ચિકિત્સા – વિવિધ પધ્ધતિઓની સમજ

(આજની પોસ્ટ ચિકિત્સા પધ્ધતિઓને સમજવાના પ્રયત્નોનો નિચોડ કહી શકાય તેમ છે. આથી લખાણની લંબાઈ વધી ગઈછે. આથી નિરાંતે વાંચવા આ પોસ્ટનું PDF કન્વર્ઝનની સગવડતા આપેલ જ છે.)

આપણે સ્વાસ્થ્યની રક્ષા માટે વિવિધ ચિકિત્સા પધ્ધતિઓ ઉપયોગમાં લઈએ છીએ. આજે આ પધ્ધતિઓને એક અલગ નજરથી નિહાળવાનો પ્રયત્ન કર્યો છે.

માનવ શરીર એક શક્તિનો પુંજ છે.

complete_perfect_aura_380x550

આ બાબતને રસાયણ અને ભૌતિક વિજ્ઞાનની રીતે પણ સ્વીકારી શકાય છે. જેમકે કોઈ પણ પદાર્થ અણુ/પરમાણુનો બનેલો છે. શરીરનું બંધારણ પણ વિવિધ રાસાયણિક તત્વોથી બનેલું છે. આથી શરીરને સુક્ષ્મ રીતે જોતાં તે પરમાણુ – પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને એવા જ બીજા પર્ટીકલ્સથી બનેલુ છે જે શક્તિનું વહન કરે છે કે શક્તિ ઉત્પન્ન કરે છે. થોડા સમય પહેલાં ‘ગોડ પાર્ટિકલ’ની ચર્ચા આવેલી. કોઈ વૈજ્ઞાનિકે શરીરમાં આવા ગોડપાર્ટીકલની નોંધ લીધી હતી (સંદર્ભ અત્યારે યાદ નથી આવતો). આમ હાડમાંસના સ્વરુપે દેખાતું શરીર, વિવિધ તત્વો અને તેમાંથી બનતા સંયોજનો (પદાર્થો)નો સમુહ છે. આ તત્વો અને પદાર્થો અંતમાં અણુ-પરમાણુના સમુહ જ છે. આવા પરમાણુઓમાં પ્રોટોનના કેન્દ્રની આસપાસ ફરતા ઇલેક્ટ્રોન્સ નજરે પડે અને તેનાથી શક્તિના તરંગો દ્રશ્યમાન થાય. વિપશ્યનામાં શ્રી ગોએન્કાજી કહે જ છે – વિપશ્યનામાં ઉંડા ઉતરી જશો ત્યારે ફક્ત તરંગો જ જોવા મળશે – એમાં કદાચ આ શક્તિના તરંગોને જોવાની જ વાત હશે. વૈજ્ઞાનિક પુરાવારુપે ‘કીરીલીયન ફોટોગ્રાફી’થી ‘ઓરા’ – શરીરની આસપાસના તેજપુંજના ફોટા પાડવાનું પણ શક્ય બન્યું છે. આપણા દરેક અવયવોને પોતાનું ‘ઓરા’ હોય છે જેના રંગ પરથી રોગ નિદાન કરવાનું વિજ્ઞાન પણ પશ્ચિમમાં વિકસ્યું છે. માનવીના ‘સાત શરીર’ની કલ્પના પણ થયેલી છે. મુળ ‘શક્તિના મહાસાગર’ (ક્ષીર સાગર ?) છુટું પડેલું બિંદુ (મહાકારણ શરીર) ધીમે ધીમે અન્ય શરીરોના આવરણો ધારણ કરી અંતે ‘ફીઝીકલ બોડી’ તરીકે દ્રશ્યમાન થાય છે. મોક્ષ માર્ગની આવી પરિકલ્પના પણ ‘એનર્જી બોડી’ની પુર્તિ કરે છે.

aura-layers

આ બધી જ વિગતો આપણના આધારે કહી શકીએ કે શરીર એક શક્તિપુંજ છે.

