સત્યની મથામણ –

(૨૦૧૨માં ‘નિરવે પુછ્યું – સત્ય’ ની પોસ્ટ લખી હતી. હમણાં ફરી તેનું રીવીઝન થયું અને સત્ય એટલે શું સમજવાની મથામણ ફરી શરુ થઈ. એ વખતે કંઈક આવી વાત લખી – “સત્યને પારદર્શિતા સાથે સીધો સંબંધ છે. પારદર્શિતા સુક્ષ્મતાથી જ આવી શકે. સુક્ષ્મતાનો અહેસાસ થઈ શકે, વર્ણન નહીં.” – અને એ વખતે બે મહાનુભવોના લખાણોની ટીકાત્મક ટીપણી લખી નાખી – જે ન થવું જોઈએ, ક્ષમાપ્રાર્થી છું – પણ મુળ વાત, ‘સત્ય’ ને સમજવાનો પુરો પ્રયત્ન થયો નહીં.)

શરુઆત, ‘સત્ય’ શબ્દનો અર્થ જાણવાથી કરીએ તો, ભગવત ગોમંડલમાં તો બે-અઢી પાનાના વિસ્તારમાં ‘સત્ય’ને સમજાવ્યું છે. ૨૯ જેટલા અર્થ આપ્યા છે. ‘આત્મા’, ‘પરમાત્મા’ જેવા અર્થ પણ છે. ગાંધીજીનો સંદર્ભ આપી એ પણ જણાવ્યું છે કે સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર હોય એવું મેં અનુભવ્યું નથી. સત્યમય થવાને સારું ‘અહિંસા’ એ જ એક માર્ગ છે,  સત્યનું સંપૂર્ણ દર્શન સંપૂર્ણ અહિંસા વિના અશક્ય છે. (ગાંધીજીના મતે અહિંસા મહત્વની છે આથી સત્યને અહિંસા સાથે વણી લીધું, પણ મુળ શ્લોક – “अहिंसा परमोधर्मः धर्महिंसा तदैव चः । – અહિંસા મનુષ્યનો પરમ ધર્મ છે, પણ ધર્મની રક્ષા કરવા હિંસા કરવી એથી પણ શ્રેષ્ઠ છે.) ગાંધીજીના મતે સત્ય જ સર્વોપરી છે, સત્યમાં અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય આદિનો સમાવેશ થઈ જાય છે. હવે આ શબ્દોના અર્થમાં જઈએ તો તે જીવન જીવવાના ‘નિયમો’ નું પ્રતિનિધીત્વ કરે છે. એટલે કે સમાજમાં જીવન જીવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું પડે. એ નિયમોના દાયરામાં જીવન જીવીએ તો ‘સત્ય’, દાયરામાંથી બહાર જઈએ તો ‘અસત્ય’. આ શબ્દોના અર્થ પ્રત્યેક વ્યક્તિ, સમાજ પોતાની રીતે કરે. ‘અહિંસા’નો અર્થ શાકાહારી માટે અલગ અને માંસાહારી માટે અલગ હોય, ‘બ્રહ્મચર્ય’નો અર્થ ગૃહસ્થ માટે અલગ અને સંન્યાસી માટે અલગ હોય. આ નિયમો સમાજે ઘડેલા છે અને દરેક સમાજ/વ્યક્તિની માન્યતા, લાગણીઓના આધારે ઘડાયેલા છે. આમ ‘સત્ય’ એ માનવીઓની માન્યતા, પુર્વગ્રહો, લાગણીઓના આધારે ઘડાયેલું છે એમ સમજવું પડે.

મનુષ્યનો સ્વભાવ રહ્યો છે કે સમાજ દ્વારાનિર્ધારીત વિધાનોને સત્ય માનવું. નિર્ધારીત વિધાનો ક્યાંથી આવ્યા તે જાણવાની કોશીષ કરીએ તો એવું કહી શકાય કે જ્યારે માણસ એકલો મટી સમુહમાં રહેવાનો પ્રયત્ન કરે ત્યારે કોઈ ચોક્કસ નિયમ રહે તો, સમુહ જળવાય રહે અને સમુહમાં રહેવાનું પણ માનવીની મુળભુતજરુરીયાતમાંથી ઉદભવ્યું. નિયમો એટલેસત્યએવું માબાપ દ્વારા, સમાજ દ્વારા, શિક્ષણ દ્વારા બાળકના નાનપણથી ઠોકી બેસાડવામાં આવ્યું. નિયમની બહાર તેઅસત્ય’, એવું સ્વીકારાયું. ગાંધીજી જેવા કોઈકે નિયમો તોડી, ખરેખરસત્યશું ? તે સમજવા પ્રયોગો કર્યા. આજની પેઢી પણ આવા પ્રયોગો કરે છે અનેસત્યએટલે શું સમજવાનો પ્રયત્ન કરે છે. પણ બધાના ઉછેરનું વાતાવરણ અલગ અલગ હોવાથી કોઈ એક સત્ય મળતું નથી. વાસ્તવિક શું છે તે સમજાતું નથી.

