લગ્નોત્ષુક યુવાનોને એક સવાલ –
તમે મા-બાપ બનવાની તાલીમ લીધી છે ?
આવા યુવાનોના માબાપોને સવાલ –
તમારા દીકરા કે દીકરીના લગ્ન કરતાં પહેલાં ‘મા-બાપ’ બનવા અંગે કોઈ જ્ઞાન આપ્યું છે ?
સમાજને સવાલ –
કોઈ જગ્યાએ માબાપ બનવાની તાલીમ આપવામાં આવે છે ?
જો આ બધા સવાલોના જવાબો નકારાત્મક હોય તો આપણને એવું કહેવાનો કોઈ હક છે કે ‘આજની પેઢી વંઠેલ થઈ ગઈ છે’ આજની પેઢીને કોઈ માર્ગદર્શન ક્યાંય મળ્યું જ નથી તો વાંક કોનો ?
જો કે આજના વડીલો પણ કહી શકશે કે અમને પણ આવી કોઈ તાલીમ મળી નથી.

With thanks – http://seekingsalubrity.com/tag/parenting/
સમાજમાં આજ સુધી સ્ત્રી કેળવણી, બાળ કેળવણી વગેરે ચળવળો ચાલી પણ સમાજ જ્યાંનો ત્યાં જ રહ્યો છે. આજે સ્ત્રી સ્વાતંત્ર્યની વાતો થાય છે છે પણ પોતાને સ્વતંત્ર માનતી સ્ત્રી જીવનને – સમાજને as a whole તરીકે નિહાળે છે ? સમાજના એક ભાગ તરીકે નિહાળે છે ? પોતાને અલગ અસ્તિત્વ તરીકે ગણે છે અને તેથી જ અસ્તિત્વનો સંઘર્ષ સર્જાય છે અને પરીણામ આવતું નથી.
બાળ કેળવણીની ચળવળ ચાલી પણ બાળકો જેમની પાસેથી વધુ શીખે છે તે માબાપો તરફ કોઈનું ધ્યાન ન ગયું. બાળમાનસમાં પાંચ વર્ષ સુધીમાં પડેલી અમીટ છાપ સાથે મોટા થયેલા બાળકને બાળકેળવણીના પાઠ ભણાવવામાં આવે તો કેટલા અંશે સફળ થઈ શકાય ? આ પ્રથમ પાંચ વર્ષની છાપ, ઘરનું વાતાવરણ અને માબાપના બાળક પ્રત્યેના વ્યવહારથી જ પડે છે.
મનોવૈજ્ઞાનિકો પણ કહે છે કે – બાળકો ભણતરથી વધુ, દુનીયા સાથેના તેના વ્યવહારથી શીખે છે. એડલ્ટ લર્નીંગનો આધાર તો experience learning નો છે જ, પણ બાળકો માટે પણ તે એટલું જ સાચું છે.
માનવીના જીવનચક્રમાં સારો બદલાવ લાવવા માટે બાળપણ એક આરંભ બિદું છે, આથી જ બાળકેળવણીનો વિચાર પ્રસ્તુત થયો. પણ બાળક એ ‘પરવશ’ છે આથી તેના આશ્રયદાતાઓ-માબાપ જો તેને યોગ્ય દિશામાં લઈ જાય તો જ જીવનચક્રમાં સકારાત્મક બદલાવ આવે. માબાપમાં જ મુશ્કેલી હોય તો આરંભબિંદુથી ઉદભવેલી દિશાહીનતા બાળકને કે બાળક મટી બનેલા યુવાનને ક્યાં લઈ જશે તે કહી ન શકાય. આથી જ માબાપ માટે સારી ‘પરવરિશ’ની (parenting) તાલીમ જરુરી છે.
