ચિકિત્સા – ૨

અગાઊ ‘એલોપથી’ ની થોડી વાતો કરી. આજે આધુનિક વિજ્ઞાન જેને ‘વૈકલ્પિક’ ઉપચાર પધ્ધતિ ગણે છે, તેમાંની એક ‘આયુર્વેદ’ની વાત કરીએ. પશ્ચિમી જગતમાં આયુર્વેદને ‘અવૈજ્ઞાનિક’ કહેવામાં આવે કારણ કે ‘વીકી’ ગુજરાતીમાં જણાવ્યા પ્રમાણે –

“જે પ્રકારે એલોપથીમાં રોગોનું કારણ બેક્‍ટેરિયા, ઇન્ફેક્શન, જેનેટિક આદિ હોય છે અને ઔષધિઓનું પરીક્ષણ જાનવરો પર કરવામાં આવે છે અને પરિણામ પ્રાપ્ત કરતાં સુધીની તમામ પ્રક્રિયા તથ્યો આધારિત [Evidence Based] હોય છે એવું આયુર્વેદમાં કંઇ પણ નથી અને સઘળું કપોલ કલ્પના પર આધારિત છે.” …. આ અંગે બે જર્નલોમાં લેખ આવ્યા તેમાં ‘આયુર્વેદ’ અવૈજ્ઞાનિક થઈ ગયું ! આ દલીલમાં પોતાના જ શબ્દોમાં સ્વીકૃતિ છે કે ‘જાનવરો’ પર કરવામાં આવતા પ્રયોગોની જેમ આયુર્વેદમાં કંઈ નથી. બીજી રીતે કહીએ તો આધુનિક પધ્ધતિની દવાઓ જાનવરો પર અસરકારક રહેતી હોય તો આ દવાઓ જાનવરોએ લેવી જોઈએ કે મનુષ્યોએ ? માની લઈએ કે જાનવરો પર સફળતા મળ્યા પછી કેટલાક માનવ સેમ્પલ પણ લેવામાં આવે છે પણ જ્યાં પ્રત્યેક માનવીની પ્રકૃતિ જ અલગ છે ત્યાં ‘અમુક’ માનવીઓ પર અસર કરતી દવા ક્યાંથી કામ લાગે ? તો અવૈજ્ઞાનિક ક્યું શાસ્ત્ર ? આજે, માનવી કોઈ તથ્ય વગર સામાન્ય વસ્તુ પણ પસંદ કરતો નથી તો સારવારની પધ્ધતિ ક્યાંથી સ્વીકારે ? બીજી પણ એક સામાન્ય દલીલ છે કે આયુર્વેદની મોટાભાગની દવાઓ રોજ-બ-રોજ ઉપયોગમાં લેવાતા ખાદ્ય પદાર્થોની બનેલી છે, હવે જો ખાદ્ય પદાર્થો નુકશાન નથી કરતા તો આ દવાઓ કઈ રીતે નુકશાન કરી શકે ? ભારતમાં તો ઠેર ઠેર આયુર્વેદીક સારવાર ઉપલબ્ધ છે અને મેડીકલ ટુરીઝમ હેઠળ પરદેશીઓ આ સારવાર લેવા આવે જ છે. માનવીને સ્વાસ્થ્ય જાળવવામાં મદદરુપ થતી કોઈ પણ ચિકિત્સા ખરાબ નથી, પણ અમુક ચિકિત્સા અવૈજ્ઞાનિક છે એમ કહેવું જ ‘અવૈજ્ઞાનિક’ છે.

જો કે વીકી ગુજરાતી પર ‘આયુર્વેદ’ની ખુબ સરસ ચર્ચા થયેલી છે, આથી એના પુનરાવર્તન જરુરી નથી. એમાં ઘણા પાનાઓ બનાવવા બાકી છે. વૈદરાજોએ થોડો રસ લઈને ભારતીય ચિકિત્સા પધ્ધતિને જગત સામે વૈજ્ઞાનિક રીતે રજુ કરવાની તાતી જરુર છે. સ્વામી રામદેવજીના ટ્રસ્ટ દ્વારા હવે સાબિતિઓ સાથે આ ચિકિત્સાને રજુ કરી છે. http://www.divyayoga.com/divya-yog-mandir/a-campuses/pantanjali-yogpeeth-i/23.html ઊપર ૮૫ રીસર્ચ પેપર્સનું લીસ્ટ આપેલું છે. Yog In Synergy With Medical Science-English જેવા પુસ્તકો પણ ઉપલબ્ધ છે.

