ગઈકાલે શ્રી વિપુલભાઈએ મુકેલ શ્રીમતી કાજલ ઓઝા વૈદ્ય નો એક વીડિયો જોયો. કોઈ સ્કુલમાં એમનું સંબોધન સક્સેસ ના સંદર્ભમાં હતું. તેમણે સવાલ ઉઠાવ્યો – ‘સક્સેસ, પણ કોની દ્રષ્ટિએ’, લોકો કહે છે આ શિખર પર છે, પણ આ શિખર કોણ નક્કી કરે તે મહત્વનો સવાલ છે’
હા ! ખરેખર મહત્વનો સવાલ છે. મારા માટે તમે નક્કી કરો એ કેવું ?
સફળ માનવી જ્યારે સફળતાના શિખરે (?) પહોંચે ત્યારે એ શિખર, કોણે નક્કી કર્યું કે ‘આ શિખર છે’
(With thanks – http://www.anandanpillai.com/what-does-success-mean-to-you-and-me/)
આ સફળતા પણ સાપેક્ષ છે. હું જેને સફળતા માનું તે અન્ય માટે અસફળતા પણ હોય શકે. ‘મોટીવેશનલ ટ્રેઈનરો’ સામાન્ય રીતે જ્યારે પણ સફળતાની વાત કરે ત્યારે સામાજીક રીતે સફળ થયેલા મહાનુભાવોના ઉદાહરણો આપે. આ વિડીયો ક્લીપમાં પણ ગાંધીજીના સત્યની વાત કરી – ગાંધીજી કહે કે મેં ચોરી કરી – તો તાળીઓ પડે અને તમે ઘરમાં કહો કે મેં પોકેટ મની માટે પૈસા લીધા તો તમાચો પડે.
હવે સવાલ એ છે કે ગાંધીજીએ જ્યારે ચોરી કરી હતી ત્યારે પિતાને સાચું કહ્યું હોત તો ? તાળીઓ પડી હોત કે તમાચો ?
સમાજે જ્યારે તેમને ‘મહાત્મા’ તરીકે સ્વીકૃતિ આપી ત્યારે તેમના સત્યને બિરદાવ્યું.
અહીં ‘સમાજે’ અને ‘સ્વીકૃતિ’ શબ્દ મહત્વના છે.
તમને લાગે છે કે અહીં ‘દ્રષ્ટિકોણ’ નક્કી થાય છે ? સફળતા અને નિષ્ફળતાનો આંક સમાજ નક્કી કરે છે. ‘હું સત્ય બોલું છું’ એ મારો જીવનનો સંતોષ છે, આનંદ છે.
ગાંધીજીના જ વિચારો જુઓને !
હું હંમેશા પ્રામાણિકતાને વળગી રહ્યો છું, સત્યને વળગી રહ્યો છું જેના કારણે ઓફીસમાં ઘણી પનીસમેન્ટ પણ મળી, ૨૩ વર્ષની નોકરીમાં ૧૧ વર્ષ કુટુંબથી દુર, એવા સમયે રહ્યો કે જ્યારે કુટુંબને મારી ખુબ જરુર હતી. આ શક્ય ક્યારે બન્યું ? જ્યારે મારા પત્ની પણ નોકરી કરતા હતા અને ઘરખર્ચ ચિંતા ન હતી. જો કુટુંબની સર્વ જવાબદારીઓ મારા પર જ હોત તો મારે બાંધછોડ કરવી પડી હોત કે નહીં ? (મારી સફળતા માટે મારા કુટુંબનો ભોગ લઈ શકાય ?) હું મારા જીવનથી સંતોષ પામ્યો, આંતરીક પ્રસન્નતા મળી પણ એમાં કુટુંબ દ્વારા અપાયેલ ભોગ પણ સામેલ છે.
