ચિકિત્સા

(ક્ષમાયાચના – ગઈ કાલની પોસ્ટ લખ્યા પછી કંઈક ખુટતું હોય તેમ લાગ્યા કરતું હતું. આથી તે જ પોસ્ટ પણ શક્ય તેટલી વિગતોથી સજ્જ કરી ફરી રજુ કરું છું, ફરી વાંચવાની મહેનત કરવી પડશે પણ મહેનત એળે નહી જાય તેની ગેરંટી…… કારણ કે ગ્રાહકોનો સંતોષ એ જ ……. 🙂 )

છેલ્લા કેટલાક સમયથી ‘ચિકિત્સા’ને સમજવાનો પ્રયત્ન ચાલે છે.

સૌ પ્રથમ તો આ ‘શરીર’, ‘આપમેળે સાજું’ થતું મશીન છે. કોઈ ડોક્ટર દાવો કરે એની દવાથી સાજા થવાય છે તો એ ખોટું છે. શરીરને મૂળ પ્રાકૃતિક સ્થિતિમાં પરત આવવાની ક્રિયા – Human homeostasis – (The human body manages a multitude of highly complex interactions to maintain balance or return systems to functioning within a normal range.) કહેવાય છે. શરીરમાં કોઈ મુશ્કેલી ઉભી થાય તો homeostatic system શરીરને મુળ સ્થિતિમાં લાવવાના પ્રયત્ન શરુ કરી દે છે. પણ મનુષ્ય પાસે ‘સમય’ નથી અને શરીરની જરુરીયાતોને સમજવાનું જ્ઞાન નથી. આમ શરીર પોતાની મુળ સ્થિતિમાં પ્રયત્ન કરતું હોય ત્યારે એને સમય આપવો જોઈએ અને એને જરુરી સાધન-ઓજાર (યોગ્ય ખોરાક અને આરામ) પુરા પાડવા જોઈએ, જે આપણે કરતા નથી કારણ કે યોગ્ય ખોરાકનું જ્ઞાન નથી અને આરામ માટે સમય નથી. આયુર્વેદમાં પણ ‘આહાર એ જ ઔષધ’ કહેવાયું છે.  અંતે ડોક્ટર, વૈદ્ય કે અન્ય કોઈને શરણે જવું પડે છે. ડોક્ટર કે વૈદ્યનું ખરેખરું કામ તો ખોરાકમાંથી જે તત્વો (active ingredients) મળવાના છે તે સંકેન્દ્રીત સ્વરુપમાં આપવા જેથી શરીરને આ તત્વો મેળવવા કાર્ય ન કરવું પડે. પણ મુશ્કેલીઓ અહીંથી જ શરુ થાય છે, કારણ કે શરીર હંમેશા એકદમ શુધ્ધ તત્વ લેવા ટેવાયેલ નથી. સાદા ઉદાહરણથી સમજીએ તો ગોળ અને ખાંડ બંને શેરડીમાંથી જ બને છે. ખાંડમાં રહેલ ગ્લુકોઝ, ગોળ કરતા વધારે શુદ્ધ સ્વરુપમાં હોય છે. ગોળમાં રહેલ ગ્લુકોઝ સાથે અન્ય જરુરી તત્વો પણ હોય છે અને એ સર્વ વિદિત છે કે ગોળ કરતાં ખાંડ વધારે નુકશાન કરે છે. આજ રીતે એલોપથી દવાઓમાં અતિશુધ્ધ તત્વ હોય છે જે વધુ નુકશાન કરે છે. (એલોપથી દવાઓથી થતી આડ અસરો સર્વવિદિત છે.)

વિવિધ ચિકિત્સા પદ્ધતિઓને સમજવાનો પ્રયત્ન કરીએ.

ચિકિત્સા પધ્ધતિઓને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચવામાં આવે છે. ‘આધુનિક ચિકિત્સા પદ્ધતિ’ – એલોપથી અને અન્ય ચિકિત્સા પદ્ધતિઓ ‘વૈકલ્પીક ચિકિત્સા પધ્ધતિ’ (Alternate therapy). ભારતની કમનસીબી છે કે ભારતની મુળ ચિકિત્સા પધ્ધતિ – આયુર્વેદ, ભારતમાં જ વૈકલ્પીક પધ્ધતિમાં ગણાય છે. એક ત્રીજો વિભાગ – સપ્લીમેન્ટરી પધ્ધતિ – પણ પાડી શકાય.

