વારસદાર – ઊતરાધિકારી

ramkrishna-dev-sarada-ma-and-swami-vivekananda-BG92_l

ઢળતી ઉમરે પિતાને ‘વારસદાર’ની ચિંતા હોય, બીઝનેસમેનને ‘ઉતરાધિકારી’ની ચિંતા હોય. કોઈક ઉમરે દરેક વ્યક્તિને પોતાની સંપતિ – પછી તે નાણાકીય હોય,   સામાજીક હોય કે વિચારધારાનો વારસો – કોઈકને સોંપી જવાની ‘ઇચ્છા’ થાય છે.

કેમ ?

દરેકના મનમાં એક ભ્રાંતિ જીવીત છે – ‘મેં’ કેટલી મહેનત પછી આ બધું મેળવ્યું છે, તે એળે થોડું જવા દેવાય ? – પણ ….. હકીકતમાં એ પોતે મેળવેલી (?) સંપતિ પર મૃત્યુ પછી ‘પોતાનો’ સિક્કો યથાવત રાખવા ઇચ્છે છે. મૃત્યુ પછી પણ જીવંત રહેવાની ઘેલછા રાખતો હોય છે. (‘પોતે મેળવેલી’ પછી મેં પ્રશ્નાર્થ મુકેલું છે, કારણ કે મને લાગે છે કે વ્યક્તિની કાર્યસિધ્ધિમાં જેટલું મહત્વ વ્યક્તિના જ્ઞાન અને મહેનતનું છે એટલું જ મહત્વ કાર્યસિધ્ધિને અનુકુળ ‘પરિસ્થિતિ’નું પણ છે. આમ આ અનુકુળતા ઉભી કરનાર પરીબળોનો ફાળો પણ વ્યક્તિએ મેળવેલી કાર્યસિધ્ધિમાં છે.)

કુટુમ્બમાં ‘વરસદાર’ અને વ્યવસાયમાં ‘ઉતરાધિકારી’ ની જરુરીયાત સામાન્ય છે.

સામાન્ય પિતાનું ઉદાહરણ જુઓ. ‘આ બધુ તમારા માટે કરું છું’ એવા શબ્દો તો દરેક કુટુંબમાં વારંવાર સાંભળવા મળે છે. આમાં ખરેખર સાચું કેટલું ? શું વ્યક્તિ જે કાંઈ કરે છે તે પોતાના કુટુંબીઓ માટે કરે છે ? પોતે પ્રાપ્ત કરેલ સિધ્ધિઓનો યશ કુટુંબીઓને આપે છે ? (જો કે જાહેરમાં કહેવાતા આ શબ્દો કહે છે તે કુંટુંબ પ્રત્યેનું ‘આભાર દર્શન’ છે, પણ  માનસિક રીતે તો સિધ્ધિ પોતાની જ ગણે છે). હકીકત પણ એ જ છે કે વ્યક્તિ જે કંઈ સિધ્ધિ પ્રાપ્ત કરે છે તે પોતાના સ્વબળે અને અનુકુળ પરિસ્થિતિના કારણે જ પ્રાપ્ત કરે છે. આથી યશનો હકદાર તો તે પોતે વધારે છે, પણ પોતે ઉભુ કરેલું સામ્રાજ્ય જ્યારે અન્યને સોંપવાની વાત કરે છે ત્યારે કદાચ પોતાની ગેરહાજરીમાં પણ જીવંત રહેવાની તેની ઇચ્છા મહત્વનો ભાગ ભજવે છે, અને આથી જ તેને ચિંતા હોય છે કે તેનો વારસદાર પોતે જે ઉભું કર્યું છે તેની યોગ્ય જાળવણી તો કરશે ને ? જેને કોઈ એવી તૃષ્ણા હોતી નથી તે વારસદારની ચિંતા કરતો નથી. આપણા સંતો જુઓ ! એમણે કશુ એકઠું કર્યા સિવાય જીવનભર આપ્યા જ કર્યું, છતાંય એ જ્ઞાનનો એવો વારસો આપતા ગયા કે એ જ્ઞાનના અધારે ઘણાના જીવન સુધરી ગયા. રામકૃષ્ણ પરમહંસને જુઓ, નરેન્દ્રને (વિવેકાનંદ) કશું કહ્યા વગર આપી દીધું. અને …. આજના સંતોને જુઓ, આશ્રમોની સમૃધ્ધિઓના વારસદાર માટે રાજકારણો ખેલાય છે.