તો શું સત્ય યુનીકહોવું જોઈએ ? (‘સત્ય’ના અન્ય અર્થમાં ‘પરમાત્મા’ પણ છે.) તેની કોઈ જોડ હોય ? તો સત્યનો વિરોધાર્થઅસત્યપણ હોય. આવાયુનીકસત્યની શોધ કરવાની મથામણ કરીએ તો કહી શકીએ ક્ષણ યુનીક છે. વર્તમાન યુનીક છે, વહી જાય તો ભુતકાળ બની જાય અને જે ક્ષણ આવવાની છે તે ભવિષ્યકાળ છે. પણ, જો વિજ્ઞાનને વચ્ચે લાવીએ તોસમયગતિના સંદર્ભમાં સાપેક્ષ ગણાય. કોઈ ચોક્કસક્ષણ સ્થિર વ્યક્તિ માટેસત્યપણ, ગતિમાં રહેલી વ્યક્તિ માટે તો એ ક્ષણ પણ સ્થિર થઈ જાય. (http://www.physicsoftheuniverse.com/topics_relativity_special.html). એને તો વર્તમાન સ્થિર થઈ જાય, ભુતકાળ કે ભવિષ્યકાળ આવે નહી. તો ગતિમાં રહેલા મનુષ્યનુંસત્યશું ? આમ સત્ય ને યુનીક માનવાનો છેદ ઉડી જાય.

એક વિચાર એવો પણ આવે કે જન્મ અને મૃત્યુ સત્ય છે. કારણ કે બંને અદ્વિતિય છે. એક વ્યક્તિ જન્મ કે મૃત્યુ એક વખત આવે. જન્મની પ્રક્રિયા જોઈએ તો સ્ત્રીપુરુષના બીજ એકરુપ બને ત્યારે નવો જીવ જન્મ ધારણ કરે. પણ વિજ્ઞાને તો હવે તેમાં પણ ફેરફારો કરવા માંડ્યા છે. જીનેટીક એન્જીનીયરીંગના કારણે હવે એવા કૃત્રિમ જીન્સ તૈયાર થયા છે આપમેળે પોતે વિભાજીત થઈ જીવન આગળ વધારે છે. http://www.bbc.com/news/10132762. કૃત્રિમ હૃદય માનવીના જીવન ટકાવી રાખે છે, મૃત્યુ પણ લંબાઈ ગયું છે. આમ આધ્યાત્મશાસ્ત્રનાચેતનાશબ્દની મજબુતી પાંગળી થતી જાય છે.

ખરેખર તો સત્યને સમજવાની મથામણ એ સત્યના એક અર્થ – ‘સાચું’ થી થઈ. સાચું-ખોટું આપણે જ ઉભી કરેલી માયાજાળ છે. સત્યની શોધમાં નીકળેલા ભલભલાં એમાં જ ગોથાં ખાઈ ગયા. આ ‘સત્ય’ છે એમ કહેનાર વ્યક્તિ સ્વયં પોતાના વિચારોથી દોરવાયેલી છે. મારું perception એ મારું છે, તમારું કંઈ અલગ હોય શકે. દરેકના ‘સત્ય’ અલગ હોય.

આ બધી મથામણમાંથી બહાર નીકળવાના માર્ગ માટે –

‘સત્ય’ અંગે શ્રી કૃષ્ણમુર્તિના વિચારો મને ખુબ ગમ્યા. તેઓ કહે છે, ચિત્તની વૃત્તિમુક્ત જાગૃત અવસ્થામાં, સત્યનો પ્રકાશ ચિત્તમાં સહજ રીતે પ્રગટે છે. તેઓ ઉદાહરણ આપતા કહે છે તમે તમારા ઓરડાની બારીઓ ખોલી શકો છો, પરંતુ વાયુને અંદર આવવા માટે તેના પર દબાણ મુકી શકતા નથી. પરંતુ બારીઓ ખોલવાથી વાયુ આપમેળે અંદર આવે છે. તેમ તમે જાગૃત અવસ્થા દ્વારા તમારા ચિત્તને સત્ય પ્રત્યે ખુલ્લું રાખી શકો છો, પણ સત્યને પ્રગટવા માટે તેના પર દબાણ મુકી શકતા નથી.

