થેરાપી –

(આ પોસ્ટ, ફરીથી વધારે માહિતી સાથે ‘ચિકીત્સા’ ના મથાળા સાથે તા. ૧૮/૦૫/૨૦૧૪ ના પબ્લીશ કરેલ છે તો એ પોસ્ટ વાંચવા વિનંતિ.)

ચિકિત્સા –

છેલ્લા કેટલાક સમયથી ‘ચિકિત્સા’ને સમજવાનો પ્રયત્ન ચાલે છે.

સૌ પ્રથમ તો આ ‘શરીર’, ‘આપમેળે સાજું’ થતું મશીન છે. કોઈ ડોક્ટર દાવો કરે એની દવાથી સાજા થવાય છે તો એ ખોટું છે. સ્ટ્રેસમાં જોયું હતું તેમ Human homeostasis – The human body manages a multitude of highly complex interactions to maintain balance or return systems to functioning within a normal range. શરીરમાં કોઈ મુશ્કેલી ઉભી થાય તો homeostatic system શરીરને મુળ સ્થિતિમાં લાવવાના પ્રયત્ન શરુ કરી દે છે. પણ મનુષ્ય પાસે ‘સમય’ નથી અને શરીરની જરુરીયાતોને સમજવાનું જ્ઞાન નથી. આમ શરીર પોતાની મુળ સ્થિતિમાં પ્રયત્ન કરતું હોય ત્યારે એને સમય આપવો જોઈએ અને એને જરુરી સાધન-ઓજાર (યોગ્ય ખોરાક અને આરામ) પુરા પાડવા જોઈએ, જે આપણે કરતા નથી કારણ કે યોગ્ય ખોરાકનું જ્ઞાન નથી અને આરામ માટે સમય નથી. આયુર્વેદમાં પણ ‘આહાર એ જ ઔષધ’ કહેવાયું છે.  અંતે ડોક્ટર, વૈદ્ય કે અન્ય કોઈને શરણે જવું પડે છે. ડોક્ટર કે વૈદ્યનું ખરેખરું કામ તો ખોરાકમાંથી જે તત્વો (active ingredients) મળવાના છે તે સંકેન્દ્રીત સ્વરુપમાં આપવા જેથી શરીરને આ તત્વો મેળવવા કાર્ય ન કરવું પડે. પણ મુશ્કેલીઓ અહીંથી જ શરુ થાય છે, કારણ કે શરીર હંમેશા એકદમ શુધ્ધ તત્વ લેવા ટેવાયેલ નથી. સાદા ઉદાહરણથી સમજીએ તો ગોળ અને ખાંડ બંને શેરડીમાંથી જ બને છે. ખાંડમાં રહેલ ગ્લુકોઝ, ગોળ કરતા વધારે શુદ્ધ સ્વરુપમાં હોય છે. ગોળમાં રહેલ ગ્લુકોઝ સાથે અન્ય જરુરી તત્વો પણ હોય છે અને એ સર્વ વિદિત છે કે ગોળ કરતાં ખાંડ વધારે નુકશાન કરે છે. આજ રીતે એલોપથી દવાઓમાં અતિશુધ્ધ તત્વ હોય છે જે વધુ નુકશાન કરે છે. (એલોપથી દવાઓથી થતી આડ અસરો સર્વવિદિત છે.)

વિવિધ ચિકિત્સા પદ્ધતિઓને સમજવાનો પ્રયત્ન કરીએ.

એલોપથી – શારીરિક ક્રિયાઓમાં અડચણ ઉભી કરી અથવા પ્રતિક્રિયા કરી અલોપથીની દવાઓ કાર્ય કરે છે.(નીચે યુ-ટ્યુબ વિડીઓ તમે લીધેલી ગોળી કઈ રીતે લોહીમાં પહોંચે છે તે દર્શાવે છે.)

How medicine works – http://www.youtube.com/watch?v=MHC91r-Zs6A

તમે જે ગોળી લીધી તે પાચનતંત્રમાંથી લોહીમાં ભળે છે. આ લોહી લીવરમાં પહોંચે છે. ત્યાં તેનું રાસાયણીક સ્વરુપ બદલાય છે, કારણ કે લીવરનું (“detoxifying” organ) કામ ચોકીદારનું છે. શરીરમાં પ્રવેશતા વિવિધ ઝેરનો નાશ કરી અને એવા પદાર્થમાં ફેરવવાનું છે જે શરીરને નુકશાન ન કરે. આમ તે દવાનું પણ રસાયણીક સ્વરુપ બદલે છે. આમ દવાની તાકાત ઓછી થઈ જાય છે. (હાલની દવાઓ સાથે બીજા રસાયણી્ક પદાર્થો (એન્ઝાઈમ) પણ ઉમેરવામાં આવે છે, જે દવાની તાકાત જાળવી રાખે છે.

 

( વધુ વિગતો સુંદર રીતે  http://nihseniorhealth.gov/takingmedicines/drugsinthebody/01.html પર સુંદર રીતે સમજાવી છે.)

drug_admin1

 

છતાંપણ એક વસ્તુ સ્પષ્ટ રીતે સમજી લેવી જોઈએ કે દવાનું વહન શરીરમાં લોહી દ્વારા થાય છે અને લોહી આખા શરીરમાં ફરતું હોય છે, આથી ‘લીલા ભેગું સૂકું બળે’ એ ન્યાયે શરીરના તંદુરસ્ત ભાગને પણ નુકશાન થાય છે. વધારે દવાઓ લેવાથી લીવરને વધુ કામ કરવું પડે તે લટકામાં.