એલોપથી – આધુનિક ચિકિત્સા પધ્ધતિ –

શારીરિક ક્રિયાઓમાં અડચણ ઉભી કરી અથવા પ્રતિક્રિયા કરી અલોપથીની દવાઓ કાર્ય કરે છે. જેમ કે તમે તીખું-તળેલું ખાઓ ત્યારે તેને પચાવવા વધારે એસીડની જરુર પડે છે અને હોજરીમાં વધારે એસીડનું સીક્રેશન થાય છે, તેથી એસીડીટી થઈ જાય. આવા સંજોગોમાં એલોપથીમાં એન્ટાસીડ આપવામાં આવે જે વધારાના એસીડનો નાશ કરે (ન્યુટ્રલાઈઝ કરે). તમને જ્યારે કોઈ ઇન્ફેક્શન લાગે ત્યારે તેના જીવાણુનો/વાયરસનો નાશ કરવા એન્ટીબાયોટીક આપવામાં આવે, જે વાયરસને નિષ્ક્રીય કરે. પણ આ પધ્ધતિની મોટામાં મોટી ખામી એ છે કે તે પુર્ણ શારિરીક વ્યવસ્થાને (body as whole) ધ્યાનમાં લેતું નથી. જે અંગ કે ક્રિયામાં ખામી દેખાય તેની સારવાર કરે છે. જ્યારે દવાઓ મોં વડે કે ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે ત્યારે દવાનું ભ્રમણ લોહી દ્વારા પુરા શરીરમાં થાય અને જે અંગોમાં રોગ નથી તેના પર પણ દવાની ઓછીવત્તી અસર થાય. આમ સાજા અંગોમાં ખામી સર્જાય. (આ વિગતો બાહ્ય ઉપચારને લાગુ પડતી નથી)

drug_admin1

તમે જે ગોળી લીધી તે પાચનતંત્રમાંથી લોહીમાં ભળે છે. આ લોહી લીવરમાં પહોંચે છે. ત્યાં તેનું રાસાયણીક સ્વરુપ બદલાય છે, કારણ કે લીવરનું (“detoxifying” organ) કામ ચોકીદારનું છે. શરીરમાં પ્રવેશતા વિવિધ ઝેરનો નાશ કરી અને એવા પદાર્થમાં ફેરવવાનું છે જે શરીરને નુકશાન ન કરે. આમ લીવર દવાનું પણ રસાયણીક સ્વરુપ બદલે છે. આમ દવાની તાકાત ઓછી થઈ જાય છે. હવે તો દવાના ઉત્પાદકોએ દવાની સાથે અમુક એન્ઝાઈમ પણ ઉમેરવાનું શરું કર્યુ છે, જે લીવરના કાર્યને નાકામ બનાવે છે અને દવાની અસરકારકતા (drug potency)ને બરકરાર રાખે છે. શરીરમાં જીવનની પ્રક્રિયા (metabolism)  ચાલુ રાખવા માટે વિવિધ પ્રકારના એન્ઝાઈમ ઉત્પન્ન થતા હોય છે. દવાઓ સાથે પણ વિવિધ એન્ઝાઈમ શરીરમાં દાખલ થાય છે. તમારા ઘરમાં કોઈ નવતર ઘુસે તો કેવી તકલીફ થાય છે ? આવું જ આ નવતર એન્ઝાઈમ્સના આવવાથી થાય.

એક વસ્તુ સ્પષ્ટ રીતે સમજી લેવી જોઈએ કે દવાનું વહન શરીરમાં લોહી દ્વારા થાય છે અને લોહી આખા શરીરમાં ફરતું હોય છે, આથી ‘લીલા ભેગું સૂકું બળે’ એ ન્યાયે શરીરના તંદુરસ્ત ભાગને પણ નુકશાન થાય છે. કેન્સરના દર્દીઓને અપાતી કેમોથેરાપી આનું સચોટ ઉદાહરણ છે. વધારે દવાઓ લેવાથી લીવરને detoxification નું વધુ કામ કરવું પડે તે લટકામાં.

