‘હમ નહીં સુધરેંગે’
હમણાં ગોવિંદભાઈ એ આજના નેતાઓ અને ચુંટણીની વાત લખી. અને તેમાં પ્રજ્ઞાબેનની ‘હમ નહીં સુધરેંગે’ની કોમેન્ટ પણ આવી. આજ દિવસે બ્રહ્માકુમારી શિવાનીની ‘BK Shivani – Harmony in Relations – Personality Development’ ની યુ ટ્યુબ વિડીયો પણ જોઈ. સંબંધોમાં થતી મુશ્કેલીઓમાંથી નીકળવાની ખુબ સરસ વાત કરી. બીજા પોતાની રીતે જ જીવવાના છે મારે મારી રીતે જીવવાનું છે. Let’s stop thinking about the world. આપણે હંમેશા બીજાનું જ વિચારીએ છીએ, બીજાને બદલવાના જ પ્રયત્નમાં હોઈએ છે. આપણે હંમેશા આપણા સંબંધોને બગાડવાના કારણોમાં Ego, lack of understanding, lack of Trust, Honesty, Inferiority or superiority complex, … દેખાય છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આ શબ્દો ક્યાંથી આવ્યા ? દરેક શબ્દો બોલતી વખતે આપણા મગજમાં કોઈ વ્યક્તિનું ચિત્ર હોય છે. એ આપણં ચિત્ર તો હોતું જ નથી, બીજાનું જ હોય છે. આમ હંમેશા આપણે બીજાને સુધારવામાં જ માનીએ છીએ. પહેલા વાક્યમાં પણ ‘હમ’ શબ્દ આવ્યો, ‘હું’ નહી. આ વિષયને વધુ સમજવા જેવો છે, આજે બસ આટલું જ……
જુની પોસ્ટ પણ રીફર કરવા જેવી ખરી –
સમય હોય તો જુઓ –
બ્રહ્માકુમારી શિવાનીજી ની આધ્યાત્મિક વાતચિત દ્વારા ગુણાત્મક પરીવર્તન કરવાની પધ્ધતિ ઘણી સુંદર છે
સંબંધોમા બીજાને સુધારવા કરતા પોતાને સુધારવાની વાત આદિ કાળથી ચર્ચાય છે પણ આ વાતો તો ન્યારી છે !સામાન્યતયા રાજકારણ ,ધર્મ, જાત કે કોઇના દેખાવથી દુ;ખ થાય તેવી કોમેંટ આપવાનું ટાળીએ છીએ પણ સુ શ્રી ગોવિંદભાઈ ના લેખ માણતા ઘણા વખતથી કાનમા અથડાતા શબ્દો સહજ લખી નાંખ્યા…અને અમે ખોટા પડીએ અને સુધારો આવે તો સૌથી વધુ આનંદ અમને થશે !!
LikeLike
પ્રજ્ઞાબેન,
મારી પોસ્ટ આપની સહજ અભિ્વ્યક્તિની કોમેન્ટના સ્વરુપમાં નથી, મારો ઇરાદો માનવીય સંબંધોને સમજવાનો છે, આથી આ લેખને એક આધાર બનાવ્યો. હજુ શિવાનીજીના વક્તવ્યને વધુ ઊંડાણથી સમજવાનું અને વ્યક્ત કરવાનું બાકી છે. આપણે ‘સ્વ’ તરફ કેમ જોતા નથી તે સમજવું છે. એમાં કંઈક કહી શકો તો આનંદ થશે.
LikeLike
બ્રહ્માકુમારી શિવાનીનું વિડીયો પ્રવચન હમ્મેશની જેમ પ્રેરક રહ્યું।
સંબંધ અંગે આ બે અવતરણો ઘણું કહી જાય છે .
કેવળ દવાથી રોગ અમારો નહીં મટે
સંબંધ પણ ઉમેરો જરી સારવારમાં.
પ્રશ્નોપનિષદ – ગુણવંત શાહ
એક જ કામ સંબંધમાં કીધું, લીધું એથી બમણું દીધું.
શૈલ પાલનપુરી
LikeLike
બંને અવતરણો પથ્થરની લકીર જેવા છે. આભાર
LikeLike
આપણે હમેશા બીજા માટે જીવતા હોય તેવુ લાગે છે. . બીજા મારા માટે શુ વિચારશે. .? તે એક પ્રશ્ન સાથે જ કેમ જીવીયે છીયે.?
LikeLike
એનો થોડોક જવાબ –
https://bestbonding.wordpress.com/2012/05/08/feel-uncomfortable/
માંથી મળી શકે.
અને થોડુંક –
https://bestbonding.wordpress.com/2013/05/23/basic-instincts/
અને –
https://bestbonding.wordpress.com/2013/05/24/presence/
માંથી મળશે.
LikeLike
એક સુધારો —
ઉપરના મારા પ્રતિભાવમાં મેં જ્યાં ગુણવંત શાહ લખ્યું છે ત્યાં અદમ ટંકારવી એમ વાંચવું .
એ ગઝલ અવતરણ અદમ ટંકારવીનું છે .એમના કાવ્યસંગ્રહનું નામ સંબંધ છે .
કેવળ દવાથી રોગ અમારો નહીં મટે
સંબંધ પણ ઉમેરો જરી સારવારમાં.
અદમ ટંકારવી
LikeLike
Thanks Vinodbhai…
LikeLike