આપણે રેકીની ચર્ચા અગાઊ કરી જ ગયા છીએ. આ ‘રેકી’ એ જે તે અવયવની મુળભુત ‘ઓરા’ પરત સ્થાપવાનું કાર્ય કરે. આ જ કક્ષામાં શક્તિપાત, હીલીંગ ટચ જેવી થેરાપીઓ આવી જાય. હસ્ત મુદ્રાઓ પણ આપણા ‘એનર્જી બોડી’ની ‘એનર્જી ચેનલ્સ’ને અસર કરતી થેરાપી છે.

img1140324019_1_1

 

એક્યુપંક્ચર કે એક્યુપ્રેસર એ પણ એનર્જી બોડીની એનર્જી ચેનલ્સને ક્લીયર કરવાની થેરાપી છે, જેમાં એનર્જી ચેનલ્સને દબાણ આપીને કે પંક્ચર કરીને શરીરમાં વહેતા શક્તિના પ્રવાહને ઠીક કરવામાં આવે છે. અહીં એટલું યાદ રાખવું જરુરી છે કે આ થેરાપીઓ એલોપથીમાં લેવાતી પેઈનકીલર જેવી ગણાય, તેનાથી મુળભુત પ્રશ્ન હલ થઈ જાય એવું ન પણ બને. હા ! એવું કહી શકાય કે શરીરને આપમેળે સ્વસ્થ થવામાં આ થેરાપીઓ મદદરુપ થાય.આમ શરીરના શક્તિપુંજને સ્પર્શતી સીધી મેડીસીન એટલે આ બધી ‘એનર્જી મેડીસીન’.

આમ એનર્જી મેડીસીન એ શરીર સ્વાસ્થ્યને સાચવવામાં ઉપયોગમાં લેવાતી મુળભુત ચિકિત્સા, જે છેક શરીરના શક્તિ સ્વરુપને અસર કરે.

અહીથી થોડા નીચે ઉતરીએ તો શરીરના બંધારણમાં ઉપયોગમાં લેવાયેલા તત્વોની વાત…….

હવે આ તત્વોનું યોગ્ય પ્રમાણ જળવાય તો શરીર સ્વસ્થ રહે પણ તેમાં ફેરફાર થાય તો શરીર સ્વાસ્થ્ય કથળે. આ તત્વોના યોગ્ય પ્રમાણને જાળવવા કરવામાં આવતી ચિકિત્સાની વાત કરીએ તો યોગ/પ્રાણાયમ, આસન, મુદ્રા વગેરે આવે. પતંજલીના અષ્ટાંગ યોગના આઠ અંગોમાં માણસના વાણી-વર્તન-વહેવારને (યમ, નિયમ) સમાવતા અંગો સિવાયના અંગોમાં ચિકિત્સાને આધ્યાત્મિક સંદર્ભે જોવામાં આવી છે. પ્રાણાયમ, ધ્યાન, ધારણા વગેરે શરીરની ‘ઑટોનોમસ સીસ્ટમ’ને કંટ્રોલ કરવામાં ઉપયોગી છે.

hasta_mudra_chin_mudra_jnana_mudra

આસન એ શરીરની વિવિધ મુદ્રાઓ જ છે એ શરીરના તત્વોને બેલેન્સ કરવામાં શરીરને સહાય કરે છે. (શરીરને મૂળ પ્રાકૃતિક સ્થિતિમાં પરત આવવાની ક્રિયા – Human homeostasis – (The human body manages a multitude of highly complex interactions to maintain balance or return systems to functioning within a normal range.) કહેવાય છે. શરીરમાં કોઈ મુશ્કેલી ઉભી થાય તો homeostatic system શરીરને મુળ સ્થિતિમાં લાવવાના પ્રયત્ન શરુ કરી દે છે.). અગાઊ જોઈ ગયા તે કુદરતી બાહ્ય ઉપચારો હતા.

નેચરોપથી એ શરીરના શુધ્ધીકરણ માટે ઉપયોગમાં લેવાતી ચિકિત્સા પધ્ધતિ છે. એમાં મુખ્યત્વે શરીરમાં ઉત્પન્ન થયેલ કચરાના નિકાલ માટેના પ્રયત્નો છે. જ્યારે આયુર્વેદ ચિકિત્સાએ શરીરમાં ખુટતા તત્વોને ‘દવા’ તરીકે કુદરતી પદાર્થો આપીને પુર્ણ કરવાનો પ્રયત્ન છે. એલોપથી સાથેનો મુળભુત તફાવત આ છે – આયુર્વેદ એ દવા તરીકે કુદરતી પદાર્થોનો ઉપયોગ કરે છે જ્યારે એલોપથી જે તે પદાર્થ સંકેન્દ્રીત (કોન્સ્ટ્રેટેડ) સ્વરુપે જ દવા તરીકે અપાય છે. જેમકે વિટામીન સી ની ઉણપ માટે આયુર્વેદ સંતરા-નારંગી જેવા ફળો સુચવે છે જ્યારે એલોપથીમાં વિટામીન સી ની ગોળી જ અપાય છે.

