્યું હતું કે કોમ્પ્યુટર ‘બાયનરી કોડ’ – ઝીરો અને વનના સિધ્ધાંત પર કાર્ય કરે છે. ઝીરો એટલે પાવર ‘ઓફ’ અને વન એટલે પાવર ‘ઓન’. કોમ્પ્યુટર પ્રોસેસર આ ઓન-ઓફ સ્વીચને અનુસરી ગણત્રીઓ કરે છે. આવું જ કાર્ય મગજમાં ‘ન્યુરોન્સ’ મારફતે થાય છે. મગજમાં અને શરીરના ચેતા તંત્રમાં અબજો ‘ન્યુરોન્સ’ની જાળ ફેલાયેલી છે અને તે બાયોઇલેક્ટ્રીકલ પલ્સીસ દ્વારા મગજ અને શરીરના અવયવો વચ્ચે સંદેશાની આપ-લે કરવાનું અને મગજ સંદેશાઓનું પ્રોસેસીંગ કરવાનું કાર્ય કરે છે. જ્યારે મોટું મગજ પ્રોસેસીંગનું કાર્ય કરે, ત્યારે નાનું મગજ તેને પ્રોસેસીંગ માટેનો ‘ડેટા’ પુરુ પાડવાનું કાર્ય કરે છે. એટલે એમ સમજોને કે નાનું મગજ એ કોમ્પ્યુટરની ‘મેમરી સ્ટોરેજ ડીવાઈસ’ છે. હવે જ્યારે કોઈ મેમેરી એક્સપર્ટ ‘યાદ શક્તિ’ વધારવાના નુસ્ખા સમજાવે ત્યારે ખરેખર તો એ મેમરી માટેનું એક ‘સોફ્ટવેર’ સમજાવે છે એવું થયું. એ સોફ્ટવેરના પ્રમાણે પ્રોગ્રામ ‘રન’ થાય એટલે તમારી ‘યાદશક્તિ’ વધી જાય. આવી જ વાત ‘પોઝીટીવ થિન્કીંગ’ ની છે. ‘પોઝીટીવ થીન્કીંગ’થી તમારી ‘મેમરી સ્ટોરેજ ડીવાઈસ’માં ‘પોઝીટીવ’ ડેટા’ નો સંગ્રહ થાય અને મગજમાં થતા પ્રોસેસીંગ વખતે, મગજને પોઝીટીવ ડેટા મળે અને કાર્ય કરવાની યોગ્ય દિશા મળે. યાદ રાખો અહીં મગજ તરફથી ફક્ત યોગ્ય માર્ગદર્શન મળ્યું છે, કાર્ય તો તમારે કરવાનું છે. કાર્ય કર્યા પછી જ પરિણામ મળે એ દિવા જેવી સ્પષ્ટ વાત છે.

મગજની આ બધી ભેજાફોડીમાં ‘મન’ ક્યાંય આવતું નથી એવું નોંધ્યુ ? અને મેં પણ આ ભેજાફોડી ‘મન’ ને ‘મગજ’થી જુદા પાડવા કરી.

મનને સમજવા માટે તમારે મગજને ‘સ્ટેન્ડ બાય’ મોડમાં મુકવું પડશે. મારી દ્રષ્ટીએ ‘મન’ એ શારીરિક અવયવોનો ભાગ નથી. તેનું શરીરમાં ચોક્કસ ‘ફીઝીકલ’ સ્થાન દર્શાવી શકાય તેમ નથી. એમ તો વિચારો પણ મગજમાં જ સ્ટોર થયેલા હોય છે એમ પણ ચોક્ક્સ કહી શકાય તેમ નથી. ‘રેકી’ માં વિચારોનું સ્થાન શરીરની આસપાસ રહેલા ‘સુક્ષ્મ શરીર’ માં છે એમ જણાવાયું છે. (‘રેકી’ એ હીલીંગ ટચ ની જેમ એક જાપનીઝ (મૂળ તિબેટીયન) પધ્ધતિ છે. અગાઊ ‘રેકી’ ની ચર્ચા મેં કરેલ છે. સુક્ષ્મ શરીરનું (Aura Body) અસ્તિત્વ વૈજ્ઞાનિક રીતે સિધ્ધ થયેલ છે.)

હવે જેનું ભૌતિક અસ્તિત્વ નથી એને ‘અનુભુતિ’ થી જ જાણી શકાય. જેમ ‘પ્રકાશ’ ને સમજવા તેની અસરોથી જ તેને સમજી શકાય. એવું જ મનનું છે. મનનું ભૌતિક અસ્તિત્વ નથી તેથી તેની હાજરી કેટલાક ન માની શકાય તેવા પ્રસંગોથી જાણી શકાય. એક સાચું ઉદાહરણ જોઈએ.

