લાઈફ મેનેજમેન્ટ –

‘નાના, આ બ્.ર…ર..મા વેષ્નુ….માહેશ … કોણ છે ? What they do ..? Why they are God ? what is ‘GOD’ ?

આજે ૬૮ વર્ષે મને જેના જવાબ નથી મળ્યા તેવા સવાલોની ઝડી લંડન સ્થિત, પાંચ વર્ષની મારી દોહીત્રીએ વરસાવી. હવે બાળકોના સવાલોના જવાબ આપવા જ પડે (એવું માનસશાસ્ત્રીઓ કહી ગયા છે… J ) આથી મેં પણ જવાબ આપી દીધો – બ્રહ્મા – વિષ્ણુ – મહેશ એ Creator, Manager and Destroyer છે. બ્રહ્મા આ world create કરે, વિષ્ણુ તેને manage કરે અને મહેશ તેને destroy કરે. પણ પછી તો હાલત વધારે ખરાબ થઈ ગઈ, God માં તો બહુ ગોથા ખાધા.. પણ જવા દો ! આજે તો આ જવાબોમાંથી વિષ્ણુવાળી વાત યાદ કરીએ.

આપણા જીવનમાં પણ, આપણા જીવનનું creation આપણા હાથમાં નથી, destroy- મૃત્યુ આપણા હાથમાં નથી, પણ management આપણા હાથમાં છે. આમ વિષ્ણુનો રોલ આપણા હાથમાં છે. (અહીં ‘अहं ब्रह्मास्मि’ ન સમજવું !). ‘કેટલું’ જીવ્યા તે નહીં પણ ‘કેવું’ જીવ્યા તે મહત્વનું છે. જેમણે વિષ્ણુનો રોલ બરાબર ભજવ્યો તેઓને destroy ની બહું ચિંતા હોતી નથી…. નહીતર … ‘હવે તો ઉપરવાળો દોરી ખેંચી તો સારું’ એ શબ્દો સાથે ઘડપણ વિતાવવાનું થાય.

આમ તો ‘મેનેજમેન્ટ’ શબ્દ વાંચીએ એટલે ઉદ્યોગ, ઓફીસ, કારોબાર વગેરે યાદ આવે, આપણા જીવનનો સંદર્ભ ઓછો યાદ આવે. હવે તો મોર્ડન ગુરુઓ અને ટ્રેઈનરોએ ‘લાઈફ મેનેજમેન્ટ’ હાથવગો કરી દીધો છે અને એ બહાને કમાણી પણ થાય છે.

જીવનમાં શું ‘મેનેજ’ કરી શકાય ?

આપણા પુરાણો એ જીવનના ચાર પુરુષાર્થ ગણાવ્યા છે – ધર્મ, અર્થ, કામ અને મોક્ષ

આ શબ્દોની સમજુતી વ્યક્તિદીઠ જોવા મળે છે, દરેક પોતાની રીતે સમજાવે છે. કેટલાક ધર્મને મોક્ષ સાથે જોડી દ છે, ‘અર્થ’ને ‘કામ’ના રીસોર્સ તરીકે ગણાવે છે તો કોઈ ધર્મ ને જીવનધર્મ તરીકે સમજાવે છે. આ બધી સમજુતીઓને મારીમચડી ‘લાઈફ મેનેજમેન્ટ’ માં ફીટ કરવાનું યોગ્ય નથી. આથી લાઈફ મેનેજમેન્ટને જરા મોર્ડન ભાષામાં સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.

life-quotes-

Fredmund Malik એ સાદી વ્યાખ્યા આપી દીધી – “the transformation of resources into utility.”

