સુખ, આપી શકાય ?

હમણાં દિવ્યભાસ્કરની પૂર્તિમાં એક લેખ વાંચ્યો (સુખ કે દુઃખ તમારો નિર્ણય છે – અમૃત સાધના, દિવ્યભાસ્કર, રસરંગ પૂર્તિ, ૨૦-૧૧-૨૦૧૬). લેખકશ્રી જણાવે છે કે “આપણે કોઈને પણ સુખ કે દુઃખ આપી શકતા નથી. એ આપણા હાથમાં નથી. ……… આપણે વિચારીએ છીએ કે આપણે બીજાને સુખ આપી શકીએ છીએ……….. જો આપણે બીજાને સુખ આપી શકતા હોત તો આ પૃથ્વી સ્વર્ગ બની શકવાની હતી, પણ આ પૃથ્વી સ્વર્ગ બનતી નથી, કારણ કે આપણે બીજાને સુખ આપી શકતા નથી. કહેવાનો અર્થ કે સુખ આપી નથી શકાતું. હા, કોઈ સુખી થવા માગે તો તે ચોક્કસ સુખી થઈ શકે છે, પણ કોઈ કોઈને સુખી કરી શકે નહીં.”

હવે ધારો કે એક અપંગ ગરીબને ત્રણ પૈડાની સાયકલ આપવામાં આવે તો ? તે સાયકલ ખરીદી શકે તેમ નથી, પણ જો સાયકલ મળે તો તેનું ઘણું કામ સરળ બની જાય. તો – આ કાર્ય અપંગને સુખ આપવાનું થયું કે નહી ?

પણ, ખરેખર તો આગળ તેઓશ્રી જણાવે છે કે … “સુખનો સ્વભાવ જ એવો છે કે સુખ બીજાને કારણે નથી આવતું. આ તો એવા પ્રકારનો ભાવ છે જે આપણી અંદર જન્મે છે. દરેક વ્યક્તિ ઇચ્છે તો સુખી થઈ શકે છે.” એ વધારે યોગ્ય છે. આમ સુખ અને દુઃખ મનનો એક ‘ભાવ’ છે, જે અંદરથી જન્મે છે. ઘણી વખત આપણે ‘ધારી’ લઈએ છીએ કે મેં અન્યને સુખ આપ્યું, પણ ઉપરના કિસ્સામાં જો ગરીબ અપંગ સાયકલ નહીં પણ પગભર થવા માટે નોકરીની આશા રાખતો હોય તો ? સાયકલથી તેને ‘સુખ’ નહીં મળે, મળશે તો, આંશિક સુખ મળશે. પણ આપણે આપણા ‘વહેમ’ ને પોષીશું કે – મેં અપંગ માણસને સુખ આપ્યું, પણ જો ખરેખર સાયકલ જ ઇચ્છતો હોય તો ? તમે ખરેખર તેને સુખ આપ્યું છે. આમ અન્યને સુખી કે દુઃખી ‘ન કરી શકાય’ તે “અર્ધ સત્ય” છે.

શ્રી કૃષ્ણકાંત ઉનડકટ એ સુખ-દુઃખની સરસ વ્યાખ્યા કરી છે – “દરરોજ આપણાં જીવનમાં જે કંઇ બને છે એ સુખ કે દુ:ખ નથી હોતું, એ ઘટનાઓ હોય છે. આપણે એ ઘટનાઓને સુખ કે દુ:ખના ચોકઠામાં ફિટ કરીને સુખી અથવા દુ:ખી થઇએ છીએ. ઘટનાઓ અને પ્રસંગોને આપણા ઉપર હાવી થવા દઇએ છીએ અને પછી આ ઘટનાઓ આપણા પર સવાર થઇ જાય છે, અને આપણે તેનો ભાર વેંઢારતાં રહીએ છીએ.” આમ સુખ-દુઃખની અનુભૂતિ એ આપણા મનમાં અગાઉથી સ્થાપિત થયેલી ધારણાઓ, માન્યતાઓ, સિધ્ધાંતોની ગરણીમાં ગળાઈને થતી ‘લાગણી’ છે. દરેકના મનની ધારણાઓ, માન્યતાઓ, સિધ્ધાંતો અલગ અલગ હોય છે આથી તેમની સુખ-દુઃખની અનુભૂતિ પણ અલગ અલગ હોય છે. મને કોઈ એક ઘટનામાં સુખ લાગતું હોય, એ જ ઘટનાથી તમને દુઃખની લાગણી પણ થઈ શકે.