 

ડો. મનુ કોઠારીએ ‘જીવન, મરણ અને તબીબ ક્ષેત્ર’ પુ્સ્તકમાં એલોપથીની દવાઓની આડ અસર અંગે અમેરિકાના સર્વેક્ષણનો હવાલો આપતાં લખ્યું છે કે –

આધુનિક દસકામાં દવાની આડઅસરને કારણે, ડોક્ટરની દવા આપવામાં થતી ભૂલના કારણે કે પછી ડોક્ટરના ઉકેલી ન શકાય એવા દવાના નામના લખાણને કારણે થતા રોગીની સંખ્યા વર્ષ દીઠ ૧૫ લાખ પર પહોંચે છે અને વર્ષ દીઠ ૩.૫ કરોડનૉ ખર્ચ થાય છે. અમેરીકામાં થયેલા એક સર્વેક્ષણમાં જણાવાયું છે કે તબીબી ઉપચારમાં થતી ક્ષતિ, એ મૃત્યુનું મહત્વનું કારણ છે. ધી ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડીસીનના રીપોર્ટ પ્રમાણે દર વર્ષે ૪૪૦૦૦ થી ૯૮૦૦૦ લોકો તબીબી ઉપચારની ક્ષતિને કારણે દરેક વર્ષે હોસ્પિટલમાં મૃત્યુ પામે છે. આ આંકડો ૪૪૦૦૦ હજારનો લઈએ તો પણ, વાહનથી થતા અકસ્માતને કારણે થયેલા મૃત્યુ – ૪૩૪૫૮, સ્તન કેન્સર – ૪૨૨૯૭ કે એઈડ્સ – ૧૬૫૧૬ કરતાં ઉંચો છે.

આ તો વાત થઈ જેની વાહ વાહ થઈ રહી છે એ ‘એલોપથી’ ની.

વધુ જાણશું અન્ય ઉપચાર પદ્ધતિઓ વિષે, હવે પછી……..

 

 

 

 

Advertisements

6 comments on “થેરાપી –

 1. pragnaju કહે છે:

  અમારા મનની વાત સુંદર રીતે રજુ કરી
  બીજા લેખની રાહ…

  Like

 2. Vinod R. Patel કહે છે:

  એલોપથી દવાઓ એક વાર શરુ કરી એટલે આપણે એના ગુલામ થઇ જઈએ છીએ . શરીરની મૂળ ઈમ્યુન સિસ્ટમને

  એ અસર કરે છ એટલે જો એક વાર એલોપથીની દવા શરુ કર્યા પછી એને બંધ કરવા જાઓ તો શરીર તરત જ

  એની પ્રતિક્રિયા બતાવે છે .મારે બ્લડ પ્રેસર અને બ્લડ સુગર કન્ટ્રોલ કરવા માટે દવા ઘણા વર્ષોથી લેવી પડે છે

  કેમ કે જો હવે બંધ કરવા જાઉં તો પ્રેસર વધી જશે કે સુગર વધી જશે એની બીકે એ વર્ષોથી એક નિયમ તરીકે

  લેવી પડે છે .દવાઓ બનાવતી કંપનીઓ , ડોકટરો અને ફાર્મસી વાળાઓનો કરોડો રૂપિયાનો ધંધો ધમધોકાર

  ચાલે છે। શું થાય કોઈને મરવું ગમતું નથી। જીવવા માટે જે કરવું પડે એ કરવું જ પડતું હોય છે !

  Like

  • jagdish48 કહે છે:

   વિનોદભાઈ,
   સાચી વાત છે – મરવું કોઈને ગમતું નથી. પણ કેટલીક ગ્રંથીઓ તોડવા જેવી છે. મારા પત્ની પણ ૨૫ વર્ષથી ડાયાબીટીક છે (Type II) અને બીપી તો ખરુ જ.. દિવાળી સમયે ઇન્સ્યુલીનો ડોઝ સવાર-સાંજ ૩૬ યુનીટ નો હતો. દિવાળી પર નેચરક્યોરની દસ દિવસની સારવાર લઈ, ખોરાક નિયમન શરુ કર્યા પછી આજે ઇન્સ્યુલીન ડોઝ ૧૬ નો છે. અને કોઈ વર્કઆઊટ કર્યા વગર શરીરનું વજન દસ કિલ્લો ઓછું થયું છે. હમણાં મુદ્રા થેરાપી શરુ કરી છે. જોઈએ શું પરિણામો મળે છે. આમ ‘આહાર એ જ ઔષધ’નું સુત્ર સાબીત થાય છે.

   Like

 3. Vinod R. Patel કહે છે:

  એલોપથી દવા સાથે મારા ડાયાબીટીસ -ટાઈપ 2 દર્દ માટે હું મેથીનું પણ સેવન કરું છું અને એથી મને ઘણો

  ફાયદો જણાય છે . હાલ 100ની આસપાસ રહે છે .મેથી બે ચમચી સવારે પાણીમાં પલાળી સવાર સાંજ એક

  ચમચી જેટલી ચાવીને ખાવી અને ઉપર એક ગ્લાસ પાણી પી લેવાનું . ખોરાકમાં પરેજી પણ બહુ જરૂરી .

  Like

 4. vijay કહે છે:

  Best book (in gujarati) I have found.
  http://gadyasoor.wordpress.com/2009/12/14/naturopathy_book/

  Knowledge is available. Hardest part is the application/self-experience.

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s