તમારી પાસે જે છે તેને ‘ઉપયોગીતા’ માં બદલો. જો કે થોડું આગળ પણ વધવું જોઈએ – જે નથી તે મેળવવા, તમારામાં જે ‘જ્ઞાન’ છે તેનો ઉપયોગ કરી પ્રાપ્ત કરો. આ વાક્ય સીધું પુખ્ત ઉંમરનાને જ લાગું પડે એવું નથી. બાળકોથી પણ એની શરુઆત થઈ જાય. કોઈ હાથમાંથી રમકડું ઝુંટવી લે તો, ભલે બોલતા ન આવડતું હોય, પણ ચીસાચીસ કરવાથી પરત મળી જ જશે એવું જ્ઞાન છ મહીનાનું બાળક પણ ઉપયોગમાં લે છે. દુધ અને અન્ય જરુરીઆતો પ્રાપ્ત કરવા સાંકેતીક ભાષાનું જ્ઞાન બાળકો અનુભવથી મેળવી જ લે છે.

આમ જીવન જીવવા માટેનું ‘મેનેજમેન્ટ’ જન્મીએ ત્યારથી જ શરુ થઈ જાય અને આખા જીવન દરમ્યાન ચાલતું રહે. નાનપણમાં જરુરીયાતો ‘પુરી’ કરવા, મોટા થતાં ‘ટકાવી’ રાખવા  અને બુઢા થતાં ‘ટકી’ રહેવા માટે મેનેજમેન્ટ કરતા રહેવુ પડે છે. નાનપણમાં મિત્રો બનાવવા અને મોટા થતાં સંબંધો ટકાવી રાખવા FB પર કચરા જેવા સ્ટેટસ પર ‘Like’ કરવું પડે અને કોલેજમાં બહેનપણીને ‘ટ્રીટ’ આપવી પડે અને બુઢા થતાં કુટુંબના સ્ભ્યોને સહન કરવા પડે છે.

મને લાગે છે કે આમાં વધારે ઉંડી ડુબકી મારવી પડે તેમ છે…… કોમેન્ટસ દ્વારા ઓક્સીજન પુરો પાડજો… અને નવા ‘ચશ્મા’ પણ પહેરાવજો આથી નવી દ્રષ્ટિએ જોવાનો પ્રયત્ન કરું…. અને તમારો આભાર માનું…

 