કાજલ ઓઝા વૈદ્ય જણાવે છે કે – “ ‘સુખ’ એ તદ્દન અંગત લાગણી છે. સામેની વ્યક્તિને આપણા સુખ સાથે કોઈ સંબંધ જ નથી… ઈર્ષ્યાનો પણ નહીં! જે ક્ષણે આ સત્ય સમજાય છે એ ક્ષણે જિંદગીના બધા જ સવાલોના જવાબો આપોઆપ પોતપોતાના ખાનામાં ગોઠવાવા લાગે છે.” …..જીંદગીના બધા જ સવાલોના જવાબ તો નહીં મળે, પણ સુખ-દુઃખ એ આપણી અંગત બાબત છે એ સમજાવાથી આપણી સાથે ઘટતી ઘટનાઓના પરિણામ સ્વરુપ થતી અનુભૂતિમાં તો ચોક્કસ ફેર પડશે.

પશ્ચિમી જગતમાં, જુદા જુદા દેશોની સરખામણી કરવા માટે Happiness/Well-being ના Index બનાવવામાં આવે છે, બીજા શબ્દોમાં સુખ-દુઃખને quantify કરવામાં આવે છે. તેના માપદંડોમાં જોઈએ તો – Housing, Income, Jobs, Community, Education, Environment, Engagement, Health, Life Satisfaction, Safety, Work-Life Balance વગેરેનો સમાવેશ કરવામાં આવે છે.

પણ, મને લાગે છે કે સુખ-દુઃખ એ Qualitative – ગુણાત્મક છે, તેને  Quantify કરી શકાય નહીં. સારા પગારવાળી નોકરી સુખ આપી ન શકે, પણ મનને ગમે તેવું કામ ‘મફત’ કરવામાં પણ આનંદ મળે. આવું જ અન્ય માપદંડોનું છે.

આપણી સંસ્કૃતિના સુખના માપદંડો અંગે ચાણક્યના વિચારો પણ જાણવા જેવા છે ચાણક્ય કહે છે કે, ‘જે વ્યકિતના ઘરમાં આનંદમંગળનું વાતાવરણ પ્રવર્તતું હોય, સંતાનો બુદ્ધિશાળી હોય, પત્ની પ્રિયભાષિની હોય, પોતે ઉદ્યમી હોય, નીતિથી કમાયેલું ધન હોય, ઉત્તમ મિત્રો હોય, જેને પોતાની પત્ની પ્રત્યે આદર હોય, જેના નોકર-ચાકર આજ્ઞાંકિત હોય, જેના કુટુંબમાં અતિથિને આદર અપાય છે, ઇશ્વરની ઉપાસના થાય છે, ઘરમાં દરરોજ સ્વાદિષ્ટ ભોજન બને છે, પીવા માટે મીઠાં પાણીની વ્યવસ્થા છે અને જે ગૃહસ્થને હંમેશા સજ્જન વ્યકિતની સંગતિ કરવાની તક મળે છે, તે ધન્ય બની જાય છે.’

(Read more : સંસારમાં રહીને સુખી થવા માટેની કળા : ચાણક્ય – http://easymoneypatel.ucoz.com/index/0-36 )

ચાણક્ય એ વર્ણવેલા મોટાભાગના ગુણધર્મો આંકડાઓમાં માપી શકાય તેમ નથી.

