Quotes –

(આજે FBના અનુભવની વાતો …….. )

FB મિત્રો વારંવાર, કેટલાક તો સતત વિવિધ પ્રકારના ક્વોટ્સ મુકે છે. હું પણ ક્યારેક મને જે ખુબ ગમ્યુ હોય તે મુકું છું.

એની અસર શું ?

ટાઈમપાસ ? અન્યને એવા વાક્યોથી પ્રોત્સાહન, માર્ગદર્શન પુરું પાડવું ? પ્રેરણા આપવી ? અન્યના જ્ઞાનમાં વધારો કરવો ?

અને માની લો કે આવું બધું ધારીને ક્વોટ કે પોસ્ટર મુકાણૂં, તો તેની કોઈ અસર નિપજે છે ?

આપણે શા માટે આવા ક્વોટ્સ કે પોસ્ટર મુકીએ છીએ ? બીજાને ‘મફત સલાહ’ આપવાનો આનંદ મળે છે એટલે ?

સરકાર અને ઘણી સંસ્થાઓ અહીતહી બધે ‘ધુમ્રપાન કરવું નહી’ લખે છે. તેની અસર થાય છે ? સીગરેટના બોક્ષ પર ‘ચેતવણી’ લખાય છે પણ કોઈ વાંચે છે ? (ધુમ્રપાન કાબુમાં આવ્યું હોય તો ‘દંડ’ કરવાની જોગવાય ને કારણે છે.)

મને કોઈ એક વાક્યની અસરની વાર્તા નાનપણમાં સાંભળેલી તે યાદ આવે છે –

જુના જમાનામાં એક ચુસ્ત ચોર, નાસ્તિક ચોર હતો. તે કોઈ ધર્મધ્યાનમાં માને નહીં. કોઈ મંદીરમાં દેવદર્શને જાય નહીં, કથાવાર્તા સાંભળે નહી. હવે બન્યું એવું કે ચોમાસાની એક રાતે ચોરી કરવા નીકળ્યો. એક ઘરમાં કોઈ કથાવાર્તા ચાલતી હતી. ચોરે તો એ સંભળાય નહીં એ માટે કાનમાં આંગળી ભરાવી દીધા હજી એ ઘર પાસેથી પસાર થતો હતો ત્યાં પગમાં કાંટો વાગ્યો. કાંટો કાઢવા એક કાનમાંથી એક આંગળી હટાવવી પડી અને કાનમાં શબ્દો પડ્યા – ‘દેવને પડછાયો હોતો નથી’ એ તો કાંટો કાઢી આગળ વધી ગયો. ગામમાં તો ક્યાંય મેળ ન પડ્યો પણ ગામને છેડે એક મંદીર હતું ત્યાં પહોંચ્યો. એને થયું કે ભગવાનની મુર્તિને ઘરેણાં તો ચડાવેલા જ હશે, એ ચોરી લઊં તો આજનો ફેરો સફળ થઈ જાય. એણે તો મંદીરના દરવાજાના નકુચા કાઢી દરવાજો ખોલ્યો. ત્યાં તો મુર્તિ પાછળથી અવાજ આવ્યો, ‘માગ ! માગ ! શું જોઈએ છે ?’ ચોર પહેલા ગભરાયો, પણ હિંમત કરી બોલ્યો, ‘જે હોય તે સામે આવો’ મુર્તિ પાછળથી પિતાંબર પહેરેલ ભગવાન ઉભા થયા. ચોરે જોયું તો દિવાના પ્રકાશમાં માણસ જેવા જ ભગવાન દેખાયા, પણ દિવાલ પર તેનો પડછાયો પણા દેખાયો. ચોરને થયું કથાકાર તો ‘દેવને પડછાયો ન હોય’ તેમ કહેતા હતા. આને તો પડછાયો છે, માટે આ ભગવાન ન હોય શકે. પણ તો ય ગુંચવાણો અને ભાગ્યો. ત્યાંથી તો બચ્યો, પણ મનમાં ગુંચવણ તો ચાલુ જ રહી. તેની ખરાઈ કરવા વેશપલટો કરી સવારમાં મંદીરના પગથીયે બેસી ગયો. મંદીરમાં ચર્ચા ચાલી રહી હતી. ‘આજ તો મોડે સુધી પુજા હોવાથી ચાર પાંચ પુજારી મંદીરમાં જ રોકાણા હતા. ચોર આવ્યો ત્યારે તેને પકડવા ભગવાન બનવાનું નાટક કર્યું હતું પણ તે ભાગી ગયો. ચોરને થયું ‘દેવને પડછાયો નથી હોતો’ એટલું સાંભળીને મારો બચાવ થયો તો હું આખી કથાવાર્તા સાંભળું તો કેટલો ફાયદો થાય. એણે મંદીરમાં જઈ કબુલાત કરી લીધી અને હવેથી ચોરી નહી કરવા અને સારા માણસ બનવાનો ઇરાદો રજુ કર્યો.

આમ એક વાક્યમાં તેનું જીવન બદલાયું, પણ હંમેશા એવું બને ? આવો તો વાલીયા લુટારા જેવો એકલદોકલ કિસ્સો બને.