શરીરનું બંધારણ પાંચ મહાભુતોના યોગ્ય અનુકલનથી થયેલું છે. આ પાંચ મહાભુત એટલે –

આકાશ, વાયુ, અગ્નિ, પૃથ્વી અને જલ.

શરીરમાં જ્યાં જ્યાં – ફેફસા, હાડકાની પોલ વગેરે, પોલાણ છે તે આકાશ તત્વ છે. વાયુ પણ સમગ્ર શરીરમાં ફેલાયેલો છે. (કાઠિયાવાડીમાં વાયુની એક બીમારીને ‘ફરતો વા’ કહે છે.) શરીરનું પાચનતંત્ર અગ્નિ આધારીત છે જ, પણ શરીરના પ્રત્યેક કોષમાં પણ અગ્નિ હાજર છે – અધુનિક વિજ્ઞાન એને ચયાપચય (મેટાબોલીઝમ) કહે છે. શરીરને શક્તિ ગ્લુકોઝના રુપાંતરથી મળે છે અને આવી રાસાયણીક ક્રિયાઓમાં ગરમીરુપે (અગ્નિ તત્વ) ઉર્જા ઉત્પન્ન થાય છે. (Cellular respiration is considered an exothermic redox reaction). માંસ-મજ્જા વગેરે પૃથ્વી તત્વ છે જ્યારે લોહી અને અન્ય તરલ પદાર્થો જલ તત્વ છે. જ્યારે આ તત્વો યોગ્ય પ્રમાણમાં હોય ત્યાં સુધી શરીર સ્વસ્થ રહે છે. જ્યારે કોઈ તત્વ વધે, ઘટે કે વિકૃત થાય (તેના સ્થાનથી ચલીત થાય) ત્યારે રોગ ઉત્પન્ન થાય છે.

માનવ શરીરના બંધારણમાં આ તત્વો નીચે પ્રમાણે વહેંચાયેલા છે –

 • રસ – જલ અને પૃથ્વી
 • રક્ત – અગ્નિ અને જલ
 • માંસ – પૃથ્વી અને જલ
 • મેદ – પૃથ્વી અને જલ
 • અસ્થિ – આકાશ અને વાયુ
 • મજ્જા – પૃથ્વી અને જલ
 • શુક્ર – પૃથ્વી અને જલ

આયુર્વેદમાં આ તત્વોના બંધારણના આધારે વિવિધ દોષોનું નિરુપણ કરવામાં આવ્યું છે. મુખ્ય ‘ત્રિદોષ’ નું વર્ણન છે –

 • વાત – વાયુ અને આકાશ
 • પિત્ત – અગ્નિ
 • કફ – જલ અને પૃથ્વી

સામાન્ય ઉદાહરણથી સમજીએ – જ્યારે શરદીની અસર થાય ત્યારે જલ તત્વ (નાક વહેવું) અને પૃથ્વી તત્વ (કફનો ભરાવો) દુષિત થાય છે. વૈદ્ય આ તત્વોને બેલેન્સ કરવા ઔષધ આપે છે.

આમ આયુર્વેદ શરીરના મુળ બંધારણને ધ્યાનમાં લઈને માનવીના ‘ફીઝીકલ બોડી’ ના બંધારણને સામાન્ય કરવાનો પ્રયત્ન કરતી ચિકિત્સા પધ્ધતિ છે.

છેલ્લે વાત કરીએ અતિપ્રચલિત ચિકિત્સા પધ્ધતિ – એલોપથીની વાત.

એલોપથી એ ચિકિત્સા દરમ્યાન સમગ્ર શરીરને ધ્યાનમાં લેવાને બદલે, જે અવયવમાં વિકાર થયો હોય તે અવયવને ધ્યાનમાં લે છે અથવા તો શરીરની જે ક્રિયામાં તકલીફ થઈ હોય તેને ધ્યાનમાં લે છે.