સુખને સમજવા એક નાનકડી વાર્તાથી પ્રયત્ન કરીએ – જુના જમાનામાં એક રાજા નગરચર્યામાં નીકળ્યો. રસ્તામાં એક અતિસુંદર ભિખારણને ભીખ માગતી જોઈ અને રાજા તો તેના પર મોહીત થઈ ગયો. તેણે વજીરને કહ્યું ‘આ ભિખારણ મારી રાણી બનશે, એની તૈયારી કરો. ભીખારણ તો નવી રાણી બની રાજમહેલમાં આવી ગઈ. પુરતી જાહોજલાલી, એક માગે અને અગીયાર વસ્તુઓ હાજર થાય. પણ નવી રાણી તો દિવસો જતાં કૃશકાય થવા લાગી. રાજાએ તો વૈદ્યને  બોલાવીને રાણીના સ્વાસ્થ્યને ઠીક કરવા કહ્યું. વૈદ્ય ખુબ હોંશીયાર હતા. તેમને રાણીના ભુતકાળની જાણ હતી. તુરત જ રોગ પારખી ગયા પણ રાજાને સાચી વાત કહી શકાય નહીં તેથી તેમણે રાજાને કહ્યું રાણીસાહેબના ભોજન પર તેમની સેવિકાઓની નજર લાગે છે આથી તેમને ભોજન તેમના કક્ષમાં એકાંતમાં આપવામાં આવે. રાજાએ એ પ્રમાણે વ્યવસ્થા ગોઠવી દીધી. રાણીની તબીયત સુધરવા લાગી. રાજાને પણ નવાઈ લાગી. આમ કેમ થયું ? તે જાણવાની ઈન્તેજારીમાં એક દિવસ રાજા રાણીના કક્ષમાં છુપાઈ ગયો. ભોજન આવ્યા બાદ એકાંત મળતાં રાણીએ ભોજનની વાનગીઓને કક્ષમાં જુદી જુદી જગ્યા મુકી અને પછી એક ખાલી થાળી લઈ દરેક જગ્યાએ જઈને, ‘દેજો રે બહેન… ‘ કહી વાનગીઓ પોતાની થાળીમાં લેવા માંડી. થાળી ભરાય ગયા પછી એક ખુણામાં પલાંઠી મારીને ભોજન કરવા બેઠી. રાજાને સમજાયું કે રાણીનું ‘સુખ’ ભીખ માંગીને જમવામાં છે.

તમારે પણ તમારું સુખ શેમાં છે તે શોધી લેવાનું છે. કોઈ સુખ આપશે એવી અપેક્ષા વગર.

જતાં જતાં શ્રી વિપુલભાઈની મજાકીયા પોસ્ટનો સંદર્ભ, આભાર સાથે –

%e0%aa%b8%e0%ab%81%e0%aa%96-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%aa%e0%ab%81%e0%aa%b2%e0%aa%ad%e0%aa%be%e0%aa%88

 

Advertisements

10 comments on “સુખ, આપી શકાય ?

 1. Vinod R. Patel કહે છે:

  સુખ કે દુખ એ મનની પેદાશ છે.દરેકની સુખની વ્યાખ્યા ભિન્ન ભિન્ન હોય છે. જે વસ્તુ મેળવવા માટે કોઈને સુખ જણાય તો કોઈને એમાં સુખની અનુભૂતિ ના પણ થાય.નવી ગાડી જો મળે તો માધ્યમ વર્ગની વ્યક્તિ એમાં સુખ માને છે તો કોઈ ધનાઢ્ય માણસ એને એક રોજની જરૂરીઆત તરીકે જ માને છે. આપણે બધા પેલા કસ્તુરી મૃગ જેવા છીએ. કસ્તુરી મૃગ સુગંધ શોધવા માટે આખું વન ખુંદી વળે છે પણ એ ભૂલી જાય છે કે સુગંધ તો એની નાભિમાં છે. એમ આપણે સૌ સુખની સુગંધ બહાર બધી જગ્યાએ શોધવા માટે વ્યર્થ ફાંફાં મારીએ છીએ અને ભૂલી જઈએ છીએ કે સાચું સુખ ભીતરમાં છે.આંતરિક સુખ એ જ સાચું સુખ છે.

  Like

 2. સુરેશ કહે છે:

  સુખ અપાય નહીં .
  પણ લેવાય ખરું ને?