મારી પ્રસન્નતાનો માપદંડ હું નક્કી કરું છું પણ સમાજમાં મારી સફળતા કે નિષ્ફળતાના માપદંડ સમાજ નક્કી કરે છે. હું સફળતાના શીખર પર છું એમ ન કહી શકાય, પણ મેં નક્કી કરેલું મેળવતા મને સંતોષ મળ્યો, પ્રસન્નતા મળી એમ કહી શકાય. વિદ્યાર્થીની ‘સફળતા’, અભ્યાસક્રમ માટે નક્કી કરવામાં આવેલા ગુણ પરથી થાય, વિદ્યાર્થીએ પોતે સંતોષકારક લખ્યું તેના પર નહીં. આમ સામાજિક સફળતા કે નિષ્ફળતાના માપદંડ સમાજ નક્કી કરે, હું ફક્ત મારો ‘આત્મસંતોષ’ નક્કી કરી શકું.
વર્તમાનપત્રનો ‘સફળ’ કોલમીસ્ટ વાંચકોની ‘નાડ’ પકડીને લખે, એને લખવાનો ‘આત્મસંતોષ’ મેળવવો છે કે કેમ તે પ્રશ્ન છે. કદાચ એવું બને કે તેમના ‘આત્મસંતોષ’નો માપદંડ ‘વાંચકોની સંખ્યા’ હોય. મારા જેવા બ્લોગર પોતાના ‘આત્મસંતોષ’ માટે લખે, કોઈ વાંચે કે ન વાંચે તેનાથી કોઈ ફરક ન પડે.
ખરેખર તો ‘Achievement’ અને ‘Success’ વચ્ચે ભેદ રેખા દોરી લેવી જોઈએ.
અંગ્રેજી ડીક્શનરીઓ પ્રમાણે જોઈએ તો –
Achievement – a result gained by effort, a great or heroic deed,
Success – the fact of getting or achieving wealth, respect or fame, a performance or achievement that is marked by success, as by the attainment of honour
આ તર્ક પ્રમાણે વિદ્યાર્થીઓ અને યુવાનો માટે પ્રથમ પ્રયત્ન Achievement નો આવે, પછી તે અભ્યાસમાં હોય કે કેરીયરમાં. Achievement ના અંતે ‘આત્મસંતોષ’ આવે.
કેરીયરમાં દાખલ થયા પછી success ના પ્રયત્ન શરુ થાય. Success નો વિચાર આવે ત્યારે સમાજનો વિચાર આવવો જોઈએ કારણ કે તેના માપદંડ સમાજના છે. ફક્ત આત્મસંતોષ કે પોતાની પ્રસન્નતા માટે કરેલા કાર્યોથી સફળતા ન પણ મળે. ગાંધીજી કે ભગતસિંહ જેવા કેટલાય અનામી શહીદો થઈ ગયા હશે, જેમણે પોતાના ‘આત્મસંતોષ’ માટે શહાદત વહોરી હશે.
નક્કી તમારે કરવાનું છે કે –
You want to achieve……
Or
You want to succeed…….
સફળતા કે સુખ એ સાપેક્ષ બાબત છે . એ માટે દરેકની વ્યાખ્યા ભિન્ન ભિન્ન હોઈ શકે છે .
એક અવતરણ યાદ આવે છે ……
સફળતા કે સુખ પતંગિયા જેવું ક્ષણિક છે એની પાછળ પડો એટલું વધારે દોડાવે,
પણ જો તમારું ધ્યાન બીજી બાબતોમાં પરોવશો તો આવીને હળવેથી તમારા ખભા પર બેસી જશે…
LikeLike
સ રસ
અમારી સમજ પ્રમાણે એક વાત… માણસ સતત ચાલ્યા ગયેલા સુખને જ રોયા રાખે છે. નિષ્ફળતાનું પણ એવું જ છે. જે નિષ્ફળતાને રોયે રાખે છે એ ક્યારેય સફળ થતો નથી.!
LikeLike
jo tamari safalata tmne khushi aapi sake to kamnai baki nakami .mari samanya samaj mujab
LikeLike