Chaos and creativity

ટીવી પર ચેનલો ફેરવતા એક ચેનલ પર રજનીશજીનો ચહેરો જોઈ રોકાયો, પ્રશ્નોત્તરી ચાલતી હતી, પ્રશ્ન કંઈક આવો હતો કે ધ્યાન દરમ્યાન મગજમાં chaos છવાય ગયો છે અને જવાબ આવો હતો ‘ઐસા હોના અચ્છી બાત હે, અબ કોઈ ક્રીએશન હોગા’. પછી તો કાર્યક્રમ પુરો થઈ ગયો, પણ મને મુંઝવણમાં મુ્કતો ગયો. અવ્યવસ્થા, અંધેરને ક્રીએટિવીટી સાથે શું લાગે વળગે ?

chaos

વિચારોને વાગોળતા વાગોળતા ભુતકાળમાં Creative problem solving ભણાવતો, તે યાદ આવ્યું કે અરે ! હું જ આવું કંઈક ભણાવતો હતો કે કોઈ પ્રશ્ન ઉભો થાય ત્યારે solution માટે થોડી મથામણ કરી પછી incubation માટે તેને ભુલી જાઓ. બીજી રીતે કહીએ તો પ્રશ્નના નિરાકરણ માટે થોડી મથામણ કરીએ ત્યારે મનમાં નિરાકરણના ઉપાયોની ભરમારથી અવ્યવસ્થા છવાય જાય અને સાચો ઉકેલ શોધી ન શકાય. આવા સમયે તેને થોડા સમય માટે ભુલી જઈએ તો આંતરમન પ્રશ્નના નિરાકરણનું પોતાનું કામ ચાલુ રાખે અને અંતે કોઈક અલગ નિરાકરણ જ આપણને સુઝાડે. આમ અવ્યવસ્થામાંથી જ ક્રીએટીવીટીનો જન્મ થાય.

તમે તમારા ઉંઘમાં આવેલા સ્વપ્નાઓને યાદ કરી જુઓ ને ! જીવંત બનેલો પ્રસંગ સ્વપ્નામાં રીપીટ થાય ત્યારે બંને પ્રસંગોની થીમ તો લગભગ એક હશે પણ પાત્રો બદલાય હશે, સ્થળો બદલાય હશે, સીકવન્સ બદલાણી હશે, કોઈક અન્ય પ્રસંગની પણ સેળભેળ થઈ હશે, એમ જ કહો ને કે પ્રસંગ કંઈક અલગ રીતે જ ભજવાયો હશે, કંઈક નવી જ ક્રીએટીવીટી સાથે.

ફીઝીયોલોજીની રીતે સમજવા પ્રયત્ન કરું તો મનમાં ઉદભવતા વિચારોના પરિણામો, અનુભવો, પ્રતિક્રિયાઓ વગેરે અંતમાં મગજની મેમરીમાં ન્યુરોકેમીકલના સ્વરુપે સ્ટોર થયા હોય. જ્યારે આપણે યાદ કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે રીવર્સ પ્રક્રિયા થઈ મુળ કેમીકલ ફરી બની, મુળ પ્રસંગને મનમાં ઉજાગર કરે. પણ અહીં એ યાદ રાખવું ઘટે કે જ્યારે એ રીવર્સ પ્રક્રિયા થાય ત્યારે મગજના જે કોષમાં (Cell) આ પ્રક્રિયા થાય તેની બાજુમાં રહેલ કોષને પણ અસર થાય અને એ યાદનો મુળ પ્રસંગમાં ઉમેરો પણ થઈ જાય. અને સ્વપ્નામાં ભજવાયેલો પ્રસંગ કંઈક અલગ રીતે જ ભજવાય. એ જ રીતે ખરેખરી ઘટનાને બીજી વખત યાદ કરતી વખતે તેમાં આંશિક ફેરફારો પણ નજરે પડે. (પોલીસ સાક્ષીને વારંવાર પુછતાછ કરે ત્યારે સાચો માણસ દરેક વખતે એકના એક પ્રશ્નનો ઉત્તર થોડોક જુદો આપે. જેમકે ગુનેગારે કેવા કપડા પહેર્યા હતા ? પહેલી વખત લાલ, બીજી વખત લાલાશ પડતા, ત્રીજી વખત લગભગ કંઈક લાલશ પડતા ગુલાબી રંગ જેવું … વગેરે, જ્યારે ખોટો સાક્ષી દરેક વખતે એકસરખો જ ઉત્તર આપે ‘લાલ’ – કારણ કે તેણે એ જવાબ ગોખેલો હોય)

