નિજાનંદ –

હમણા એક બ્લોગ પરથી ‘કૃષ્ણાષ્ટકમ’ ગમ્યુ અને અંગત રીતે રોજ સંભળી શકાય તે માટે ડાઊનલોડ કરવાની ઈચ્છા થઈ, પણ પ્રોટેક્ટેડ હોવાથી ન લઈ શકાયું અને મારા ‘બાળક’ (બુઢ્ઢા અને બાળક – સરખા જ કહેવાય ને !) જેવા મન એ તેનો વિરોધ કર્યો. બ્લોગ રાઈટરે જણાવ્યું કે ‘…. ગીત ફક્ત નિજાનંદ માટે જ છે જેથી ડાઊનલોડ થઈ શકે તેમ નથી.’ (એમણે બ્લોગ પરના ‘કટ-પેસ્ટ’ની પણ વાત જણાવી અને વિનયભાઈ ખત્રીના બ્લોગ funngyan.com પર પ્લેજરીઝમ (plagiarism) વાંચવા લિન્ક પણ આપી.)

બીજાના હક પર તરાપ મારવાનું આદિકાળથી ચાલે છે એમાં નવું નથી.

પણ મેઈલ વ્યવહારમાં ‘નિજાનંદ’ શબ્દ આવ્યો આથી તેને સમજવાની ઇચ્છા થઈ, કારણ કે મેં પણ લખ્યું છે કે હું નિજાનંદ માટે લખું છું.

ગુગલની ઓથે ‘નિજાનંદ’ના જુદા જુદા સ્વરુપ જોવા મળ્યા.

સૌ પ્રથમ તો વૈજ્ઞાનિક તર્ક મળ્યો. ‘માનવ મગજ’માં ચાલતી રાસાયણીક પ્રક્રિયાની વાત આવી. માનવીના મગજમાં ‘હેપી કેમીકલ્સ – સેરોટેનીન અને ડોપામાઈન’ ના સ્ત્રાવની વાત રાઓલજીએ ‘રાસાયણીક તત્વજ્ઞાન – ૩’ લખી –

 ‘…..…મને થતું કે વિચારોનું બહુ મોટું યુદ્ધ મનમાં ચાલી રહ્યું છે, એને શબ્દોમાં પરોવીએ, કોઈ વાંચે કે ના વાંચે નિજાનંદ માટે લખીએ. પણ પ્રતિભાવ શરુ થયા, બહુ સારું લખો છો, આવા એક બ્લૉગની જરૂર હતી, વગેરે વગેરે. હવે સાચો નિજાનંદ શરુ થયો. હવે લાઇકના ઝબુકીયાં, કૉમેન્ટ્સ, પ્રતિભાવો, થતા વખાણ, વાદવિવાદ બધું મજા અર્પવા લાગ્યું. મિત્રોની કૉમેન્ટ્સ ના આવે તો ડોપમીન(dopamine) સ્ત્રાવ ઓછો થઈ જતો લાગ્યો. પોસ્ટ બેત્રણ દિવસ ટૉપ ઉપર રહે તો વળી ઓર મજા આવે. હું તો નિજાનંદ માટે લખું છું, મને કોઈની પડી નથી કોઈ વાંચે કે ના વાંચે તે એક દંભ થઈ ગયો કે નહીં ?……..’

આવી જ રીતે dnafootprint પર જયેન્દ્ર આશરા લખે છે કે ‘…..આ એકલક્ષી-મનોસ્થિતિ ત્યારે મળે કે જ્યારે તમે ઓક્સીટોસીન અને ડોપોમાઈનની પ્રાપ્તિ કરાવતા તમારા મન-ગમતા કાર્ય કરો… સામાન્ય રીતે વૈજ્ઞાનિક – સંગીતકાર – લેખક – ચિત્રકાર – સાચા સંત ફકીર યોગી સતત પોતાને ઉત્કૃષ્ટતાએ પહોંચાડવાની અભાન-કાર્યશૈલીને કારણે સતત ઓક્સિટીક – ડોપોમાઈનીક એન્જોય કરતા હોય છે…’

મને આ તર્ક વૈજ્ઞાનિક હોવા છતાં પણ બહુ ગમ્યો નહી. કારણ કે માનવીના મગજ કરતાં માનવીનું મન જુદું પડે છે અને ઘણી પરિસ્થિતિઓમાં ‘મન’ ની તાકાત રાસાયણિક ક્રિયાઓને પલટાવી નાખે છે. અગાઊની પોસ્ટ ‘મનની શક્તિ’  લખેલો પ્રસંગ શરીરશાસ્ત્રની બધી જ હદ પાર કરી નાખે છે.