વર્ષો પહેલા, મારી પુત્રીની બહેનપણી માત-પિતા, ભાઈ અને બહેન સાથે રાજકોટ જઈ રહી હતી. ચોટીલા પછી તેમની કારના ડ્રાઈવરે એકદમ સ્પીડમાં આગળ જતાં વાહનની સાઈડ કાપી અને નાની બહેનથી ચીસ પડાઈ ગઈ. ચીસ સાંભળી ડ્રાઈવરે જોરદાર બ્રેક મારી (ચીસ સાંભળી મગજને સંદેશો મળ્યો, રીએકશનમાં ત્વરીત બ્રેક મારવાનો આદેશ મળ્યો અને બ્રેક લાગી) પણ કાર પલટી ખાઈ બાજુના ખાડામાં જઈ પડી. બધાને વાગ્યું અને પુત્રીની બહેનપણી સિવાય લગભગ બધાએ ભાન ગુમાવી દીધું, તે જરા મહેનત કરી રોડ સુધી પહોંચી, વાહનની લીફ્ટ લઈ બધાને રાજકોટ દવાખાના સુધી પહોંચાડ્યા. હોસ્પીટલમાંથી નજીકના સગાને ફોન કરી માહિતી આપી, ફોન મુકતાની સાથે બેભાન થઈ ત્યાં જ ઢળી પડી. ડોક્ટરને તેની ઇજાઓ તપાસતા નવાઈ લાગી કે આ છોકરી અત્યાર સુધી ભાનમાં કઈ રીતે રહી શકી ? તો મિત્રો ! અહીં ‘મન’ એ ‘મગજ’ પરથી બધો કંટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને કાર્ય પૂર્ણ કર્યું. આવા બીજા ઘણા પ્રસંગોથી ‘મન’ નું અસ્તિત્વ જાણી શકાય છે.

હવે જે ‘સુપર માઈન્ડ’ની વાત છે તે ખરેખર આ ‘મન’ ની વાત છે. તેને ‘સુપર’ બનાવી શકાય, પણ તે સેમીનારોથી ન બનાવી શકાય. તેની પધ્ધતિ અનોખી છે. પણ આજે તો આટલો ‘મગજ’ અને ‘મન’ નો તફાવત પુરતો છે. ‘મન’ ને આનુવાંશિકતા, સામાજીકરણ એવી કોઈ વાતનો અવરોધ હોતો નથી. તે સંપૂર્ણપણે સ્વતંત્ર ‘Entity’ છે.

બાકી મગજનો કોઈ ફટકો મારવો હોય તો બેટ તૈયાર છે ….!

મારા માટે એક આનંદના સમાચાર છે કે મારી આ પોસ્ટમાં મેં લખેલું છે – “નાનું મગજ એ કોમ્પ્યુટરની ‘મેમરી સ્ટોરેજ ડીવાઈસ’ છે” આ વાતની પુર્તિ લગભગ ૧૬ મહીના પછી ‘દિવ્યભાસ્કર’ ના તા. ૨૬ જાન્યુઆરી ૨૦૧૪,ના પ્રથમ પાના પર ‘ન્યુઝ ઇન બોક્સ’ માં બર્લિનથી સમાચાર છે – વિજ્ઞાનીઓનું કહેવું છે એ કે વૃધ્ધોનું મગજ ધીરું ચાલવાનું કારણ એ છે કે તે મગજની હાર્ડ ડિસ્ક સમાન હોય છે. અર્થાત તેમાં અઢળક માહિતી સ્ટોર થયેલી હોય છે. જેને પ્રોસેસ કરવામાં સમય લાગે છે. આમ વય વધતાં મગજ ધીમું પડે છે.

Advertisements

5 comments on “માઈન્ડ પાવર ?

 1. Krutarth Amish કહે છે:

  આભાર જગદીશ અંકલ. તમે બહુજ સાચી વાત કરી છે.

  Like

 2. Sumit H. Patel કહે છે:

  જગદીશભાઇ તો આપણે મનને સુપર કેવીરીતે બનાવી શકીએ છે તે મારે જાણવુ છે.

  Like

  • jagdish48 કહે છે:

   સુમીતભાઈ,
   મનની શક્તિ – પોસ્ટ પણ વંચી હશે. મનને ‘સુપર’ બનાવવાનું કામ મહેનતનું છે. તમે મેઈલમાં તમારો થોડો વધારે પરિચય આપશો તો મને આપને જણાવવામાં અનુકુળતા રહેશે. ‘તુડેં તુડે મતિર ભિન્ન’ જેવું હોય છે આથી કોઈ જનરલ પ્રોસેસ સુચવી ન શકાય.
   બ્લોગની મુલાકાત બદલ આભાર !

   Like

 3. P M PATEL USA કહે છે:

  Khub saras mahiti sabhar lekh aape je divyabhaskar na news ni vat lakhi te me pan vanchi hati.

  Liked by 1 person

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s