આપણે જો ક્વોટ્સની અસર નીપજાવવી હોય તો બીજો એક રસ્તો સુજે છે –

આપણે આવા ક્વોટ્સને પ્રશ્ન માં બદલી નાખીએ તો ?

જેમકે – ‘ધુમ્રપાન કરવું નહી’ કે ‘ધ્રુમપાન સ્વાસ્થ્યને હાનીકારક છે’ એવું લખવાને બદલે – ‘તમને કેન્સર થાય તો ?’ અહીં કદાચ તે પોતાની જાતની કલ્પના કરે તો કંઈક અસર નીપજે.

‘નો હોર્ન’ ના બદલે ‘તમે બિમાર પડો અને રાત્રે બાર વાગ્યે શેરીમાં તીવ્ર રીવર્સ હોર્નનો અવાજ સંભળાય તો ?’ ‘રોડ પર જતા હો અને પાછળથી કોઈ જોરથી હોર્ન મારે અને તમે થાંભલા સાથે ભટકાય જાઓ તો ?

આવું કંઈક વિચારશું કે ‘ટાઈમપાસ’ કરતા રહીશું ?

Advertisements

5 comments on “Quotes –

 1. P M PATEL કહે છે:

  Khub saras vichar .

  Like

 2. Vinod R. Patel કહે છે:

  સારાં પ્રેરક અવતરણમાં જે કહેવાએલું હોય એને જો જીવનમાં આચરણમાં ઉતારવામાં ના આવે તો એ પોથીમાંનાં રિંગણા બની રહે !

  Liked by 1 person

 3. La' Kant Thakkar કહે છે:

  ‘ટાઈમપાસ’ + સ્યૂડો -સેટસ્ફેક્શન( ‘કઈન્ક’ કર્યાનો !

  Liked by 1 person

 4. […] આમ એક વાક્યમાં તેનું જીવન બદલાયું. (source) […]

  Like

 5. […] ​જુના જમાનામાં એક ચુસ્ત ચોર, નાસ્તિક ચોર હતો. તે કોઈ ધર્મધ્યાનમાં માને નહીં. કોઈ મંદીરમાં દેવદર્શને જાય નહીં, કથાવાર્તા સાંભળે નહી. હવે બન્યું એવું કે ચોમાસાની એક રાતે ચોરી કરવા નીકળ્યો. એક ઘરમાં કોઈ કથાવાર્તા ચાલતી હતી. ચોરે તો એ સંભળાય નહીં એ માટે કાનમાં આંગળી ભરાવી દીધા હજી એ ઘર પાસેથી પસાર થતો હતો ત્યાં પગમાં કાંટો વાગ્યો. કાંટો કાઢવા એક કાનમાંથી એક આંગળી હટાવવી પડી અને કાનમાં શબ્દો પડ્યા – ‘દેવને પડછાયો હોતો નથી’ એ તો કાંટો કાઢી આગળ વધી ગયો. ગામમાં તો ક્યાંય મેળ ન પડ્યો પણ ગામને છેડે એક મંદીર હતું ત્યાં પહોંચ્યો. એને થયું કે ભગવાનની મુર્તિને ઘરેણાં તો ચડાવેલા જ હશે, એ ચોરી લઊં તો આજનો ફેરો સફળ થઈ જાય. એણે તો મંદીરના દરવાજાના નકુચા કાઢી દરવાજો ખોલ્યો. ત્યાં તો મુર્તિ પાછળથી અવાજ આવ્યો, ‘માગ ! માગ ! શું જોઈએ છે ?’ ચોર પહેલા ગભરાયો, પણ હિંમત કરી બોલ્યો, ‘જે હોય તે સામે આવો’ મુર્તિ પાછળથી પિતાંબર પહેરેલ ભગવાન ઉભા થયા. ચોરે જોયું તો દિવાના પ્રકાશમાં માણસ જેવા જ ભગવાન દેખાયા, પણ દિવાલ પર તેનો પડછાયો પણા દેખાયો. ચોરને થયું કથાકાર તો ‘દેવને પડછાયો ન હોય’ તેમ કહેતા હતા. આને તો પડછાયો છે, માટે આ ભગવાન ન હોય શકે. પણ તો ય ગુંચવાણો અને ભાગ્યો. ત્યાંથી તો બચ્યો, પણ મનમાં ગુંચવણ તો ચાલુ જ રહી. તેની ખરાઈ કરવા વેશપલટો કરી સવારમાં મંદીરના પગથીયે બેસી ગયો. મંદીરમાં ચર્ચા ચાલી રહી હતી. ‘આજ તો મોડે સુધી પુજા હોવાથી ચાર પાંચ પુજારી મંદીરમાં જ રોકાણા હતા. ચોર આવ્યો ત્યારે તેને પકડવા ભગવાન બનવાનું નાટક કર્યું હતું પણ તે ભાગી ગયો. ચોરને થયું ‘દેવને પડછાયો નથી હોતો’ એટલું સાંભળીને મારો બચાવ થયો તો હું આખી કથાવાર્તા સાંભળું તો કેટલો ફાયદો થાય. એણે મંદીરમાં જઈ કબુલાત કરી લીધી અને હવેથી ચોરી નહી કરવા અને સારા માણસ બનવાનો ઇરાદો રજુ કર્યો. આમ એક વાક્યમાં તેનું જીવન બદલાયું. (source) […]

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s