આથી પણ વધારે ગંભીર નુકશાન તો દવાઓની અન્ય દવા સાથે કે તમારા ખોરાક સાથેની પ્રક્રિયાની છે. જેમકે – દ્રાક્ષનો જ્યુસ તો લગભગ બધાનું મનપસંદ પીણું છે. પણ જો તમે લોહીના દબાણને ઓછું કરવાની દવા લેતા હો તો આ જ્યુસ દવાની તાકાત વધારવાનું કામ કરે છે. પરીણામ લોહીનું દબાણ વધુ ઘટે. અનિંદ્રા કે મેલેરીયાની દવા ક્વીનાઈન લેતા હો તો પણ સાવચેતી રાખવી પડે. આવી જ રીતે હવે ‘ડાયેટરી સપ્લીમેન્ટ’ લેવાની ફેશન થઈ ગઈ છે. (ડોક્ટરો પણ દવાઓની સાથે પ્રીસ્ક્રાઈબ કરે જ છે – ક્યાં તો કમીશનની લાલચ હોય કે પછી માન્યતા હોય, ઉદાહરણ તરીકે અમુક ઉમર પછી ડોક્ટરો કહી દે હવે તમારે કેલ્સીયમ સપ્લીમેન્ટ લેવા જોઈએ, કુદરતી કેલ્સીયમ માટે દુધ પીવાની અને વહેલી સવારમાં તડકામાં ફરવાની સલાહ નથી આપતા) આ ડાયેટરી સ્પ્લીમેન્ટ પણ અન્ય રોગ માટે લેવામાં આવતી દવાઓ સાથે પ્રક્રિયા કરે છે. હજુ એનાથી પણ આગળ વધીએ, એમડી થયેલા ફીઝીશ્યનો ઓછામાં ઓછી પાંચ-છ દવાઓ સાથે લખી આપે છે જેમાં કેટલીક મુળ દવાની આડઅસર ઓછી કરવા માટેની હોય છે, કેટલીક સપ્લીમેન્ટ હોય છે, ક્યાં તો પછી અન્ય કોઈ રોગના ચાન્સની શક્યતા લાગતી હોય તો તેની પણ હોય છે. પણ જ્યારે આવી ચાર-પાંચ દવા સાથે લેવામાં આવે ત્યારે કોઈ દવા, સાથે લીધેલ અન્ય દવા સાથે પ્રક્રિયા કરી ગંભીર પરીણામ પણ લાવી શકે. જેમકે ગળતા નાક કે ગળાની ખરેટી માટેની દવાઓ પ્રીસ્ક્રીપ્શન વગર મળતી હોય છે. પણ જો તમે તેને હાઈ બ્લડ પ્રેસર કે ડીપ્રેશનની દવાઓ સાથે લો તો નુકશાન થઈ શકે છે. (ડોક્ટરને પુછી લેવું સારું). અહીં ડોક્ટર્સ પર દોષારોપણ કરવાનો આશય નથી, પરંતુ એમની પાસે દવાઓ વિષે પ્રમાણભૂ્ત માહિતિ મેળવવાનો સમય હોતો નથી અને મેડીકલ રીપ્રેઝન્ટેટીવ દવાની નકારાત્મક અસરોની પુરી જાણકારી આપતા નથી.

એલોપથી પર્યાવરણને જે નુકશાન પહોંચાડે છે એ નુકશાની ભરપાઈ કરી શકાય તેમ નથી. એલોપથીની દવાઓની શોધ માટે જે જીવહિંસા થઈ રહી છે અક્ષમ્ય છે. એક વાતની નોંધ લેવી જરુરી છે કે પ્રયોગશાળામાં કરવામાં આવતા પ્રાણી પરના પ્રયોગોને કારણે આફ્રીકા, ભારત અને ફીલીપાઈન્સના જંગલોમાં વાનરોની સંખ્યા નજીવી થઈ ગઈ છે. પરિણામે જે વાયરસ એ વાનરોમાં સુમેળથી રહેતા હતા તેમને નવા યજમાન શોધવાની ફરજ પડી અને હવે તેઓ  માનવશરીરમાં ઘર બનાવી વિનાશકારી પરિણામો યોજી રહ્યા છે.

ઉપરની વિગતોથી એલોપથીની કાંકરી સંપુર્ણ પ્રકારે કાઢી નાખવા માટેની નથી, પણ સમજવા માટેની છે, જેથી એલોપથીનો ઉપયોગ સંયમિત રીતે કરી શકાય. કેટલાક કિસ્સાઓમાં એલોપથી ઉપયોગી છે પણ અનિવાર્ય નથી. માનવી જીવન પ્રક્રિયાને થોડી સમજવાનો પ્રયત્ન કરે તો તેનો ઉપયોગ સંયમિત કરી શકાય તેમ છે. ડો. બિમલ છાજેર, જેમણે એઈમ્સ, દિલ્હીમાં વર્ષો સુધી હૃદયની બાયપાસ સર્જરી કરી, અંતે તેમને જણાયું કે ક્યાંક ખોટું થઈ રહ્યું છે ત્યારે તેમણે ‘Reversal of heart diseases’ નો પ્રચાર-પ્રસાર શરુ કર્યો.