હવે બીજા તર્ક જોઈએ –

સંપુર્ણ આધ્યાત્મિક વાત કરીએ તો દિવ્યભાસ્કરના એક આર્ટિકલમાં વાંચ્યું કે ‘…તપોવન સંસ્કારધામ નવસારીમાં પંન્યાસ રાજરક્ષિતવિજયજી ગણિવરે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં ત્યાગ અને પવિત્રતા આ બે ગુણની ખુબ જ મહત્તા છે. નિજાનંદ – જે મેળવવાથી નહીં પણ આપવાથી મળે છે અને આપવાથી આપોઆપ મેળવાઈ જાય છે.’

દિવ્યભાસ્કરના બીજા એક લેખમાં શ્રી દક્ષેશ ઠાકરના શબ્દો વાંચ્યા કે ‘…સર્જકમાંરહેલોસાત્વિકભાવએજનિજાનંદમાટેલખવાપ્રેરેછે.’

મારા જ બ્લોગ પર મિશન સ્ટેટમેન્ટ પોસ્ટમાં શ્રી પ્રવિણ લહેરીના વિચારો ટાંક્યાં હતા – ‘પુરુષાર્થ અને કર્તવ્યના રસ્તે ચાલતાં જે પરિણામ મળે તે જ સહજ પ્રાપ્તિ. એ જ ‘નિજાનંદ’નું મૂળ હોય છે.’

તો વળી સ્વર્ગારોહણમાં સરસ વાત લખી છે –

“ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ પામેલ નરસિંહ મહેતા, કૃષ્ણપ્રેમની મસ્તીમાં મસ્ત મીરાંબાઇ, પ્રજ્ઞાચક્ષુ સૂરદાસ, ગોસ્વામી તુલસીદાસ કે સંત કબીર – સર્વે ભક્તકવિઓએ ઇશ્વરપ્રેમની અભિવ્યક્તિ કરી પોતાના નિજાનંદ ખાતર ભજનોની સરવાણી વહાવી. સમય જતાં લોકજીભે ચડી એ પદો પ્રસિદ્ધિ પામ્યા.”

એક બ્લોગર કિર્તિદાબેન ‘જીવનમૃત્યુ’ માં નિજાનંદ નહી પણ આનંદ મેળવવાની વાત લખે છે –

‘કંઈક એવું કર્યું હોય જેનાથી આપણે કોઈ ઉપાર્જન ન કરેલું હોય. કંઈક કમાઈ લેવાની કે કંઈક વાહવાહ લૂંટી લેવાની ચાહ ન હોય. કંઈ પણ કર્યું હોય નિ:સ્વાર્થ ભાવે મદદ કરી હોય. કોઈ મનગમતા પુસ્તકનું વાંચન કર્યું હોય કે પછી કુદરતના ખોળે એકાંતમાં બેસીને દરિયાની લહેરોની સાથે ચંદ્રમાનું દર્શન કર્યું હોય, અથવા તો પોતાની આસ્થા મુજબનાં કોઈ મંદિરનાં પગથિયે બેસીને સાચા અર્થમાં મન પ્રફુલ્લિત કર્યું હોય, અને એ આનંદ સતત જીવનને વેગ આપતો હોય. તો તે ક્ષણોમાં આપણને આપણા જીવનનું મૂલ્ય સમજાશે.’

મને સૌથી વધુ ગમેલો તર્ક રીડગુજરાતીની એ્ક પોસ્ટ છે –

 “મુકામ પોસ્ટ-સુખનું સ્ટેશન – શાન્તિલાલ એમ. શાહ”

(‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર.)

