એવરેસ્ટકી ટોચ –

Everest_North_Face_toward_Base_Camp_Tibet_Luca_Galuzzi_2006

‘કિતને આદમી એવરેસ્ટકી ટોચ ગયે, વહાં કોઈ ઠહરા ? ટોચ પર જાકે વાપસ આ ગયા, મેં પહુંચા થા ટોચ પર. બસ અબ વાપસ આ ગયા હું ઔર દુસરેકો, જો જા રહે હે ઉન્હે દેખ રહા હું. કોઈ ગમ નહીં હે.’

આવા જ કંઈક શબ્દો છે કોમેડીના બેતાજ બાદશાહ શ્રી જોનીવોકરના.

આપણા જીવનની અશાંતિ આપણે જ ઉભી કરીએ છીએ- ટોચ રહેવાનો પ્રયત્ન કર્યા કરીએ છીએ. પર્વતની ટોચ સાંકડી જગ્યા છે ત્યાં રહેવાનો પ્રયત્ન કરો એટલે બીજો કોઈ આવીને ધક્કો મારવાનો જ છે. પણ આપણે આ સત્ય સ્વીકારતા નથી. બસ સામેવાળાના ધક્કાનો પ્રતિકાર કરીને અશાંત રહ્યા કરીએ છીએ.

આપણે જીવનમાં પર્વતની ટોચ પર પહોંચવાનું નક્કી કર્યું હતું, ત્યાં બેસી રહેવાનો મતલબ ખરો ?

શીખર સર કર્યા પછી નીચે ઉતરવાનું થાય ત્યારે નિરાશા અને અફસોસની ગર્તામાં બેસી રહેવાને બદલે,  ‘મારે તો ખુંદવા છે ડુંગરા’ કહીને અન્ય ડુંગરાની શોધમાં નીકળવું સારું નથી ?

આમ પણ, એક હિન્દી ફીલ્મમાં, કેરીયર પાછળ દિવાની થયેલ પત્નીને, પતિ એક સંવાદમાં કહે છે કે યાદ રાખજે ટોચ પર પહોંચ્યા પછી તું એકલી હોઈશ, તારી સાથે કોઈ સાથી સંગી નહી હોય.

જીંદગી ક્યાં એકલા જીવાય છે, ‘સંબંધોના સથવારે’ જ ચાલવાનું છે ને !

ધ્યેય નક્કી કર્યું, સિધ્ધ કર્યું, બસ હવે કોઈ નવા શિખરની શોધમાં સાથીઓ સાથે નીકળી પડો, જીવનપથ એ શિખર પર પહોંચવાનો પર્યાય છે, માર્ગ છે, સ્થિતિ નથી અને સ્થિતિ પરીવર્તનશીલ છે. એટલું જ સ્વીકારવાનું છે.

સમજુ માટે તો ઇસારો કાફી છે, બરાબર ને !

Advertisements

3 comments on “એવરેસ્ટકી ટોચ –

 1. pragnaju says:

  દરિયાને કિનારો આપ્યો છે,
  પર્વતને ટોચ આપી છે,
  રણની એક સીમા નક્કી કરી છે.

  લિમિટ છે તો જ સૌંદર્ય છે

  Like

 2. hiranyavyas says:

  જોની વોકરનાં આ સાથે નાં 3 ક્વોટ અત્યંત પ્રેરક છે:
  1. Nothing is permanent in this world, not even our troubles!
  2. The most wasted day in life, is the day in which, we have not laughed.
  3. I like walking in the rain, because nobody can see my tears.

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s