રેશનાલીઝમ – એક માન્યતા ?

રેશનાલીઝમ – એક માન્યતા ?

rationalism

એક મિત્ર સાથેની ચર્ચામાં જાણ્યું કે ‘તમે એમની સાથે ક્યાં ઇશ્વરની વાત કરી, તેઓ તો કટ્ટર રેશનાલીસ્ટ છે.’ ત્યારથી રેશનાલીઝમને સમજવાની ઇચ્છા હતી.

સૌ પ્રથમ તો ગુજરાતના અગ્રગણ્ય રેશનાલીસ્ટ શ્રી રમણભાઈ પાઠકનો લેખ અક્ષરનાદ પર વાંચ્યો. જેમણે ધર્મના નામે ચાલતી વિવિધ બદીઓ અને અંધશ્રદ્ધા સામે લડત આદરી. લેખમાં રેશનાલીઝમની લંડન એસોસીએશન દ્વારા અપાયેલી રેશનાલીઝમની વ્યાખ્યા –

Rationalism may be defined as a Mental Attitude, which unreservedly accepts supremacy of Reason and aims at establishing a system of philosophy and ethics verifiable by Experience and independent of all arbitrary assumption of authority.

અહીં ત્રણ શબ્દોને વધારે સમજીએ તો –

Mental Attitude – a complex mental state involving beliefs and feelings and values and dispositions (મનોવૃતિ) to act in certain ways.

Reason – a cause, explanation, or justification for an action or event. / the power of the mind to think, understand, and form judgements logically.

Experience – practical contact with and observation of facts or event / an event or occurrence which leaves an impression on someone.

ટુંકમાં જે કોઈ કાર્ય થાય કે પ્રસંગ બને તેમાં આ કાર્ય કે પ્રસંગને ‘કેવી રીતે’ થયો તે સમજવામાં જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા માનવીય અનુભવ કરતાં ‘કેવી રીતે થયું’ એ ‘તર્ક’ વધારે મહત્વનો છે. હવે ‘કેવી રીતે થયું’ એ ‘તર્ક’ કરવાની માનવીય ‘ક્ષમતા’ પર કેટલો ભરોસો મુકી શકાય ? આ તર્ક પર જે તે વ્યક્તિની માન્યતા, લાગણી વગેરેની અસર હોય શકે કે કેમ ? ધારો કે કોઈ એક-બે વ્યક્તિના તર્કને બદલે ઘણી બધી વ્યક્તિઓના તર્કને જાણીને, કોઈ એક ‘તર્ક’નું તારણ કાઢવામાં આવે, તો આ ‘ઘણીબધી વ્યક્તિ’નો આંકડો કેવી રીતે પસંદ કરવો ? ધારો કે માનવી આ તર્કને સિદ્ધ કરવા ‘પ્રયોગ’ કરવામાં આવે, તો પ્રયોગમાં આવતી ‘Errors’ પર ધ્યાન આપવું જોઈએ કેમ ? ‘human error’, ‘instrumental error’ ‘environmental error’…. એનો સીધો અર્થ એવો ન થાય કે ફક્ત ‘પ્રયોગ’ વડે ‘તર્ક’ને યોગ્ય સિદ્ધ કરી શકાય નહીં ?

રેશનાલીઝમની બીજી એક વ્યાખ્યા  –

Rationalism is any view appealing to intellectual and deductive reason  (as opposed to sensory experience or any religious teachings) as the source of knowledge or justification. Thus, it holds that some propositions are knowable by us by intuition alone, while others are knowable by being deduced through valid arguments from intuited propositions. Depending on the strength of the belief, this can result in a range of positions from the moderate view that reason has precedence over other ways of acquiring knowledge, to the radical position that reason is the only path to knowledge.

deductive reason’ ગ્રીક ફીલોસોફર એરીસ્ટોટલ દ્વારા સરસ ઉદાહણથી સમજાવાયુ છે –

 • All men are mortal.
 • Socrates is a man.
 • Therefore, Socrates is mortal.