ડો. મનુ કોઠારીએ ‘જીવન, મરણ અને તબીબ ક્ષેત્ર’ પુ્સ્તકમાં એલોપથીની દવાઓની આડ અસર અંગે અમેરિકાના સર્વેક્ષણનો હવાલો આપતાં લખ્યું છે કે –

આધુનિક દસકામાં દવાની આડઅસરને કારણે, ડોક્ટરની દવા આપવામાં થતી ભૂલના કારણે કે પછી ડોક્ટરના ઉકેલી ન શકાય એવા દવાના નામના લખાણને કારણે થતા રોગીની સંખ્યા વર્ષ દીઠ ૧૫ લાખ પર પહોંચે છે અને વર્ષ દીઠ ૩.૫ કરોડનૉ ખર્ચ થાય છે. અમેરીકામાં થયેલા એક સર્વેક્ષણમાં જણાવાયું છે કે તબીબી ઉપચારમાં થતી ક્ષતિ, એ મૃત્યુનું મહત્વનું કારણ છે. ધી ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડીસીનના રીપોર્ટ પ્રમાણે દર વર્ષે ૪૪૦૦૦ થી ૯૮૦૦૦ લોકો તબીબી ઉપચારની ક્ષતિને કારણે દરેક વર્ષે હોસ્પિટલમાં મૃત્યુ પામે છે. આ આંકડો ૪૪૦૦૦ હજારનો લઈએ તો પણ, વાહનથી થતા અકસ્માતને કારણે થયેલા મૃત્યુ – ૪૩૪૫૮, સ્તન કેન્સર – ૪૨૨૯૭ કે એઈડ્સ – ૧૬૫૧૬ કરતાં ઉંચો છે.

આ તો વાત થઈ જેની વાહ વાહ થઈ રહી છે એ ‘એલોપથી’ ની.

વધુ જાણશું અન્ય ઉપચાર પદ્ધતિઓ વિષે, હવે પછી……..

 

સંદર્ભ :

૧. નીચે યુ-ટ્યુબ વિડીઓ તમે લીધેલી ગોળી કઈ રીતે લોહીમાં પહોંચે છે તે દર્શાવે છે.)

How medicine works – http://www.youtube.com/watch?v=MHC91r-Zs6A

૨. દવા શરીરમાં કઈ રીતે કામ કરે છે તેની વિગતો સુંદર રીતે http://nihseniorhealth.gov/takingmedicines/drugsinthebody/01.htmlપર સમજાવી છે.

૩. દવાઓની ખોરાક સાથે કે અન્ય દવાઓ સાથેની પ્રક્રિયા સમજવા જુઓ –

http://www.webmd.com/fda/avoiding-drug-interactions

૪. ડો. મનુ કોઠારી તથા ડો. લોપા મ્હેતાનું પુસ્તક – ‘જીવન, મરણ અને તબીબ ક્ષેત્ર’

 

 

 

 

 

Advertisements

3 comments on “ચિકિત્સા

 1. […] પોસ્ટ, ફરીથી વધારે માહિતી સાથે ‘ચિકીત્સા’ ના મથાળા સાથે તા. ૧૮/૦૫/૨૦૧૪ ના પબ્લીશ […]

  Like

 2. pragnaju કહે છે:

