પેરન્ટીંગ એ ફક્ત મા કે ફક્ત બાપ દ્વારા થતું નથી પણ મા-બાપ દ્વારા થતી સંયુક્ત પ્રક્રિયા છે. (અહીં સીંગલ પેરન્ટીંગને વિશિષ્ટ ગણવું પડશે.) વધુમાં, આ એક એવી પ્રકિયા છે કે જે સતત છે, બાળકને કોઈ સુચના આપી દીધી પછી એ કાર્ય પુર્ણ થયું, એમ બની શકશે નહી. તેને કાર્ય કરવાનું શીખવવું પડશે, યોગ્ય દિશામાં જઈ રહ્યું છે કે કેમ તેનું ધ્યાન રાખવું પડશે, તેની સલામતિનું ધ્યાન રાખવું પડશે. એને માનસિક અનુભુતિ કરાવવી પડશે કે તે એકલું નથી. વધુમાં આ બધું કરતાં કરતાં બાળકને એવી અનુભુતિ (ફીલ) કરાવવી પડશે જે તે કાર્ય તેણે જ પુર્ણ કર્યું. તેનો આત્મવિશ્વાસ વધારવો પડશે.
પેરન્ટીંગ એ એવું જવાબદારીભર્યું કાર્ય છે કે તેના દ્વારા માબાપ બાળકની પર્સનાલીટી ઘડે છે. બાળક મોટા થયા બાદ જીવનભર સામાજીક મુલ્યો સાંચવીને, મુશ્કેલ પરીસ્થીતીમાં ટકી રહે છે. આમ જોઈએ તો માબાપ પેરન્ટીંગ દ્વારા બાળકને તૈયાર નથી કરતા પણ સમાજના એક એવા ઘટકને તૈયાર કરે છે, જે સામાજીક મુલ્યોના પાયારુપ છે અને જતન કરનાર છે.
બીજી એક ખુબ અગત્યની વાત નોંધવા જેવી એ છે કે બાળપણનો સમયગાળો ટુંકો થઈ રહ્યો છે. પહે્લાં બાળકોને પાંચ વર્ષ પછી સ્કુલમાં મોકલવામાં આવતા, પણ હવે તો અઢીત્રણ વર્ષથી બાળકને કૌટુંબીક વાતાવરણમાંથી સામાજીક વાતાવરણમાં મુકી દેવામાં આવે છે. આનો ફાયદો પણ છે અને ગેરફાયદો પણ છે. ફાયદો એ કે બાળક ઘરમાં જો રુઢીચુસ્ત વાતાવરણ (અપરિવર્તનશીલ વિચારધારા) હોય તો તેમાંથી મુ્ક્ત રહે છે. ગેરફાયદો એ કે ઘરથી અલગ રહેવાથી કુટુંબ સાથેના લાગણીના બંધનો બાંધી શકતું નથી, જે બાળક માટે પુખ્ત ઉંમરે પ્રશ્નો ઉભા કરે છે. જો પુખ્ત ઉંમરે સામાજીક વાતાવરણમાંથી યોગ્ય ટેકો ન મેળવી શકે તો એકલતામાં ઘેરાય જાય છે. એની હતાશા/નિરાશામાંથી અન્ય પ્રશ્નો ઉભા થાય છે.
દરેક માબાપ પણ એમના માબાપ પાસે ઉછરેલા છે, આથી, કુવામાં હોય તે અવાડામાં આવે એ ન્યાયે એમને જે વારસામાં મળ્યું હશે તે જ એમના પેરન્ટીંગમાં આવશે. પણ આ સતત પરિવર્તન પામતી દુનીયામાં હવે ઉપરની કહેવત જુની થઈ ગઈ. નવા નવા પરિવર્તનોના કારણે માનવીમાં વૈચારિક પરિવર્તન થતું રહે છે. આથી પેરન્ટીંગની પ્રક્રીયા પણ પરીવર્તન પામતી રહે છે. (યુવાન માબાપો પણ આ શ્રેણીમાંથી થોડી પ્રેરણા મેળવી ‘પેરન્ટીંગ ટીપ્સ’ વાંચી વાંચી નવા પ્રયોગો કરશે જ ને ! 😉 )
એક ખુબ અગત્યનો મુદ્દો યાદ રાખવો – બાળકના દરેક વર્તનને તેની ‘બીહેવીયર’ ન ગણી લેશો, ક્યારેક એ તમારી તેની સાથેની ‘રીલેશનશીપ’ નો પ્રશ્ન પણ હોય શકે. ‘હમણાં હમણાં નીંભરો થઈ ગયો છે’ આ નીંભરાપણું તમારા કે અન્યના તેની સાથેના ‘શુષ્ક’ સંબંધોના કારણે પણ હોય શકે. ઘરમાં કોઈની ‘ટોક ટોક’ વધી ગઈ હોય. ‘બીહેવીયર’ના પ્રશ્નોનો ઉકેલ થોડો સમય લે, પણ ‘રીલેશનશીપ’ના પ્રશ્નોનો ઉકેલ તુરંતમાં લાવી શકાય.