મુળ મુદ્દે – રેશનાલીઝમ, જ્ઞાન મેળવવાનો કે જે કંઈ બને છે તે સમજવાનો એક માર્ગ દર્શાવે છે. એનો ઉદય ૧૭મી સદીમાં થયો જેને ‘Age of Reason’ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક ફીલોસોફરે ફીલોસોફીમાં મેથેમેટીક્સને દાખલ કર્યું. એમણે જોયું કે રાજાઓ કે સત્તામાં રહેલા કેટલાક માનવીઓ સમાજની શ્રદ્ધાનો દુરુપયોગ કરી સત્તા જાળવવાનો પ્રયત્ન કરે છે, જ્ઞાન મેળવવાના અન્ય માર્ગોને અવગણવામાં આવે છે, દબાવવામાં આવે છે. એમણે સવાલ ઉઠાવ્યા કે જો રાજા ઇશ્વર છે તો ઇશ્વરની વ્યાખ્યા શું ? શા માટે રાજા પ્રત્યે સમર્પિત થવું જોઈએ ? એના ‘કારણો’ સ્પષ્ટ કરો. જાદુગરના જાદુથી પ્રભાવિત થયા વિના તેણે એ જાદુ ‘કેવી રીતે’ કર્યું ? તે પ્રશ્ન પર કેન્દ્રીત થવાની વાત કરી. આ રીતે આધુનિક ફીલોસોફીમાં ‘Reason’ નું મહત્વ દાખલ થયું.

હકીકતમાં જે વ્યક્તિઓ માનસિક ક્ષમતા ધરાવે છે, તેઓ કોઈ વસ્તુ/માહિતીને ‘જ્ઞાન’માં પરિવર્તિત કરવામાં ‘રીઝનીંગ’નો આશરો લે છે જ. આ લેખના વાંચકો મેં જે લખ્યું છે તેના સ્વીકાર કે અસ્વીકાર માટે, લખેલા મુદ્દાઓ પર સવાલ ઉઠાવવાના જ છે. બધા જ રીઝનીંગનો આશરો લેતા જ હોય છે, પણ તે સર્વની પોત પોતાની માનસિક ક્ષમતા પર આધારીત છે અને માનસિક ક્ષમતા વ્યક્તિના ‘ઉછેર’ સાથે સંકળાયેલ છે.

આપણે ત્યાં રેશનાલીઝમને ધર્મ સાથે વધુ સાંકળી લેવામાં આવે છે. હમણાં વાંચેલા અભિવ્યક્તિ પરના એક લેખમાં આત્મા-પરમાત્માની ચર્ચા થઈ છે. જેમાં કેટલાય ગ્રંથો અને મહાન વ્યક્તિઓના સંદર્ભો આપવામાં આવ્યા છે. તેના અંગે મારા વિચારો જુદા ન લખતા કોમેન્ટ સ્વરુપે મેં જે લખ્યું તે પેસ્ટ કરી દઊં છું.

આત્મા-પરમાત્માની વાતો શા માટે ?

