ચિકિત્સાની વિવિધ પદ્ધતિઓને સમજવાનો પ્રયત્ન ચાલે છે ત્યાં વચ્ચે ખુબ રસદાયક મસાલો મળી ગયો, આથી પોસ્ટ સંપુર્ણ થવાની રાહ જોય વિના, આટલું તો આપ સૌ સાથે શેર કરી નાખું છું.
સામાન્ય પડવું-આખડવું કે એક્સીડન્ટ અને આહારમાં અનિયમિતતા સિવાયની બીમારીઓ શરીરની ‘એનર્જી ડીસઓર્ડર’નું પરીણામ છે. ઘણી વખત આ ડીસઓર્ડરના કારણે જ પડવા-આખડવાનું કે એક્સીડન્ટ થતા હોય છે. પ્રત્યેક પદાર્થને પોતાની ‘ચેતના’ (Energy) હોય છે. જે સતત પદાર્થમાં ભ્રમણ કરતી રહે છે અને યુનીવર્સલ એનર્જી સાથે એક્સચેન્જ થતી રહે છે. આપણા શરીરમાં પણ આ ચેતનાનો પ્રવાહ વહેતો હોય છે, તેની ચોક્કસ દિશા પણ છે અને શરીરના કેટલાક બિન્દુઓ (acupoints) પર અનુભવી પણ શકાય છે. (‘રેકી’ની પોસ્ટમા ‘એનર્જી બોલ’ ના પ્રયોગનો વીડીયો પણ મુકેલ છે.) આપણા આધ્યાત્મિક વારસામાં ‘ચક્રો’ તરીકે વર્ણવાયેલા છે, ચાઈનીઝ ચિકિત્સામાં એક્યુપંક્ચર અને એક્યુપ્રેસરમાં પણ જુદા જુદા ‘પોઈન્ટ’ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે, પશ્ચિમી જગતના શરીર શાસ્ત્રમાં nerve plexus જ્ઞાન તંતુઓના નેટવર્કનો ઉલ્લેખ છે. આ જ્ઞાન તંતુઓમાં વહેતા શક્તિના પ્રવાહ વિજ્ઞાન ‘ઇલેક્ટ્રીકલ ઇમ્પસીસ’ તરીકે ઓળખાવે છે જ્યારે આપણે તેને ચેતના પ્રવાહ તરીકે ઓળખીએ છીએ.
હવે જ્યારે આ પ્રવાહમાં ખામી – વધ-ઘટ/અવરોધ સર્જાય ત્યારે બીમારીની શરુઆત થાય, અને જેની અસર મગજમાં રહેલા જ્ઞાનકોષો પર થાય અને અંતમાં શરીરની બાયોલોજી જાળવવા આ કોષો જે કાર્ય કરી રહ્યા હોય તે કામગીરી ખોરવાય અને રોગનો જન્મ થાય.
આમ જો શરીરની આ ચેતનાને સમજી, તેને યોગ્ય કરવામાં આવે તો ચેક રોગના મુળને જ નાબુદ કરી શકાય. આ સિદ્ધાંત પર ‘એનર્જી મેડીસીન’નું શાસ્ત્ર રચાયેલું છે. (જેની શાખાઓ ઘણી છે, પણ વધુ વિગતો હવે પછી….)
આજ તો નીચેનો વીડીયો જોઈ મારી જાતને શેર કરવાથી રોકી ન શક્યો.
આ વીડીયોમાં તો સ્ટ્રેસની રીલીફની વાત કરી છે, પણ અગત્યનું એ છે કે આપણે જાણે અજાણે પર એવી વર્તણુંક કરતા હોઈએ છીએ કે તે આપણી આંતરીક શક્તિને વધારે. જેમકે બહું મુંઝવણમાં માથે હાથ મુકવો કે કપાળ કુટવું. આ ‘ટેપીંગ’ મગજની શક્તિઓને વધારવા માટે જ થતી હોય છે, રસદાયક એ છે કે આપણી આ ક્રિયા આપણી જાણબહાર થાય છે. કોઈ ગુજરી જાય ત્યારે સ્ત્રીઓમાં આપણે ત્યાં છાતી કુટવાનો રીવાજ હતો. હકીકતમાં છાતીના મધ્યભાગે હાંસડી નીચે બે બિંદુઓ આવેલા છે જેને ટેપ કરવાથી દુઃખમાંથી હળવા બની શકાય છે.
ગહન વિચારમાં ડુબેલા માણસને જુઓ તો તે પંજા પર હડપચી ટેકવે છે અને આંગળીઓ ઉપરની તરફ હોય છે. એમાંની મધ્યમાં (વચલી આંગળી) આંખની નીચે રહેલી હોય છે. આંખની નીચે મધ્ય ભાગમાં એક બિંદુ આવેલું છે જે દબાવવાથી મગજ વધારે એક્ટીવ થાય છે. આ ક્રિયા પણ અજાણતા જ કરીએ છીએ.