એક વડોદરાના વૈદ્યશ્રીના બ્લોગ ‘આયુર્વેદ’ પર સરસ વ્યાખ્યા મળી –

ayurved

આયુર્વેદ ને એક ચિકિત્સા પદ્ધતિ કહેવી તે તો આખા આયુર્વેદ અને સંસ્કૃતભાષાના અજ્ઞાન જેવી વાત થાય. આયુ એટલે આયુષ્ય – કહ્યું છે તેવું નથી. તેમાં તો સમગ્ર જીવન – કે જેના ચાર પાયા ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ આવી જાય છે. તે બધું જ કહેલું છે. જ્યારથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઇ ત્યાર પહેલા જ જીવ માત્ર સુખી-આનંદી કેમ રહે તેના વિચારો કહેલાં છે. જીવન, – તેના ઉદ્ભવ થી અંત સુધીનું જ્ઞાન-સમજ, તેમાં કઈ શરીર – મનને થતી પીડા અને તેના ઉપાય માત્ર નથી. આ શરીર પંચભૂતોથી નિર્માણ થયેલું છે, તેમજ આ સંસાર પણ પંચભૂતોથી બનેલો છે. તો શરીર અને સંસાર બંને વચ્ચે સમતોલન રહે તેવી વૈજ્ઞાનિક યોજના જ આપણને સાચા અર્થમાં સ્વસ્થ જીવન આપી શકે. તો ચાલો આપણે તેના વિષે જાણીએ -વિચારીએ. આ શરીર, આ સંસાર-બ્રહ્માંડથી જુદું નથી તો, કોઈ પણ વૈજ્ઞાનિક પધ્ધતિ કે વિચારો ખરેખર તો એક બીજાથી વિરુદ્ધ હોઈ જ ના શકે. આખો આયુર્વેદ અનુકુલન અને સંતુલનના જ સિદ્ધાંતોને અનુસરે છે. તો આયુર્વેદમાં વર્ણવેલ જીવન શૈલી જ ઉત્તમ અને અનુસરણીય છે.

આમ એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે આયુર્વેદ એ એલોપથીની જેમ શરીરના કોઈ એક અંગ કે પ્રક્રિયાને ધ્યાનમાં લેતું નથી પણ સમગ્ર શરીરને ધ્યાનમાં રાખે છે. આથી તેની આડ અસરની શક્યતાઓ નહીંવત છે. (આડ અસરની શક્યતા વૈદ્યના નિદાનની ખામી કે શરીરની પ્રકૃતિનો રોગ પ્રત્યેનો અલગ રીસ્પોન્સ હોય શકે કે દવા બનાવવામાં કોઈ ખામીના કારણે હોય શકે.)

વ્યાખ્યામાં ઉલ્લેખ કરાય મુજબ શરીરનું બંધારણ પાંચ મહાભુતોના યોગ્ય અનુકલનથી થયું છે. થયેલું છે. આ પાંચ મહાભુત એટલે –

download

 

આકાશ,

વાયુ,

અગ્નિ,

પૃથ્વી અને

જલ.

શરીરમાં જ્યાં જ્યાં – ફેફસા, હાડકાની પોલ વગેરે, પોલાણ છે તે આકાશ તત્વ છે. વાયુ પણ સમગ્ર શરીરમાં ફેલાયેલો છે. (કાઠિયાવાડીમાં વાયુની એક બીમારીને ‘ફરતો વા’ કહે છે.) શરીરનું પાચનતંત્ર અગ્નિ આધારીત છે જ પણ શરીરના એકીક કોષમાં પણ અગ્નિ હાજર છે – અધુનિક વિજ્ઞાન એને ચયાપચય કહે છે. શરીરને શક્તિ ગ્લુકોઝના રુપાંતરથી મળે છે અને આવી રાસાયણીક ક્રિયાઓમાં ગરમીરુપે ઉર્જા ઉત્પન્ન થાય છે. (Cellular respiration is considered an exothermic redox reaction). માંસ-મજ્જા વગેરે પૃથ્વી તત્વ છે જ્યારે લોહી અને અન્ય તરલ પદાર્થો જલ તત્વ છે. જ્યારે આ તત્વો યોગ્ય પ્રમાણમાં હોય ત્યાં સુધી શરીર સ્વસ્થ રહે છે. જ્યારે કોઈ તત્વ વધે, ઘટે કે વિકૃત થાય (તેના સ્થાનથી ચલીત થાય) ત્યારે રોગ ઉત્પન્ન થાય છે.

માનવ શરીરના બંધારણમાં આ તત્વો નીચે પ્રમાણે વહેંચાયેલા છે –

રસ – જલ અને પૃથ્વી

રક્ત – અગ્નિ અને જલ

માંસ – પૃથ્વી અને જલ

મેદ – પૃથ્વી અને જલ

અસ્થિ – આકાશ અને વાયુ

મજ્જા – પૃથ્વી અને જલ

શુક્ર – પૃથ્વી અને જલ

આયુર્વેદમાં આ તત્વોના બંધારણના આધારે વિવિધ દોષોનું નિરુપણ કરવામાં આવ્યું છે. મુખ્ય ‘ત્રિદોષ’ નું વર્ણન છે –

વાત – વાયુ અને આકાશ

પિત્ત – અગ્નિ

કફ – જલ અને પૃથ્વી

સામાન્ય ઉદાહરણથી સમજીએ – જ્યારે શરદીની અસર થાય ત્યારે જલ (નાક વહેવું) અને પૃથ્વી (કફનો ભરાવો) તત્વો દુષિત થાય છે. વૈદ્ય આ તત્વોને બેલેન્સ કરવા ઔષધ આપે છે.