  Like

 3. Shahad Shah કહે છે:

  પ્રિય જગદીશભાઈ;
  અનેક શબ્દો એવાં છે જેને આપણે જેમ તેમ ફેંકા ફેંક કરીએ છીએ પરિણામે તે તેના મૂળ અર્થ ખોઈ બેસે છે અને આપણૅ ચકરાવે ચઢી જઈએ છીએ. દાખલા તરીકે,” હું પુસ્તકોને ખુબ પ્રેમ કરું છું”, “હું મારા બાળકોને ખુબ પ્રેમ કરું છું” આપણે પ્રેમ શબ્દને ઉકરડે ફેંકી દીધો અને હવે કોઈ કહે કે “પ્રેમ એજ પરમાત્મા છે” તો આપણે મુંઝાઈ જઈએ. આપણને પ્રેમનો કોઈ અનુભવ નથી.આપણી લાગણીઓ, મમતાને આપણે પ્રેમ કહીએ/સમજીએ અને પછી થાય બધા ગોટાળા.
  એવું જ સુખ- દુખનુ છે. અમૃતાબેન સાચું કહે છે કે સુખ-દુખ કોઈને આપી શકાતુ નથી. આપણે સેન્સ્યુઅલ અને સેક્સ્યુઅલ સંવેદનાને સુખ-દુખ કહીએ અને સમજીએ છે. અને આવા સુખ દુખ સદા સાપેક્ષ હોય છે. એકનુ સુખ બીજાના દુખનુ કારણ બને. તમે પાડોશી કરતાં ઓટી ગાડી ખરીદો. તમારા માટે સગવડતા અને મોભો વધ્યો તેને તમે સુખ કહો અને પડોશી ઈર્ષ્યાનો માર્યો દુખી થઈ જાય. આપણા બધા સુખ દુખ આવા હોય. પરમાત્મા પણ આપણને કાયમી સુખી ન કરી શકે તો બીજો કોઈ માણસ કેમ કરી શકે?
  સુખ શબ્દ બન્યો છે, સુ + ખ એમ બે શબ્દ જોડથી. “ખ” નો અર્થ થાય આકાશ. જેમકે “ખગ”=”પક્ષી” અર્થાત આકાશમાં ગતિ કરનાર. ખરુંને? હવે સમજીએ… સુખ નો અર્થ થાય જેની ભિતરનુ આકાશ હવે નિરભ્ર થયું, શુભ થયું અથવા સુ આકાશ જેની ભિતર છે તે. તેમજ દુખ અર્થાય જેનુ ભીતરનુ આકાશ દુ અર્થાત દુષિત કે દોષવાળું છે તે દુખી. અન્ય શબ્દો જુઓ.. દુશાસન, દુર્યોધન અને બીજા ઘણા. “દુ” અર્થાત ખરાબ કે દોષિત. કદાચ હવે સુખ અને દુખનો અર્થ વધુ સ્પષ્ટ થશે. અને કદાચ સમજાશે કે સુખ કે દુખ આપી નથી શકાતું, પણ ભિતર નિર્મિત અવશ્ય કરી શકાય છે.
  ીક કથા કહું કદાચ વધુ સમજાય.
  એક ગુરુ અને ચેલો રાત્રે એક ઝુંપડીમાં નીંદર માણી રહ્યા હતાં. અચાનક અડધી રાત્રે આંધી આવી અને ઝુંપડીનુ છાપરું ઊડી ગયું. વિજળીના કડાકા ભડાકા અને વરસાદ શરુ થયો. પેલો ચેલો તો ગભરાઈ ગયો અને ઈશ્વરને ગાળૉ દેવા લાગ્યો. ગુરુ નિશ્ચિંત, મૌન અને શાંત હતાં. વરસતા વરસાદનો અને પ્રસરેલી ઠંડકનો આનંદ લઈ રહ્યા હતાં. ચેલો પરેશાન અને ગુરુને જોતો હતો, અને વિચારતો હતો કે આ ગુરુ તો પાગલ લાગે છે. બધું અનાજ પણ પલળી ગયું અને કાલે ખાશું શું? અને આ ગુરુતો વરસાદમાં ભીજાવાનો આનંદ લઈ રહ્યા છે એમને કોઈ ફિકર જ નથી. થોડીવારમાં વરસાદ બંધ થયો અને આકાશ ચોખ્ખું થઈ ગયું. પુનમની રાત હતી અને ચંદ્ર સોળે કળાએ ખિલેલો. ગુરુ તો આ દૃશ્ય જોઈને પરમાત્માનો પાડ માનવા લાગ્યા. પ્રાર્થના કરવા લાગ્યા,” હે પ્રભુ, આવી સૌંદર્ય્ ભરી રાત અને આ ચંદ્રનો પ્રકાશ, આવી અદ્ભુત ક્ષણો આંધી ન આવી હોત અને છાપરું ઊડી ન ગયું હોત તો, હજી નિંદરમાં જ રહેત, અને આ અમુલ્ય અવસર ચુકી જવાત . તારો આભાર કેમ વ્યક્ત કરું?”
  બસ જીવન પણ એવું જ છે આપણે એ ને કેવી રીતે જીવીએ છીએ તેની ઉપર જ આપણા સુખ અને દુખનો આધાર છે.