‘તુંડે તુંડે મતિર ભિન્ના’ અન્વયે દરેક માબાપની પેરન્ટીંગ સ્ટાઈલ આગવી જ હોવાની. મનોવૈજ્ઞાનિકો મુખ્ય ચાર ‘પેરન્ટીંગ સ્ટાઈલ’ દર્શાવે છે. પણ એક બ્લોગરે – Kidsstoppress.com પર સુશ્રી માનસી ઝવેરીએ ખુબ સરસ વાત કરી છે –
That’s why I always say Parenting has no rules and it’s like a new class for me every day. If you want to follow guidelines defined in your book then you are being rigid. Today’s children with their presence of mind will take you by surprise.
(http://www.kidsstoppress.com/2012/09/parenting-styles/)
માર્ગદર્શિકા સ્વરુપે વીકીપેડીયાની પેરન્ટીંગ સ્ટાઈલ જોઈએ.
પેરન્ટીંગ સ્ટાઈલ એ માબાપની બાળક પ્રત્યેની જવાબદારી (responsibility) અને બાળક પાસેથી તેમની અપેક્ષાઓ (demands) પર આધારીત છે.
(by Maccoby and Martine) માબાપ બાળક પ્રત્યે કેટલા જવાબદાર છે – Responsive VS Unresponsive – તેમજ બાળક તરફથી કેટલા પ્રમાણમાં અપેક્ષાઓ રાખે છે – Demanding vs Undemanding – તેના પર, માબાપની પેરન્ટીંગ સ્ટાઈલ આધાર રાખે છે.
Authoritative – માબાપ જો બાળક માટે જેટલી અપેક્ષા રાખતા હોય તેટલી જ જવાબદારી રાખતા હોય તો તે આ પ્રકારની પેરન્ટીંગ સ્ટાઈલ છે. આ સ્ટાઈલમાં વર્તન માટેની ગાઈડલાઈન સ્પષ્ટ હોય છે, નિયમોનું પાલન કરવાનું હોય છે, સામે પક્ષે જે સ્વીકાર્ય હોય તે સ્વીકારાય પણ છે, બાળકોની લાગણીનું ધ્યાન રખાય છે, કોઈ કાર્ય કઈ રીતે કરવાનું છે તેનું માર્ગદર્શન આપતી વખતે તેની પાછળનો હેતુ, કારણ સહીત સમજાવાય છે, શિક્ષા કરવા માટે અતિઆગ્રહ નથી હોતો પણ શિખવવા પર વધુ ભાર મુકવામાં આવે છે.
Authoritarian – માબાપ, બાળક પાસેથી જેટલી અપેક્ષા રાખે છે, તેની સામે પોતે બાળક પ્રત્યે બીનજવાબદાર હોય છે. ‘હું કહું તેમ જ થવું જોઈએ’ માબાપ આ પ્રકારનું વલણ ધરાવે છે. શિક્ષા કરવામાં સખત હોય છે. લાગણીના સંબંધોનો અભાવ હોય છે.
Permissive – ‘બાળકો તો બાળકો છે’ ‘હોય ! એ તો હજુ બાળક છે’ એવી ભાવનાવાળા માબાપ. બહુ ઓછા નિયમો અને શિક્ષામાં માનનારા અને પોષણ કરનારા માબાપ.
Neglectful – જે ભુલ ભુલમાં માબાપ બન્યા છે. ફક્ત પોતાની જીંદગી મસ્ત રહેનારા માબાપ. બાળક શું કરે છે, તે મન પર લાવવાનું નહીં, બાળકને કશું માર્ગદર્શન આપવાનું નહી. સૌ સૌના રસ્તે.
જોકે આ સ્ટાઈલના પ્રકાર ફક્ત સમજણ માટેના જ કહી શકાય. કારણ કે સંસ્કૃતિ પ્રમાણે, માબાપના પોતાના ઉછેરના આધારે, પ્રત્યેક માબાપની પેરન્ટીંગ સ્ટાઈલ અલગ અલગ હોય છે.
તમને તમારી પેરન્ટીંગ સ્ટાઈલ મોજ માટે જાણવી છે ? તો નીચેની લિન્ક પર જતા રહો –
http://ideas.time.com/2012/05/10/quiz-whats-your-parenting-style/
પરદેશી ટેસ્ટ છે હોં !
અને એક પ્રાથમિક બાબતો માટે એક સ્લાઈડ શો પણ નિહાળી લેજો –
http://prezi.com/vczmmdrljcob/the-relationship-between-parenting/