‘આમ સ્વની ઓળખ બહુ જરૂરી છે, કારણ કે સુખ હોય પણ શાંતિનો અભાવ હોઈ શકે અને સુખ-શાંતિ હોય તોય આનંદની-નિજાનંદ મળે જ એવું નથી. નિજાનંદ માટે સુખ નામની ચીજની આવશ્યકતા નથી, પણ આ નિજાનંદ મુશ્કેલીથી મળે છે. મનને પૂરું સમજવા માટે મનમાં જામેલા કાદવને ધોઈ નાખવો પડશે. આ કાદવ ધોવા માટે મનને શુદ્ધ બનાવી, એમાં દીવો પ્રગટાવીશું તો પ્રકાશ પથરાશે. મનનો મેલ આ પ્રકાશથી ઉલેચાય તો આત્માનો સાચો પરિચય કરી શકાશે. કોઈ વખત આ પરિચય આત્મસાત થાય તો સુખ, શાંતિ, આનંદની સીમાઓ વિસ્તરી જશે. પ્રત્યેક વ્યક્તિમાં તમને આત્મા દેખાશે અને તમારામાં સદભાવ અને ભગવદભાવ પ્રગટશે. આ ભાવ એ જ નિજાનંદ અને એમાંથી જ શાશ્વત સુખ, શાંતિ અને આનંદનો ધોધ ઉદ્દભવશે.’

આ લખાણમાં મગજના રસાયણોનો છેદ ઉડી જાય છે (…નિજાનંદ માટે સુખ નામની ચીજની આવશ્યકતા નથી) આમ જુઓ તો ભક્ત કવિઓ એ પણ સુખ-દુઃખની પરવા કરી નથી નરસિંહ કે મીરાંએ ફક્ત પ્રિય પાત્રને સમર્પિત થઈને નિજાનંદ પ્રાપ્ત કર્યો છે. રાઓલજી લખે છે તેમ બ્લોગ પોસ્ટને લાઈક મળે કે કોમેન્ટસ મળે તો મન આનંદથી ઉભરાય જાય તો એ ‘નિજાનંદ’ નથી, તે કદાચ આનંદ પણ નથી. કંઈક મેળવ્યું છે તેની પ્રતિક્રિયા છે. (એડવર્સ રિમાર્ક મળે ત્યારે આનંદ નહી પણ તકલીફ પણ થાય છે, ગુસ્સો પણ આવે છે અને ‘હું જ સાચો’ નો અહંમ પણ આવે છે.) બ્લોગમાં કોપી-પેસ્ટની વાતમાં પણ ‘હું’, મારું’ ની વાત આવે જ.

નિજાનંદ ‘આપવાથી મળે છે’ એ બાબત સત્યની વધારે નજીક લાગે છે. આ સ્થિતિમાં તમે ‘પઝેસીવનેશ’થી મુક્ત થાઓ છો. ‘આ મારું નથી’ એવી ભાવના જાગૃત થાય છે. આમપણ જોઈએ તો ‘વિચારો’ એ ક્યાં કોઈની આગવી મુડી છે. Universal conscious, Universal Intelligence, Universal mind વગેરે થીયરીઓ આકાર લઈ જ રહી છે.  જુદા જુદા માનવીઓમાં વિચારોની સામ્યતા હોય જ છે, અભિવ્યક્તિ જુદી હોય શકે. જ્યારે ‘આપવા’ની (joy of giving) વાત આવે એટલે વિચારોમાં ‘સાત્વીકતા’ આપોઆપ વિકસે.

નિજાનંદની આ વાત ‘સાત્વિકતા’ આધારિત છે. દરેકને ‘નિજાનંદ’ ની પોતાની આગવી વ્યાખ્યા હોય શકે. ચોરને કારણ વગર પણ ચોરી કરવામાં નિજાનંદ મળી શકે અને પરપીડન વૃત્તિ ધરાવનારને અન્યને હાનિ પહોંચાડવામાં નિજાનંદ મળી શકે.

તુંડે તુંડે મતિ ભિન્ન હોય – ભગવાનને પણ ‘વેરાયટી’માં રસ હોય જ ને !

આ એક બ્લોગરમિત્ર યુવરાજનો નિજાનંદ જુઓને !

 

 

Advertisements

10 comments on “નિજાનંદ –

 1. નિરવ કહે છે:

  સરખા જ કહેવાય 🙂

  કદાચિત જે આનંદ વ્યક્ત ન કરી શકાય , પણ એ પરમ ક્ષણ ચિત’માં કંડારાઈ જાય તે જ નિજાનંદ . . જ્યાં તર્ક કે કારણ સુધ્ધા નથી , છે તો બસ માત્ર એક ક્ષણ . . કે જેમાં આપણે ભીંજાઈ જઈએ છીએ અને બાદમાં આ અદભુત અનુભૂતિ’નું કારણ શોધવા માંડીએ છીએ !