તેઓ કહે છે – When you are open it comes. જ્યારે તમે ખુલ્લા હો છો ત્યારે તે આવે છે,  આપણે સત્ય પર કોઈ ક્રિયા કરી શકીએ નહી, પરંતુ આપણે સત્યને આપણી ચેતનામાં પ્રગટવા માટે આપણાં ચિત્તને ખુલ્લું મુકી શકીએ. Don’t operate upon truth, let truth operate upon you.  સત્ય પર કોઈ ક્રિયા ન કરો, સત્યને તમારામાં પ્રગટવા દો.

આમ સત્યની ખોજ કરવાની જરુર નથી. એ આપમેળે તમારા ચિત્તમાં પ્રગટ થશે… શરત એ છે કે … તમે તમારા ચિત્તને ખુલ્લુ મુકી દો.

આપણે જે ‘સત્ય’ને ઓળખીએ છીએ તે સમાજે-સમુહે ઘડેલા નિતીનિયમો છે, આપણે તેને અનુસરવાનું છે. આપણી માન્યતાઓ, પૂર્વગ્રહો, લાગણીઓ વગેરેથી બંધાયેલા નિયમો એટલે આપણું ‘સત્ય’. જો આ બધું આપણા ચિત્તમાંથી દુર કરી, ચિત્તને ખુલ્લુ મુકીએ તો ‘સત્ય’ આપોઆપ પ્રગટે.

 

 

Advertisements

7 comments on “સત્યની મથામણ –

 1. નિરવ કહે છે:

  અત્યારે વાંચતા વાંચતા જે સુઝે એ પ્રમાણે : સત્ય યુનિક જ હોઈ શકે , પણ કદાચિત તેની ઘણી બાજુઓ હોઈ શકે કે જ્યાંથી તે વિધવિવિધ રીતે પરાવર્તિત થતું હોય અને તે કોણ’થી જ અલગ દ્રષ્ટિકોણ અને સરવાળે માન્યતાઓ અને લાંબા ગાળે પૂર્વગ્રહો જન્મતા હોય !

  કદાચ એક તબક્કે એમ પણ કહી શકાય કે આપણે ચાલતા ચાલતા નીરખતા રહેવાનું છે અને જે જડતું જાય , એ ગમે તો અથવા તો ખલેલ પમાડે તો ઘુંજે ભરતા જવાનું છે !

  જોકે સત્ય’નાં બે અંતિમ છેડાઓ એવા જીવન અને મૃત્યુ’માંથી તો આખરે , મૃત્યુ સમયે જ એક આખરી સત્ય મળી શકે કે જે સમગ્ર સત્યો’નો સરવાળો હોઈ શકે .

  શાંતિ , સંતોષ , જ્ઞાન , સમજણ , જીજ્ઞાશા એ કદાચિત પરમ સત્ય સુધી પહોંચવાના કોઈ ભોમિયા હોઈ શકે . કદાચિત શાશ્વત શોધ જ એક સત્ય હોઈ શકે !

  [ કદાચિત આ સમગ્ર મથામણ પણ એક સત્ય હોઈ શકે અને એક તબક્કે એમ લાગે કે કઈ જાણવા ન મળ્યું તો એ પણ એક સત્ય હોઈ શકે 🙂 ] . . કદાચ અનુભવ , કદાચ અનુભૂતિ .

  Like

 2. Rajendra કહે છે:

  अहिंसा परमोधर्मः धर्महिंसा तदैव चः ક્યાં થી quote કરવામાં આવ્યું છે?

  Like

  • jagdish48 કહે છે:

   આ ક્વોટ આમ તો મને વોટ્સએપ પરથી મળ્યું. થોડું વધારે સર્ચ કરવા જેવું ખરું. એક એવી દલીલ પણ છે કે હિન્દુઓના કોઈપણ દેવીદેવતાની મૂર્તિ હથીયાર ધારણ કરેલી જ હોય છે. શા માટે ?
   http://www.hindupedia.com/en/Ahimsa_Paramo_Dharma#cite_note-3 આ સાઈટ પર અહિંસા પરમોધર્મ ના ઘણા સંદર્ભ જોવા મળશે.