  ડો. મનુ કોઠારીની આ વાત
  ૧ ‘‘કેન્સરની બીમારીમાં દુખાવો હોતો નથી. એ દુખાવો ડોક્ટરની દેન છે. અનાદિકાળથી તેનો કોઈ અકસીર ઉપચાર નથી. કીમોથેરાપી જેવું રાક્ષસી તૂત નથી.
  ૨ એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી પણ મોટા તૂત છે. કેથેર દ્વારા નળીમાંથી કઢાતા બ્લોકેજ – કચરો બ્રેઈનમાં જાય છે. બ્લડપ્રેશરને નામે લોકોને ખોટા ડરાવાય છે. કોલસ્ટરોલ માપવું એ જ ગુનો છે. તકલીફ તમને તકલીફ ન આપે ત્યાર સુધી તમે તકલીફને તકલીફ આપીને પોતે તકલીફમાં પડવાનો પ્રયાસ ન કરો
  ૩ કેન્સરના કોષો એ ‘સુપર ડિપરન્શીયેટેડ નોર્મલ સેલ’ હોય છે
  ૪ કબીરે શ્વાસની આવનજાવન વિશે સુંદર કૃતિઓ આપી. ભગવાન બુદ્ધે પણ શ્વાસની આવનજાવનને તટસ્થતાથી નિરખવાની વાત કરી છે, એ બહુ મહાન અને મૂળભૂત બાબત છે. તેનાથી એકાગ્રતા વધે છે. મધર ટેરેસા કુષ્ઠ રોગના દર્દીને ભેટે અને ગાંધીજી કોઈ પથારીવશ બીમારની ચાકરી કરે તેમાં તેઓ સામેની શ્વાસ લેતી વ્યક્તિમાં રહેલા ઈશ્વરનો સાક્ષાત્કાર કરે છે.’
  ૫ આહાર પૂર્ણ બ્રહ્મ છે. ‘આહારનું અપમાન ન કરો, જેમ તેમ ઠૂંસીને પેટમાં ટ્રાફિક જામ કરો તો ગરબડ થાય. બીમારીઓ થાય. કાચી વસ્તુઓ અમૃત છે. રાંધ્યા પછી એ મરી જાય છે. મિતાહારી બનો. અનાજનો હિસાબ રાખો
  ૬ ઊંઘ એ શરણાગતિની પરાકાષ્ઠા છે. ઊંઘનું મહત્ત્વ ઓછું ન આંકો.
  ૭ સ્થમા કોઈ બેક્ટેરિયા કે વાઈરસથી પણ ફેલાતો નથી. એલોપથીના ડોક્ટરો પાસે તો જે રોગ વિષાણુઓથી ફેલાતા હોય તેની જ દવાઓ હોય છે. એટલે તેમની પાસે અસ્થમા માટે એવી કોઈ દવા જ નથી. આ કારણે તેઓ એવો પ્રચાર કરતાં હોય છે કે અસ્થમાનો કોઈ ઈલાજ જ નથી. આ વાત માત્ર એલોપથીના વિજ્ઞાનને જ લાગુ પડે છે. આયુર્વેદ, કુદરતી ચિકિત્સા અને હોમિયોપથીમાં અસ્થમાનો અસરકારક ઈલાજ છે.. અસ્થમાના દર્દીને ગોળ અને તેલીબિયાંમાંથી બનતી ચિકી પણ ચમત્કારિક ફાયદો કરે છે. આ પ્રયોગ અસ્થમાના હજારો દર્દીઓએ કર્યો છે અને તેમને ફાયદો થયો છે. ચિકી અને શીરા જેવા પૌષ્ટિક આહારથી શરીરમાં જોમ આવે છે અને તેની રોગપ્રતિકારકશક્તિ પણ વધે છે.
  પુરાવાનો અનુભવ એ અનુભવનો પુરાવો નથી. વિજ્ઞાનમાં અનિશ્ચિતતા જ સૌથી વધુ નિશ્ચિત પ્રકારની બાબત છે.
  અમને વિચાર ક્રાંતિ લાગે છે સર્વેને ખાસ કરીને બ્લોગર ડૉ મિત્રોને– તે અંગે ચિંતન કરી તેનો લાભ આપવા વિનંતિ

  Like

 3. મારી જીંદગી ની ચેતના કહે છે:

  એલોપથીના ઊપયોગથી ટેવ પડી જાય છે.
  દા.ત. માથામાં દુખાવાની દવા લઇએ પછી ટેવપડીજાય અને દવા લીઘા વગર સારું જ ના થાય.
  ડોક્ટરોને કમાવવામાં જ રસ છે. જરુર ના હોય તેવી મેડીસન પ્રીસ્ક્રાઇબ કરે છે. (બઘા ડો. પણ સરખા નથી હોતા.)
  મે પણ એક વર્ષ medical representative મા જોબ કરી હતી.
  ખરેખર ઊપયોગી માહીતી મળી… અને ગ્રાહક ને સંતોષ પણ…
  સવાલ એ થાય છે કે એલોપથી વગર ચાલશે ખરા.?

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s