શક્તિપાત –

મુદ્રાવિજ્ઞાનને સમજવા જતાં શરીરની ચેતનાને વૈજ્ઞાનિક તર્કથી સમજવા મથામણ શરુ થઈ, પણ એ માર્ગના એક પડાવમાં ‘શક્તિપાત’ આવ્યું અને ગાંધીનગરના શ્રી વિનાયક પંડ્યા યાદ આવ્યા. તેમને મળ્યો છું કે નહીં તે યાદ નથી પણ તેના એક ફોલોઅરની વાત ન્યારી છે.

અમદાવાદની પોળમાં રહેતો એક ફોટોગ્રાફર નામે સુનીલ, કેરીયરમાં બહુ મેળ નહીં, નશામાં ડુબેલા રહેવાની આદત અને નશો પણ કેવો ? ગટરમાં પડેલો હોય તોય ભાન ન રહે. આ માણસને કોઈક રીતે વિનાયકભાઈનો સત્સંગ થયો અને દારુની લત છુટી ગઈ અને ‘ઓરા’ રીડીંગ અને શક્તિપાત દ્વારા દર્દીઓને દર્દમાં  રાહત પહોંચાડવાનું શરુ થયું. મારા એક ઘનિષ્ટ મિત્ર, કમલેશ પટેલ  દ્વારા તેને મળવાનું થયું. મારી સામે જોઈ તેમણે કહ્યું,  ‘તમારા મણિપુર ચક્રના કારણે તમારું આજ્ઞાચક્ર પણ ડીસ્ટર્બ છે.’ (મણિપુર ચક્ર – નાભીની ઉપર, પેટની ગરબડને કારણે આ તકલીફ થાય જ, આજ્ઞાચક્ર – કપાળની મધ્યમાં). વાત પણ સાચી હતી. એલોપથીની દવાઓ – એન્ટીબાયોટીક્સના કારણે મારે આ માથાકુટ તો હતી જ.

Shaktipat

(એક બ્લોગરના બ્લોગ પરથી સાભાર – http://mahavidhyashaktipeeth.blogspot.in/)

તેમની પાસે શક્તિપાત વિષે થોડું જાણ્યું. તે મુજબ યુનીવર્સલ એનર્જીમાંથી એક હાથ દ્વારા શક્તિ મેળવી બીજા હાથ દ્વારા દર્દીને ફોર્સફુલી શક્તિ આપવામાં આવે છે. (રેકીમાં આ તફાવત છે. આમાં રેકી આપનાર ફક્ત એક ચેનલ (પાઈપલાઈનની જેમ) છે. દર્દીમાં શક્તિની કમી હોય અને દર્દી ઇચ્છે તો રેકી શક્તિ તેને મળે છે. જો રેકી આપનાર પોતે જ કોઈ બીમારીથી પીડાતો હોય તો રેકી દરદી સુધી પહોંચતી નથી- જેમ પાઈપલાઈનમાં જ કોઈ અવરોધ હોય તો પાણી આગળ વધતું નથી.) શક્તિપાતમાં તો દરદીને બળપુર્વક શક્તિ આપવામાં આવે છે. આમ કરવામાં દરદીના આંતરીક વિરોધના કારણે શરીરને ઝાટકા પણ લાગે છે. પણ દર્દ તો દુર થાય છે. સુનીલભાઈએ કેટલાક અસાધ્ય રોગો અને અસાધ્ય સર્જરીઓ ફક્ત શક્તિપાત વડે ઠીક કરેલી હતી. એમની વાત નહી માનવા માટે કોઈ તર્ક ન હતો, કારણ કે આ કાર્ય તેઓ વિના મુલ્યે કરતા હતા અને એક સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવતા હતા. મને પણ ઠીક કરવા તેમણે સુચવ્યું હતું કે આજે રાત્રે તમે દિવાલથી દુર રાખેલા લાકડાના પલંગ પર સુઈ જજો, રાત્રે અગીયાર વાગ્યા પછી હું તમને મારી શક્તિ મોકલાવીશ, તમને કદાચ ઝાટકા લાગે પણ નુકશાન નહીં થાય અને દર્દ દુર થશે, પણ એ દરમ્યાન તમને કોઈ અડકે નહી તેની ખાસ સુચના આપજો. આવો પ્રયોગ તેની હાજરીમાં થાય તો જ કરાય એવું લાગતાં મેં કહ્યું, તમે રુબરુ કરી શકો તો કહો પણ તમારી ગેરહાજરીમાં મારા કુટુંબના સભ્યો ગભરાય અને કોઈ અન્ય મુશ્કેલી થાય. એમના માટે એ શક્ય ન હતું (હું ગાંધીનગર રહેતો અને તેઓ અમદાવાદ રહેતા.) તેથી આવા પ્રયોગના અનુભવથી વંચિત રહ્યો. થોડા સમય પછી સમાચાર મળ્યા કે કેન્સરના એક દર્દીને સાજો કરવાના પ્રયત્નમાં તેઓ પોતે જ કેન્સરગ્રસ્ત થયા અને મૃત્યુ પામ્યા. સમાજે એક સાચો લોકસેવક ગુમાવ્યો. શક્તિપાતની એક મોટામાં મોટી ખામી એ કે શક્તિપાત કરનાર વ્યક્તિ શક્તિપાત દરમ્યાન જો પોતે યુનીવર્સલ એનર્જી મેળવી ન શકે તો પોતે પોતાની એનર્જી ગુમાવે છે.

આ સુનીલભાઈની વાતો સમજ્યા પછી શક્તિપાતના યુ-ટ્યુબ વિડીયો સંમોહનના વિડીયો હોય એવું લાગ્યું. જાત-અનુભવ ન કરી શક્યો પછી ખાત્રી તો ક્યાંથી આપી શકાય ?

આપણા જ દેશમાં આપણી જ ઉપચાર પધ્ધતિઓ ‘વૈકલ્પિક’ ઉપચાર પધ્ધતિ ગણાય એ કેવી કરુણતા…… !……….. હવે પછી…..

 

Advertisements

One comment on “શક્તિપાત –

  1. pragnaju કહે છે:

    સાધક સંત દ્વારા શક્તિપાત થયેલાને ઘણા સારા પરીણામ આવ્યાં છે પણ તે કરતા પહેલા તેને માટે પાત્રતા કેળવવાનું અગત્યનું છે રોજરોજ આત્મનિરીક્ષણ કરવાથી, આત્મવિચાર, જપ અને ધ્યાનનો આધાર લેવાથી તેમજ પ્રેમપૂર્વકની પ્રાર્થનાથી થતી પરમાત્માની પરમકૃપાના પરિણામરૂપે માનવની ગમે તેવી ગૂઢ સુષુપ્ત શક્તિઓની જાગૃતિ આપોઆપ થઈ જાય છે.

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s