6 comments on “લાઈફ મેનેજમેન્ટ –

  1. Sharad Shah કહે છે:

    જગદીશભાઈ;
    મારા ગુરુ કહેતા, “યહાં સબ કુછ નિયોજીત હૈ, ફિરભી આયોજન કરના પડતા હૈ.”
    થોડું અટપટું લાગે, પરંતુ થોડું વિચારશો તો અવશ્ય દેખાશે કે કેટલીક વાત આપણા હાથમાં છે અને કેટલીક નથી. શું આપણા હાથમાં છે? શું આપણા હાથમાં નથી? થોડી જીવનમાં સફળતા મળે અને લોકો વાહ, વાહ કરે કે અહમ ચેતના પર એવો છવાઈ જાય કે એમ જ લાગે કે મારી ડિક્શનરીમાં ઈમ્પોસિબલ જેવો શબ્દ જ નથી. અને અસફળ થતાં જ માણસ ડિપ્રેશનમાં ધકેલાઈ જાય અને ક્યારેક નસીબને કે અન્યને દોષ દેતો થઈ જાય. આ બન્ને પરિસ્થિતિ માનસિક રોગ છે. હકિકત એ છે કે આપણે જમીન ખેડી શકીએ, સારું બિયારણ વાપરી, સારું ખાતર નાખી, સારું પાણી અને બીજી જરુરિયાત મુજબનુ જે કાંઈ કરવું પડે તે કરી શકીએ, પરંતુ પાક સારો જ ઊતારી ન શકીએ. (ક્યારે અતિવૃષ્ટિ, રોગ કે અન્ય આફતો/પરિબળો પાકની ગુણવત્તા અને જથ્થા પર અસર કરે તે રોકી નથી શકાતું)કે આપણા પાકનો સારો ભાવ આપણને મળશે જ તેવું નક્કી ન કરી શકીએ. અને આવું જ્યારે બનતું હોય ત્યારે આપણ તુંરંત નસીબને દોષ દેવા બેસીએ છીએ.
    બીજું ઉદાહરણ આપું (ખેતી તમારો વિષય નથી, મેનેજમેન્ટ તમારો વિષય છે કદાચ મારી વાત પકડાય.)કોઈ પ્રોજેક્ટ પર કામ કરતાં હોઈએ અને આપણે ૧૦૦% શ્રમ અને બુધ્ધિ લગાવી કામ કરેલ હોય પરંતુ આપણને તેનો યશ મળે જ તેવું જરુરી નથી હોતું. જ્યારે કોઈ ાન્ય પ્રોજેક્ટ પર પુરતું ધ્યાન આપ્યા વગર જેમ તેમ પુરો કર્યો હોય તો પણ આપણી વાહ વાહ થાય. એવા અનુભવો આપણને થતાં જ હોય છે. કર્મણ્યે વાધી કારસ્તે એટલે જ કહેવાયું છે. યશ મેળવવો આપણા હાથમાં નથી.
    એક ઝેન ગુરુ પાસે એક સાધક આવ્યો.ગુરુને પૂછ્યું,” શું મારા હાથમાં છે અને શું નથી તે મને સમજાતું નથી. પ્રારબ્ધ કે પરિશ્રમ? સાચું શું છે?”
    ગુરુએ કહ્યું,”તારો એક પગ ઉંચો કર”. સાધકે એક પગ ઉંચો કર્યો. ગુરુએ કહ્યું,”હવે બીજો પગ ઉંચો કર.” સાધક કહે,” બીજો ઉંચો કરું તો તો પડી જાઊં” ગુરુ કહે એક પગ ઉંચો કરવો અર્થાત ભવિષ્ય તારા હાથમાં છે. અને બીજો પગ ઉંચો નથી કરી શકાતો અર્થાત ભુતકાળ તારા હાથમાં નથી.ભુતકાળમા જે કર્યું છે તેના પરિણામો ભોગવે જ છુટકો. પરંતુ આજે જે કરીશ તે ભવિષ્યમાં ફળી શકે છે.” કદાચ આજ કર્મની થિયરી પણ છે. જેને વિકૃત કરી સત્તા લોલુપ લોકો ગરીબીને કર્મનુ ફળ બતાવી શોષણ કરે છે તે જુદી વાત છે. અમીર હોવું કે ગરીબ હોવું તે સુખ અને આનંદનો સ્રોત નથી. સુખ અને આનંદનો સ્રોત ભિતર છે. ગરીબ પણ આનંદિત હોઈ શકે અને ધનપતિ ચિંતા ગ્રસ્ત, દુખી અને રુગ્ણ.
    શરદ.

    Like

    • jagdish48 કહે છે:

      શરદભાઈ, મારું બાળપણ ગામડામાં જ વિત્યું છે આથી ખેતીને સમજવામાં વાંધો નથી. ઉદાહરણો ખુબ સરસ આપ્યા, મને ક્યાંક કામ લાગશે, અને આયોજનની વાત કરવાની જ છે. આભાર….

      Like

  2. Sharad Shah કહે છે:

    મારા એક મિત્ર કહેતાં,” વિષ્ણુ જ્યારે કોઈ વ્યક્તિને સીધો કરવા માંગે ત્યારે તેની પત્નીને (લક્ષ્મીને) તેના ઘેર મોકલી આપે છે.”

    Like

  3. Sharad Shah કહે છે:

    સમજદારીથી દાની તો કોઈ વિરલા જ બનતા હોય છે. બાકી મહત્તમ દાનીઓ કોઈને કોઈ લાભને કારણે જ દાન કરતાં હોય છે. બાકી રુપિયો દાનમાં આપી આખું સ્વર્ગ લુંટી લેવાની દાનત વધુ હોય છે.

    Like

  4. Hiranya કહે છે:

    Have a right cause & meet it. That’s life management

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?