  Like

  • jagdish48 કહે છે:

   નિરવ,
   મને લાગે છે કે universal conscious ની વાતના પ્રુફ મળતા રહે છે. ગઈકાલે મને એક વિચાર ‘તત્ક્ષણ’ નો પણ આવ્યો હતો, પણ પોસ્ટ લખતા વખતે ભુલાય ગયું. પરમ આનંદની ક્ષણો આપણને વીજળીના ઝબકારાની જેમ મળતી રહે છે, નરસિંહ/મીરા જેવી વિરલ વ્યક્તિ આવી ક્ષણોને ‘જીવન’ બનાવી શકે.
   આભાર..

   Like

 2. pragnaju કહે છે:

  ‘નિજાનંદ’ આનંદદાયક ચિંતન
  રામચરિતમાનસમાં તુલસીદાસજી લખે છે, ‘હું તો મારા સુખ માટે રઘુનાથની ગાથા ગાઉં છું.’ અને એ અંગે સંતો કહે -એના ઘડનારાને પરખો’. આપણા એકેએક અંગનું રક્ષણ કરે છે? આપણને ખ્યાલ નથી પણ આપણું રક્ષણ એ કરે છે જેની ઉપર આપણી શ્રદ્ધા હોય તે જ આપણું ધ્યાન રાખે છે. એ પરમતત્ત્વને ઓળખવા માટે રામકથા છે. રામકથા સેતુબંધ અને એકતા માટે છે.
  તો આવી જ વાત ગોપીપુરામા દરજીની દુકાને ટેભા મારતા અમારા ગનીચાચાના મોઢે સાંભળેલ
  ‘ન ધરા સુધી ન ગગન સુધી,
  નહીં ઉન્નતિ ન પતન સુધી,
  અહીં આપણે તો જવું હતું
  ફક્ત એકમેકના મન સુધી’
  આ સ્વાંતઃ સુખાય વાત કોઈ સંતવાણીથી ઓછી નથી. આ વાતો લખાય- સંભળાવે/સાંભળે ત્યારે અહો ભાવથી ગદ ગદ થવાય ત્યારે ગનીચાચાનું નામ લેવાનું રહી ગયું કે તેની લીંક શોધી કેમ જણાવી નથી…કે તમારા પહેલા મેં…..મીડીયા જેમ દોષદર્શન શરુ
  ખયાલ અપના અપના

  Like

 3. Vinod R. Patel કહે છે:

  નિજાનંદ એ અનુભૂતિ કરવાની ચીજ છે અને દરેકની એક જ વસ્તુ માટેની અનુભૂતિ જુદી જુદી હોઈ શકે છે .

  તમોએ જુદી જુદી જગાએથી બધા લેખો વાંચીને એનો યોગ્ય સંદર્ભ આપીને મહેનત કરી જ્યારે આ લેખ પુરો કર્યો હશે ત્યારે તમને જે આંતરિક આનંદ મળ્યો હશે એ થયો નિજાનંદ .

  મને પણ હું જ્યારે આ રીતે વાંચી વિચારી મારી પોસ્ટ તૈયાર કરું છું ત્યારે હું એમાં મગ્ન થઇ જાઉં છું અને એક પ્રકારે આંતરિક આનંદની અનુભૂતિ કરું છું .એટલે જ કહું છું કે બ્લોગીંગ મારાં માટે એક મેડીટેશનની ગરજ સારે છે . દરેકને આવું ની લાગે એ શક્ય છે . એટલે જ દરેક માટે નિજાનંદ મેળવવાની રીતો જુદી જુદી હોય છે .

  નરસિંહ,મીરાં ,કબીર વગેરે માટે નીજાનાદ પ્રભુ ભક્તિમાં લીન થઇ જવાનો હતો . વૈજ્ઞાનિક રીતે આવી ભક્તિ ભક્તોમાં ડોપામાઈનનો સ્રાવ કરાવતી હશે .

  ‘…. ગીત ફક્ત નિજાનંદ માટે જ છે જેથી ડાઊનલોડ થઈ શકે તેમ નથી.’

  આ વાંચીને મકરંદ દવેની આ જાણીતી પંક્તિઓનું સ્મરણ થઇ આવે —–

  ગમતું હોય એને અલ્યા ગુંજે ના ભરીયે

  ગમતાનો કરીએ ગુલાલ …. ગમતાનો કરીએ ગુલાલ

  સારી વસ્તુ લાગે એને વહેંચવાનો જે આનંદ- નીજાનંદ હોય છે એ એક માણવા જેવી અનુભૂતિ છે .