ખરેખર તો ‘રેશનાલીઝમ’ એ જ્ઞાન પ્રાપ્તિનો એક માર્ગ છે જે ‘રીઝનીંગ’ પર વધારે જોર આપે છે. ધર્મ એ સમાજને સમોસુતરો – બાંધી રાખવા માટેનો એક ઉપાય છે. જે લોકો રીઝનીંગથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે તેમને ધર્મની જરુર નથી, પણ જેઓની વિચારશક્તિ કમજોર છે તેઓને સમાજમાં સારી રીતે વર્તવાનું શીખવવા ધર્મ આવ્યો. ભણેલાગણેલા માણસને પણ શ્રદ્ધાની જરુર છે. શ્રદ્ધા એ ‘જીવનચાલક’ બળ છે. એને ફક્ત ધર્મ સાથે જ સંકળવું યોગ્ય નથી. શ્રદ્ધા અને ‘અંધશ્રદ્ધા’ નો ભેદ રાખવો જરુરી છે. અંધશ્રદ્ધા એ પેટીયું રળવા કે સત્તા મેળવવા કેટલીક વ્યક્તિએ ઉભી કરેલી વ્યવસ્થા છે. એનો વિરોધ જરુર થવો જોઈએ. પણ આ બધામાં વેદો કે ઇતીહાસના પાત્રોને ઘસડવા પણ યોગ્ય નથી. વેદોમાં મૂળ તત્વોની – પ્રકૃતિની પ્રાર્થના કરવાની વાત છે અને તે ખરેખર તો પ્રાર્થનામાં મનુષ્ય પોતાના જીવન માટે, પ્રકૃતિ તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. ગીતાઓ અને રામાયણો ઘણી બધી ઉપલબ્ધ છે, જે વિવિધ સમયે તેમના કર્તાઓ (જેમના દ્રષ્ટિકોણ અલગ અલગ હોય શકે) તરફથી સાંભળનારના માર્ગદર્શન માટે કહેવાયેલી છે. આથી એક વાત સ્પાષ્ટ છે કે દરેક સાંભળનારની માનસિક ક્ષમતા જુદી જુદી હોય, આથી એવી ગીતાઓ કે રામાયણોમાં કહેવાયેલી વાતો પણ જુદી જુદી હોય.

આથી મને લાગે છે કે ભૂતકાળમા શું થયું ? એની ચર્ચાને બદલે આપણે શું કરી શકીએ એ વિચારવું અગત્યનું છે.  અંધશ્રદ્ધાનો વિરોધ કરવા છુટક પ્રવૃતિ થાય એ સરાહનીય છે, પણ એની અસર પેપર પબ્લીસીટીથી વધુ નથી. ઓક્ટોબર ૧૩ માં મેં એક પોસ્ટ લખી હતી ‘વિકલ્પ શું ?’ એ કદાચ એક ઉપાય તરીકે જોઈ શકાય.

આત્મા છે તે માટે ઘણા તર્ક રજુ કરી શકાય. વિજ્ઞાન વડે ઘણું સિદ્ધ થયેલું નથી. થોડા વખત પહેલાં God Particle ની શોધના સમાચાર પણ આવ્યા હતા. અગાઊ ઉલ્લેખ કરેલા લેખમાં – ભૃગુ ઋષિના ઉલ્લેખ સાથે કહેવાયું છે કે – ‘પદાર્થ શાશ્વત છે. પદાર્થમાંથી જ જીવોની ઉત્પત્તિ થાય છે અને તમામ જીવોનું અંતે પદાર્થમાં વીલીનીકરણ થાય છે.’ વેદોમાં પંચમહાભુતોની જ વાત છે, જે ‘પ્રકૃતિ’ સ્વરુપ છે. પ્રકૃતિ ઓટોમેશનથી સઘળા કાર્યો કરે છે પણ તેને ચાલકબળની જરુર છે જ. પાણીમાંથી વાદળ બનવા માટે સુર્યપ્રકાશની – ‘શક્તિ’ ની જરુર છે. જીવનના વહેવા માટે પ્રકૃતિ અને શક્તિ બંનેની જરુર છે. હવે આ શક્તિને તમે ‘ઇશ્વર’ નામ આપો કે બીજું કંઈ શું ફરક પડે ?

મને લાગે છે કે વૈજ્ઞાનિકો, વિકાસને નામે અહમ પોષવા માટે પ્રકૃતિની છેડછાડ કરવાનું બંધ કરી દે તો પૃથ્વીનું આયુષ્ય વધી જાય.