   Like

 3. La' Kant " કંઈક " કહે છે:

  “આમ સત્યની ખોજ જ કરવાની જરુર નથી. એ આપમેળે તમારા ચિત્તમાં પ્રગટ થશે… શરત એ છે કે … તમે તમારા ચિત્તને ખુલ્લુ મુકી દો.”
  વાહ ..વાહ !! આ મને જચી ગયેલા ” સ્વય્સંચાલિત કુદરતી વ્યવસ્થા” ના ‘સોલીડ’ નક્કર આધાર-અવલંબન વિષે દૃઢતા સિદ્ધ થઇ …અને બીજું ” દ્વંદ્વ ” જ મૂળમાં, ..આ સમગ્ર અસ્તિત્વ-હયાતી ” આ જે કંઈ છે ” ઈ શ્વર “છે” તે આ ” માનવ ” છે …… તો જ …સવાલ ઉદ્ભવે છે ને ? શું ‘દેવ લોક ,પીતરું-લોક કે એવા જ્ઞાત/અજ્ઞાત અનેલ લોકમાં આવી શોધ-ખોળ ચાલતી હશે ?

  Like

 4. La' Kant " કંઈક " કહે છે:

  “‘મોર ઓર લેસ ‘ બસ, આવાજ પ્રકારની અનુભૂતિઓ વર્ષોથી ઘૂંટાયા કરે છે ” એક અનુભવ” સ્વયં અંતર-પ્રેરિત બેઠકોમાં સઘન બન્યા કર છે … અને આનંદ એક ભાવ દશા- ‘કંઈક’ સાચુકલો એહસાસ બની રહે છે .

  ‘..કંઈક’નું કૈંક મનોગત :

  આત્મ-નિરીક્ષણ ની ટેવ પાડી હોય,સારા સાહિત્ય,લોકો,સંસ્કૃત સમાજના નવા અભિગમોનો સ્વીકાર કરવાનું ખૂલ્લું મન ધરાવતા હોઈએ તો આપણે વધુ સારા નિર્ણયો લેવા માટે સમર્થ બનીએ .એકંદર એમાં આપણું શ્રેય જ રહેલું છે,એવું પ્રતીત થયા વિના નહીં રહે.

  જ્યારે આપણે ‘પર’ચિંતન( અન્યોની પંચાત ) છોડી, “સ્વ”પરના ધ્યાનમાં, સ્થિર થઇએ,મહાવરો કેળવીએ, ત્યારે, આપણે શું-કોણ છીએ?,કેવા વિચારો આવે છે અને આપણું મન કેવું ને કેટલું ‘શાતિર’( બુદ્ધિની દખલગીરીને આધીન છે),અને કેવા કેવા ખેલ રચે-રચાવે છે ! એનો અંદાઝ આવે છે . આપણે કેવા અને કેટલા સ્વાર્થી , સંકુચિત વલણ-વર્તન અપનાવીએ છીએ ,તેનો પાકો-પૂરો ખ્યાલ આવે . આપણી અંદરનું ‘સત્ય’ અદ્દલ પ્રતિબિંબ તાદૃશ કરી આપે છે. એ ‘સાચનો કાચ‘ આપણી ભીતરનાં શુદ્ધ સાચા સ્વરૂપ‘ ઉજાગર કરે તેનો સામનો કરવા જીગર જોઈએ, હીંમતવાન કલેજું ખપે .નિખાલસતા એ આપણી ખાસ સ્વભાવ-ખૂબી હોવી ઘટે .સાચુકલાપણું એ આપણી આગવી મિરાત હોય તો જ આમ શક્ય બને .

  આપણી અંદરના દુનિયા-વિશ્વ નો ખરો પરિચય મેળવવો એ આપણા સર્વપ્રથમ કર્તવ્ય–ફરજ-ઉદ્દેશ્ય છે . ખરી મઝા તો આપણા જીવનની સફર-યાત્રામાંથી પસાર થવામાં અને એમ કરતા રહીને , આપનાથી શક્ય તે પરમાર્થ-સેવા કાર્ય કરવામાં, એકત્વનો ભાવ આત્મસાત કરવામાં છે .

  ‘કર્મનાં બંધન એ જ આપના જીવનની ઘટમાળ-‘પ્રસંગો-બનાવો ને પરીણમાવે છે . હકીકતમાં , “ આ તો બધું થાય છે ! “ અને આપણી ભીતરનો ખરો લાગણી ભાવ જ અનુભવ-અનુભૂતિ કરાવે તે આપણું જણ-જણ નું અને ક્ષણ-ક્ષણનું સત્ય !
  અસ્સલ-શુદ્ધ ઈશાંશ,આત્મ-દ્રવ્ય તત્વ સાથે અનુસંધાન અને તે ભાવ-દશામાં સ્થૈર્ય આપણને શાંતિની-‘પરમ આનંદ’ ની અનુભૂતિ કરાવે , એ શક્ય છે ,બધા માટે .શાશ્વતતાને ઉપલબ્ધ થાવાના પ્રયાસમાં ચાલો એક ડગલું આગળ વધીએ .શુભસ્ય શીઘ્રમ .”શિવ-સંકલ્પમ અસ્તુ”. બધી દિશાઓમાંથી સારા-શુભ વિચારો આવે .એજ અંત:કરણ પૂર્વક ની પ્રાર્થના . – લક્ષ્મીકાંત ઠક્કર ,’કંઈક’ / ૨૭.૪.૧૬