  Like

 4. La' Kant કહે છે:

  નિજાનંદ નિજાનંદ નિજાનંદ …..
  ​​—>>>​ આભાર.તમારા,”સંબંધોને સથવારે”માં “નિજાનંદ”​ની
  સમસુખીયાની વાતો, મઝા આવી. આ ‘મઝા’ એટલે શું?

  મૂળ,’આનંદ’​એક​ શબ્દ! (વિરોધી શબ્દ વગરનો,માત્ર અનુભૂતિનો)
  અને ‘શબ્દ’ શું છે?​ અભિવ્યક્તિનું માધ્યમ,ખરું ?
  આપણો અંગત જાત-અનુભવ ….એક એહસાસ …
  આપણે “ઈશ્વરના અંશ” … એને અભિવ્યક્ત થવાનું મન થયું ,
  પ્રાકટ્ય ‘માનવ’-ઈશ દત્ત પ્રાણ-શક્તિથી લિપ્ત-ઓતપ્રોત ચેતના
  તત્ત્વથી તંતોતંત સભર-સભર ‘મન’ ( જે માત્ર એના તત્ત્વ્થે સંલગ્ન
  શરીર દ્વારા દેહધારી માનવના સર્જન રૂપે થયું.અને ‘સર્જન એજ તો,
  અનુભૂતિનું બયાન-પ્રાકટ્ય=અભિવ્યક્તિ [એ તત્ત્વ જે સાવ પોતાની
  આવડત (ઈશકૃપા-દેન)નું પરિણામ,એક રીતે ” કર્મ-ફળ જ,પોતાની
  ફાવટ હથોટી આદત મુજબ સ્ટાઇલ-શૈલીમાં રજૂઆત.એક માને
  બાળક થવાની અનુભૂતિનો સર્જનનો આનંદ હોય એવો જ આનંદ
  “કલાકારને,સાહિત્યકારને પોતાની કૃતિ અન્યો સાથે “શેર” કરવાની
  -‘કૈંક’ આપીને ખુશ થવાને સહજ પ્રક્રિયાની આડ-પેદાશ,જે એક
  વ્યક્તિની આગવી અંગત મનોભાવનાથી વધી જાય તેવું તત્વ.

  લગાવ-અને અલગાવની ‘વચ્ચેની તટસ્થ સ્થિતિ’…તે નિજાનંદ નહીં ?
  ​બાકી, બધું તમે લખ્યું તે, સહી જ.’જ્ઞાનેન્દ્રિયો’ની ​સહજ ભોગવટાની
  દુન્યવી અસરો.તેનાથી અળગા રહી શકાયું તે સમયની સ્થિતિ તે
  ‘નિજાનંદ’ આપણા બધાયમાં એ જ શક્તિ કામ કરે છે ને ?
  -લા’ કાંત / ૧૧.૬.૧૪

  Like

 5. La' Kant કહે છે:

  આપણામાં ઈશ્વરના ‘ સર્જન’ અને ‘અભિવ્યક્તિ ‘ના એ -સહજ સ્વભાવ ગુણો-લક્શ્ણો ઉતર્યા જ છે !
  તેના ” સહજ આનંદ-સ્વરુપનું પ્રાકટ્ય-છતું થવું ……” બધા સુપાત્રો “આ નિજાનંદ”ને ઉપ્લંધ થાય,
  એવી શુભેચ્છાઓ સહ ….
  -લા’ કાંત / ૧૧.૬.૧૪

  Like

  • jagdish48 કહે છે:

   શુભેચ્છાઓ માટે આભાર,
   આપની જેમ વિપશ્યનાના અનુભવે સાક્ષીભાવ કેળવાતો જાય છે. છતાંય દીલ્હી હજુ દુર છે.
   આપની બંને કોમેન્ટસનું આગવું મહત્વ છે. એક નવો વિચાર પણ મળ્યો – ‘વિરોધી શબ્દ વગરના શબ્દો’, જીવન આવું બની શકે તો કેવું સારું !
   ઇશ્વર અંશને પ્રગટ થવામાં આપણે જ અવરોધ ઉભો કરીએ છીએ.
   Hope for the best, આમેય મારી ટેગલાઈન છે – ‘Born to live best Life’

   Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s