માબાપ બનવું સહેલું નથી – ૨

પેરન્ટીંગ પરના પુસ્તકો, ઓડીયો કે વીડીયો સાહિત્ય મહદ અંશે ‘ટીપ્સ’ આધારીત હોય છે, મોટા ભાગે ટીપ્સ મર્યાદીત પ્રયોગોના આધાર પર ઘડાય છે. જેમ લોકશાહીમાં ચુંટણીના પરીણામોની (Election poll) આગાહી સેમ્પલ સર્વે કરીને, સ્ટેટીસ્ટીક્સના નિયમોના આધારે થાય છે. જે મોટા ભાગના કિસ્સામાં સાચા પડતા નથી કારણ કે માનવ મન એ વિશ્વનું ‘કોમ્પ્લેક્સ અસ્તિત્વ’ છે. જેને સમજવું કે જનરલાઈઝ કરવું અશક્ય છે.

પેરન્ટીંગની એક ટીપ એવી છે કે બાળકોને પ્રોત્સાહીત કરો, કરેલા કાર્ય માટે ગીફ્ટ આપો, તો તે ક્લાસમાં ટોપ કરશે. વધુને વધુ શીખવાનો પ્રયત્ન કરશે. કોઈ બાળક આ પ્રક્રીયા પરથી એવું પણ તારવી શકે કે મને જે પ્રોત્સાહન/ગીફ્ટ મળે છે તે ‘ગીવ એન્ડ ટેઈક’ નો એક હિસ્સો છે અને એવું પણ બની શકે કે જો આ ‘ગીવ એન્ડ ટેઈક’નો વિચાર દૃઢપણે મનમાં સ્થાપિત થઈ જાય તો મોટા થતાં બાળક લાગણી શુન્યતામાં ધકેલાય જાય, joy of giving ભુલી જાય. હમણાં જ એક પશ્ચિમનો એક કિસ્સો ધ્યાનમાં આવ્યો. એક ઘરમાં એક સીસ્ટમ ડેવલોપ કરવામાં આવી – બાળક કોઈ સારુ કામ કરે તો તે કેટલાક ‘પોઈન્ટ’ Earn કરે, પછી અમુક પોઈન્ટ Earn કરીને તેના વડે પોતાની પસંદગી વસ્તુ લઈ શકે. મોટા થતા આ બાળક એક વસ્તુ તો ચોક્કસ, સારી શીખે કે આ જગતમાં કશું ‘મફત’ મળતું નથી તેના માટે Earn કરવું પડે છે અને Earn કરવા કામ કરવું પડે છે. સવાલ એ છે કે આ સીસ્ટમ ક્યારે લાગુ કરવી ? નાનુ બાળક જ્યારે સલામતી અને હુંફ ઇચ્છતું હોય ત્યારે તેને ‘લાગણી’ની, ‘પ્રેમ’ની જરુર છે, ત્યારે જો આવી સીસ્ટમ લાગુ કરવામાં આવે તો મોટા થતાં લાગણી કે પ્રેમને પણ ‘Earning point’ ના તોલમાપથી તોલે.

અહીં અગત્યનો મુદ્દો એ છે કે રેડીમેઈડ પેરન્ટીંગ ટીપ્સને કોના પર અને ક્યારે લાગુ કરવી ? કોઈપણ ટીપ્સનો અમલ કરતાં પહેલાં જે તે બાળકના માનસને સમજો, તેની માનસિક જરુરીયાતોને સમજો, તેની ગ્રહણશક્તિને સમજો, તેની વિશ્લેષણ શક્તિને (analitycal ability) સમજો, એની આસપાસના વાતાવરણને સમજો, પછી રેડીમેઈડ ટીપને પોતાની જરુરીયાત પ્રમાણે બનાવો, પછી અજમાવો. (અને તેથી જ માબાપ બનવું સહેલું નથી)

સાયકોલોજીસ્ટ Erik Erikson એ માનવજીવનના આઠ સ્ટેજીસ ગણાવ્યા છે. આ આઠમાંથી પાંચ તો બાળપણમાં જ આવી જાય છે. આથી માબાપોએ આ આઠ સ્ટેજીસ સમજવા જરુરી છે. આ આઠ સ્ટેજીસને આપણે બાળઊછેર સાથે સાંકળી લઈએ. માનવીના જીવનકાળના ક્યા સમયમાં ક્યો વિશિષ્ટ ગુણ અગત્યતા ધરાવે છે, એ વખતે તેની મનોસ્થિતિ કયા પ્રકારની હોય છે એ બાબતો એરીકસને નીચેના ટેબલ દ્વારા દર્શાવી છે. આ ટેબલનો માનસશાસ્ત્રીય ઉપયોગ ગમે તે હોય પણ આપણે તેને બાળઊછેરની સાથે આપણી રીતે સાંકળી લઈએ –

