શરીરને પ્રેમ કરો…

 

hero-30day-beach-body-challenge1

શરીર નાશવંત છે …. આત્મા અમર છે …. શરીરથી મોહમાયા વધે છે  … શરીર સુખદુઃખનું કારણ છે…..

આવું બધું જ આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ, ઉપદેશમાં મેળવીએ છીએ. પણ…

કેટલીક અગત્યની વાત કોઈ કહેતું નથી…

આ શરીર એક ‘સાધન’ છે. પછી તે મોક્ષ મેળવવાનું હોય કે આત્માનું નિવાસસ્થાન કે પછી ‘… જીના હી પડેગા…’ જેવું હોય, પણ શરીર છે તો આ જગતમાં આપણું અસ્તિત્વ છે. આત્મા ક્યાંય નજરે પડતો નથી. લોકોનો-સમાજનો વ્યવહાર આ શરીર સાથે છે. શરીર છે તો સંબંધો છે. શરીર છે તો જીવવાનું વજુદ છે. શરીર છે તો જીવન છે.. આ ભાગંમભાગ, મારામારી, એકબીજાને ઉખેડી નાખવાની વાત… બધુ જ છે. શરીર છે તો પ્રેમનું અસ્તિત્વ છે. પ્રેમિકા કે પત્ની આત્માને નિહાળતી નથી, શરીરને જુએ છે અને પ્રેમ કરે છે. શરીર છે તો મા-બાપ, બાળકો, સગાસંબંધીઓ, મિત્રો છે. પ્રેમ, કરુણા, વાત્સલ્ય, ક્રોધ, ધૃણા, ધિક્કાર, ગુસ્સો, અહમ જેવી લાગણીઓ છે. કોઈ આત્માપ્રેમી કહી શકે કે આત્મા, શરીર દ્વારા આ લાગણીઓ ‘વ્યક્ત’ કરે છે….. આમ આત્માને પણ શરીરની જરુર છે.

માટે જ શરીરને પ્રેમ કરો. એ એક સાધન છે. પ્રત્યેક કારીગર પોતાના સાધનને અપટુડેટ રાખે છે કારણ કે ‘જીવાઈ’નો પ્રશ્ન છે. આપણે પણ ‘શરીર’ના સાધનને અપટુડેટ રાખવું ઘટે કારણ કે ‘જીવન’ નો પ્રશ્ન છે.

કેરીયરની ભાગદોડમાં આ શરીરને ભુલી જવાય છે. પૈસા ભેગા કરવામાં પૈસા વાપરનારા ‘શરીર’ને ભુલી જઈએ છીએ. ખુબ પૈસા હશે પણ વ્હીલચેરમાં બેસવાનું આવશે તો ભેગા કરેલા પૈસાનું શું ? ખુબ ‘સંપર્કો’ નો અહમ પોષી લઈએ, પણ શરીર, પથારીમાં હોય તો ‘સંપર્કો’ શું કામ આવશે ? ‘ઉંચ્ચુ નામ’ કે ‘મોટુ માથું’ શું કામ આવશે ?

‘ભુલો ભલે બીજુ બધું, પણ શરીરને ભુલશો નહી’

સવારમાં ઉઠી પથારીમાં જ અનયુઝવલ સ્ટ્રેચીગ કરી લેજો, ગમે તે ખોરાક પેટમાં નાખતા પહેલા શરીરને પુછજો… ‘તને આ અનુકુળ આવશે ?’. શરીર પોતાની પસંદ-નાપસંદ તુરત જણાવતું હોય છે તો તેના પર ધ્યાન આપજો. ‘Rat Race’ માં શરીર જ્યારે અણાગમો વ્યક્ત કરે તો પુરુ ધ્યાન આપજો…..

બાકી તો ભાઈ, શરીર તમારું છે, બીજા કોઈ શું કહે …..

Advertisements

4 comments on “શરીરને પ્રેમ કરો…

 1. નિરવ કહે છે:

  માણસ માત્ર શરીરને પાત્ર 🙂

  Like

 2. P M PATEL USA કહે છે:

  Khub saras jagdish bhai.
  Aaje charvak ke kidhu tem,
  RUNAM KRUTVA DHRUTAM PIBET,
  50 varsh ni umar pachhi manushya dharmik vadhu thato jai chhe ane adrashya dev ne olakhva ni kadakut karine jivan vyatit kare chhe pan je deh sakshat chhe tene olakhto nathi.
  MANUSHYO E DEV KARTA DEH NE OLAKHVA NI JARUR VADHU CHHE.

  Like

 3. pragnaju કહે છે:

  શરીરમાંના કરોડો કોષો એકબીજાને અનહદ પ્રેમ કરે છે. એટલું જ નહીં દરેક કોષ બીજાના શરીરના બધા કોષોને પણ ચાહે છે. એ જોઈ શકાશે. દરેક જણના બધા કોષો બીજા બધાં જ લોકોના શરીરના કોષોને પ્રેમ કરે છે. હું કોઇને ધીક્કારું અને તેના શરીરને નુકસાન પહોંચાડવાનું વીચારું તો મારા કોષો ગુંચવણમાં પડી જશે. એ કોષોને થશે કે આ શું થઈ રહ્યું છે, શરીરના કોષો એકબીજાને ધીક્કારવાનું શરુ કરશે. જેને ડૉક્ટરો ઑટો ઈમ્યુન ડીસીઝ કહે છે.વેદ પણ શરીરને સાધનમાત્ર જ માને છે.કાલીદાસે પણ કુમારસંભવમા લખ્યુ છે કે“શરિર માદ્યમ ખલુ ધર્મસાધનમ” પુરૂષાર્થનો લક્ષ્યપણ મોક્ષપ્રાપ્તી જ છે
  ‘ઓરા ફોટોગ્રાફી’ થકી તમારા વ્‍યકિતત્‍વનું સ્‍કેનીંગ કરી ચક્રોની ખામી અને તેની જાગૃતિ માટેના ઉપાયો કરોજૈનેન્દ્ર સિધાન્ત કોશ(૪)મા સર્વાર્ધસિદ્ધી ઉદ્વત કરતા કહેવાયુ છે કે, સલ્લેખના આત્મહત્યા નથી. કેમ કે તેમાં પ્રમાદયોગનો અભાવ છે. કામ-ક્રોધ-લોભ-મોહ સાથેના પ્રમાદયોગ સહિત પ્રાણનો વધ કરવો હિંસા કહેવાય. રાગદ્રેષ- મોહથી યુકત બની અને જે જીવ વિશ અથવા તો ઘાતક શસ્ત્રોથી જાતનો વધ કરે છે તે આત્મહત્યા કહેવાય. સંથારો સિજનાર કે સલ્લેખના પ્રાપ્ત જીવને રાગાદીક તો હોતા જ નથી. જો કે દેશની લોકશાહીના આધારસ્તંભ સમાન ન્યાયપાલીકાના આદેશને તો અંતે શિરોમાન્ય જ ગણવો રહ્યો.

  Liked by 1 person

 4. Hiranya કહે છે:

  માણસ સુખી થાવા હાટુ દુ:ખી થાય છે અને સુખ મળે છે ત્યારે ગઢ આલા સિંહ ગેલા જેવી સ્થિતી લગભગ હોય છે. આમ “પહેલું સુખ તે જાતે નર્યા” સ્તુત્ય જણાય છે.

  Liked by 1 person

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s