અક્ષરનાદના લેખ પર શ્રી શરદભાઈ શાહની કોમેન્ટ ઘણું બધુ સ્પષ્ટ કરે છે –

“બધા વાદ(ઈઝમ) એ માનવજાતને લાગેલા રોગો માત્ર છે. પછી પછી તે હિન્દુઈઝમ હોય કે મુસ્લીમીઝમ કે ખ્રીસ્તીઈઝમ કે કોમ્યુનીઝમ કે રેશનાલીઝમ. બધાના મૂળમાં માન્યતા છે અને તમામ માન્યતાનો અર્થ જ એ છે કે તમે જાણતા નથી માનો છો. અને દરેક બુદ્ધપુરુષ કહે છે કે ‘માનો મત, જાનો.’ રેશનાલીસ્ટો પણ બુદ્ધના વચનો તર્ક કરવા ઉપયોગમાં લે છે પરંતુ એ તર્ક ઓછો અને કુતર્ક વધારે. એક ઈશ્વર છે તેમાં માને છે અને બીજો જે પોતાને રેશનાલીસ્ટ કહે તે છે તે, ઈશ્વર નથી એમાં માને છે. એક જ્યોતિષમાં માને છે અને બીજો જ્યોતિષમાં નથી માનતો. આમાં ભેદ ક્યાં છે ? માનવું એ અંધાપાની નિશાની છે. તમે સુર્યમાં માનો છો ? તો … “ના”,,,, આપણે જેનો રોજ અનુભવ કરીએ છીએ તેના માટે માનવાની ક્યાં જરુર ? આંધળાએ પ્રકાશમાં માનવું પડે, કોઈ દેખતો ક્યારેય માનતો નથી. ………”

મારા વિચારોને વધુ સ્પષ્ટ કરવા મને પણ મારી ‘રામાયણ’ લખવાની ઇચ્છા છે, હવે પછીની પોસ્ટમાં ……..

Advertisements

One comment on “રેશનાલીઝમ – એક માન્યતા ?