પિતા પુત્રને વારસદાર બનાવવા માગે છે પણ તેણે ખરેખર તે માટે તેણે શું પ્રયત્ન કર્યા છે ? દરેક વ્યક્તિ જીવનમાં પોતાની રીતે પુખ્ત થાય છે. મા-બાપ, સમાજ તેને પુખ્ત થવામાં મદદ કરે છે પણ વ્યક્તિ, વિચારસરણી તો પોતાની રીતે જ ઘડે છે. જો પિતાએ પોતાના ‘વારસા’ની ચિંતા કરવી હોય તો બાળકને પોતાની વિચારસરણીમાં શરુઆતથી જ ઢાળવો જોઈએ. તો જ બાળક મોટા થતાં પોતાના પિતાનો વારસો પિતાની ઇચ્છા મુજબ જાળવી શકે. યુવાનો કેરીયરની ચિંતા અને દોડધામમાં તેમની બાળકોના યોગ્ય ઉછેરની નૈતિક ફરજ છે એ ચુકી જાય છે. એવું પણ કહી શકાય ‘વારસો’ જાળવવાનો પોતાનો સ્વાર્થ પણ ચુકી જાય છે, પછી ‘ઉઠીયાણ’ પાક્યો એવી ફરીયાદ પણ કરી નાખે છે.

કુટુંબમાં વારસદાર કે વ્યવસાયમાં ઉતરાધિકારી નક્કી કરવાની એક આખી પ્રક્રીયા છે. એને અનુસરવામાં આવે તો વારસો કે વ્યવસાય જળવાય રહે છે.

વારસદાર પસંદ કરવાની પ્રક્રિયાની એક નાનકડી વાર્તા નાનપણમાં સાંભળેલી, તમને કદાચ મજા આવશે –

સસરાએ ઘરની જવાબદારી ચાર વહુઓમાંથી કોને સોંપવી એ નક્કી કરવા ચારે વહુઓને બોલાવી, દરેકને એક એક મુઠ્ઠી દાણા આપ્યા અને કહ્યું ‘આ દાણાનું તમારે જે કરવું હોય તે કરો, છ મહીના પછી હું નક્કી કરીશ કે ઘરનો કારભાર કોને સોંપવો.’ મોટી વહુ જરા સુખી ઘરમાંથી આવેલી, એને મુઠ્ઠી દાણાનું મહત્વ ન લાગ્યું તેણે દાણા ફેંકી દીધા. બીજા નંબરે દાનધર્મમાં માને એથી તેણે મંદીરમાં મુક્યા, ત્રીજીને થયું કે છ મહીના પછી તીજોરી ચાવીઓ લેવી હોય તો આ દાણા સાચવી રાખું, સૌથી નાનીએ વિચાર્યું કે આ દાણાને બીજ તરીકે જમીનમાં વાવી દઊં, છ મહીને વધારે મળશે. છ મહીના પછી સસરાએ વહુઓને બોલાવી પુછ્યું ‘મેં આપેલા દાણાનું શું કર્યું ?’ બધીએ પોતપોતાની કેફીયત રજુ કરી, પણ નાની વહુએ એક મુઠ્ઠીના બદલે બે ખોબા ભરીને દાણા ભરીને સસરાને પરત આપ્યા, અને સસરાએ તીજોરીની ચાવી નાની વહુને સોંપી.

અહી તો વારસદારને પસંદ કરવા થયેલી ચકાસણીની વાત કરી પણ વારસદાર તૈયાર કરવો પડે અને તેમાં માબાપનો રોલ ખુબ મહત્વનો છે એ વાત ન ભુલવી.

વ્યવસાયમાં ઉતરાધિકારીની પસંદગીની વાત તો કંઈ અનેરી છે. ફરી ક્યારેક….

Advertisements

7 comments on “વારસદાર – ઊતરાધિકારી

 1. નિરવ કહે છે:

  સરસ મુદ્દો અને દ્રષ્ટિકોણ .

  Like

 2. jate kamayelu hoy to kadar thay, ane varsa ma jate kamavana vicharo ane sanskaro j aapva joye. . .

  Like

 3. preeti tailor કહે છે:

  taddan sachi vaat chhe . chhelli varta gami …

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s