 

Table

 

(સંદર્ભ – http://en.wikipedia.org/wiki/Erikson%27s_stages_of_psychosocial_development)

બાળક બે એક વર્ષ સુધી ‘આશા’માં જીવતું હોય, મા તેની જરુરીયાતો સમજી પુરી કરે એવી આશા સાથે જીવતું હોય, તેના મનમાં સલામતીની આશા હોય, કોના હાથમાં સલામત છે, કોના પર વિશ્વા્સ મુકવો એની અવઢવમાં જીવતું હોય ત્યારે માતા જ તેની આશાઓ/ઇચ્છાઓ પુરી કરી શકે, તેને સલામતી પુરી પાડી શકે એ હકીકત છે.(પણ કેરીયર અને ફીગરની લાયમાં માતાને ગર્ભાવસ્થાથી ભારરુપ લાગતું હોય તો એવી માતા બાળકને શું આપી શકે ?

બે વર્ષ પછી બાળક થોડું સ્વતંત્ર થવા લાગે, પોતાની જાતે કંઈક કરી શકે તેવી વૃતિ કેળવાય, પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી શકશે કે કેમ ? એની અવઢવમાં હોય, એ સમયે માબાપ તેને સ્વતંત્ર થવામાં મદદ કરી શકે, પોતે બાળક જાણે નહી તેમ સજાગ રીતે તેની પ્રવૃતિઓ પર નજર રાખે, સલામતિ પુરી પાડે, તેને જાતે પ્રયત્ન કરવા દે, ભુલ કરે ત્યારે ગાઈડ કરે તો તેના માનસિક વિકાસની જરુરીયાતો સંતોષાય. નહીંતર બાવીસ વર્ષે પણ ‘બાબો’ જ રહે.

ચારથી પાંચ વર્ષના બાળકને થોડો ભુતકાળનો અનુભવ થયો હોય, આવા સમયે તે આ અનુભવોને સાંકળીને નવું કરવાના પ્રયત્નોમાં લાગી જાય, એકની એક પ્રવૃતિ વારંવાર જુદા સાધનોથી (રમકડા) કરી ચકાસણી કરવાનો પ્રયત્ન કર. માબાપોએ આવા સમયે  તેને વેરાયટી મળી રહે તે માટે પ્રયત્ન કરવા ઘટે.

પાંચથી બાર વર્ષ દરમ્યાન તે કુટુંબ સિવાય બહારની દુનીયા – સ્કુલ ના સંપર્કમાં આવે. આવા સમયે તે અન્ય સાથે હરીફાઈ કરી શકશે કે કેમ તેની અવઢવમાં હોય. આવા સમયે તેને માબાપના પ્રોત્સાહનની ખાસ જરુર પડે. માબાપોએ તેનામાં આત્મવિશ્વાસમાં વધારો થાય એવા પ્રયત્નો કરવા ઘટે.

તેરથી ઓગણીશ વર્ષ દરમ્યાન તે મિત્રોમાં, સમાજમાં પોતાના સ્થાન માટે પ્રયત્ન કરે, વિશ્વનિયતા વધારવા પ્રયત્નશીલ બને. પોતે શું કરવું જોઈએ, રોલમોડેલની ચકાસણીમાં પ્રયત્નશીલ બને. શું બનવું જોઈએ એ દિશામાં વિચારવાનું શરુ કરે. આવા સમયે માબાપોએ તેને યોગ્ય દિશા પકડવામાં મદદ કરવી જોઈએ. મારું બાળક એન્જીનીયર/ડોક્ટર બનશે એવું થોપવું ન જોઈએ. ભણવાની પસંદગીમાં દરેક ક્ષેત્રના લાભ-ગેરલાભની સમજણ આપી, નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવી જોઈએ.

જીવનના પછીના તબક્કાઓમાં તો માનવી પોતાની રીતે જીવતો થઈ જાય, છતાં માબાપની હુંફની જરુર તો અંત સુધી રહેતી જ હોય છે.

પાંસઠ પછી તો wisdom આવી જવું જોઈએ. મને પણ….. ! કે તમને લાંબુ……. લાંબુ  વંચાવીને બોર કરતો બંધ થાઊં…………

Advertisements

3 comments on “માબાપ બનવું સહેલું નથી – ૨

  1. hirals કહે છે:

    Your article is very thoughtful ( not boaring at all).

    Like

  2. hirals કહે છે:

    One small suggestin. Can we have a ‘share’ button here? So from mobile it will be easy to share with many friends via email.

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s