આવું જ પ્રશ્નનિરાકરણ વખતે થાય. આપણે શોધેલા ઘણા સમાધાનો આપસ-આપસમાં અથડાઈને કંઈક નવો જ ઉકેલ આપે. આમ અવ્યવસ્થા – chaos – ક્રીએટીવીટીની જનક છે એમ કહી શકાય. (પ્રશ્ન નિરાકરણની મારી જ બનાવેલી એક નાની વીડીયો ક્લિપ અહીં આપેલી છે – https://www.youtube.com/watch?v=dxyft-iYjb8 )

ક્રીએટીવીટીના ઉદભવને સમજવા ફક્ત એટલું જ સમજવું પડે કે બે કે તેથી વધારે ક્ષેત્રના વિચારોને એક વિચાર સાથે સાંકળી કંઈક અલગ પ્રકારનો વિચાર ઉદભવવો. તમે થોડી ઝીણવટથી વિચારો તો દરેક ‘જોક’ એ ક્રીએટીવ થીન્કીંગ છે. એક નમુનો – એક શુધ્ધ ભારતીય નારી કપાળમાં રુપિયા જેવડો ચાંદલો કરતી. થોડો સમય જતાં ચાંદલાની સાઈઝ નાની થઈ અને બિન્દીમાં ફેરવાય. પડોશણથી રહેવાયું નહી પુછી નાખ્યું ‘કેમ બિન્દી ?’, ‘તમારા ભાઈની તબીયત સારી નથી રહેતી’ સુહાગણના પ્રતિક અને સુહાગની તબીયત – કેવો સુમેળ ?

આપણા સ્વપ્નાઓમાં પણ આવું જ થાય છે. કોઈ માથામેળા વિનાના વિચારોની ભેળસેળ થાય છે. કેમેસ્ટ્રીના પદાર્થ ‘બેન્ઝીન’ ના કેમીકલ સ્ટ્રક્ચરની વાત પણ આવી જ છે. 1890 માં Kekulé એ બેન્ઝી્નનું સ્ટ્રુક્ચર એવી જ રીતે શોધ્યું હતું તેને સ્વપ્નામાં એક સાપ પોતાની પુછડી ગળી જતો દેખાયો અને એ જ આકાર તેણે બેન્ઝીનના સ્ટ્રક્ચર માટે અજમાવી જોયો અને સફળ થયો. આર્કીમીડીઝને (Archimedes) અનિયમિત આકારનું કદ શોધવાનો જવાબ પણ બાથરુમના ટબમાંથી જ મળ્યો હતો ને !

સફળતાની સીડી ચડવા બે ટેકા યાદ રાખવા જરુરી લાગે છે જેમાં એક તો ક્રીએટીવીટી અને બીજુ ‘સાબુ’, નહાવાનો નહીં પણ સામાન્ય બુધ્ધી. ‘સાબુ’ની વીકીપેડીયાની વાત પણ વાંચી લો – ક્રીએટીવીટીને મીલતી ઝુલતી છે ને !

Aristotle, who is the first person known to have discussed “common sense”. He was describing the ability with which animals (including humans) process sense perceptions, memories and imagination (phronein) in order to reach many types of basic judgments. In his scheme, only humans have real reasoned thinking (noein), which takes them beyond their common sense.

Advertisements

2 comments on “Chaos and creativity

 1. Vinod R. Patel કહે છે:

  સુંદર મનો વૈજ્ઞાનિક વિશ્લેષણ કરતો લેખ

  વિડીયોની મદદથી પ્રશ્નોના નિરાકરણ ની રીતો શીખવવાની પદ્ધતિ ગમી . આ રીતે કોઈ પણ પ્રશ્ન

  સમજી , વિકલ્પો જાણી એને ઉકેલી શકાય એ વાત સમજવી કેવી સરળ બની ગઈ ! .

  Like

  • jagdish48 કહે છે:

   Thanks Vinodbhai…
   લગભગ ૮૪-૮૫ માં મારી સંસ્થાના નેજા હેઠળ બનાવી હતી. ગુજરાતીમાં આ મેનેજમેન્ટ વિષય સાથેની પ્રથમ વીડીયો કહી શકાય. કન્સેપ્ટ, સ્ક્રીપ્ટ મારી છે, કાસ્ટીંગ, શુટીંગ, એડીટીંગ સર્વનો અનુભવ લેવાની તક મળી હતી.

   Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s