ઉતરાધિકારી –

ઉતરાધિકારી અત્ર-તત્ર સર્વત્ર છવાયેલા છે. નોકરી કરતી વ્યક્તિને પ્રમોશન મળે કે રીટાયર્ડ થાય તો તેની જગ્યા સંભાળનાર જોઈએ, નાના કારખાનેદાર અપંગ બને કે મૃત્યુ પામે તો કારખાનું સંભાળનાર કોઈ જોઈએ, મોટી કમ્પનીમાં કમ્પની સ્થાપક રીટાયર્ડ થાય, અપંગ થાય કે મૃત્યુ પામે તો નવો માણસ જોઈએ. ક્યાંક હરીફાઇમાં તૈયાર હોય અને ક્યાંક તૈયાર કરવો પડે કે ક્યાંક પસંદ કરવો પડે, આમ ઉતરાધિકારી વગર કાર્ય પ્રણાલી ખોરંભાય જાય.

એકદમ નાના ઉદ્યોગથી કે વ્યવસાયથી વિચાર કરીએ તો સામાન્ય રીતે સમગ્ર કાર્યપ્રણાલી એક હાથમાં હોય. આથી જો માલિકનું મૃત્યુ થાય અપંગ બને તો ધંધો વેચી દેવો પડે, પોતાના વારસદારને સોંપવો પડે કે માલિકી હક્ક રાખી કોઈને ચલાવવા આપવો પડે. આવા નાના ઉદ્યોગ/વ્યવસાયમાં ધંધાનો વ્યાપ ઓછો હોવાના કારણે બહુ પ્રશ્નો ઉભા ન થાય. પાર્ટનરશીપ હોય અને એમાંથી કોઈ પાર્ટનરને આવો પ્રશ્ન થાય તો અન્ય પાર્ટનર સંપુર્ણ ધંધો સંભાળી લે અથવા અપંગ થયેલા કે મૃત્યુ પામેલા પાર્ટનરના કુટુંબીજનોને ધંધામાં દાખલ કરે કે તેમની મુડીના પ્રમાણમાં ભાગ આપવાનું નક્કી કરી લે. અહીં એક મુદ્દો યાદ રાખવો જરુરી છે કે ધંધામાંથી પોતાનો ભાગ લઈ છુટા થઈ જવું એના કરતાં ભાગ ચાલુ રાખવો હિતાવહ છે.

જ્યારે નાનો ઉદ્યોગ/વ્યવસાય વિકાસ પામી ભવિષ્ય તરફ ગતિ કરતો હોય ત્યારે ઉતરાધિકારીનો મુદ્દો અગત્યનો બની જાય કમ્પનીના માલિકે પોતાના પછી કોણ ? વિચારવાનું શરુ કરી દેવું જોઈએ. સ્વતંત્ર માલિકીનો ધંધો હોય ત્યારે માલિક પોતાના પુત્રોને કહેતા જ હોય છે કે આ બધુ તમારે જ સંભાળવાનું છે… પણ સંભાળવા માટે ઉતરાધિકારીને તૈયાર કરતા નથી. ધંધામાં માલિકની હયાતી બાદ અંધારુ છવાય જાય છે.

મોટી કમ્પનીઓમાં બોર્ડ ઓફ ડીરેક્ટર્સની જવાબદારી હોય છે કે તેમણે કમ્પનીના હિતમાં ઉતરાધિકારીની વિચારણા વહેલાથી કરી દેવી જોઈએ.

પ્રથમ સવાલ એ આવે કે ઉતરાધિકારીની પસંદગી કેવી રીતે કરવી ?

કોઈપણ સાહસ શરુ કરતા પહેલાં સાહસિક એક સ્વપ્ન લઈને શરુ કરે છે અને જાણે અજાણે સાહસના કેટલાક પેરામીટર્સ – ‘આ રીતે કાર્ય કરીશ’ નક્કી કરે છે. અજય દેવગણના Once upon a time in Mumbai માં દેવગણ પોતે રાજકારણમાં જવાનું નક્કી કરે છે અને પોતાનો વારસો તેના એક માણસને સોંપે છે. હવે દેવગણનો સિધ્ધાંત હતો કે તે દારુ નહી બનાવે પણ તેના ઉતરાધિકારીએ આ સિધ્ધાંત નેવે મુક્યો અને પ્રશ્નો ઉભા કર્યા. કોઈ ઉદ્યોગસાહસિક નક્કી કરે કે તે નિશ્ચિત નફો લઈને જ ધંધો કરશે, પણ જો તેનો ઉતરાધિકારી એ નિયમને નેવે મુકે તો ધંધામાં પ્રશ્નો ઉભા થવા સંભવ છે. મોટી કમ્પનીઓમાં પણ, કમ્પની શરુ કરતી વખતે સ્થાપક એક ‘Vision’ લઈને શરુ કરે છે અને આ કમ્પનીઓ તેના ‘Vision’ ને લઈને ઓળખાય છે. હવે જો ઉતરધિકારી કમ્પનીના ‘Vision’ થી અલગ વિચરસરણી ધરાવતો હોય તો કમ્પની પરનો ભરોસો, ભવિષ્ય ખતરામાં પડે છે. આજે હરીફાઈના અને બદલાતી માંગના જમાનામાં કમ્પની પોતાના વીઝનમાં બદલાવની પણ જરુરત હોય છે. આમ અહીં ‘ફ્લેક્સીબીલીટી’ની પણ જરુર રહે છે. આમ ઉતરાધિકારી નક્કી કરતા પહેલાં આ બધી બાબતો અંગે તેના વિચારો જાણી લેવા જોઈએ અથવા તેને સમજણ આપી, આ ‘vision’ ને અનુસરવાની તૈયારી અંગે જાણી લેવું જોઈએ. આ તો ઉતરાધિકારીની પસંદનો એક મુદ્દો જ કહ્યો, આ સિવાય અન્ય બાબતો પણ ધ્યાનમાં લેવી જરુરી છે.

 

તમે જેને ઉતરાધિકારી બનાવવા ઇચ્છતા હો તેને શરુઆતમાં મોટી જવાબદારી સોંપો, પરોક્ષ રીતે તેના પર નજર રાખો, જરુર જણાય ત્યાં માર્ગદર્શન પણ આપો.

 

ઉતરાધિકારી માટે ચોક્કસ સ્ટાન્ડડર્ડ નક્કી કરો, તેમાં તમારી પસંદની વ્યક્તિ કેટલા અંશે ફીટ થાય છે તે જુઓ.

 

ઉતરાધિકારીની પસંદ વખતે એક બાબત જરુર વિચારો તમે કમ્પનીની ‘આવતી કાલ’ ને નક્કી કરો છો, વર્તમાનને નહી.

 

બહુ અગત્યનું – ‘તમારા જેવા’ (clone) ને પસંદ કરવું સહેલું છે પણ અંગત પસંદ ભુલી જઈ, આવનાર વ્યક્તિ કમ્પનીને નવી ઉંચાઈઓ સર કરાવવા સક્ષમ છે કે નહીં તે જુઓ.

 

ઉતરાધિકારી પસંદ કરી કમ્પનીમાં તેને મુકવાની પ્રક્રીયા કમ્પનીના અન્ય કર્મચારીઓ માટે આશ્ચર્યજનક ન હોવી જોઈએ,. એક ‘succession plan’ તૈયાર કરવો જોઈએ જેથી કમ્પની કોઈ ખળભળાટ મચે નહી.

Advertisements

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s