Parenting શબ્દ જરા બૃહદ અર્થમાં લેવામાં આવે છે. માબાપ બન્યા પહેલાની બાબતોનો સમાવેશ કરાયેલ છે. વીકીપેડીયામાં ‘Parenting’ ના તબક્કા નીચે પ્રમાણે દર્શાવ્યા છે –
Planning and pre-pregnancy
Pregnancy and prenatal parenting
Newborns and Infants
Toddlers
Child
Adolescents
Adults
એક ભારતીય વેબ સાઈટ – ઇન્ડીયા પેરેન્ટીંગ – પર થોડાક ઊમેરા સાથે ભાગ પાડેલા છે.
New borm Baby – 3 -6 months
Baby 3- 12 months
Toddler 1- 3 years
Preschoolers 3-5 years
Kids 5-9 years
Preteens 9-12 years
Teens 13-18 years
એક વખત આ વેબસાઈટની મુલાકાત લેવા જેવી ખરી. ઘણી બારીકાઈથી વિગતો રજુ કરવામાં આવી છે, જેમકે નાના બાળકના કપડા કેમ ધોવા ? જેવી, ઝીણી ઝીણી બાબતોની ટીપ્સ પણ આપવામાં આવી છે.
Planning and pregnancy નો વિચાર કરો તો આજે સેક્સ એજ્યુકેશનની જે વાતો ચાલી રહી છે તેનો સમાવેશ થઈ જાય. પુત્રીઓને માસિકધર્મ આવતા માતા તરફથી આંશિક જ્ઞાન પ્રાપ્ત થાય, પણ પુત્રને ? એણે તો મિત્રો સાથે બેસીને હલકી અને ગલગલીયા કરાવતી જોક્સ, વીડીયો ક્લીપ જોઈને શીખવાનું ને ! આવા જ્ઞાનમાં Parental Planning કઈ રીતે કરી શકે. પછી તો ઉત્તેજનાઓમાં થયેલી ભુલ સ્વરુપે બાળક આવવાનું થાય ત્યારે એ પહેલેથી જ ‘વણજોતું’ બની જાય. વર્ષો પહેલાં ફાધર વાલેશ લિખિત પુસ્તક ‘લગ્નસાગર’ યુવા મિત્રોને સગાઈ વખતે જ અનોખી ભેટ આપવા લાયક ગણાય. હવે તેની ઉપલબ્ધિનો અણસાર નથી, પણ તેનો આંશિક રસાસ્વાદ રીડગુજરાતી પર ‘લગ્નસાગર’ પર મળશે અને આસ્વાદ લેવા તમારે જવું જ પડશે, કારણ કે – “જીવન-અવકાશમાં પણ યૌવનના અંતરિક્ષે ચડેલા બે અનંતયાત્રીઓનું શુભ મિલન કરાવવું કેટલું અઘરું હોય છે ! સરખા વેગ જોઈએ, સરખા માર્ગ જોઈએ, સરખાં દિલ જોઈએ, નહિ તો અકસ્માત થશે, જીવલેણ અકસ્માત થશે, દિલ દિલની સામે અથડાશે અને તેના ટુકડેટુકડા શૂન્યાવકાશમાં અનંત નિરાશાને માર્ગે ગોળ ગોળ ફરતા રહેશે. મિલનનું મુહૂર્ત વિયોગના અપશુકનમાં પલટાઈ જશે.”
આજેપણ ઘણા પુસ્તકો છે, એના લેખકો પણ વિશિષ્ઠ લઢણમાં લખે છે.
“આપણા બાળકો ઈશ્વર તરફથી આપણને મળેલી ભેટ છે, પરંતુ જો તે બાળકની શ્રેષ્ઠતમ કેળવણી કરવામાં આવે તો તે આપણા તરફથી ઈશ્વરને વળતી ભેટ (Return Gift) આપી ગણાય.” – પરીક્ષિત જોબનપુત્રાના એક પુસ્તક ‘સક્સેસફુલ પેરેન્ટીંગ’ માંથી.
કેટલીક વધારે વિગતો હવે પછી……
(પોસ્ટને PDF તરીકે ડાઊનલોડ કરી શકાય એ માટે નીચે એક બટન ઉમેરેલુ છે)