  Like

 5. La' Kant " કંઈક " કહે છે:

  “…..ચિત્તને ખૂલ્લું મુકીએ તો ‘સત્ય’ આપોઆપ પ્રગટે……”જ્યાં વિચારની સરહદ પૂરી થાય છે ત્યાંથી સત્યની શરૂઆત થાય છે.”…. પ્રેરે છે …. ‘કાંક’ પરાવર્તિત પ્રતિચ્છાયા ઝીલવા …..
  આ બધી વ્યવસ્થા પેલા “કુદરત” નામે તત્વ,”સંપૂર્ણ” (પરમસત્તા) માં છે જ તે ! ફક્ત એટલુંજ,કે, ક્યારેક એ આપણી ”સમજણના દાયરાની બહાર” ભાસે છે ! અને એ આપણી મર્યાદાઓ પણ છે ! ક્યારેક આપણે આપણા ખુરાફાતી મન-બુદ્ધિ -અહંકારને વશ-વર્તીને ચાલીએ છીએ!
  અને અંતત: એ સેલ્ફ-ઇવોલ્વિંગ સતત ચાલુ પ્રોસેસ=પ્રક્રિયાનો એક ભાગ છે જ … કારણકે,અહીં બધ્ધુંજ ‘સ્વયં-સંચાલિત’ [ઓટોમેટિક] જ છે,અને આપણે ભાગ્યેજ કંઈ કરવાનું છે, સિવાય કે,ચૂપચાપ જોતા રહીને,”સ્વીકાર-ભાવ કેળવવાનો” ! ‘રિફ્લેક્સ સિસ્ટમ’ જેવું.જેમ પ્રતિક્રિયા સ્વયં થાય છે તેમ. આંખમાં કંઈક પડે તો?તમારી ઉપર કંઈક પડતું દેખાય તો? શરીરનાં કોઈ અંગમાં ચળ આવે તો શું થાય છે?પ્રતિક્રિયા પોતાની મેળે થઈ જ
  જા ય છે ને ? તમે ‘કંઈ ન કરો’ તો પણ શું થાય છે, તે તપાસો. જીવન પોતાની મેળે પનપે,વધે,ઘટે છે,બને છે.એ સત્ય હકીકત અનુભવો .એકનિષ્ઠ બની રહી સતત નિરંતર “ પરિશુદ્ધ આત્મ-દ્રવ્ય “ તત્વ-સત્વ સાથે સંલગ્ન-જોડાયેલા રહી શકાય તો…. ભીતરમાંથી ઝીણો ધ્વનિ:-આ જે કાંઈ આવે છે, આ આપણામાંના ઘણાખરા પ્રયોગશીલ ખોજીઓ માટે, “અગમ-અકળ ભૂમિ-પ્રદેશમાંથી આવેલા વચન” ,જો,વખતો-વખત જાતને તપાસી,આત્મ-નિરીક્ષણ કરતા રહી ‘શ્ધ્ધ ચૈતન્ય-શક્તિના સંસ્પર્શ-સંસર્ગમાં રહીએ તો,અંતત: કોઈ એક ક્ષણે,સમય-કાલખન્ડમાં અંતિમ મુકામે-મંઝિલે પહોંચવામાં સહાયરૂપ થાય /થઇ શકે છે ,બશર્તે કે, એકનિષ્ઠ બની રહી સતત નિરંતર “ પરિશુદ્ધ આત્મ-દ્રવ્ય “ તત્વ-સત્વ સાથે સંલગ્ન-જોડાયેલા રહી શકાય તો…. ભીતરમાંથી ઝીણો ધ્વનિ:-આ જે કાંઈ આવે છે ,દેખાય છે ,સમજાય છે,અનુભવાય છે તે…. ” સત્ય “[ જીવંત રોકડો અનુભૂતિગત પ્રતિબિંબ જ … આભાસ્ર રૂપ લાગે તે …..
  -La’ Kant ” કંઈક ” / ૩૦.૧૨.૨૦૧૬

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s