 1. Sharad Shah કહે છે:

  આપણે બે-ચાર વાર ગીતા, કુરાન કે બાઈબલ વાંચીએ, સ્મરણ શક્તિ સારી હોય તો ગોખાઈ પણ જાય, આપણી સમજ પ્રમાણે અર્થ ઘટનો કરીએ અને પછી એમ સમજીએ કે હું ગીતા જાણુ છું કે કુરાન કે બાઈબલ જાણું છું. સારી વાક્પટુતા હોય તો પ્રવચનો પણ આપવા લાગીએ અને ભિતર એક ભ્રમણા ઊભી થઈ જાય કે હવે મને ખબર છે ગીતા, કુરાન કે બાઈબલની. વળી ન જાણનાર બસો-પાંચસો જણા આપણા વખાણ કરનારા પણ મળી જાય અને માણસ ઘમંડથી ભરાઈ જાય. કહે છે ને કે બ્રહ્મ અને ભ્રમ બહુ પાસે પાસે જ રહે છે. આમ માણસ ભ્રમણા અને અહંકારમાં ક્યારે લપેટાઈ જાય તે ખબર નથી પડતી.
  કહેવાતા રેશનાલીસ્ટોની હાલત પણ કાંઈક આવી જ છે. થોડું ઘણું ભણ્યા છે, સામાન્ય જનો કરતા થોડી બુધ્ધી વધારે છે, થોડા ઘણા પુસ્તકો અને અન્ય ઉપાયોથી માહિતીઓ ભેગી કરેલ છે. તર્ક શક્તિ ઓછી અને કુતર્ક શક્તિ વધુ છે,પોતાની વ્યાખ્યાઓ છે, વિજ્ઞાનની વાતો કરે પણ વૈજ્ઞાનિક દૃષ્ટિનો અભાવ છે, સાવ સીધી વાતને ઉલઝાવવાની તેમનામાં આવડત છે, તેમની વાત બધાએ માનવી જ જોઈએ તેવો આગ્રહ છે. એટલે જ મારે તેમને કહેવાતા રેશનાલીસ્ટો કહેવું પડે છે. કહેવાતા ધાર્મિકો છે તેમ જ કહેવાતા રેશનાલીસ્ટો છે. અને બન્ને એકબીજા પર થુંક ઊડાડ્યે રાખે છે. એકબીજાને નીચો કે હલકો દેખાડવા પ્રતિબધ્ધ છે. ન તો તેમને વિજ્ઞાન સાથે કોઈ લેવા દેવા કે નથી ધર્મ સાથે કોઈ લેવા દેવા. તેમને એક જ લેવા દેવા છે,”ઝંડા ઊંચા રહે હમારા”
  અભિવ્યક્તિ બ્લોગ પરના લેખો અને કોમેન્ટો જોશો તો સમજાશે કે, ભારતિય પરંપરાઓ, શાસ્ત્રો, ધર્મગ્રંથો, રીતરિવાજો, ભાષા વગેરે વગેરે ને કોસતા રહેવું, તેની બને તેટલી નીંદાઓ કરતા રહેવું અને જેટલી વધુ અને વધુ હલકી ભાષામાં તમે નીંદા કરો તેટલા તમે વધુ રેશનાલીસ્ટ છો. પેપર પરની વ્યાખ્યા તમે જે લખી છે, તે તો બધી ચીકની ચુપડી દેખાડવાની છે.
  જ્યારે હકિકત એ છે ભારતિય મનિષીઓએ ભિતરના જગતમાં ખુબ ગહેરું ખેડાણ કરી અતિમુલ્યવાન વારસો માનવ જાતને આપીને ગયા છે. આપણે તેમની સાંકેતિક વાતો નથી સમજી શકતા તે આપણી સમસ્યા છે. પરંતુ આપણે ન સમજી શકીએ અને કેવળ નીંદા કરીએ તેમાં કઈ રેશનાલીટી છે?
  પશ્ચિમના જગતમાં બહારની દિશામાં ખોજ થઈ અને વિજ્ઞાનના એક પછી એક શિખરો ચઢતા ગયા. અને આજે જે કાંઈ ભૌતિક સુખો ભોગવીએ છીએ તેમાં વિજ્ઞાનનો બહુ મોટો ફાળો છે.
  તમને બાહ્ય સુખની અભિપ્સા હોય તો વિજ્ઞાન છે અને ભિતરના આનંદની અભિપ્સા હોય તો ધર્મ છે.
  અત્યાર સુધી માનવી એક તરફી યાત્રા કરતો રહ્યો છે. જે લોકોએ ભિતરની યાત્રા કરી તેમણે ધર્મના રહસ્યો ઉકેલ્યા અને જેમણે બહારની યાત્રા કરી તેમણે વિજ્ઞાનના રહસ્યો ઉકેલ્યા.
  મારે દેખ્યે, હવે એક નવ માનવનો જન્મ થઈ રહ્યો છે, જે બહારની યાત્રા દ્વારા વિજ્ઞાનની શોધો કરતો જશે અને એ શોધનો સદઊપયોગ અને સહાય લઈ ભિતરની યાત્રા પણ કરશે. હવે નો યુગ વિજ્ઞાન અને ધર્મનો સમન્વય હશે. એક બેલેન્સ હશે. રથનુ એક પૈડું વિજ્ઞાન અને બીજું પૈડું ધર્મ હશે, તો કૃષ્ણ સારથી બની શકે છે. ભવિષ્ય, મહા માનવની રાહ જોઈ રહ્યું છે અને આપણી જવાબદારી છે આ ભાવિ પેઢીને તૈયાર કરવાની. આપણી સમજ અહમ પ્રેરિત રહી તો કદાચ સમગ્ર મનુષ્યજાતિ માટે વિનાશ સર્જાઈ શકે છે.

  Liked by 1 person

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s