આવી ઘણી ક્રિયાઓ આપમેળે થતી રહે છે…..
છે ને કુદરતની કમાલ ………..
વાહ
માથાકૂટ કરવાથી અને છાતી કૂટવાથી E = mc2… અને
TACG… ATGC થઇ જાય !
અમે માથાકૂટને પીનીઅલ અને પીચ્યુટરી અને છાતી કૂટવાને થાયમસ એકટીવૅટ કરવામા માનીએ છીએ
લાફટર ક્લબની જેમ આની પણ સંસ્થા હોય તો? મૃત્યુ સિવાય પણ , છાતી કૂટવી, મરસિયા ગાવા એ અભિવ્યક્તિ સહજ ગણવી જોઈએ…નાનપણમા રુદાલીઓને લયમા તાલબધ્ધ ….યાદ આવે છે
LikeLike
આભાર પ્રજ્ઞાબેન,
આપે દર્શાવેલા ટુંકાક્ષરો સમજાયા નહીં પણ-
દુઃખના પ્રસંગોમાં સ્ટ્રે્સ હોર્મોન કોર્ટીસોલનું પ્રમાણ શરીરમાં વધે છે, જેના ઉત્પાદનમાં મુખ્ય ભાગ એડ્રીનીલીન ગ્રંથી અને પીચ્યુટરી ગ્રંથી ભાગ ભજવે છે અને હાઈપોથેલેમસ કન્ટ્રોલરનું કામ કરે છે. એડીનીલીન ગ્રંથી કોર્ટીસોલ હોરમોન મુક્ત કરે છે અને એની અસરથી હાઈપોથેલેમસ પીચ્યુટરીને બીજો હોરમોન adrenocorticotropic hormone (ACTH) મુક્ત કરવા ટ્રીગર કરે છે. આ હોર્મોન વ્યક્તિને સ્ટ્રેસની પરિસ્થિતિમાંથી ઉગારવા જરુરી શરિરીક ક્રિયાઓ કરવા વિવિધ અંગોને ઉત્તેજીત કરે છે. આની સામે શરીરનો Homeostasis નો ગુણ કામે લાગે અને સ્ટ્રેસ હોર્મોન્સની અસર ઓછી થવા માંડે. રડવાથી નીકળતા આંસુઓમાં કોર્ટીસોલ જોવા મળે છે, આમ રડવું એ સ્ટ્રેસ રીલીફ છે. (વધુ વિગતો મેં અગાઉ લખેલ સ્ટ્રેસની શ્રેણીમાં છે.) આ તો કેમીકલ્સની વાત થઈ, પણ અહીં તો શરીરની એનર્જીને પ્રવાહીત કરવાની વાત છે. જે કેમીકલ્સના મુળ સુધી પહોંચે છે.
(આપે દર્શાવેલા ટુંકક્ષરો – જીનેટીક એન્જીયનીયરીંગમાં DNA સીકવન્સના ભાગરુપે – ATGC –
(guanine-cytosine and adenine-thymine) વાંચેલા હતા.) અન્ય માહિતી હોય તો શેર કરવા વિનંતિ.
મને પણ રુદાલી યાદ આવ્યું. માણીએ – https://www.youtube.com/watch?v=scq39UgyCU4
LikeLike
આભાર
અમારા સ્નેહીજનો માને છે કે અમને માનસિક વ્યાધી છે અને તેને લીધે વાત ‘પાટા પરથી ઉતરી’ જાય છે. બીજી તરફ સલાહ મળી છે કે લખ-વા થયો હોય તેમ શિષ્ટ ભાષામા લખો…સંમત ન હોય તેની વાત દુર્ભાવ રાખ્યા વગર સમજવા પ્રયત્ન કરો.
બીજી વાત કે અમારી ટીપ્પણી વાંચવા કોઇને સમય જ નથી ત્યારે તમે વાંચી !
આપની વાત બરોબર છે પણ હવે તે જુની થઇ છે અને સાંપ્રત કાળે જીનેટીક એન્જી.ની બોલબાલા છે કોઇને ચૌદશીયો કહેવાને બદલે તેના ૧૪ મા ક્રોમોઝોનનો જીનમા જી પ્રોટીન પહેલો થઇ ગયો છે તો તે નક્કી કરવા સસલા પધ્ધતિ કે કાચબા પધ્ધતિથી નક્કી કરવાની વાત ચાલે અને ડી.એન.એ સીક્વનસીંગ ATGC ATGC
કરતા ચંદ્ર પર પહોંચાય ત્યારે આવો પ્રોટીન જણાય !
ખૂબ થાકી ગયા હોય તો અમે કહીએ આજે mc2… નથી
LikeLike
સરસ વાત લખી છે. બીજા લેખો પણ વાંચીશું
LikeLike