આમ આયુર્વેદ શરીરના મુળ બંધારણને ધ્યાનમાં લઈને સારવાર કરતી પધ્ધતિ છે. જ્યારે એલોપથી રોગી અવયવ કે પ્રોસેસને ધ્યાનમાં લે છે. આથી એક પ્રોસેસને ઠીક કરવામાં અન્ય પ્રોસેસ બગડી પણ શકે છે.

લોકોની મોટી તકલીફ ‘તત્કાલ’ રાહતની છે, આ તાત્કાલિક એને આયુર્વેદ તરફ જતાં રોકે છે. જો સમય અને પૈસાની ગણત્રી કરીએ તો આયુર્વેદની સારવાર લાંબા ગાળે સસ્તી અને અસરકારક રહે છે.

બીજી મુશ્કેલી ‘પરેજી’ ની છે. આયુર્વેદની સારવાર આગળ જોયું તેમ ‘મુળ તત્વો’ આધારીત છે. આથી વૈદ્ય તમને જે તત્વને કમી કરવાનું છે તે આહારરુપે લેવાની મનાઈ કરે એમાં ખોટું શું છે ?

બાકી રહી આયુર્વેદના વિકાસની વાત –

એલોપથીમાં ડોક્ટરોને મેડીકલ રીપ્રીઝન્ટેટીવ ગેરમાર્ગે દોરે છે છે તેમ આયુર્વેદીક સારવારમાં ખુદ વૈદ્ય પોતે જ ગેરમાર્ગ અપનાવે છે. ‘તત્કાલ’ રાહત માટે મોટી મોટી ‘નેચરલ દવા’ની જાહેરખબરોમાં આવતી દવામાં ‘સ્ટિરોઈડ’ મળ્યા છે. શું થાય ? પાપી પેટકા સવાલ હે.

આયુર્વેદને ફક્ત વૈદ્યરાજો જ બચાવી શકશે.

(ઉપરના લખાણની મારી સમજ વેદ્ય શ્રી મનોજ ઉપાધ્યાય પાસેથી પ્રાથમિક મુલાકાત અને નેટ સર્વેમાંથી મેળવેલી છે. ક્ષતિઓ તરફ ધ્યાન દોરવા વિનંતિ.)

ચિકિત્સાક્ષેત્રમાં કેળવણી સાથે સંકળાયેલા મિત્રો માટે એલોપથી આધારીત પ્રેઝન્ટેશન્સની સરસ લિન્ક –

COLLECTION OF MEDICAL POWERPOINT PRESENTATIONS AND LECTURE NOTES FREE DOWNLOAD

મહારાષ્ટ્રના એક વૈદ્ય  – Dr. KRS prasad, slideshare પર કેટલાક પ્રેઝન્ટેશન મુકે છે.

http://www.slideshare.net/technoayurveda?utm_campaign=profiletracking&utm_medium=sssite&utm_source=ssslideview

 

 

Advertisements

One comment on “ચિકિત્સા – ૨

  1. pragnaju કહે છે:

    અભ્યાસપૂર્ણ સુંદર લેખ
    આ ક્ષેત્રે વધુ સંશોધાત્મક સંકલન કરી સામાન્ય જન ને જગાડી હોલીસ્ટીક સારવાર અંગે સમજાવશોજી
    અમારા એક સ્નેહી તમારી જેમ અભ્યાસ કરી તારણ કાઢ્યું કે દરેકે પોતાના રોગ અંગે અભ્યાસ કરવો ,જ્યાં સંતોષ જનક સમાધાન ન થાય તો બીજો અભિપ્રાય લેવો,સારવાર અને રોગમાં શાનાથી વધુ નુકશાન થાય તે ન કરવી અને દાખલો આપતા (બહુ જાણીતું નામ છે તેથી નામ જણાવ્યા વગર) ૯૦ વર્ષે તકલીફ વગરના ધીમે પ્રસરતા પ્રોસ્ટેટ કેંસરની જેમાં સ્થાપીત હીતોએ ગભરાવી મૂકેલને તેઓ કહેતા કાંઇ વધુ તપાસની કે સારવારની જરુર નથી આહાર વિહારથી શરીર સ્વસ્થ રાખશો.અમેરીકાના ડીન ઓર્નીશ જેવાની વાત વધુ તાર્કીક લાગે છે . ગનની તકલીફ અંગે માનવું છે કે માનસિક રોગની સારવાર પોષણ ક્ષમ્ય બનાવવી જેથી સારવાર ન કરી શકવાથી વધુ તીવ્ર હુમલો ન થાય….આયુર્વેદ અંગે માન પણ જો તે સારવાર ગુપ્ત મિશ્રણ ન હોવું જોઇએ પણ પશ્ચિમમા છે તેવી પારદર્શિતા જરુરી…અહીના સુપ્રીમ કોર્ટના ચીફની સારવારમા પણ ભૂલ હોય તો એક ક્લીકથી જાણી શકાય!

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s