  Liked by 1 person

  • jagdish48 કહે છે:

   શરદભાઈ,
   ભાષાની પડતીના કારણે ઘણા બ્લોગરો અને વિવેચકો દુઃખી થઈ ગયા છે, પણ એનો ઇલાજ થઈ શકે તેમ નથી. બધાને ‘સરળતા’ જોઈએ છીએ. ફાસ્ટના જમનામાં એ જરુરી પણ છે. લોકોને ‘શબ્દ’ને બદલે સીધી પોતાની ‘સમજણ’ સાથે મતલબ છે. આભાર.

   Like

 4. સુખ અને દુ:ખ વ્યાખ્યાયિત કરવા મુશ્કેલ છે, તેથી પ્રશ્ન ઊભો થાય છે કે સુખ-દુ:ખ આપી શકાય? સુખ એટલે ખુશી કે આનંદ કે …? દુ:ખ એટલે પીડા કે નારાજગી કે અપ્રસન્નતા? સુખ-દુ:ખ વ્યક્તિગત પણ છે, સાપેક્ષ પણ છે. સુખ અને દુ:ખ મનની પરિસ્થિતિ છે, તમારા પોતાના મનનો ઘટના પરત્વેનો પ્રતિભાવ સુખ-દુ:ખ જન્માવે છે.. સાહેબ! આવી ફિલોસોફિકલ વાતો ગમે તેટલી કરીએ; સામાન્ય માનવીના જીવનમાં સુખ-દુ:ખની અનુભૂતિઓ થતી જ રહેતી હોય છે. અને હકીકતમાં આપણે આપણને કશુંક ન ગમે ત્યારે દુ:ખી થઈએ છીએ. આપણને ન ગમતી ઘટના કે વાત આપણને દુ:ખી કરે છે. આ ઘટના કે વાત માટે કુદરત જવાબદાર હોય કે વ્યક્તિ. બહારનું પરિબળ હશે .. અથવા તે વ્યક્તિની અંગત માનસિક શારિરીક પરિસ્થિતિ હશે. આ થઈ સામાન્ય માનવી માટેની વાત. ત્યાં જરૂર સુખ અને દુ:ખ કોઈ આપે છે. … બાકી તમે ફિલોસોફિકલ એપ્રોચ અપનાવો, જો સંન્યાસી વત સંસારી જીવન જીવવાની કક્ષાએ પહોંચી ગયા હો તો તમે ક્યારેય દુ:ખ ન થાવ .. પણ આ સમયમાં આવી પરિસ્થિતિ શક્ય છે? કેટલા માટે?

  જગદીશભાઈ! આપે સરસ વાત મૂકી અને વાચકોએ મુદ્દો સરસ રીતે ચર્ચ્યો છે..

  Like

 5. અરે! જગદીશ ભાઈ. મઝાનો મુદ્દો ઉઠાવ્યો. ફરી એજ પ્રશ્ન. તમે ઘડપણ કે ઘરડા માણસની વ્યાખ્યા શી રીતે કરશો? ઉંમરથી ? મનથી? ઘરડો માણસ નથી હોતો, માનસ હોય છે. ઉપર શ્રી શરદભાઈ જ્યાં વસવાટ કરે છે, તે માધવપુર ઘેડના શ્રી બ્રહ્મવેદાંતજીને આપ વૃદ્ધ કહી શકો?
  બીજી વાત, સાચો ફિલોસોફર બનતો નથી, જન્મે છે. તે તો જન્મથી જ પોતાની આગવી ફિલોસોફી લઈને આવે છે, બાળપણથી તેનાં લક્ષણો દેખાય છે જે યુવા વયમાં સ્પષ્ટ થાય છે. તેને ફિલોસોફર થવા માટે વૃદ્ધ થવાની જરૂર પડતી નથી. શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, સોક્રેટિસ કે નિત્શેને ફિલોસોફર થવા ઘડપણની રાહ જોવી નથી પડી. ખરું ને?
  હા, આપની વાત ખરી એટલા માટે કે હવે માણસ જેમ ઉંમરમાં વધતો જાય છે, તેમ તેની સમજણ શક્તિ વધતી જાય છે. તેથી આપણને લાગે છે કે ઘરડા માણસો ફિલોસોફર થઈ ગયા છે.

  Like

 6. La' Kant " કંઈક "La કહે છે:

  હા, માત્ર ” સ્વ” ને જ ….

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s