How to get Unlimited Power to Achieve your Goals ?
એક એવું પણ ટાઈટલ વાંચ્યું હતું – ‘કર લો દુનીયા મુ્ઠ્ઠીમેં’
બસ ! આવા ટાઈટલ વાંચી વિચાર આવે કે –
‘કેવું સરળ છે, એક સેમીનાર એટેન્ડ કરવાનો ને દુનીયાને મુઠ્ઠીમાં લઈ લેવાની’
આપણે રાજા અને બાકીની પ્રજા…. જલસા જ જલસા….
હમણા સુરતી ઉંધીયું પર વિપુલભાઈએ સંદીપ મહેશ્વરીની એક વીડીયો લીન્ક મુકી અને પછી જોયું તો યુ-ટ્યુબ પર આવા મોટીવેશનલ સ્પીકરોના ઢગલા. પાંચ મીનીટથી બે-બે કલાકના સેમીનાર વીડીયો.
જો એમ કહીએ ‘સફળતા રસ્તામાં નથી પડી’ તો કહેશે કે ‘આ તમારા બચપણમાં પડેલા સંસ્કાર (માન્યતા) બોલે છે.’ નાનપણમાં બાળકને કોઈ કામ કરતા રોકવા માટે એવું કહેવામાં આવે કે તું હજુ નાનો છે, તને ન આવડે, તારાથી નહી થાય વગેરે વગેરે. આ શબ્દો તેને જોખમ લેતાં, નવું શીખતા રોકે અને મોટા થતાં તે કંઈપણ એચીવ કરવામાં પાછો પડે.
એકદમ સાચુ !
નાનપણમાં બાળક પ્રત્યે, માબાપનું અને અન્યનું વલણ આ પ્રકારનું જ હોય છે. તેને શીખવવાને બદલે આવા શબ્દોથી ટાળવામાં આવે છે. આથી બાળકના મનમાં આવી માન્યતા દ્રઢ થતી રહે છે. આમ પણ કહેવાયું જ છે કે મા-બાપ બનવું સહેલું નથી પણ સાથે સાથે એ પણ વાસ્તવિકતા છે કે યુવાન દંપત્તિ મજાક મજાકમાં જ માબાપ બની જાય છે. વધુમાં ‘કેરીયર’ની દોડ પણ તેઓને બાળકોથી દુર રાખે છે.
પણા આજે યુવાનો જ્યારે આવા વીડીયો જુએ કે સેમીનાર એટેન્ડ કરે ત્યારે તેમાંથી ‘સરળ’ લાગતી વાતનો તંત પકડી રાખે છે, એમાં મહેનત કરવાની (Action) વાતને નજરઅંદાજ કરે છે.
‘Secret’ માં દર્શાવ્યા પ્રમાણે મનમાં ધારણાઓ કરી, ખોટે ખોટે ‘ફીલ’ કરી માની લે છે કે હવે દુનીયામાંથી મારે જે જોઈએ છે તે મારા તરફ આકર્ષાઈને આવી જશે. (Law of Attraction).
જો કે સંદીપ મહેશ્વરીની આ વીડીયો મને ગમી, આમ પણા એક વાત અનુભવી કે સંદીપ બીજા ટ્રેઈનર્સની જેમ શાસ્ત્રીય વાતો ન કરતા પોતાના અનુભવોને સાંકળીને વાસ્તવીકતાની સમજણ સાથે બોલે છે. જેમકે
law of attraction vs law of love sandeep maheshwari
જોવી ગમે એવી વીડીયો છે.
પણ આ જ વાત બ્રહ્માકુમારી શીવાનીએ થોડા મહીના પહેલાં ખુબ સરળતાથી કહી છે. ટુંકા સમયમાં સાર જોઈ લેવા જેવો ખરો. (અહીં Karmica Accounts માં ન માનીએ તો તેને બાજુમાં મુકીને પણ સ્મજવા જેવું ખરું.)
ચર્ચા કરવા જેવા મુદ્દા તો છે. તમે કંઈ કહેશો ?