શારીરિક ક્રિયાઓમાં અડચણ ઉભી કરી અથવા પ્રતિક્રિયા કરી અલોપથીની દવાઓ કાર્ય કરે છે. જેમ કે તમે તીખું-તળેલું ખાઓ ત્યારે તેને પચાવવા વધારે એસીડની જરુર પડે છે અને શરીરની ઑટોનોમસ સીસ્ટમ હોજરીના કોષોને વધારે એસીડનું સીક્રેશન કરવા આદેશ આપે. તેથી એસીડીટી થઈ જાય. આવા સંજોગોમાં એલોપથીમાં એન્ટાસીડ આપવામાં આવે જે વધારાના એસીડનો નાશ કરે (ન્યુટ્રલાઈઝ કરે). અહીં એ યાદ રાખવું ઘટે કે એસીડનો નાશ થતાં લીધેલો ભારે ખોરાક અપાચ્ય રહે અને આવો અર્ધ પચેલો ખોરાક શરીર માટે નકામા તત્વો ઉત્પન્ન કરી સ્વાસ્થ્યને નુકશાન કર્તા બને. તમને જ્યારે કોઈ ઇન્ફેક્શન લાગે ત્યારે તેના જીવાણુનો/વાયરસનો નાશ કરવા એન્ટીબાયોટીક આપવામાં આવે, જે વાયરસને નિષ્ક્રીય કરે. પણ આ પધ્ધતિની મોટામાં મોટી ખામી એ છે કે તે પુર્ણ શારિરીક વ્યવસ્થાને (body as whole) ધ્યાનમાં લેતું નથી. જે અંગ કે ક્રિયામાં ખામી દેખાય તેની સારવાર કરે છે. જ્યારે દવાઓ મોં વડે કે ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે ત્યારે દવાનું ભ્રમણ લોહી દ્વારા પુરા શરીરમાં થાય અને જે અંગોમાં રોગ નથી તેના પર પણ દવાની ઓછીવત્તી અસર થાય. આમ સાજા અંગોમાં પણ ખામી સર્જાય શકે.

આમ એલોપથી એ શરીરમાં રહેલા ‘તત્વો’ વચ્ચે થતી જીવ-રાસાયણીક (biochemical) ક્રિયાના પરિણામોને અસર કરતી ચિકિત્સા પધ્ધતિ છે.

આમ વિવિધ ચિકિત્સા પધ્ધતિઓ શરીરના જુદા જુદા સ્તરોએ અસર કરતી હોય છે. ટુંકમાં જોઈએ તો –

 • એનર્જી ચિકિત્સા – માનવ શરીરના ‘એનર્જી બોડી’ પર અસર કરે છે. જેમાં યોગ/પ્રાણાયામ, રેકી, શક્તિપાત, એક્યુપંક્ચર, એક્યુપ્રેસર, મુદ્રા ચિકિત્સા, હીલીંગ ટચ વગેરે આવે. આ ચિકિત્સાઓ છેક મુળમાં અસર કરતી હોવાથી સ્વાસ્થ્ય ધીમે ધીમે સુધરે, પણ જો લાઈફસ્ટાઈલ યોગ્ય અપનાવાય તો તંદુરસ્તી જળવાય રહે.
 • નેચરોપથી – માનવ શરીરમાં રોગના કારણે ઉત્પન્ન થયેલા નકામા પદાર્થોને દુર કરવાની અને શારિરીક ક્રિયાઓને સ્વભાવિક બનાવવાનો પ્રયત્ન છે. આ પધ્ધતિ પણ લાંબો સમય લે છે.
 • આયુર્વેદ – માનવ શરીરના મુળભુત બંધારણને અસર કરતી પધ્ધતિ છે, પણ બંધારણને સુધારવા બહારથી તત્વો દવા સ્વરુપે અપાતા હોવાથી સાજા થવામાં ઉપરની પધ્ધતિઓ કરતાં ઓછો સમય લે છે.
 • એલોપથી – આ ચિકિત્સા પધ્ધતિ રોગ ઉત્પન્ન કરતી પ્રક્રિયાના પરિણામોને દુર કરવાનો પ્રયત્ન કરે છે, આથી તાત્કાલીક સાજા થવાનો ભાસ થાય છે, પણબહારથી અપાતા રસાયણોના કારણે શરીરની અન્ય પ્રક્રિયા પર પણ અસર પડે છે અને આડ અસરો થાય છે.

सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया।

सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्।।

(सभी सुखी होवें, सभी रोगमुक्त रहें, सभी मंगलमय घटनाओं के साक्षी बनें और किसी को भी दुःख का भागी न बनना पड़े।)

 

Advertisements

2 comments on “ચિકિત્સા – વિવિધ પધ્ધતિઓની સમજ

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s